________________
जं छन्नं तं न वत्तव्यं
૪૫ પ્રસરે જ છે. એમાં કશું અજુગતું લાગતું નથી. પરંતુ માણસે જો ખોટાં કામ કર્યા હોય અથવા પ્રામાણિક ભૂલ થઈ ગઈ હોય તો એની એવી વાતમાં બીજાઓને બહુ રસ પડે છે. મનુષ્યનો નિંદક સ્વભાવ ત્યારે પ્રવૃત્ત થઈ જાય છે. આવી વાતોથી સમાજનું વાતાવરણ લુષિત થાય છે. ખોટા દાખલા બેસે છે. કલહ, સંઘર્ષ થાય છે. એટલે જ એવી કેટલીક વાતો પ્રચ્છન્ન રહે એ વ્યક્તિ તથા સમાજના જ હિતમાં છે.
જ્યારે કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક બેશરમ બનીને વારંવાર અધમ કૃત્યો કરે છે ત્યારે તેને ઉઘાડો પાડવામાં સમાજનું હિત રહેલું હોય છે. ત્યાં વ્યક્તિએ કોઈને વિશ્વાસમાં રાખીને પોતાની ગુપ્ત વાત પશ્ચાત્તાપપૂર્વક કરેલી નથી હોતી. એણે પોતાની વાતો સંતાડેલી હોય છે. દુનિયાને શી ખબર પડવાની છે? – એવો ધૃષ્ટતાભર્યો ભાવ એનામાં હોય છે. “ખબર પડશે તો હું પણ જોઈ લઈશ” – એવો મિથ્યાભિમાનનો હુંકાર એના અવાજમાં હોય છે. એવી વ્યક્તિ પકડાય અને એને સામાજિક કે સરકારી પ્રકારની શિક્ષા થાય તો એમાં તો સામાજિક ન્યાય રહેલો છે.
સમાજમાં સૌથી વધુ ગુપ્ત વાતો રાજકારણમાં થાય છે અને એટલી બધી વાતો ઉઘાડી પણ થઈ જાય છે. અસત્ય પણ એટલું જ બોલાય છે ને ખોટા આક્ષેપો પણ એટલા જ થાય છે. રાજકારણમાં પડેલા માણસોએ પોતાનું મોટું ખોલતાં પહેલાં બહુ વિચાર કરવો જોઈએ. પોતાનો બીજાની આગળ બોલાયેલો એક એક શબ્દ મોડવહેલો જાહેર થઈ જ જવાનો છે એવી માનસિક પૂર્વતૈયારી એણે રાખવી જ જોઈએ. રાજકારણમાં કોઈ કાયમના મિત્ર રહેતા નથી કે નથી હોતા કાયમના કોઈ શત્રુ. જે સમયે જે રીતે સ્વાર્થમૂલક સંબંધો ગોઠવીને સત્તા હાંસલ કરાતી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org