________________
जं छन्नं तं न वत्तव्यं આપણે એક જ સૂત્રનો વિચાર કરીશું : નં ઇનં તે ન વત્તત્રં
બીજાની છાની વાત, ગુપ્ત વાત કોઈને કહી દેવી, ચાડીચુગલી કરવી તે અધર્મ છે. પૈન્યને મોટા પાપસ્થાનક તરીકે ગણવામાં આવે છે.
બીજાની છાની વાત કોઈને ન કહેવી જોઈએ એમાં વ્યવહારદષ્ટિએ કેટલું બધું ડહાપણ રહેલું છે ! પરંતુ આજની દુનિયા એનાથી ઊલટી દિશામાં ચાલી રહી છે. બીજાની છાની વાત શોધી કાઢો” એ જાણે વર્તમાનકાળનાં પ્રચાર-માધ્યમોનો એક મુખ્ય ઉદ્દેશ બની ગયો છે. જોકે Investigative Journalismથી લાભ પણ થાય છે. ખાસ કરીને જાહેર જીવનમાં પડેલા માણસો કંઈ પણ છાનુંછપનું કરતાં ડરે છે. અયોગ્ય, હીન, ગુપ્ત આચરણ પ્રગટ થવાથી સમાજને યોગ્ય ન્યાય મળી રહે છે, એ દૃષ્ટિએ સમાજને એટલો લાભ અવશ્ય થાય છે. કેટલાયે માણસોનાં કરતૂકો બહાર આવતાં તેઓને યોગ્ય શિક્ષા અદાલત દ્વારા થાય છે અને ઘણી વાર જેમને અન્યાય થયો હોય અને એ વ્યક્તિ જે વિદ્યમાન હોય તો એને યોગ્ય ન્યાય કે વળતર મળી રહે છે. પ્રચાર-માધ્યમોથી માણસ ડરતો રહે છે.
- દુનિયાભરમાં મોટા મોટા સત્તાધીશોના અશિષ્ટ યૌન સંબંધો કે નાણાકીય કૌભાંડો જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે અરે, આવા સજ્જન ગણાતા પુરુષે પણ કેવું અધમ આચરણ કર્યું હતું !
ચોરી, ખૂન, લૂંટ, લાંચરુશવત, બળાત્કાર, ગર્ભપાત, વ્યભિચાર, નિંદાકૂથલી, રાજ્યદ્રોહ, વ્યક્તિદ્રોહ, ભાંગફોડ, નનામા પત્રો વગેરે અનેક પ્રકારની ગુપ્ત ઘટનાઓ દુનિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org