________________
૨૮
વરપ્રભુનાં વચનો – ભાગ ૧ સાધુઓમાં શિથિલતા આવવાનાં અઢાર સ્થાન દશવૈકાલિકસૂત્રમાં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતના પાલનની વાત મુખ્ય છે અને એમાં પણ કઠિન વ્રત બ્રહ્મચર્યનું છે. સાધુસાધ્વીઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાને અસમર્થ બને છે ત્યારે તેમનામાં આચારની શિથિલતાના વિવિધ પ્રકારના દોષો ઉદ્ભવવા લાગે છે. બ્રહ્મચર્ય વ્રત એટલું દુષ્કર છે કે તેના યોગ્ય અને યથાર્થ પાલન માટે શીલની નવ વાડ બતાવવામાં આવે છે. એ વાડ સાચવવાથી વિકાર કે પતનનાં દ્વાર બંધ રહે છે. જેઓ આ વાડની બાબતમાં પ્રમાદ સેવે છે તેઓનું ક્યારે પતન થઈ જાય છે તે કહેવાતું નથી. હિંદુ, બૌદ્ધ, ઇસ્લામ કે યહૂદી વગેરે ધર્મોમાં પણ વિજાતીય સાથે દેહસંબંધ ન થયો હોય તો પણ સજાતીય સંબંધો કે સ્વયંમ્બુલનના પ્રસંગો પ્રાચીન કાળથી બનતા આવ્યા છે. અલબત્ત, આવો વર્ગ બહુ નાનો હોય છે, પણ નથી હોતો એમ નથી. વર્તમાનકાળમાં દરેક ધર્મનાં સાધુસાધ્વીઓને જ્યાં એકાંતમાં રહેવાની અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની સગવડ વધતી જાય છે ત્યાં શિથિલાચારનો અવકાશ વધવા લાગ્યો છે. જે ધર્મમાં સાધુ-સાધ્વીજીઓને ફોટા, ટી.વી. કે ફિલ્મ જોવાનો પ્રતિબંધ હોતો નથી તેવાં સાધુસાધ્વીઓ એકાંતમાં અશ્લીલ દશ્યો પણ નિહાળી શકે છે. અન્ય ધર્મનાં સાધુ-સાધ્વીઓમાં પણ દુરાચાર વધવા લાગ્યો છે. દુનિયામાં અશ્લીલ ફોટાઓ, ચલચિત્રો વગેરે પ્રકારની સામગ્રી પ્રતિદિન વધતી ચાલી છે અને ટી.વી. કે કોયૂટર ઉપર પોતાના ઘરમાં સુલભ થવા લાગી છે. વિદેશોમાં કોમ્યુટર ચલાવતાં કુમળી વયનાં બાળકો અજાણતાં આવાં દશ્યો ન નિહાળી લે એ માટે માબાપ બહુ ચિંત રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org