________________
પા
जं छन्नं तं न वत्तव्यं
[ જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું ]
ભગવાન મહાવીરે સાધુઓને શિખામણ આપતાં કેટલીક વ્યવહારુ ભલામણો કરી છે, જે તેઓને આધ્યાત્મિક સાધનામાં પણ ઉપયોગી થાય એવી છે. કોઈની ગુપ્ત માહિતી પ્રગટ ન કરી દેવા વિશે ભગવાને મુનિઓને માટે કહેલી વાણીના સંયમની આ વાત ગૃહસ્થોએ પણ એટલી જ લક્ષમાં રાખવા જેવી છે.
વ્યવહારુ જીવનમાં મનુષ્યને અનેક પ્રસંગે કેટલીયે વાતો બીજા આગળ જતી અટકાવવી પડે છે. સમાજમાં રહેતા માણસને ટીકા-નિંદા કે અપકીર્તિનો ભય રહે છે. એનાથી બચવા માણસ પોતાની અંગત વાત છાની રાખવા પ્રયત્ન કરે છે. અંગત વાત દરેક વખતે દુરાચારની મોટી ઘટનાની નથી હોતી. કેટલીક વાર તો ખાવાપીવાની, સૂવાઊઠવાની કે હરવાફરવાની કોઈક વિચિત્ર ટેવ જેવી નાની બાબત પણ હોઈ શકે છે. પણ માણસને બીજાની આગળ પોતાની છાપ બગાડવાની ગમતી નથી. એથી જ તે પોતાની કે પોતાનાં સ્વજનોની કે કુટુંબની કેટલીક વાત ખાનગી રાખવા ઇચ્છે છે. બીજી બાજુ પ્રત્યેક સમાજમાં વિઘ્નસંતોષીઓનો તોટો નથી હોતો. તેઓ ગુપ્ત માહિતી મેળવીને બીજાનાં સારાં કાર્યોને ધૂળમાં મેળવી દે છે. એમ ન થાય એ માટે પણ વાતને અપ્રગટ રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. કુટુંબમાં માલમિલકતની વહેંચણીની વાત કે સગાઈ-સંબંધીની કે ધંધાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org