________________
मायन्ने असणपाणस्स જાય છે. એટલે એક “સુમો કુસ્તીબાજ સરેરાશ પાંચ-છ માણસના કુલ વજન કરતાં વધુ વજનવાળો હોય છે. આમ છતાં વધુ પડતી ચરબી અને વધુ પડતા વજનને કારણે “સુમો” કુસ્તીબાજનું સરેરાશ આયુષ્ય ૪૫-૫૦ વર્ષથી વધુ નથી હોતું.
ઓછું ખાવું એ વ્યક્તિના હિતની વાત છે. મજાકમાં એમ કહેવાય છે કે માણસ પેટ ભરીને રોજ જમે છે તેમાં બે તૃતીયાંશ ખોરાક એના પોતાના પોષણ માટે હોય છે અને એક તૃતીયાંશ ખોરાક વૈદ કે ડૉક્ટરોના પોષણને માટે હોય છે.
જે માણસો પોતાના પથ્ય આહારને જાણતા નથી તેઓ, અને જાણ્યા પછી જેઓ એને અમલમાં મૂકતા નથી તેઓ, મોટા રોગોને નોતરે છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યન્ત વધતી જતી વય અનુસાર માણસના ખોરાકમાં ફરક પડતો જાય છે. ગળ્યું, ખાટું અને તીખું એ ત્રણ સ્વાદનું પાચન જીવન પર્યન્ત એકસરખું તો બહુ ઓછા માણસોનું રહે. કોઈક ગળપણને ન પચાવી શકે અને મધુપ્રમેહ થાય, કોઈ ખટાશને ન પચાવી શકે અને અમ્લપિત્ત થાય અને કોઈ તીખાશને ન પચાવી શકે અને હરસ, ચાંદું વગેરે થાય. કોઈક શીત પ્રકૃતિના હોય અને કોઈક ઉષ્ણ પ્રકૃતિના હોય. વૈદો માણસની નાડ જોઈને કફ, પિત્ત અને વાયુનો કેટલો પ્રકોપ છે તે વિચારીને પથ્યાપથ્ય આહાર દર્દીન સૂચવે છે. અપથ્ય આહાર દર્દી છોડી ન શકે તો એમને પ્રેમથી સમજાવે. એમ કહેવાય છે કે કોઈ એક યુવાન દર્દી વૈદ્ય પાસે આવ્યો. એનો દમનો વ્યાધિ ઘણો ઉગ્ર થઈ ગયો હતો. ખાંસી ખાતાં તે બેવડ વળી જતો. વાત કરતાં તે હાંફી જતો. વૈધે એને પડીકી આપી અને શું શું ન ખાવું તે સમજાવ્યું. યુવાન યુવાનીના તોરમાં હતો. એણે કહ્યું, જુઓ વૈદરાજ, બધી વાત સાચી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org