________________
-
-
-
- -
-
दुक्करं करेउ तारुण्णे समणत्तण જેમતેમ પૂરું કરનારાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. આમ બનવું અસ્વાભાવિક નથી, કારણ કે આ માર્ગ જ એવો કઠિન છે.
એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણીસમા અધ્યયનમાં કહ્યું છે :
वालुयाकवले चेव निरस्साए उ संजमे ।
असिधारागमणं चेव दुक्करं चरिउं तवो ।। [ સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે. તેવી જ રીતે તપશ્ચર્યાનો માર્ગ પણ તલવારની ધાર ઉપર ચાલવા જેટલો દુષ્કર છે. ]
अहिवेगंतदीट्टीए चरिते पुत्त दुक्करे ।
जवा लोहमया चेव चायेयव्या सुदुक्करं ॥ [ જેમ લોઢાના જવ ચાવવા દુષ્કર છે તેમ સર્ષની જેમ એકાન્તદષ્ટિથી – એકાગ્રતાથી ચારિત્રનું પાલન કરવું દુષ્કર છે. ]
जहा भुयाहिं तरिउं दुक्करं रयणायरो ।
तहा अणुवसन्तेणं दुक्करं दमसागरो । [ જેમ ભુજાઓથી સમુદ્ર તરી જવો દુષ્કર છે તેમ ઉપશાન્ત નહિ થયેલા જીવ માટે સંયમરૂપી સાગર તરી જવો દુષ્કર છે. ]
છેક પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી દુનિયાના દરેક ધર્મમાં એવા માણસો જોવા મળે છે કે જેઓ ઘરબાર છોડી સાધુસંન્યાસી થઈ ગયા હોય. કેટલાક માણસો પ્રકૃતિથી ભોગોપભોગથી વિમુખ હોય છે. પરંતુ જેટલા સાધુ-સંન્યાસી, ભિખુ, પાદરી, ફકીર ઇત્યાદિ થયા હોય તે બધા જ ત્યાગ-વૈરાગ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org