________________
૨૧
आतुरा परितान्ति ઉદાર બની ક્ષમાની ભાવનાને અપનાવવી એ બે વસ્તુ સામાન્ય રીતે એકસાથે સંભવી ન શકે.
માણસમાં જાગેલી તીવ્ર અભિલાષાઓ તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષમાં પરિણમે છે. જ્યારે ઇચ્છા, વાસના, અભિલાષા, આતુરતા ઇત્યાદિની તીવ્રતા, ઉત્કટતા કે ઉગ્રતા મનુષ્યના ચિત્તમાં પ્રવર્તે છે ત્યારે એની સ્વસ્થતા ચાલી જાય છે. સારાસારનો વિવેક કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. એ વખતે સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે સગુણો પણ તેને અપ્રિય થઈ પડે છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે તે નિર્દય બનતાં અચકાતો નથી. બીજા લોકોને માનસિક પરિતાપ પહોંચાડવાની વાત તો હોય જ છે, પરંતુ આવા નિર્દય અને આતુર માણસો બીજાની હત્યા કરવામાં પણ સંકોચ કે લજ્જા અનુભવતા નથી. માણસ
જ્યારે સ્વાર્થી બની જાય છે ત્યારે માનવતાનો સહજ સગુણ તેનામાંથી અદશ્ય થઈ જાય છે. કેટલાક આતુર માણસોમાં, રાતદિવસ એક જ વાતનું સતત ચિંતન, સેવન કે રટણ કરવાને લીધે, એવી ગ્રંથિ બંધાઈ જાય કે જેથી તેમની પરપીડનની વૃત્તિ આવેગવાળી, ઉન્માદમય બની જાય છે. તેઓ જ્યાં સુધી કોઈકને કષ્ટ આપે નહિ, દુઃખ આપે નહિ, પરિસંતાપ કરાવે નહિ ત્યાં સુધી તેમને શાંતિ વળતી નથી. કેટલાક પારધીઓ અથવા શિકારનું વ્યસન ધરાવતા માણસો પશુપક્ષીનો શિકાર તો કરે જ છે, પરંતુ પોતે જેનો શિકાર કર્યો હોય તે પશુ કે પક્ષીને
જ્યાં સુધી પોતાની નજર સામે તરફડતું જુએ નહિ ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. કેટલાક આતુર લોકોને પરપીડન પ્રકારની આવી ગ્રંથિ વારંવાર સતાવતી રહે છે.
જગતમાં જો શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હોય, રાષ્ટ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org