________________
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧
માહાત્મ્ય છે.
કાળની અસર જડ અને ચેતન એમ બંને તત્ત્વો પર થાય છે. નાનાં બાળકો ઘડીકમાં મોટાં થઈ જાય છે. યુવાનો વૃદ્ધ થાય છે અને વૃદ્ધો પોતાનો કાળ પાકતાં સંસારમાંથી વિદાય લે છે. જન્મ-મરણનું ચક્ર દિવસરાત સતત ચાલતું રહે છે. જડ પદાર્થોમાં પણ રૂપાંતર થતાં રહે છે. આજની નવી ચીજવસ્તુ કાલે જૂની થાય છે અને વખત જતાં નષ્ટ થાય છે.
જગતમાં અનેક લોકો પોતાના જીવનને સફળ બનાવી લે છે, તો અનેક લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. આમ થવાનાં ઘણાં કારણોમાંનું એક મોટું કારણ તે કાળ છે, જેમણે પોતાના જીવનને સફળ બનાવવું હોય તેમણે યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ. ાને ઝાનું સમાયરે ।
ર
‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના પ્રથમ અધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છે :
कालेण णिक्खमे भिक्खू कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता काले कालं समायरे ॥
[ ભિક્ષુએ વેળાસર નીકળવું (ભિક્ષા માટે) અને વેળાસર પાછાં આવી જવું. કવેળા કાર્ય કરવું નહિ. યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું.]
જેમ સાધુઓએ તેમ ગૃહસ્થોએ પણ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ. કાળરૂપી આખલાને શિંગડેથી પકડીને વશ રાખવો જોઈએ. જેઓ અવસર ચૂકે છે તેમને નિરાશ થવાનો વખત આવે છે. રાંડ્યા પછી ડહાપણ આવે છે. સમયનો ત્વરિત સદુપયોગ કરી લેવા માટે ઠેઠ પ્રાચીનકાળથી બોધવચનો પ્રચલિત છે, કારણ કે સમયનો અનુભવ સર્વકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org