________________
૧ પા असंविभागी न हु तस्स मोक्खो [અસંવિભાગી હોય તેનો મોક્ષ નથી]
સમ એટલે સરખા; વિભાગી એટલે ભાગ કરનાર. અસંવિભાગી એટલે સરખા ભાગ ન કરનાર, સરખી વહેંચણી ન કરનાર.
ભગવાન મહાવીરે કહ્યું છે કે, જે સંવિભાગી નથી અર્થાત્ જે પોતાનાં ધનસંપત્તિ વગેરે ભોગસામગ્રીમાંથી બીજાને સરખું વહેંચતો નથી તેવો માણસ ક્યારેય મોક્ષગતિ પ્રાપ્ત કરી શકતો નથી. ભગવાને શબ્દ પણ “સંવિભાગ' પ્રયોજ્યો છે, જે અર્થસભર છે. પોતાની લાખો-કરોડોની ધનદોલતમાંથી માત્ર બે-પાંચ રૂપિયાની કોઈને મદદ કરવી એ સંવિભાગ નથી. ઉચિત હિસ્સો એ સંવિભાગ છે.
કેવી કેવી વ્યક્તિઓ મોક્ષની અધિકારી નથી બની શકતી એ માટે ભગવાન મહાવીરે કહેલું વચન દસકાલિક સૂત્રમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે:
ये यावि चंडे मइइड्ढिगारवे पिसुणे नरे साहस हीणपेसणे । अदिट्टधम्मे विणए अकोविए
असंविभागी न हु तस्स मोक्खो ॥ જેિ માણસ ક્રોધી હોય, બુદ્ધિમાં તથા ઋદ્ધિમાં આસક્ત હોય અને એનો ગર્વ કરનારો હોય, ચાડચૂગલી કરનારો હોય, અવિચારી સાહસ કરનારો હોય, હીન લોકોને સેવનારો હોય, અધર્મી હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org