________________
૪૦
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ લેવડદેવડની વાત પણ વહેલી બહાર પડી જવાથી બંને પક્ષને ઉશ્કેરનારા ઈર્ષાળુ માણસો પ્રવૃત્ત થઈ જાય છે.
મનુષ્ય જ્યારથી વસ્ત્ર પહેરતો થયો ત્યારથી કે એની પણ પહેલાંથી એને કશુંક છુપાવતાં આવડવા લાગ્યું છે. મનુષ્યમાં રહેલી આ વૃત્તિ આમ જોઈએ તો જન્મજાત છે. નાના બાળકને પોતાનું રમકડું બીજાં બાળકોને ન આપવું પડે માટે સંતાડી દેવાનું શીખવવું પડતું નથી. એ એનું કુદરતી લક્ષણ છે. ગામના પાદરે કે વગડામાં કૂતરાઓ પણ ખાડો ખોદીને પોતાનું વધેલું ખાવાનું છૂપાવી દે છે. ધન કે કીમતી વસ્તુ જમીનમાં દાટવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. શરીરની ચેષ્ટાઓ કે વચનના ઉદ્ગારોને સંતાડવા કરતાં પણ મનના વિચારોને સંતાડવાનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. કોઈ સમાજ એવો ક્યારેય હોઈ ન શકે કે જ્યારે એ સમાજની કોઈ ને કોઈ વ્યક્તિને કશુંક છુપાવવાનું ન હોય. પ્રત્યેક પ્રસંગે છુપાવવાનો આશય દુષ્ટ જ હોય એવું નથી.
એકનું છુપાવેલું બીજા ન જાણી જાય એવું નથી. અજાણતાં બીજાની નજર પડે છે અને વાત પકડાઈ જાય છે. માણસના હાવભાવ કે વર્તન પણ એની ચાડી ખાય છે. ક્યારેક પોતાની અંગત ખાનગી વાત મદદ મેળવવા માટે ગરજે બીજાને જણાવવાની જરૂર ઊભી થાય છે.
સમાજમાં બીજાની ખાનગી વાતો જાણનારા વર્ગમાં પત્રકારો અવશ્ય આવે. પરંતુ સાધુસંતો પાસે ઘણી ગુપ્ત વાતોની જાણકારી હોય છે. ફરક એટલો છે કે પત્રકારો પોતાની ફરજ રૂપે, વ્યાવસાયિક ધોરણે વાતો શોધી લાવે છે. સાચા સાધુસંતો કોઈને સામેથી પૂછતા ન હોવા છતાં કેટલાયે લોકો જાતે આવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org