________________
૪૨
-
-
-
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ નરો વા કુંજરો વા' જેવી વાણી ઉચ્ચારાઈ જાય છે. એવી વાણીને ત્રીજી ભાષા તરીકે અહીં ઓળખાવવામાં આવી છે. સાધુઓએ એવી સંદિગ્ધ વાણી પણ ન બોલવી જોઈએ. વળી ભાષાની બાબતમાં “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે :
भासमाणे न भासेजा, णेव बंफेज मम्मणं । माइट्टाणं विविजेजा, अणुचिंतिय वियागरे ।
(૧-૯-૨૫). [ મુનિ પોતાના ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલે, બીજાના મર્મને પ્રકાશિત ન કરે, માયાકપટથી ન બોલે. જે બોલે તે વિચારપૂર્વક બોલે. ]
ભાષાસમિતિ અંગે “સૂત્રકૃતાંગ'ની બીજી એક ગાથામાં કહ્યું છે :
होलावायं सहीवायं, गोयावायं न वदे । तुमं तुमं ति अमणुन्नु, सव्वसो तं न वत्तह ॥
(૧-૯-૨૭) [ મુનિ કોઈને પણ નિષ્ફર વચનથી, હલકાં વચનથી કે ખુશામતભરેલાં વચનથી ન બોલાવે, તથા કોઈને પણ તે તુંકારીને, તુચ્છકારથી, અમનોજ્ઞ વચનથી ન બોલાવે. ]
આમ ભગવાન મહાવીરે જુદે જુદે સમયે જે બોધ સાધુઓને ભાષાસમિતિ વિશે એટલે કે વાણી પરના સંયમ વિશે આપ્યો છે તેમાંથી “સૂત્રકૃતાંગ'ની આ ત્રણ ગાથાઓ અહીં આપી છે. ભગવાનનું પ્રત્યેક હિતવચન અર્થસભર હોય છે. એમાંથી અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org