________________
૪૧
जं छन्नं तं न वत्तव्यं પોતાની કે બીજાની અંગત વાતો તેમને કહી જાય છે. પત્રકારોને બીજાની વાત પ્રગટ કરી દેવાનો ઉત્સાહ અને આનંદ હોય છે. સાધુસંતોને બીજાની વાત ગોપવ્યાનો સંતોષ હોય છે. માટે જ સાધુસંતોનું કર્તવ્ય ચડિયાતું ગણાય છે. એટલે જ સાચા સાધુઓએ કોઈની ખાનગી વાત બીજાને ન કહી દેવી જોઈએ એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
બીજાની વાત કહી દેવી એને ભાષાના–વચનના દોષમાં ગણાવવામાં આવે છે. સાધુઓએ ભાષાસમિતિનો અર્થાત્ વાણી પરના સંયમનો અને વચનગુપ્તિનો બરાબર ઉપયોગ કરવો જોઈએ. ભાષાસમિતિ વિશે “સુત્રકૃતાંગ'માં કહ્યું છે :
तथिमा तइया भासा, जं विदित्ताऽणुतापति । जं छन्नं तं न वत्तव्वं एसा आणा णियंठिया ॥
(૧-૯-૨૬) [ સાધુએ ત્રીજી ભાષા ન બોલવી જોઈએ, જે બોલ્યા પછી અનુતાપ (પશ્ચાત્તાપ) થાય તેવી ભાષા ન બોલવી જોઈએ તથા જે વાત ગુપ્ત રાખવાની હોય તે ન કહી દેવી જોઈએ. આ નિર્ચથની – (ભગવાન મહાવીરની) આજ્ઞા છે. ]
અહીં “ત્રીજી ભાષા' ન બોલવાનું કહ્યું છે એનો શો અર્થ થાય? એક અપેક્ષાએ ભાષાના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવે છે : (૧) સત્ય, (૨) અસત્ય, (૩) મિશ્ર, અને (૪) વ્યવહાર. આમાં અસત્ય ન બોલવું એ તો સ્પષ્ટ જ છે. સત્ય જ બોલવાનું હોય. પણ ક્યારેક અસત્યમિશ્રિત સત્ય અથવા સમિશ્રિત અસત્ય બોલવા માટે માણસનું મન લલચાઈ જાય છે. ક્યારેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org