________________
लोभाविले आयवईं अदत्तं
૧ ૧૭ દેખતાં, કોઈની ન હોય કે કોઈને કામની ન હોય, એવી વસ્તુ પણ બીજાના રીતસરના આપ્યા વિના (અદત્ત) લેવી તે પણ ચોરી છે. એટલા માટે શબ્દ વપરાય છે “અદત્તાદાન'. માણસ રસ્તામાં ચાલ્યો જતો હોય અને ત્યાં એક નકામો પથ્થર હોય, પોતે બીજાના દેખતાં જ એ પથ્થર જો લઈ લે તો કોઈને એમાં કશો વાંધો પણ ન હોય. તો પણ એ પથ્થર કોઈએ પોતાને રીતસર આપ્યો ન હોવાથી તે લઈ લેવો એ અદત્તાદાન છે, ચોરી છે. જૈન સાધુ-સાધ્વીઓ માટે તો ભગવાન મહાવીરે ત્યાં સુધી કહ્યું છે કે સાધુ-સાધ્વી રસ્તામાં ચાલ્યાં જતાં હોય, એ વખતે પોતાના દાંતમાં કશુંક ભરાઈ જવાને કારણે ખેંચ્યા કરતું હોય. તે વખતે પાસેના કોઈ ઝાડની ડાળખીની નાની સળી તોડીને અથવા નીચે પડેલી સળી વણીને દાંત ખોતરવામાં આવે તો દુઃખાવો તરત મટી જાય એમ હોય, પરંતુ એવી દાંત ખોતરવાની સળી પણ જો કોઈએ રીતસર આપી ન હોય તો પોતાનાથી તે લેવાય નહિ. એવી રીતે લેનાર સાધુ-સાધ્વીને અદત્તાદાનનો – ચોરીનો દોષ લાગે છે.
| હેમચન્દ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં એ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું છે :
पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् ।
अदत्तं नाददीत स्वं परकीयं क्वचित् सुधीः ॥ [પડી ગયેલું, ભુલાઈ ગયેલું, નષ્ટ થઈ ગયેલું (અર્થાતુ ચોરાઈ ગયેલું), ઘરમાં રહેલું, કયાંક મૂકી રાખેલું એવું પારકું ધન જે અદત્ત હોય તો તે ડાહ્યા માણસે ક્યારેય લેવું નહિ.]
પોતાને નહિ આપેલ વસ્તુ લેવાના દોષની બાબતમાં પણ જૈન ધર્મ વધારે ઊંડાણમાં જાય છે. વસ્તુ કોઈકની હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org