________________
૧૪૨
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ દેખરેખ રાખવાનું અઘરું બનતું જાય છે. ક્યારેક તો પરિણામ જણાયા પછી ખબર પડે છે કે અમુક વ્યક્તિ ઘણા વખતથી ખોટા માણસોના સંસર્ગમાં રહેતી હતી. શાળા કે કૉલેજમાં જનારાં પોતાનાં સંતાનોની અચાનક વિચિત્ર વર્તણૂક થતી જોઈને ચિંતાતુર બનતાં માબાપોને તપાસ કરતાં પાછળથી ખબર પડે છે કે પોતાનો દીકરો કે દીકરી પોતાનાં શાળા-કૉલેજનાં સોબતીઓ સાથે રહીને કેફી દ્રવ્યો લેતાં થઈ ગયાં છે, ગંદી ગાળો બોલતાં શીખી ગયાં છે, વિડિયો-પાર્લરના જુગાર રમતાં થઈ ગયાં છે કે એથી પણ વધારે ભયંકર ટેવવાળાં બની ગયાં છે. પરંતુ ત્યારે એટલું બધું મોડું થઈ ગયું હોય છે કે સંતાનો હાથમાંથી ચાલ્યાં ગયાં હોય છે, અને તેઓને પોતાની જિંદગીને પાયમાલ કરી નાખતાં લાચારીથી જોયા કરવું પડે છે. સમૃદ્ધ દેશોમાં યુવાન દીકરા-દીકરીની આવી ઘટનાઓના દાખલા ઉત્તરોત્તર વધુ ને વધુ બનતા જાય છે. સંસર્ગ કે સોબતની પરસ્પર અસર કેટલી ભયંકર થાય છે તે આવાં દૃષ્ટાંતો પરથી જોઈ શકાય છે.
જેમ સંતાનોના બનાવો બને છે તેમ પતિ કે પત્ની દુષ્ટ સોબતથી ખોટે રવાડે ચડી ગયાના, પૈસાથી, તબિયતથી અને ચારિત્ર્યથી પાયમાલ થઈ ગયાના બનાવો પણ વર્તમાન જગતમાં વધતા જાય છે. હૉટેલો, ક્લબો, એકાંત રહેઠાણો, ગુપ્ત આવાસોની વધતી જતી સગવડો તથા વેપારધંધો વધારવાની લાલચે આપવાં પડતાં કે મળતાં સ્ત્રી, ધન, ભેટસોગાદનાં પ્રલોભનોમાં ફસાયેલા માણસોની વાત ઘરના સભ્યોને જલદી જાણવા મળતી નથી. A Sailor's wife in every port જેવી જૂની કહેવતની જેમ દેશ-વિદેશનો વારંવાર પ્રવાસ કરતા મોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org