________________
૧૧૨
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ રીતે જ કર્યો છે. આપણે આપણા જીવનમાં એ પ્રણાલિકાને જો અનુસરીએ તો આપણે પણ સુખી થઈએ અને બીજાં પણ સુખી થાય. એ વખતે એક શ્રીમંત ઉદ્યોગપતિએ એવું કહ્યું કે, ‘નિવૃત્ત થવાની તમારી વાતની સાથે હું સંમત થતો નથી. હું એક કારખાનું ચલાવું છું, અને એમાં બે હજાર માણસો કામ કરે છે. બે હજાર માણસોને રોજીરોટી આપવાની જવાબદારી મારી છે. તમારા કહેવા પ્રમાણે હું જો નિવૃત્ત થઈ જાઉં તો એ બે હજાર માણસોનું શું થાય ? તેઓ નિરાધાર થઈ જાય. મારે કારખાનું ચાલુ રાખવું એ મારું સામાજિક કર્તવ્ય છે.’
મેં એમને કહ્યું કે ‘કેટલીક વાર આપણને આપણી અનિવાર્યતા લાગે છે, તેમાં આપણો સૂક્ષ્મ અહંકાર પણ હોય, પરંતુ વાસ્તવમાં તેવી અનિવાર્યતા હોતી નથી. અચાનક નિવૃત્ત થવાની જો અનુકૂળતા ન હોય તો ક્રમિક રીતે નિવૃત્ત થવાનો વિચાર પણ અમલમાં મૂકવાની શરૂઆત કરી દેવી જોઈએ. ક્યારેક તો એવો વખત આવશે કે જ્યારે આપણે નહિ હોઈએ. એ વખતે શું થશે એવી કલ્પના કરીને અગાઉથી તે માટે આયોજન કરવું જોઈએ. બે હજાર માણસોને રોજી-રોટી આપવાની જવાબદારી જેમ આપણી છે તેમ એટલા લોકોને અચાનક બેકાર બનાવી દેવાનું જોખમ પણ આપણે કદાચ કરી બેસીએ. માટે અમુક ઉંમરે માણસે પોતાના વેપાર-ધંધાને વિકસાવવાનાં સ્વપ્ન છોડી દેવાં જોઈએ.'
હવે કુદરતનું બનવું એવું થયું કે આ વાત પછી ત્રણેક મહિનામાં હૃદયરોગના હુમલાને કારણે એ ઉદ્યોગપતિનું અચાનક અવસાન થયું. નિવૃત્ત થવાની તેમની ભાવના તો દૂર રહી પણ તેમની અચાનક વિદાયને કારણે કારખાનામાં મોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org