________________
વરપ્રભુનાં વચનો – ભાગ ૧ સાચી ભાવનાથી પ્રેરાઈને સંયમના માર્ગે સાચી રીતે પ્રવર્યા હોય એવું નથી. કેટલાકે અજ્ઞાનથી, લાચારીથી, દુઃખથી મુક્ત થવા, તેવો માર્ગ સ્વીકાર્યો હોય છે. કેટલાકને ભોળવીને લઈ જવામાં આવ્યા હોય છે. કેટલાકે પોતે આજીવિકા મેળવવાને અસમર્થ હોવાથી કે મંદબુદ્ધિવાળા હોવાથી, કે કોઈ શારીરિક ખોડ હોવાથી કે પોતે તરંગી વિચિત્ર સ્વભાવના હોવાથી આવો માર્ગ ગ્રહણ કરેલો હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પણ તેમના હૃદયને વૈરાગ્યનો અને સંયમનો પાકો રંગ લાગ્યો નથી હોતો. તેઓ માત્ર દ્રવ્યલિંગી જ હોય છે.
કેટલાક સાધુઓમાં તત્કાલ પૂરતો દુઃખગર્ભિત વૈરાગ્યનો ઉદ્રક હોય છે, પરંતુ તે શમી જતાં અને ભોગપભોગની સામગ્રી સુલભ બનતાં ફરી તેમનામાં સાંસારિક ભાવો અને કલ્પનાઓ જાગ્રત થાય છે. યૌવનાવસ્થામાં એ વિશેષ પ્રબળ બને છે. વિવિધ ઇન્દ્રિયોની અતૃપ્તિ એમને સતાવે છે અને માનસિક પરિતાપ કરાવે છે.
બધા સાધુ એક જ સરખી કોટિના ન હોઈ શકે. કોઈકમાં એક પ્રકારની શક્તિ હોય તો કોઈકમાં અન્ય પ્રકારની. તેવી રીતે કેટલાક સાધુઓમાં જોવા મળતી શિથિલતાઓ પણ એકસરખી ન હોતાં જુદા જુદા પ્રકારની હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગ મોટા સાધુઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. વિષય અને કષાય એ સાધુજીવનના મોટા શત્રુઓ છે. શિથિલતાની દષ્ટિએ એવા પાંચ પ્રકારના સાધુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે જે અવંદનીય ગણાય છે : (૧) પાર્થસ્થ (પાસસ્થા), (૨) અવસગ્ન (ઓસન્નો), (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ (જહાછંદો). આ પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org