________________
-
-
-
परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई
૧૧૩ ખોટ આવવા લાગી. અને થોડાક મહિનામાં કારખાનું બંધ કરવાનો વખત આવ્યો. બે હજાર માણસો કામ-ધંધા વગરના બની ગયા. દરેક વખતે આવું જ બને છે એવું નથી, પરંતુ માણસે દીર્ધદષ્ટિથી વિચારવાની જરૂર તો રહે જ છે.
જેઓએ શુદ્ધ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી પોતાનું જીવન પસાર કરવું છે તેઓએ તો વિચારવું જોઈએ કે પોતાની પાસે પોતાનો જીવનનિર્વાહ ઘણી સારી રીતે થઈ શકે એટલું ધન જો હોય તો તેઓએ વધુ કમાવા માટેની પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ, સ્વેચ્છાએ પોતે નિવૃત્તિ સ્વીકારી લેવી જોઈએ, નિવૃત્ત શાંત સ્વસ્થ, ધર્મમય પ્રસન્ન જીવન જીવવું જોઈએ. ઘણા માણસો પોતાના વેપાર-ધંધાને એટલો બધો વિકસાવે છે અને પછી પોતે જ અંદર એટલા બધા ખુંપતા જાય છે, કે તેમને માટે તેમાંથી નીકળવું જીવનના અંત સુધી શક્ય બનતું નથી. ઘણો સારો વેપાર-ધંધો ચાલતો હોય તો પણ માણસે તેમાંથી વેળાસર નિવૃત્ત થવાની ભાવના સેવવી જોઈએ અને તે પ્રમાણે યોજના પણ અગાઉથી વિચારવી જોઈએ. વેપાર-ધંધામાં માણસે પોતાના ઉત્તરાધિકારીનો વેળાસર વિચાર કરી લેવો જોઈએ.
શાસ્ત્રકારોએ વસ્તુ પ્રત્યેની આસક્તિને, મૂચ્છને પણ પરિગ્રહ તરીકે ઓળખાવી છે, એટલે માણસે સ્થૂલ પરિગ્રહ ન વધારવો જોઈએ, એટલું જ નહિ પણ પરિગ્રહ વધારવાની ઇચ્છા પણ ના સેવવી જોઈએ. અલ્પતમ પરિગ્રહ પોતાની પાસે હોય, પરંતુ તેના ઉપભોગમાં અતિશય રસ પડતો હોય તો તે પણ વર્ય ગણવામાં આવ્યો છે.
સૂક્ષ્મ તત્ત્વદષ્ટિએ વિચારીએ તો સ્થૂલ પરિગ્રહ એટલે પુલાસ્તિકાય. પુદ્ગલનું ચૈતન્ય સાથેનું વેર તો અનાદિકાળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org