SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ने हरंति तं वित्तं ૧૦૩ કર્મબંધમાંથી બચી શકાય અને શુભ કર્મબંધના નિમિત્ત થવાય. પત્ની, સંતાનો કે કુટુંબ-પરિવારના સભ્યો પ્રત્યેના સ્નેહાકર્ષણને લીધે, તેમનું ગુજરાન ચલાવવા, તેમને રાજી રાખવા માટે માણસ ધન કમાવા નીકળે છે. એ જ્યાં સુધી ન્યાયનીતિથી પ્રાપ્ત થતું હોય ત્યાં સુધી તો ઠીક, પણ જ્યારે ચોરી, દાણચોરી, કરચોરી, લૂંટ, હત્યા વગેરે દ્વારા તે પ્રાપ્ત કરવા મચ્યો રહે છે ત્યારે તે તેના ભયંકર વિપાકનો વિચાર કરતો નથી. | સામાજિક દૃષ્ટિએ તો કેટલાયે માણસને વધુ પડતું ધન કમાવા માટે પાછલી જિંદગીમાં અફસોસ થતો હોય છે. ખાસ કરીને જ્યારે પોતાના જ પ્રાપ્ત કરેલાં ધનને કારણે જ પોતાનાં જ સ્વજનો સાથે, પિતાપુત્ર વચ્ચે, પતિપત્ની વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, સાળાબનેવી વચ્ચે સંઘર્ષ, અણબનાવ, મહેણાં-ટોણાં, વિદ્રોહ, દગો, વગેરેના અનુભવો થયા હોય, કૉર્ટના ધક્કા વધી ગયા હોય, જેલમાં જવાના પ્રસંગો ઊભા થયા હોય, પોતાના કે સ્વજનોના અપહરણ-કિસ્સા બન્યા હોય. ક્યારેક તો પોતાનું જ ધન પોતાની હત્યા નોતરનારું બન્યું હોય અથવા પોતાના જ ધને પોતાને આપઘાત કરવા તરફ ઘસડ્યો હોય ત્યારે માણસના પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. ભગવાન મહાવીરે (સૂત્રકૃતાંગ ૧૯ ૪માં) કહ્યું છે : आधायकिच्चमाहेउं नाइओ विसएसिणो । अन्ने हरंति तं वित्तं कम्मी कम्मेहिं किच्चति ।। મૃતકની અગ્નિ-સંસ્કારની વિધિ કર્યા પછી સુખની ઇચ્છાવાળા જ્ઞાતિજનો તેનું ધન હરી લે છે, પરંતુ તે ધન કમાવા માટે) કર્મ કરનાર તે વ્યક્તિ તેનાં ફળ ભોગવે છે.] આ સંસાર કેટલો બધો સ્વાર્થી છે કે કેટલાયે માણસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy