________________
૨૨
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ અને રાષ્ટ્ર વચ્ચે, પ્રજા અને પ્રજા વચ્ચે બંધુત્વ અને સહકારની ભાવના જો સ્થાપિત કરવી હોય તો પ્રત્યેક કક્ષાએ આતુરતાને સંયમિત રાખવી પડશે. જેમ આતુરતા ઓછી તેમ પરિતાપ ઓછો. આતુરતાને સંયમમાં રાખવા માટે સૌથી પહેલી જરૂ૨ છે સંતોષની. માણસ જ્યાં સુધી પોતાની ઇચ્છાઓને સ્વેચ્છાએ પરિમિત કરતો નથી ત્યાં સુધી આતુરતા ઉપર તે વિજય મેળવી શકતો નથી. ઇચ્છાઓનો કોઈ અંત નથી. માણસે પોતાની શક્તિ, કક્ષા, ગુણવત્તા અને પરિસ્થિતિ અનુસાર પોતાની ઇચ્છાઓને પરિમિત કરતાં રહેવું જોઈએ. એ પરિમિતતા જ્યાં સુધી વ્રતના રૂપમાં આવતી નથી ત્યાં સુધી પરિમિત કરેલી ઇચ્છા પણ અચાનક અપરિમિત બની જઈ શકે છે. આ એનું મોટું ભયસ્થાન છે. ઇન્દ્રિય-સંયમ અને ઇચ્છા-પરિમાણ દ્વારા પ્રાપ્ત થતો આનંદ કેટલા ઊંચા પ્રકારનો છે તે વિશેષપણે તો સ્વાનુભવથી જ સમજાય છે. જ્યાં આતુરતાનો અભાવ છે ત્યાં સંયમ, સરળતા, સ્વાભાવિકતા, નિર્દોષતા, પ્રમાણિકતા, ન્યાયબુદ્ધિ પ્રવર્તવા માટે વિશેષ અવકાશ રહે છે. કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હશે તો પ્રત્યેક કક્ષાએ ‘આતુરતા’ને પરિમિત કરતાં રહેવું પડશે !
ભગવાન મહાવીરે ખાતુરા તિાવેત્તિ એ બે શબ્દમાં સંસારના દુઃખદ સ્વરૂપનું અને મનુષ્યના મનની નબળી લાક્ષણિકતાનું કેટલું વિશદ દર્શન કરાવ્યું છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org