________________
दुक्करं करेउं तारुण्णे समणत्तणं
૨૯ સાધુપણામાં યૌવન વયનું એક મોટામાં મોટું જોખમ તે કામવાસનાનું છે. દરેક મનુષ્યમાં (અને પશુઓમાં પણ) કાળક્રમે કામવાસનાનો ઉદય થાય છે. કિશોરાવસ્થા વટાવતાં શરીરમાં જે પ્રકારના ફેરફારો થવા લાગે છે તેથી માણસ કૌતુકવશ બને છે અને કુદરતી આવેગો આવતાં તે સંતોષવાના ઉપાયો શોધે છે.
છેલ્લા થોડા વખતથી અમેરિકામાં ખ્રિસ્તી પાદરીઓ સામેના તહોમતનામાના દાખલાઓ વધતા જાય છે. અમેરિકા જેવા વિશાળ દેશમાં પાંચ હજારથી વધુ દેવળો છે અને તેમાં એથી પણ વધુ સંખ્યામાં પાદરીઓ ફરજ બજાવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં “ફાધર'ની દીક્ષા બાળ બ્રહ્મચારીને જ અપાય છે. પરિણીત ન હોય, બાળ બ્રહ્મચારી હોય એવી વ્યક્તિઓ પાદરી બની હોય તો તેમાંથી કોઈકની અતૃપ્ત સુષુપ્ત કામવાસના જાગ્રત ન થાય એવું નથી. એવી વાસના જાગ્રત થાય અને તે અદમ્ય બની જાય ત્યારે તેવી વ્યક્તિ પોતાની વાસના સંતોષવા વિવિધ ઉપાયો અજમાવે છે. દેવળમાં શીખવા આવતા કે ધર્મક્રિયા કરવા આવતા કુમળી વયના દસબાર કે વધારે-ઓછા વર્ષના છોકરાઓ સાથે સજાતીય વ્યવહાર આવા પાદરીઓથી થઈ જાય છે. પછી ટેવ પડે છે અને પકડાય છે ત્યારે તેમની સામે ખટલો ચાલે છે અને તેમને સજા થાય છે. છેલ્લા દાયકામાં પકડાયેલા એવા કેટલાક પાદરીઓ જેલજીવન ભોગવે છે. આપણે ત્યાં જૈન અને અન્ય ધર્મમાં તથા દુનિયાના બીજા દેશોમાં અને બીજા ધર્મોમાં પણ ઘણા આવા દાખલા બને છે. પણ ત્યાં કાયદો અને લોકમત એટલા પ્રબળ નથી. પરિણામે ગુપ્ત રીતે કામભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org