________________
दक्करं करे तारण्णे समणत्तणं પ્રકારના દરેકના પેટા પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. ગુરુવંદન ભાષ્ય'માં કહ્યું છે :
पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो ।
યુ-યુ-તિ-ટુ-ળા-વિદા અવંતિજ્ઞા બિનવનિ [ પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ – આ પાંચના અનુક્રમે બે, બે, ત્રણ, અને અનેક – એવા પેટા પ્રકાર છે. આ પાંચેયને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે. ]
પાસત્થા (પાર્થ0) એટલે બાજુમાં રહેલા અથવા માર્ગથી બાજુ પર ખસી પડેલા. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પણ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચરિત્રરૂપી રત્નત્રયીમાં નહિ, પણ એની બહાર રહે છે તે પાર્શ્વસ્થ. પાર્શ્વસ્થના બે પ્રકાર છે – સર્વ પાર્થસ્થ એટલે સંપૂર્ણપણે ભ્રષ્ટ થયેલા ને દેશ પાર્થસ્થ એટલે અમુક અંશે ભ્રષ્ટ થયેલા.
અવસગ્ન એટલે જે સાધુઓ પોતાના આચારના પાલનમાં શિથિલ, પ્રમાદી કે અનુત્સાહી હોય. એમના બે પ્રકાર છે – સર્વ અવસગ્ન અને દેશ અવસગ્ન. કુશીલ એટલે ખરાબ આચરણવાળા. જેઓ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના પાલનમાં પણ દોષવાળા હોય છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ પણ હોય અને કેટલાક દોષો હોય તો તેને “સંસક્ત કહેવામાં આવે છે. યથાછંદ એટલે પોતાની મરજી મુજબ વર્તનારા, ગુરુની આજ્ઞામાં ન રહેનારા, ઉસૂત્ર પ્રરૂપણા કરનારા, એશઆરામનું જીવન જીવવાવાળા શિથિલાચારી સાધુઓ. તેઓ અનેક પ્રકારના હોય છે.
આ પાંચ પ્રકારના સાધુઓને જૈન ધર્મમાં અવંદનીય કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org