________________
मोहरिते सच्चवयणस्स पलिमंथू
૧૪૩ મોંટી કંપનીઓના અધિકારીઓ પણ સરખા સોબતીઓ મળી જતાં અનાચારના ભોગ બને છે. કામાતુરને લજ્જા કે ભય રહેતાં નથી એવી સ્થિતિ પછી પ્રવર્તે છે; એટલું જ નહિ પણ એવા માણસો પોતાનાં અપકૃત્યો માટે મિત્રવર્તુળમાં અભિમાન ધરાવતા થાય છે.
જે સમર્થ છે અને અડગ આત્મવિશ્વાસ ધરાવે છે તેના ઉપર અપાત્ર કે કુપાત્ર વ્યક્તિની સોબતની માઠી અસર થતી નથી, બલકે આવા માણસો અયોગ્ય માણસની સોબત કરીને પણ તેને યોગ્ય બનાવે છે. તેમનું ધ્યેય સ્પષ્ટ હોય છે અને તેમની શક્તિ મોટી હોય છે. ચોર-લુટારુઓ વચ્ચે રહીને તેમની અસર પોતાના ઉપર ન થવા દેતાં તેમનામાંના કેટલાયને પોતે સુધાર્યા હોય એવા મહાત્માઓનાં દૃષ્ટાંતો ઇતિહાસમાં નોંધાયેલાં છે.
જાપાનના એક બૌદ્ધ ધર્મગુરુની રસિક કથા છે. તેઓ જ્ઞાની, ચારિત્રશીલ અને કરુણાવંત હતા. તેઓ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. એક વિસ્તારમાં તેઓ આવ્યા ત્યારે ખબર પડી કે એ વિસ્તારમાં રહેનારાં ઘણાખરા લોકો ચોર, ડાકુ, જુગારી, વ્યસની, ઝનૂની, ખૂની વગેરે પ્રકારના છે. ખોટું કામ કરતાં કોઈને શરમ નડતી નથી. પકડાઈ જાય અને સજા થાય તો જેલમાં જવામાં પણ તેમને શરમ રહેતી નથી. ગુનેગાર કોમમાંથી સેંકડો માણસો જેલમાં પણ હતા.
શિષ્યોએ મહાત્માને કહ્યું કે, “આ પ્રદેશમાં રહેવાનું આપણું કામ નથી. આવા લોકોની વચ્ચે રહીએ તો આપણે પણ કોક વખત સંડોવાઈએ.” પરંતુ ધર્મગુરુને થયું કે આવા લોકની વચ્ચે જ રહેવું જોઈએ અને તેમને ઉપદેશ આપી સુધારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org