________________
૪૪
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ બનતી રહે છે. એવી કેટલીયે ઘટના પરથી ક્યારેય પડદો ઊપડતો નથી. સંસારમાં કેટલાંયે ગુપ્ત પાપો, કાયમને માટે વિસ્મૃત થઈ જાય છે. કેટલાય રહસ્યો ક્યારેય પ્રગટ થતાં નથી. (અલબત્ત આ સામાજિક દૃષ્ટિ છે, ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ તો દરેકે દરેક પાપનો હિસાબ ચૂકવવો જ પડે છે.) એ આચરનારાઓ અને એમની આખી પેઢી ચાલ્યાં જતાં વાત ભુલાઈ પણ જાય છે. વળી નવા કાળસંદર્ભમાં એનું બહુ મૂલ્ય પણ રહેતું નથી.
દુનિયામાં ગુનાહિત કૃત્યો અસંખ્ય પ્રકારનાં હોય છે. એવાં કૃત્યો કરનાર પહેલાં તો એમ માને છે કે પોતાની વાતની કોઈને પણ ખબર પડવાની નથી. એટલી બધી તકેદારી તેઓ રાખે છે. પરંતુ એમ કહેવાય છે કે ચોરી કરનાર કશીક તો પોતાની નિશાની મૂક્તો જાય છે કે જેની એને પોતાને પણ ખબર નથી હોતી. અનેક વાતો પાછળથી પકડાઈ જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી અનેક ઘટનાઓ પચાસ વર્ષે પણ પ્રકાશિત થઈ છે.
માણસને ગુપ્ત રાખવા જેવી બાબતો શુભ, શ્રેષ્ઠ, હિતકારી વગેરે પ્રકારની સામાન્ય રીતે નથી હોતી. હોય તો પણ એ પ્રગટ કરી દેવામાં સામાન્ય માણસોને અનૌચિત્ય નથી જણાતું. એથી ખાસ કંઈ નુકસાન થતું નથી. ક્યારેક તો લાભ થાય છે. સારીસાચી વાતનો પ્રચાર થવો જોઈએ એવો ભાવ ઘણાંને રહે છે. કોઈક માણસે મોટું ગુપ્ત દાન આપ્યું હોય, કોઈનો જીવ બચાવ્યો હોય, કોઈને પાપથી અટકાવ્યો હોય, કોઈનાં દુરાચારી વ્યસનો છોડાવ્યાં હોય ને એના કર્તુત્વનો યશ પોતાને ન જ જોઈતો હોય – ઇત્યાદિ પ્રકારની ગુપ્ત વાતો એક અથવા બીજા સ્રોતથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org