________________
परिह निविट्ठाणं वेरं तेसिं पदड्ढई
૧૧ ૧ શ્રીમંતને નામથી પણ ઓળખતી ન હોય. અંગત રીતે એની સાથે કોઈ સંબંધ ન હોય. જે વેર હતું તે વ્યક્તિગત ન હતું. જે વેર હતું તે ગરીબાઈનું, શ્રીમંતાઈ પ્રત્યેનું વેર હતું. ત્યાં શ્રીમંતાઈના મૂળમાં અતિ પરિગ્રહની વૃત્તિ રહેલી હતી. ગરીબો પાસે રહેવાને સરખું ઘર ન હતું. પહેરવાને પૂરતાં કપડાં ન હતાં. ખાવાને માટે પૂરતું ભોજન મળતું ન હતું. બીજી બાજુ શ્રીમંતની મિજબાનીઓના એંઠવાડના ઢગલા કચરામાં ઠલવાતા હતા. આવું હોય તો ત્યાં દેખીતી રીતે ગરીબોને શ્રીમંતો તરફ ઈષ્ય, કેપ, તિરસ્કાર, ધિક્કાર વગેરે થયા વગર રહે નહિ. હિંસાનો વિંટોળ જાગે તો તેમાં પહેલા નિશાન તરીકે શ્રીમંતો જ આવે. ધનસંગ્રહની એમની પ્રવૃત્તિ જ એમના મોતનું નિમિત્ત બને છે.
કોઈ એક માણસ જ્યારે પોતાની શક્તિ અનુસાર વધુ પડતું કમાવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વ્યાવહારિક રીતે જ બીજા કેટલાક માણસોની કમાવાની તક ઝૂટવાઈ જાય છે. શ્રીમંતો પોતાના પૈસાના જોરે, મોટા સાહસો કરવાની શક્તિ વડે, બીજાને હંફાવવાની તાકાત દ્વારા મોટી કમાણી કરી લેવાની તક ઝડપી લે છે. વ્યાવહારિક દૃષ્ટિએ એમાં કશું ખોટું નથી એમ કેટલાકને લાગે, પરંતુ સામાજિક ન્યાય(Social Justice)ની દૃષ્ટિએ તેમાં અન્યાય અવશ્ય રહેલો જણાશે. એટલા માટે પણ માણસે પરિગ્રહની મર્યાદા બાંધી લેવી જોઈએ. માણસે આજીવિકા અર્થે પૂરતું મળતું હોય તો વેળાસર નિવૃત્તિ સ્વીકારી લેવી જોઈએ. એવા લોકો જે સુખ-શાંતિનો અનુભવ કરે છે તે અનેરો છે.
કેટલાંક વર્ષ પહેલાં એક નાનકડા વર્તુળમાં મેં એમ કહ્યું હતું કે સાઠ વર્ષની નિવૃત્તિવયનો વિચાર આપણા પૂર્વજોએ યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org