Page #1
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
[ વિદેશી વિભૂતિઓના જીવનપ્રેરક પ્રસંગો]
મંત્ર માનવતાનો
કુમારપાળ દેસાઈ
પ્રાપ્તિસ્થાન
ગૂર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001
ફોન : 079-22144663, 22149660 e-mail: goorjar@yahoo.com.web: gurjarbooksonline.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશના 102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે,
100 ફૂટ રોડ, પ્રલાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 98252 68759 - gurjarprakashan(ngmail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
કિંમત : રૂ. ૨00
પહેલી આવૃત્તિ : 2017
Mantra Manavtano A collection of inspiring Short Stories of great personalities worldwide by Kumarpal Desai
Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1
© પ્રતિમા દેસાઈ ISBN : 978-93-5162-449-3
પૃષ્ઠ : 8+148 નકલ : 1000
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ,
અમદાવાદ-380001 ફોન: 22144663,
e-mail: goorjar@yahoo.com
મુદ્રક : ભગવતી ઑફસેટ સી૧૬, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-380 004
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રારંભે સામાન્યતઃ આપણે ત્યાં ભારતીય વિભૂતિઓના પ્રસંગો મળે છે. ગ્રંથો કે સામયિકોમાં રામ, બુદ્ધ કે મહાવીરના જીવનપ્રસંગો મળે છે. ભારતીય ઋષિઓ, સંતો, લોકસેવકો અને સાહિત્યસર્જકોના જીવનપ્રસંગો આલેખતાં પુસ્તકો પણ મળે છે, પરંતુ અહીં વિદેશની વિશિષ્ટ વ્યક્તિઓના એમના જીવનમાં પરિવર્તન લાવનારા માર્મિક પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે. એક એવો પ્રસંગ હોય કે જેમાં કોઈ એક જ વિચાર આખી પરિસ્થિતિમાં પરિવર્તન આણતો હોય.
આ પુસ્તકમાં વિજ્ઞાની, વિદ્વાન, રાજકીય હસ્તીઓ, તત્ત્વચિંતકો વગેરેના જીવનના માર્મિક અને હૃદયસ્પર્શી પ્રસંગ આલેખવામાં આવ્યા છે. એ પ્રસંગમાં એ વ્યક્તિની જીવનસંઘર્ષની સામે લડીને એનો ઉકેલ મેળવવાની એની જહતમનું આલેખન છે. તો સત્ય, ન્યાય, નિષ્ઠા અને માનવતા જેવા ભાવો પ્રગટ કરતા પ્રસંગો પણ આમાં આલેખાયા છે. વર્તમાન સમયના વિદેશના વિજ્ઞાનીઓ, ઉદ્યોગસાહસિકો અને રાજનેતાઓના જીવનની મહત્ત્વની ઘટનાઓ પણ આમાંથી મળશે.
આ પુસ્તકના પ્રકાશન માટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને શ્રી મનુભાઈ શાહનો આભારી છું. વાચકોને આ પ્રસંગોમાંથી કોઈ નવી દૃષ્ટિ પ્રાપ્ત થશે, એવી આશા અસ્થાને નથી.
૪-૮-૨૦૧૭
કુમારપાળ દેસાઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧૩
૧૪
૧૬
૧૭ ૧૮
૨૦
૧ પ્રમુખને પક્ષી દેખાયું ત્યારે ૨ સન્માન પદમાં કે માનવતામાં ? ૩ કામમાં ડૂબી જાવ ૪ આકાશમાંથી સીધો જમીન પર ૫ વિપદામાંથી સંપદા ૬ સોનેરી વાળનાં ઝુલ્ફાં ૭ કલા કુરૂપ બની જશે ૮ શત્રુને મિત્ર ૯ અવરોધ ઓળંગીએ ૧૦ સામે ચાલીને વિનાશ નોતરશો ૧૧ અસલી ચહેરાનો પ્રભાવ ૧૨ કર્તવ્યની બલિવેદી પર ૧૩ જાગેલા રાજાનો ચુકાદો ૧૪ નિષ્ફળતાને નમવું નથી ૧૫ અત્યાચારનો વિરોધ ૧૬ નોટની જેમ હંમેશાં કિંમતી ૧૭ ખોટા સિક્કાનો ખપ નથી ૧૮ ધન-વૈભવ છતાં ધન્યતા નથી ! ૧૯ કામનો ત્વરિત ઉકેલ ૨૦ નાનું ઇનામ લેતી નથી ! ૨૧ લાખો નિરાશામાં ૨૨ ધ્યેયો સાથે સુમેળ ૨૩ વિજય મેળવવાનો માર્ગ ૨૪ સૌથી કીમતી ભેટ
૨૫ કરોડ સિક્કાનો મુગટ ૨૬ લાગણીનું અનોખું દાન ૨૭ આમ આદમીની ઇજ્જત ૨૮ આત્મીયતાનું મૂલ્ય ૨૯ પ્રગતિનું રહસ્ય ૩૦ લોકનેતાની ચિંતા ૩૧ જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ ૩ર પોતાની ક્ષતિઓનો શોધક ૩૩ દારૂગોળાને બદલે ધૂળ ! ૩૪ ખીલેલાં પુષ્પની સુવાસ ૩પ બીજાનો સામાન ઊંચકનાર ૩૬ મારો શ્રેષ્ઠ પુરસ્કાર ૩૭ મૂલ્યવાન વર્તમાન ૩૮ અનાથને આત્મનિર્ભર ૩૯ નિસાસો નાખ્યો છે ખરો ? ૪૦ ગળું કાપવાનો વિચાર ૪૧ ગામડિયાની ઓળખ ૪૨ મોજભરી છે આ જિંદગી ૪૩ સાચો શિક્ષક, સદા વિદ્યાર્થી ૪૪ હૃદયમાં ઉછેર ૪૫ ખાલી હાથનો આભાર ૪૬ મહાનતાનો મંત્ર ૪૭ આવતીકાલની તૈયારી ૪૮ ‘એ' તમારી સાથે
૩૦
Page #6
--------------------------------------------------------------------------
________________
૪૯ મૃત્યુ કે સંઘર્ષ ? ૫૦ અંધાપાનો ઉજાસ પ૧ અફસોસ નહીં થાય પર સંગીતની પોતાની દુનિયા પ૩ સચોટ જવાબ ૫૪ મહારાણી કે નવવધૂ ? પપ પોતીકી શૈલીનો પ્રભાવ પક પારકાના સુખે સુખી ૫૭ અનુપમ આત્મિક આનંદ પ૮ કાર્ય એ જ ઓળખ ૫૯ આનંદની વહેંચણી ૬૦ યશોદાયી અમર કૃતિ માટે ઉ૧ શરણાગતિનો ઇન્કાર કર રાષ્ટ્રહિતની ચિંતા ૯૩ સંગીતસાધનાનું લક્ષ્ય ઉ૪ ઝાડી-ઝાંખરાં અને ગુલાબ ૯૫ એક ઉપાય
ભક્તિ અને કર્મનો યોગ ૯૭ કૅન્સર સામે કર્મઠતા ૬૮ મમ્મા, આઇ એમ સોરી ૯૯ આસ્થા અને વિશ્વાસનું બળ ૭૦ વિશિષ્ટ માગણી ૭૧ બીજો સમય ક્યાંથી મળે ? ૭૨ ઈશ્વર છે ખરો ? ૭૩ સમ્રાટનું સ્મરણ ૭૪ પુનર્જન્મની વર્ષગાંઠ
૫૭ | ૭૫ સર્જનની ખૂબી
૭૬ વ્યાધિ બની વિશેષતા ૭૭ આખું બ્રહ્માંડ મારી સાથે ૭૮ ફરજ અને મિત્રતા ૭૯ ફી આપવાની ઉતાવળ ૮૦ સામાન્ય કે અસામાન્ય ૮૧ વિચાર અને વૃત્તિ ૮૨ ધન-દોલતની કિંમત ૮૩ મન દઈને ભણો ૮૪ શત્રુવિજય અને ભયવિજય ૮૫ ભગવાનનું ‘બોનસ’ ૮૬ મારી એક વિનંતી ૮૭ ભવિષ્યની ચિંતા શાને ? ૮૮ પિતાની નિશ્ચયશક્તિ ૮૯ હસમુખી બાળકીની ભેટ ૯૦ કડવું સત્ય ૯૧ માર્ગદર્શક મૌલિકતા ૯૨ મહેનતનું ફળ ૯૩ સિગારેટનો અર્થ ૯૪ જ્ઞાનની લગની ૯૫ ફાંસીને બદલે શાબાશી ૯૬ બગીચો બનાવજો ! ૯૭ મોજથી માણો જિંદગીને ૯૮ ના, હરગિજ નહીં
૯૯ હૂંફાળા સ્વજનનો મેળાપ ૮૨ | ૧૦૦ માનવધર્મની અગ્નિપરીક્ષા
૧૦૧ ૧૦૨
૧૦૪
૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૦૧
૧૦૨
૧૦૩
વાત સાવ સાચી
હું છું અદનો સિપાઈ
એકે ઓછો ન થયો !
સામાન્યમાંથી અસામાન્ય
૧૦૪
૧૦૫ સંપત્તિથી સુખ ?
૧૦૬
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૦
અમૂલ્ય પ્રમાણપત્ર
કર્તવ્યની વિકાજન
મારી શરત
સીધી-સાદી પદવી
અનામીનો આનંદ
૧૧૧
વેદનાનો વિનોદ
૧૧૨ શૂન્યમાંથી સર્જન
૧૧૩
૧૧૭
૧૧૮
જીવંત કાચબા જેવું જીવન
શરમ આવી નહીં
૧૧૪
૧૧૫ અનુભવની કિતાબ
૧૧૬
લાગણીમય અવાજનું અવસાન
હવે એને કોણ રાખશે ? આદર્શને આંખ
૧૧૯
મહાનતાની પરીક્ષા દુઃખનો અંત
૧૨૦
૧૨૧ સુંદર દિવસો સમું
૧૨૨ આત્મસમૃદ્ધિનો માર્ગ
૧૨૩ સૌથી મહત્ત્વની સંપત્તિ
૧૨૪
પોશાકની શી પરવા !
સારું જોવાનો સ્વભાવ
પુરુષાર્થની શુભેચ્છા
પુનર્જન્મની ખુશાલી
‘માણસ' તો એક જ
૧૦૯
૧૨૫
૧૧૦
૧૨૩
૧૧૧
૧૨૭
૧૧૨ ૧૨૮
૧૧૩ ૧૨૯
હર હાલતમાં ખુશહાલ
૧૧૪
૧૩૦
ઇતિહાસ એ જ ઈશ્વર
૧૧૫
૧૩૧
મારી અંદરનો પોલીસ
૧૧૬
૧૩૨
મારા પર અજમાવીને
૧૧૭
૧૩૩ પોતાના પર પ્રયોગ સર્જનની લગની
૧૧૮
૧૩૪
૧૧૯
૧૩૫ કુટુંબપ્રેમનો મહામંત્ર
૧૨૦
૧૩૬
કરુણાની ધારા
૧૨૧
૧૩૭
વીજળીનો દુર્વ્યય
૧૨૨
૧૩૮
૧૨૩
૧૩૯
૧૨૪
૧૪૦
૧૨૫ ૧૪૧
૧૩૬
૧૪૨
૧૨૭
૧૪૩ યોગ્ય મહત્તા આપો
૧૨૮
૧૪૪
૧૨૯ ૧૪૫
૧૩૦
૧૪૬
૧૩૧
૧૪૭
૧૩૨
૧૪૮
એટલી જ દુઆ
પીંજણ કરવાની જરૂર
વૃદ્ધાવસ્થા ઃ આનંદભરી અવસ્થા ઠપકાનું શુળ નિરક્ષરતાનું દારિદ્રય
માનવકલ્યાણની ખેવના ઈશ્વરે મોકલેલો દેવત
બરફના ટુકડા જેવી સ્થિતિ
મારો પ્રિય સર્જક
મારી ભૂલો માટે
૧૩૩
૧૩૪
૧૩૫
૧૩૬
૧૩૭
૧૩૮
૧૩૯
૧૪૦
૧૪૧
૧૪૨
૧૪૩
૧૪૪
૧૪૫
૧૪૬
૧૪૭
૧૪૮
૧૪૯
૧૫૦
૧૫૧
૧૫૨
૧૫૩
૧૫૪
૧૫૫
૧૫૬
Page #8
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
કુમારપાળ દેસાઈ
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રમુખને પક્ષી દેખાયું ત્યારે
૧૯૦૧થી ૧૯૦૯ સુધી અમેરિકાના પ્રમુખનો હોદ્દો સંભાળનાર થિયોડોર રૂઝવેલ્ટ(૧૮પ૮થી ૧૯૯૯)ની વિશેષતા એ હતી કે તેઓ વિશ્વના સમર્થ રાજનીતિજ્ઞોથી માંડીને સામાન્યમાં સામાન્ય નોકરી સુધી સહુ કોઈને સાચુકલા હૃદયનો પ્રેમ કરતા હતા. પ્રમુખ તરીકે એ ફિરો જવા નીકળે ત્યારે રસ્તામાં એમના નોકરોનાં નિવાસસ્થાન આવતાં હતાં. જો પોતાના નોકરોને એમની ઝૂંપડીની બહાર જોતા નહીં, તો એની ઝૂંપડીની બહાર ઊભા રહીને એને નામથી બોલાવતા. એ નોકર બહાર આવે, ત્યારે હસ્તધનૂન કરતા અથવા તો ભાવભર્યું સ્મિત આપતા.
પ્રમુખ રૂઝવેલ્ટના પોતાના અંગત નોકરનું નામ હતું જેમ્સ ઇ. એમોઝ. એક વાર પ્રમુખને એમનાં પત્નીએ કહ્યું કે એમણે ક્યારેય બોબ વ્હાઇટ નામનું પક્ષી જોયું નથી. આ સમયે પ્રમુખનો નોકર જેમ્સ ઇ. એમોઝ પણ ઊભો હતો. એણે આ વાતમાં સાક્ષી પુરાવી કે આ પક્ષી વિશે સાંભળ્યું છે ઘણું, પણ ક્યારેય જોવા મળ્યું નથી. મને પણ એ પક્ષી જોવાની તીવ્ર ઇચ્છા છે એમ કહ્યું.
બન્યું એવું કે થોડા દિવસ બાદ પ્રમુખ રૂઝવેલ્ટ એમોઝના ઝૂંપડાની બહારથી પસાર થતા હતા, ત્યારે એમણે એના ઘરની બહાર પક્ષી ઊભેલું જોયું. પ્રમુખે તરત જ એને ફોન કર્યો. ફોન એમોઝની પત્નીએ ઉપાડ્યો. પ્રમુખે એને કહ્યું,
જેમ્સ ઇ. એમોઝ જે પક્ષી જોવા માટે અતિ આતુર છે, એ તમારી બારીની બહાર જ બેઠું છે અને જો એ બહાર જોશે તો એને આ પક્ષી જોવા મળશે.’
પ્રમુખ રૂઝવેલ્ટ એમના પ્રેમાળ સ્વભાવને કારણે સામાન્યમાં સામાન્ય કર્મચારીના હૃદયમાં પણ ઘણું ઊંચું સ્થાન પામ્યા હતા. એમના નોકર જેમ્સ ઇ. એમોઝે તો સમય જતાં પ્રમુખનું ઔદાર્ય અને માનવતા દર્શાવતા ઘણા પ્રસંગોયુક્ત સ્મરણકથા લખી હતી.
મંત્ર માનવતાનો
9
Page #11
--------------------------------------------------------------------------
________________
સન્માન પદમાં કે માનવતામાં ? સમ્રાટ સિકંદરના સેનાપતિની નિષ્ઠા, કુશળતા અને માનવતા સર્વત્ર પ્રસિદ્ધ હતી. સમ્રાટ સિકંદર સ્વયં એની કાર્યપદ્ધતિથી પ્રસન્ન હતો, પરંતુ એક વાર સેનાપતિથી નાનકડી ક્ષતિ થતાં ગુસ્સે ભરાયેલા સમ્રાટે એને નીચી પાયરી પર ઉતારીને સૂબેદાર બનાવી દીધો, પરંતુ સેનાપતિ પર આનો કશો પ્રભાવ પડ્યો નહીં. એણે આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને અગાઉ જેટલી જ નિષ્ઠા, તત્પરતા અને સમર્પણભાવથી કામગીરી બજાવતો હતો. થોડા સમય બાદ કાર્યપ્રસંગે સમ્રાટ સિકંદરને મળવાનું થયું, ત્યારે સમ્રાટ સિકંદરે આ સુબેદારનો ઉત્સાહ જોઈને પ્રશ્ન કર્યો, ‘તમે સેનાપતિ હતા ત્યારે જેટલા આનંદ અને ઉત્સાહથી રહેતા હતા, એટલા જ આનંદ અને ઉત્સાહથી અત્યારે પણ રહેતા લાગો છો. મને તો એમ કે તમને આ રીતે નીચલી પાયરીએ મૂક્યા તેથી તમે દુઃખી અને હતોત્સાહ થઈ ગયા હશો.”
સૂબેદારે કહ્યું, “ના શહેનશાહ, બલ્ક હું વધુ સુખી થયો છું. પહેલાં તો સૈનિકો અને અધિકારીઓ મારાથી ભયભીત રહેતા હતા. નજીક આવતાં ડરતા હતા. હવે એ મને પ્રેમથી મળવા આવે છે અને જરૂર પડ્યે મારી સલાહ પણ લે છે. એ રીતે મને એમની નિકટ આવવાનો અને સેવા કરવાનો સુંદર મોકો મળ્યો છે.' સિકંદરે કહ્યું, “એ બધું તો ઠીક, પરંતુ તમને સેનાપતિના સર્વોચ્ચ પદ પરથી દૂર કરીને આવા સામાન્ય સ્થાને મૂક્યા, તેનું તમને અપમાન લાગ્યું નથી ? લોકો તમારી મજાક કરતા હશે અથવા તો મનોમન હાંસી ઉડાવતા હશે, એમ નથી માનતા ?”
સૂબેદારે સિકંદરને વળતો સવાલ કર્યો, ‘શહેનશાહ, તમે મને એ સમજાવશો કે સન્માન પદમાં છે કે માનવતામાં ? ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને કોઈ અહંકારી બની જાય અને અન્ય લોકોની ઉપેક્ષા કરે કે એમના પર જુલમ ગુજારે તો તે નિંદનીય છે. ખરું સન્માન તો ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠ અને પરોપકાર છે અને એવું કરવાની મને વિશેષ તક મળતી હોવાથી હું અત્યંત સુખી, સંતુષ્ટ અને આનંદિત છું.' સુબેદારનો ઉત્તર સાંભળીને સિકંદરે આખી રાત એના વિશે વિચાર કર્યો અને બીજે દિવસે વહેલી સવારે આ કર્તવ્યનિષ્ઠ સૂબેદારને બોલાવીને એનું છીનવેલું પદ સન્માનભેર પાછું આપ્યું.
મંત્ર માનવતાનો
10
Page #12
--------------------------------------------------------------------------
________________
કામમાં ડૂબી જાવ ગુલામોના મુક્તિદાતા, આંતરવિગ્રહમાં અમેરિકાના તારણહાર અને અમેરિકાના ૧૬મા પ્રમુખ અબ્રાહમ લિંકન(૧૮૦૯થી ૧૮૬૫)નો જન્મ અત્યંત ગરીબ કુટુંબમાં થયો. એમના પિતા ટોમસ લિંકન અને માતા નાન્સી હંક્સ અક્ષરજ્ઞાન ધરાવતાં નહોતાં. લાકડાના જાડા પાટિયાના બનાવેલા ઘરમાં અબ્રાહમ લિંકનનો જન્મ થયો. નાની ઉંમરમાં મજૂરી કરવી પડી અને વ્યવસ્થિત અભ્યાસની કોઈ તક મળી નહીં. દેખાવે એ કદરૂપા હતા. એમની પત્ની મેરી ટોડ સતત કંકાસ કરતી હતી. એ યુવાનીમાં આવ્યા ત્યારથી દેવામાં ડૂબેલા રહ્યા. એમના સાસરાપક્ષવાળા પણ ઊંચી, પાતળી, ૬ ફૂટ અને ૪ ઇંચની દેહયષ્ટિ ધરાવનાર લિંકનના વિચિત્ર અને કઢંગા દેખાવની હાંસી ઉડાવતા હતા. એમના મનમાં હતાશા અને નિરાશા હતી. લાકડાં ફાડવાની અને પહેરવાની મજૂરી કરીને જીવન ગાળતા હતા, પરંતુ લિંકન પાસે મનનો બોજ દૂર કરવાનો એક રસ્તો હતો અને તે કાયદાનો અભ્યાસ. એમણે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના કાયદાઓનો ઊંડો અભ્યાસ કર્યો. આ અભ્યાસ કરતી વખતે લિંકન એમના જીવનની વેદના અને અભાવોને ભૂલી જતા હતા. અપાર ચિંતાઓને સ્થાને એ કાયદાશાસ્ત્રની આંટીઘૂંટીઓમાં પોતાના મનને ડુબાડી દેતા હતા. એમણે જોયું કે મનમાં રહેલો - હતાશા, ગરીબી, આજીવિકાની ફિકર - એ બધો જ બોજ દૂર કરવાનો એક રસ્તો એ છે કે તમે તમારા મનને કામમાં પરોવી દો.
આવી રીતે કાયદાશાસ્ત્રના અભ્યાસમાં મનને પરોવનાર લિંકને કાયદાનાં પાઠ્યપુસ્તકો ઉછીનાં લઈને પણ અભ્યાસ ચાલુ રાખ્યો. માત્ર એક જ વર્ષમાં એમનું નામ એટર્નિસની યાદીમાં સામેલ થયું. એટલું જ નહીં પણ એમની કાયદાની સૂઝ, સમજ અને દૃષ્ટિ વિકસતાં વરિષ્ઠ વકીલ જ્યૉર્જ ટુઅર્ટે એમને ભાગીદાર બનાવ્યા. રાજ્યના વકીલમંડળ(બાર)માં શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. કેટલાય નોંધપાત્ર કેસ જીત્યા. સમવાય સરકારની સર્વોચ્ચ અદાલતે એમની અસાધારણ કાનૂની કુશળતાને બિરદાવી, તેથી તેઓ આખા અમેરિકામાં સમર્થ કાયદાશાસ્ત્રી તરીકે જાણીતા થયા.
મંત્ર માનવતાનો
11
Page #13
--------------------------------------------------------------------------
________________
આકાશમાંથી સીધો જમીન પર ચીનના મહાન સંત અને ચિંતક કૉફ્યુશિયસે(ઈ. પૂ. પપ૧થી ઈ. પૂ. ૪૭૯) ૧૭ વર્ષની ઉંમરે ઇતિહાસ, કવિતા, તત્ત્વજ્ઞાન અને સંગીતનો અભ્યાસ કર્યો અને બાવીસમા વર્ષે તો પોતાના ઘરમાં જ પાઠશાળા સ્થાપીને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા. નમ્ર, વિવેકી અને સત્યવક્તા કૉફ્યુશિયસની શિક્ષણ આપવાની પદ્ધતિ સૉક્રેટિસની જેમ પ્રશ્નોત્તર સ્વરૂપની હતી. એક વાર કેટલાક રાજનીતિજ્ઞો એમની સાથે વિચારવિમર્શ કરવા આવ્યા અને એમાંના એક નેતાએ પ્રશ્ન પૂછડ્યો, “કૃપા કરીને અમને કહો કે કઈ વ્યક્તિ આદર્શ અને ઉત્તમ શાસક બની શકે ?
કૉફ્યુશિયસે ઉત્તર આપતાં કહ્યું, “મહાનુભાવ, જેની પાસે પ્રજાના પાલન-પોષણ માટે પર્યાપ્ત સાધન હોય, દેશની રક્ષા માટે જરૂરી સેના અને શસ્ત્રાસ્ત્ર હોય અને જેના પર પ્રજાને પૂર્ણ વિશ્વાસ હોય, એ જ વાસ્તવમાં ઉત્તમ અને આદર્શ શાસક સાબિત થઈ શકે.'
રાજનીતિશે વળતો પ્રશ્ન પૂછળ્યો, ‘પરંતુ આ ત્રણમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત કઈ ?'
કૉફ્યુશિયસે કહ્યું, “આ બધામાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ પ્રજાનો વિશ્વાસ છે. શાસક કે સરકાર પ્રત્યે જો જનતાનો વિશ્વાસ ડગી જાય, તો એનું પતન નિશ્ચિત છે, કારણ કે આધુનિક શસ્ત્રો કે સર્વોત્તમ સાધન વગેરે તો ધનથી ખરીદી શકાય, પરંતુ પોતાનું સર્વસ્વ આપી દેવા છતાં વિશ્વાસ ખરીદી શકાતો નથી.’
આ સાંભળી નેતાએ વળતો પ્રશ્ન કર્યો, “પ્રજાનો આવો વિશ્વાસ કઈ રીતે સંપાદિત થાય ?'
ત્યારે કૉફ્યુશિયસે ઉત્તર આપતાં કહ્યું, “આ વિશ્વમાં વિશ્વાસ એક એવી બાબત છે હુ છે કે જે વ્યક્તિ પોતાની દૃષ્ટિ અને આચરણથી પ્રાપ્ત કરી શકે છે. આને માટે આત્માની ૭ ) શુદ્ધતા આવશ્યક છે. જો જનતાનો વિશ્વાસ કોઈ મોટા રાજનેતા પરથી ઊઠી જાય, તો એ મંત્ર માનવતાનો
ના જ ક્ષણે પ્રજાની નજરમાંથી આકાશમાંથી સીધો જમીન પર ફેંકાઈ જાય છે.” 12,
Page #14
--------------------------------------------------------------------------
________________
વિપદામાંથી સંપદા
પ્રસિદ્ધ. અંગ્રેજ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. લિવર ગોલ્ડસ્મિથ (ઈ. ૧૭૨૮થી ઈ. ૧૭૭૪)નો જન્મ એક ખ્રિસ્તી દેવળના ગરીબ વ્યવસ્થાપક પિતાને ત્યાં ધો. યુનિવર્સિટીમાં ત્રણેક વર્ષ અભ્યાસ કર્યા બાદ એમણે યુનિવર્સિટીના અભ્યાસને તિલાંજલિ આપી અને ઘર પણ છોડ્યું. પરિણામે ભૂખે મરવાનો વારો આવ્યો.
એમના પિતાની ઇચ્છા એમને પાદરી બનાવવાની હતી, પરંતુ લિવર ગોલ્ડસ્મિથને ગાયન-વાદન અને વાર્તાકલ્પન અતિ પ્રિય હતાં. એમાંથી થોડીઘણી આજીવિકા રળતા હતા. ઘણી વાર એમની પાસે ભોજન માટે ફૂટી કોડી પણ રહેતી નહીં. એમની મકાન-માલિકણે થોડા મહિના સુધી તો ભાડું માગ્યું નહીં, પરંતુ એને પણ એ ૨કમના આધારે પોતાનું ગુજરાન ચલાવવાનું હતું. આથી એક વાર એ ખૂબ ગુસ્સે ભરાઈ અને લિવર ગોલ્ડસ્મિથે લખેલા પુસ્તકની હસ્તપ્રત લઈને કહ્યું,
‘આ હસ્તપ્રત હું તને ત્યારે જ પાછી આપીશ, જ્યારે તું મારું ભાડું ચૂકવીશ. જો ભાડું નહીં ચૂકવે, તો એને આગને સ્વાધીન કરીશ.' આમ કહી મકાન-માલિકણે એ હસ્તપ્રત એના ઘરના કબાટમાં બંધ કરીને મૂકી દીધી.
લિવર ગોલ્ડસ્મિથને માથે તો આકાશ તૂટી પડ્યું. એ ખૂબ ગભરાયા. હવે શું કરવું તે સમજાયું નહીં. એમણે એના પ્રિય વિદ્વાન મિત્ર ડૉ. જોન્સનને બોલાવ્યા. ડૉ. જોન્સન પરિસ્થિતિ પામી ગયા. એમણે એ સ્ત્રીની ક્ષમા માગી અને ભાડું ચૂકવીને ગોલ્ડસ્મિથની હસ્તપ્રત પાછી મેળવી.
આંલિવર ગૉલ્ડસ્મિથના આનંદનો પાર રહ્યો નહીં. એ પોતાના પ્રિય મિત્ર ડૉ. જોન્સનને ભેટી પડ્યા. એ પછી ડૉ. જોન્સન આ હસ્તપ્રત લઈને ઘણા પ્રકાશકો પાસે ગયા, પણ કોઈ પ્રગટ કરવા તૈયાર થયું નહીં. આખરે એક પ્રકાશકે માત્ર સાઠે પાઉન્ડમાં આ હસ્તપ્રત ખરીદી અને એ પ્રકાશિત થતાં ઑલિવર ગોલ્ડસ્મિથની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ. એ પુસ્તક હતું વિશ્વનું એક મહાન પુસ્તક ધ વિકાર ઑક્ વૈકલ્ડિ'
મંત્ર માનવતાનો 13
Page #15
--------------------------------------------------------------------------
________________
સોનેરી વાળનાં ઝુલ્ફાં જહોન નામનો જુવાન એનાં સોનેરી વાળનાં ઝુલ્ફાં માટે બધે જાણીતો હતો. યુવતીઓને માટે એના આ સોનેરી વાળ આકર્ષણનું કેન્દ્ર હતા અને જ્હોન પણ પોતાની આ ખૂબીથી પૂરેપૂરો પરિચિત હતો. એ જાણતો હતો કે સોનેરી વાળને કારણે એનું મુખ અતિ સોહામણું લાગે છે.
હોનની ગરીબ માતા ઘરકામ કરીને એનું અને જ્હોનનું ભરણપોષણ કરતી હતી. એવામાં બન્યું એવું કે જ્હોનની માતા બીમાર પડી. જહોન ડૉક્ટર પાસે દવા લેવા ગયો, ત્યારે ડૉક્ટરે આ ગરીબ બાળકને જોઈને પહેલો સવાલ કર્યો, ‘તારામાં મારી દવાનું બિલ ચૂકવવાની ત્રેવડ છે ખરી ને ?”
જહોનના ઘરમાં જે કંઈ રકમ હતી, તે માતાની સારવારમાં વપરાઈ ગઈ હતી. હોને ડૉક્ટરને આજીજી કરતાં કહ્યું, “સાહેબ, તમે મારી માને સારી કરી દો. દવા આપો, થોડા સમય બાદ પૈસા રળીને બિલ ચૂકવી દઈશ.’
ડૉક્ટરે જ્હોનની વાતને ગણકારી નહીં. જ્હોન નિરાશ થઈને બહાર નીકળ્યો, પણ ત્યાં એને ખ્યાલ આવ્યો કે શેરીના નાકે એક વાળંદની દુકાન છે. એ લાંબા સુંદર વાળ કાપીને વિગ બનાવનારાઓને વેચતો હતો. જ્હોન એની પાસે ગયો. એના બધા વાળ કપાવી નાખ્યા અને વાળંદ પાસેથી મળેલા પૈસાથી ડૉક્ટર પાસે જઈને દવા લીધી.
દવા લઈને ફોન ઘેર પહોંચ્યો, ત્યારે એની માતાએ જોયું તો દીકરાનો ચહેરો બદલાઈ ગયો હતો. એણે અતિ આઘાત સાથે પૂછયું, “હોન, તારા વાળ ક્યાં ગયા ? પેલાં સરસ મજાનાં સોનેરી ઝુલ્લે ક્યાં ? આ તેં શું કર્યું ?”
દીકરાનો ચહેરો જોઈને માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, ત્યારે જ્યોને કહ્યું, “મા, કાર) છ રડીશ નહીં. આ દવા પી લે. એનાથી તારી તબિયત સારી થઈ જશે. સોનેરી વાળ તો મંત્ર માનવતાનો ફરી પણ ઊગશે, પણ જો મા ગુમાવી દઉં, તો તે કંઈ પાછી મળે ખરી ?”
14.
Page #16
--------------------------------------------------------------------------
________________
કલા કુરૂપ બની જશે કારા ડેલીની ઇચ્છા સ્ટેજ પર જઈને દર્શકો વચ્ચે ઝૂમતી ગાયિકા તરીકે નામના મેળવવાની હતી, પરંતુ એની આ તીવ્ર ઇચ્છામાં સહુથી મોટો અવરોધ એનો ચહેરો હતો. એ જાણતી હતી કે ગાયિકાના ગાનની સાથે એના ચહેરાને સ્ટેજ પર દર્શકો એકાગ્ર બનીને જોતા હોય છે, તેથી એ વિચારતી કે એના કદરૂપા ચહેરાને કારણે એ પ્રેક્ષકોને પસંદ નહીં પડે. વળી એથીય વધુ તો એના આગળના દાંત બહાર દેખાતા હતા. આવા બહાર દેખાતા દાંતવાળો ગોળમટોળ ચહેરો જોવો કોને ગમે ?
આમ છતાં ગાવાની પ્રબળ ઇચ્છા હોવાથી કારા ડેલીએ સાહસ કરીને સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું, પણ એના દેખાવ વિશે અત્યંત સભાન હતી, તેથી એ પોતાના ઉપરના હોઠને નીચે સુધી ખેંચી લાવવાનો પ્રયત્ન કરતી હતી, જેથી એના આગળના બહાર દેખાતા દાંત થોડા છુપાઈ શકે.
પરિણામ એ આવ્યું કે કારા ડેલી ગાવાને બદલે કે દર્શકો પર દષ્ટિ રાખવાને બદલે પોતાની કુરૂપતા છુપાવવા પ્રયત્ન કરતી રહી. એક વાર એની ગાયનશૈલીથી પ્રભાવિત થયેલા શ્રોતાએ એને કહ્યું, ‘તું જે છુપાવવા માગે છે, તે હું જાણી ગયો છું. તને તારા હોઠની બહાર આવતા આગળના દાંત દેખાડવા પસંદ નથી, ખરું ને ?'
કારા ડેલીએ એની આ વાતનો સ્વીકાર કર્યો ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું, આનાથી શરમાઈને તું ગાઈશ તો ક્યારેય મુક્ત રીતે ગાઈ શકીશ નહીં અને ક્યારેય શ્રોતાઓને રીઝવી શકીશ નહીં. સહેજેય શરમાયા વગર નિરાંતે મોં ખુલ્લું રાખીને, દાંતને છુપાવ્યા વિના ગાઈશ તો સફળ થઈશ.’ દર્શકની આ સલાહ માનીને કારા ડેલીએ ગાતી વખતે તન્મય બનીને માત્ર
હ s ગાવાનો જ વિચાર કર્યો. બીજું બધું ભૂલી ગઈ. એટલા ઉત્સાહ અને આનંદથી એ ઉછરે છ ગાતી હતી કે સમય જતાં એ રેડિયો અને ટેલિવિઝનની અગ્રણી ગાયિકા બની ગઈ ! મંત્ર માનવતાનો
15
Page #17
--------------------------------------------------------------------------
________________
શત્રુને મિત્રા અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન (ઈ. સ. ૧૮૦૯થી ઈ. સ. ૧૮૬૫)ના સમયમાં અમેરિકામાં આંતરવિગ્રહ જાગ્યો. લિંકનની સમવાય સરકાર અને અમેરિકાનાં દક્ષિણનાં રાજ્યો વચ્ચેનો આ વિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો. ઉત્તરનાં રાજ્યોએ અબ્રાહમ લિંકનને તત્કાળ લશ્કરી પગલાં ભરવાની માંગ કરી અને અમેરિકામાં ખેલાયેલું “ધ બૅટલ વ બુલ’ નામનું ઘમસાણ યુદ્ધ વાસ્તવમાં એનો લોહિયાળ આંતરવિગ્રહ હતો.
આ યુદ્ધકાળમાં લિંકનની માનવતા વધુ ઝળકી ઊઠી. આ સમયે લિંકન કાર્યાલયમાં આવતા હજારો પત્રો પર જાતે નોંધ લખતા અને એ અંગે જરૂરી પગલાંઓ માટે સૂચન કરતા. એક વાર એક મહિલાએ નોકરીની શોધમાં મદદરૂપ થવા પ્રમુખને વિનંતી-પત્ર લખ્યો, ત્યારે પ્રમુખ અબ્રાહમ લિંકને તેની કામ કરવાની તૈયારીને પ્રોત્સાહન આપ્યું. પોસ્ટમાસ્તર જેવી સામાન્ય નિમણૂકો જાતે રસ લઈને કરતા. જાતે પોતાના બૂટની પૉલિશ કરતા અને રોજ એકાદ કલાકથી વધુ સમય નાગરિકોને મળવા પાછળ ફાળવતા.
અબ્રાહમ લિંકને ગુલામી પ્રથાની નાબૂદીની ઘોષણા કરતાં ચાલીસ લાખ ગુલામો મુક્ત થયા અને યુદ્ધની બાજી પલટાવા લાગી. અનાથ બાળકો, નોંધારી વિધવાઓ અને લશ્કરી છાવણીમાં રહેલા યુદ્ધકેદી જવાનો પ્રત્યે અપાર સહાનુભૂતિ રાખતા. દરેકને માટે વ્યક્તિગત ધોરણે કંઈક કરી છૂટતા.
તેઓ કહેતા, “અંતે તેઓ પણ આપણા જેવા સંવેદનશીલ માનવીઓ છે. યુદ્ધમાં પણ મર્યાદાની એક રેખા હોવી જોઈએ. એમાં ક્રૂર કે નિર્દય બનવાનું ન હોય.”
અબ્રાહમ લિંકનની આવી વાત સાંભળીને એક વૃદ્ધા ઉશ્કેરાઈ ગઈ. એણે કહ્યું, પ્રમુખ, તમે તે કેવા છો ? જે શત્રુઓનો વિનાશ કરવો જોઈએ, એમની સાથે - માનવતાભર્યો વ્યવહાર રાખવાની વાત કરો છો !”
અબ્રાહમ લિંકને વૃદ્ધાના ચહેરા પરના ઉશ્કેરાટને હસીને અળગો કરતાં કહ્યું, મંત્ર માનવતાનો “મૅડમ, એમને મિત્ર બનાવીને હું શત્રુઓનો વિનાશ કરું છું.”
GS
જાની,
16
Page #18
--------------------------------------------------------------------------
________________
અવરોધ ઓળંગીએ
ઇન્ડોનેશિયામાં વસતા સુકર્ણોના પિતા નિશાળમાં શિક્ષક હતા. એમનો પુત્ર સુકર્ણો એક દિવસ હઠ લઈને બેઠો કે એ કોઈ પણ સંજોગોમાં નિશાળે વા માગતો નથી. એને નિશાળમાં સહેજે ગોઠતું નથી.
શિક્ષક પિતાએ પુત્રને પ્રેમથી સમજાવવા કોશિશ કરી, ત્યારે સુકર્ણાએ કહ્યું, “આ નવી નિશાળમાં તો બધા મારી ખૂબ મજાક ઉડાવે છે. ઠા-મશ્કરી કરે છે, મને પજવે છે.
એના પિતાએ સમજાવ્યું, “નવી નિશાળમાં જઈએ ત્યારે આવું તો બને જ. થોડો સમય આવું રહેશે, પણ પછી બધા હળીભળી જશે અને તારા મિત્ર બની જશે.” આમ છતાં નિશાળે જવાની અનિચ્છા ધરાવતા સુકર્ણોએ પુસ્તક નીચે પછાડ્યું. માતાપિતાએ ખૂબ સમજાવ્યો, પણ બાળક સુકર્ણો તૈયાર ન થયો ત્યારે એના શિક્ષક પિતાએ અનુભવીની મદદ લેવાનું વિચાર્યું. એ અનુભવી સુકર્ણોને એક નાના ઝરણા પાસે લઈ ગયા અને એના વહેતા પ્રવાહની વચ્ચે એમણે એક મોટો પથ્થર ફેંક્યો અને સુકર્ણોને કહ્યું, “જો, આ પથ્થર વહેતા ઝરણાના પાણીમાં કેવો અવરોધ કરે છે ?”
બન્યું પણ એવું કે મોટા પથ્થરને કારણે પાણી અટકી ગયું, પરંતુ થોડા જ સમયમાં પોતાની ગતિથી પાણી વહેવા લાગ્યું અને પથ્થર પાણીમાં ડૂબી ગયો. એમણે સુકોને કહ્યું, “બેટા, કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અવરોધથી ગભરાવું જોઈએ નહીં. જો તો ખરો ! પાણી પણ અવરોધ પર વિજય મેળવીને કેવું આગળ વધી રહ્યું છે, જ્યારે તું માનવી થઈને મુશ્કેલીઓથી કેમ ગભરાય છે ?"
સુકર્ણોને આ વાત સ્પર્શી ગઈ. એવી બીજા દિવસધી નિશાળી જવાનો પ્રારંભ કર્યો. ધોડાક સમયમાં એના સહાધ્યાયીઓ એના મિત્રો બની ગયા. સમય જતાં સુકર્ણો સ્નાતક થયો અને પોતાની માતૃભૂમિ ઇન્ડોનેશિયાને ડચ સરકારની ગુલામીમાંથી મુક્તિ અપાવી અને તે પછી બે દાયકા સુધી દેશના પ્રમુખ રહ્યા.
મંત્ર માનવતાનો 17
Page #19
--------------------------------------------------------------------------
________________
સામે ચાલીને વિનાશ નોતરશો નોબેલ પારિતોષિક વિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ તથા સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતાના વતન જર્મનીમાં વસતા હતા. એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીમાં નાઝી સત્તાનો ઉદય થયો અને હિટલરના નાઝીઓએ યહૂદી લોકો પર ભારે જુલમ આચર્યો.
જર્મનીના નાઝી શાસને યહૂદી પ્રજા સામે એવો દુષ્પચાર કર્યો કે અન્ય દેશોમાં પણ યહૂદીઓ અળખામણા બન્યા. એમના પર જાતજાતના અંકુશો મૂકવામાં આવ્યા. નાઝી પોલીસે આઇન્સ્ટાઇનના ઘરની જડતી લીધી અને એમના સંશોધનને લગતા કાગળોની હોળી કરી હતી.
યહૂદી વિરોધી વાતાવરણને કારણે યુરોપની કેટલીક યુનિવર્સિટીઓમાં વિદ્યાભ્યાસ માટે યહૂદીઓને પ્રવેશ અપાતો નહીં. નિસર્ગમાં સંવાદિતાની ખોજ કરનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મુક્ત દેશ અને મુક્ત માનવીની ઝંખના હતી. વ્યાપક શાંતિવાદના તેઓ ચાહક હતા અને તેથી જર્મની અને અન્ય દેશોમાં યહૂદીઓ પર થતા અત્યાચારો જોઈને એમને ભારે વેદના થતી હતી.
આથી યહૂદીઓનો સ્વતંત્ર દેશ રચાય અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આગવી યુનિવર્સિટી સ્થપાય તેને માટે આઇન્સ્ટાઇને સહયોગ આપ્યો હતો. અંતે ઇઝરાયેલ દેશમાં હિબ્રૂ યુનિવર્સિટીની સ્થાપના થઈ. ૧૯૫૨માં ઇઝરાયલના પ્રમુખ ડૉ. વાઇઝમાનના અવસાન બાદ આઇન્સ્ટાઇનને ઇઝરાયેલનું પ્રમુખપદ ધારણ કરવા માટે વિનંતી કરવામાં આવી, પણ એમણે એનો અસ્વીકાર કરતાં કહ્યું કે “રાજકારણમાં
મને ફાવે નહીં.' આ છે આઇન્સ્ટાઇને ઇઝરાયલ અને હિબ્રૂ યુનિવર્સિટીની સ્થાપનામાં સહયોગ આપવાની મંત્ર માનવતાનો સાથોસાથ યહૂદીઓને સાચી વાત પણ કરી કે ધનસંપત્તિ કમાવામાં જીવનના આદર્શો
18 ભૂલી જશો તો તમે તમારે હાથે જ તમારો વિનાશ નોતરશો.
Page #20
--------------------------------------------------------------------------
________________
અસલી ચહેરાનો પ્રભાવ
અમેરિકાના નાનકડા ગામમાં વસતા જૈન ટ્રીએ ગામડામાંથી શહેરમાં આવીને પહેલું કામ એ કર્યું કે ન્યૂયૉર્ક જેવા મહાનગરને છાજે એવી ભાષા બોલવાનો પ્રયાસ કર્યો. એની વાતચીતમાં આવી જતી ટેક્સાસ રાજ્યની બોલીની લઢણ સભાનપણે દૂર કરી. ગામડાનો પોશાક છોડીને મહાનગરના માનવીને શોભે એવો ઠસ્સાદાર પોશાક સજીધજીને પહેરવા લાગ્યો, એટલું જ નહી પણ પોતે જાણે ન્યુયોર્કનો વતની છે એવી લોકોને પહેચાન આપવા લાગ્યો.
ટ્રીએ એ પોતે નહોતો, એવા થવાનો પ્રયત્ન કર્યો. એણે માત્ર દેખાવ બદલ્યો નહીં, એથીય વિશેષ મધુર કંઠ ધરાવતા આ ગાયકે ગાવાનાં ગીતો પણ બદલી નાખ્યાં. ગામઠી સંગીતને તિલાંજલિ આપીને પ્રચલિત શહેરી સંગીતની નકલ કરવા લાગ્યો.
એનું આવું અનુકરણ જોઈને કેટલાક જેન ટ્રીની મજાક ઉડાવતા હતા, કેમ કે ક્વચિત્ બોલચાલમાં કે વર્તણૂકમાં એનું ગામટીપણું ડોકિયું કરી જતું. એ સહુની મશ્કરીનો ભોગ બનવા લાગ્યો અને વિશેષ તો શહેરમાં આવવા છતાં ગાયક તરીકે એની કોઈ ગળાના થની નોની.
એક દિવસ જૈન ટ્રીએ નક્કી કર્યું કે આવો શહેરી દેખાવ કે બાહ્ય આડંબર છોડી દેવો અને પોતે જે છે, તે રીતે દુનિયા સમક્ષ આવવું. આથી એણે પોતાની આગવી શૈલીમાં બેન્જો વગાડવાનું શરૂ કર્યું અને ગામડાંઓમાં ગવાતું કાઉ-બૉયનું સંગીત ગાવા લાગ્યો. બાળપણમાં એણે આ સંગીત ભરપૂર માણ્યું અને ગાયું હતું અને એ જ એની સાચી ઓળખ હતી.
બન્યું એવું કે જૈન ટ્રીનું કન્ટ્રીસાઇડ કાર્ડ બૉય સંગીત ખૂબ લોકપ્રિય બન્યું અને ધીરે ધીરે એની ખ્યાતિ વધતી ગઈ, રેડિયો પર એ શ્રોતાજનોનો પ્રિય ગાયક બની ગયો અને ચલચિત્રોમાં પણ ગાયક તરીકે એના કાઉ-બૉય સંગીતે દર્શકોને ઘેલું લગાડ્યું.
મંત્ર માનવતાનો 19
Page #21
--------------------------------------------------------------------------
________________
કર્તવ્યની બલિવેદી પર
રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર લુસિયસ ઍનિયસ સેનેકા (આશરે ઈ. પૂ. ૪ થી ઈ. સ. ૧૫) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઈસવી સનની પહેલી સદીના મધ્યાહનમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉબોધન તૈયાર કર્યું હતું.
રોમના આ ફિલસુફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક સુધારાઓ અને ન્યાયસંબંધી સુધારાઓ લાવવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. એ સમયે એમણે ગુલામો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી.
કોઈએ સમ્રાટ નીરોના કાન ભંભેર્યા કે એમની સામે થયેલા પિઝોના કાવતરામાં દુશ્મનો સાથે સેનેકા પણ સામેલ હતા. શંકાશીલ સમ્રાટ અકળાઈ ઊઠ્યો, શિક્ષક થઈને ષડ્યુંત્ર રચે છે ! હવે કરવું શું ? શિક્ષકની હત્યા તો શિષ્યથી થાય નહીં. આથી જદો ઉપાય અજમાવ્યો. શહેનશાહે એમને આપઘાત કરવાનો હુકમ કર્યો.
સમ્રાટના સેવકો ઝેરનાં પડીકાં લઈને સેનેકા પાસે આવ્યા અને એમને આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું.
સેનેકાએ આ માટે થોડો સમય માગ્યો. મનની સ્વસ્થતા અને વૈર્ય સાથે એમણે સમ્રાટ નીરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. સેનેકાએ સૈનિકોને કહ્યું કે, આ પત્ર સમ્રાટને આપી દેજો. ત્યાર બાદ સેનેકા શાંતિથી મૃત્યુને ભેટ્યા.
સેનેકાએ સમ્રાટ નીરોને જે પત્ર પાઠવ્યો હતો, તેમાં એમણે નીરોને લખ્યું હતું, “તમને જોખમરૂપ બની રહેલી વ્યક્તિઓનાં નામોની યાદી આ સાથે મોકલી રહ્યો છું. એ બરાબર જોજો અને એમનાથી સાવચેત રહેજો.”
આમ ચિંતક, રાજપુરુષ અને એક સમયના સમ્રાટના સલાહકાર એવા સેનેકાએ અંતિમ સમયે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું.
હ
તી
મંત્ર માનવતાનો.
20
Page #22
--------------------------------------------------------------------------
________________
જાગેલા રાજાનો ચુકાદો ગ્રીસની ઉત્તરે આવેલા મેસિડોનિયાના રાજા અને ઍલેક્ઝાંડર (સિકંદર)ના પિતા ફિલિપ દ્વિતીય (ઈ. પૂ. ૩૮રથી ઈ. પૂ. ૩૩૬) ગાદી પર આવ્યા પછી ગ્રીસનાં મોટા ભાગનાં રાજ્યો પર વિજય હાંસલ કર્યો. - એક વાર સિકંદરના પિતા રાજા ફિલિપ ન્યાયાલયમાં બેસીને મુકદ્દમાને સાંભળતા હતા. બંને વ્યક્તિ પોતપોતાનો પક્ષ પ્રસ્તુત કરતી હતી. બન્યું એવું કે એમાંની પહેલી
વ્યક્તિ જ્યારે એની વાત રજૂ કરતી હતી, ત્યારે રાજા ફિલિપને ઝોકું આવી ગયું. પરિણામે તેઓ પહેલી વ્યક્તિની વાત પૂરી સાંભળી શક્યા નહીં અને એ ઊંઘમાંથી જાગ્યા ત્યારે બીજી વ્યક્તિ પોતાનો પક્ષ પ્રભાવક રીતે રજૂ કરતી હતી.
રાજા ફિલિપે એની દલીલનો સ્વીકાર કરીને એના પક્ષમાં ન્યાય આપ્યો. એમણે પહેલી વ્યક્તિને સજા ફરમાવી, ત્યારે એ વ્યક્તિએ કહ્યું, ‘હું આપના નિર્ણય સાથે સહમત નથી અને આપને આપના નિર્ણય વિશે પુનર્વિચાર કરવાની વિનંતી કરું છું.”
આ શબ્દોએ ન્યાયસભામાં સન્નાટો ફેલાવી દીધો. કોઈએ પહેલી વાર પ્રતાપી રાજા ફિલિપના ન્યાયની સામે અવાજ ઉઠાવ્યો હતો. ન્યાયાલયમાં ઉપસ્થિત નગરજનોને લાગ્યું કે હવે રાજા ફિલિપ એમના ચુકાદાનો વિરોધ કરવા માટે એને સખત સજા કરશે. કિંતુ એને બદલે એમણે એ વ્યક્તિને વળતો પ્રશ્ન પૂછવો, ‘તમે પુનર્વિચાર કરવાનું શા માટે કહો છો?”
પેલી વ્યક્તિએ કહ્યું, ‘મહારાજ, હું તો માત્ર સૂઈ ગયેલા રાજાના નિર્ણયની સામે જાગેલા રાજાને પુનર્વિચાર કરવાનું કહું છું. હું જ્યારે મારો પક્ષ પ્રસ્તુત કરતો હતો, ત્યારે આપને જરા મીઠી ઊંઘ આવી ગઈ હતી અને તેથી તમે મારી પૂરી વાત સાંભળી શક્યા નથી. હવે આપ જાગી ગયા છો, ત્યારે ફરી એ વાત સાંભળો તેવી વિનંતી છે.”
એ વ્યક્તિની વાત સાંભળીને રાજા ફિલિપને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. એના પક્ષમાં સત્ય હોવાથી એને આરોપમુક્ત કર્યો અને બીજી વ્યક્તિને એની સજા સંભળાવી,
- મંત્ર માનવતાનો અને સાથોસાથ રાજા ફિલિપે પહેલી વ્યક્તિની હિંમતને દાદ આપી.
21
Page #23
--------------------------------------------------------------------------
________________
નિષ્ફળતાને નમવું નથી પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કિંગ કૅમ્પ જીલેટ એમની કારકિર્દીના પ્રારંભે એમના મિત્રો, સાથીઓ અને લોકોની ટીકા અને મજાકનું કારણ બન્યા હતા. અત્યંત ગરીબ એવા કિંગ કૅમ્પ જીલેટને એક વાર શેવિંગ કરતી વખતે અસ્તરા પર ભારે અણગમો થયો. અસ્તરાની ધાર નીકળી ચૂકી હતી અને લગભગ બુઠ્ઠી બની ગયેલા અસ્તરાથી માંડ માંડ શેવિંગ થતું હતું. આ દિવસે જીલેટે વિચાર્યું કે શેવિંગ કરવાની કોઈ બીજી દૈનિક શોધવી જોઈએ. આ અસ્તરાથી તો ભારે પરેશાની થાય છે.
આવો વિચાર આવવો એ સહજ બાબત હતી, પણ એ વિચારને અમલમાં મૂકવો ઘણી અઘરી બાબત હતી. એમને ખાવાના પણ સાંસા હતા અને શરૂઆતમાં જે મિત્રોએ મદદ કરી, તેઓ પણ હવે એમને જોઈને મોં ફેરવી લેતા હતા. આમ છતાં દઢ સંકલ્પને કારણે દેવું કરીનેય એક મશીન ખરીધું ને મનમાં એવો ખ્યાલ હતો કે શેવિંગ કરવા માટે અસ્તરાને સ્થાને કામ આપે એવી નાનકડી બ્લેડ બનાવું.
એમણે આવી બ્લેડ બનાવવાનો પ્રારંભ કર્યો, પરંતુ એમાં નિષ્ફળતા મળતાં એ દેવામાં ડૂબી ગયા. લોકોએ એને તુક્કાબાજ ગણીને ઘણી મજાક ઉડાવી, પરંતુ જીલેટે આવા મુશ્કેલીના સમયમાં પણ હિંમત જાળવી રાખી અને પોતાની શોધને માટે એકાગ્રતા અને સંકલ્પ સાથે કામ કરતા રહ્યા.
આ બધાનું કારણ એટલું જ કે ચોતરફ એમના પ્રત્યે ઉપેક્ષાનો અંધકાર હતો, ત્યારે માત્ર એક વ્યક્તિને જીલેટ પર ભરોસો હતો અને તે જીલેટ પોતે. એમને એવો પ્રબળ આત્મવિશ્વાસ હતો કે એ જરૂર આ કાર્યમાં સફળતા મેળવશે અને એક દિવસ એમને સફળતા મળી.
૧૮૯૫માં એમણે સેફ્ટી રેઝર ઉત્પાદક એવી જીલેટ કંપનીની સ્થાપના કરી અને પછી એમને અઢળક પૈસા અને પ્રસિદ્ધિ મળ્યાં, એટલું જ નહીં પણ એમણે બનાવેલી જીલેટ બ્લેડની દુનિયાભરમાં માગ થવા લાગી. આજે એ બ્લેડને કારણે જગત જીલેટના પુરુષાર્થને યાદ કરે છે.
મંત્ર માનવતાનો.
22
Page #24
--------------------------------------------------------------------------
________________
અત્યાચારનો વિરોધ
રોમના પ્રસિદ્ધ સંત બાજિલનું હૃદય રોમન સમ્રાટના અત્યાચારોથી કકળી ઊઠ્યું. એનાથી ત્રાસેલી પ્રજા ડર, ભય અને દમનની બીકથી મૂંગી થઈ ગઈ હતી, ત્યારે એકલા સંત બાજિલ સમ્રાટના અત્યાચારોનો વિરોધ કર્યો. ભાંગીતૂટી ઝૂંપડીમાં સાદાઈથી વસતા આ સંતે પ્રજાને નિર્ભયતાથી સામનો કરવા માટે હાકલ કરી, ત્યારે સહુને એમ હતું કે સમ્રાટ આ સંતને પકડીને કારાવાસમાં ગોંધી રાખશે. સમ્રાટના મનમાં ઊંડે ઊંડે એવો ભય હતો કે સંતની ધરપકડ કરે અને પ્રજામાં ઉશ્કેરાટ વ્યાપી જાય, તો શું ?
આથી સમ્રાટે પોતાના વિશેષ દૂતને સંત બાજિલની પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે એ સમ્રાટનો વિરોધ કરવાનું બંધ કરશે, તો એને સમ્રાટ એટલી અઢળક સંપત્તિ આપશે કે જે સંપત્તિથી એમની આખી જિંદગી આરામથી જ નહીં, પણ મોજમજા અને જાહોજલાલીથી પસાર કરી શકશે. જો વિરોધ કરવાનું છોડી દેશે નહીં, તો એવું પણ બને કે ગુસ્સે ભરાયેલો સમ્રાટ એમને દેશનિકાલ આપે.
સંત બાજિલે વિશેષ દૂતને કહ્યું કે તમારી વાત સાચી છે કે સમ્રાટના અત્યાચારનો વિરોધ કરવાનું છોડીને હું માલામાલ થઈ જાઉં, પરંતુ આમ કરવા જતાં મારો આત્મા મરી જશે તેનું શું ? રાષ્ટ્રના નાગરિક અને સંન્યાસી તરીકે મારું એ પહેલું કર્તવ્ય છે કે
જ્યાં સુધી મારામાં પ્રાણ હોય, ત્યાં સુધી મારે સમ્રાટને યોગ્ય માર્ગે લાવવા પ્રયાસ કરવો જોઈએ અને મને આશા પણ છે કે એક દિવસ આ અત્યાચારી સમ્રાટ સાચો માર્ગ અપનાવશે. સમ્રાટને જઈને એ પણ કહેજે કે બાજિલ એમનો આવો ઉદારતાભર્યો પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર નથી, પરંતુ સાથોસાથ એમ પણ કહેજે કે જે રાજા સંતો અને વિદ્વાનોની ચેતવણી સાંભળવાનો ઇન્કાર કરે છે, એનો સર્વનાશ નિશ્ચિત છે.
વિશેષ દૂતે રોમના સમ્રાટને બાલિ સાથેના પ્રસંગની વાત કરી, ત્યારે સમ્રાટના હ હદય પર એની ગાઢ અસર થઈ અને તેઓ સ્વયં બાજિલને મળવા ગયા અને પોતાના ૭/છ. અત્યાચારો માટે પશ્ચાત્તાપ પ્રગટ કરીને ક્ષમા માગી.
મંત્ર માનવતાનો
23
Page #25
--------------------------------------------------------------------------
________________
નોટની જેમ હંમેશાં કીમતી પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સીએટલે પોતાની સંઘર્ષગાથા અને સફળતાની વાત કરી, ત્યારે શ્રોતાજનોએ અપૂર્વ રોમાંચ અનુભવ્યો. એ પછી સીએટલે એમના વક્તવ્ય દરમિયાન જ ખિસ્સામાંથી પાંચસો ડૉલરની નોટ કાઢી અને શ્રોતાજનોને પૂછવું,
આ નોટ હું જમીન પર ફેંકી દઉં, તો તે લેવા માટે કેટલા લોકો પોતાની જગ્યાએથી ઊભા થઈને દોડીને આગળ આવશે ?”
બધા શ્રોતાઓએ પોતાનો હાથ ઊંચો કર્યો. એ પછી એમણે નોટને વાળીને ટેબલ પર ચડીને પૂછયું, ‘હવે, આવી વળેલી નોટને લેવા માટે કેટલા લોકો આવશે ?”
બધાએ હાથ ઊંચો કર્યો. એ પછી એમણે સહુના આશ્ચર્ય વચ્ચે એ નોટને હથેળીમાં લઈને થોડી મસળી નાખી અને કહ્યું,
કેટલા લોકો આવી નોટ લેવા તૈયાર થશે ?' અને બધાએ તૈયારી બતાવી.
એ પરથી સીએટલે શ્રોતાઓને કહ્યું, “જેમ નોટ દબાયેલી હોય, વાળેલી હોય કે એને થોડી કચડી નાખી હોય, તોપણ એ એની કિંમત ગુમાવતી નથી, એ જ રીતે તમારે જીવનમાં સફળ થવા માટે તમામ તૈયારી કરવી જોઈએ. સફળતાના માર્ગે એવો પણ સમય આવે કે જ્યારે લોકો તમારી નિંદા કરે. તમને એવી રીતે પણ દબાવવાનો પ્રયત્ન કરે કે જેથી તમે હતોત્સાહી થઈ જાવ. કોઈક તમને કચડી કે મસળી નાખવાનો પ્રયત્ન પણ કરે, પરંતુ ભીતરથી મજબૂત અને ઈમાનદાર વ્યક્તિ આ નોટની જેમ હંમેશાં કીમતી જ બની રહેશે.'
પોતાની વાતનું સમાપન કરતાં આ પ્રસિદ્ધ ઉદ્યોગપતિએ કહ્યું, ‘જેનું મનોબળ મજબૂત છે, એ જીવનમાં જરૂર કંઈક હાંસલ કરી શકશે અને આ જ મારી કામયાબીનું રહસ્ય છે.” શ્રોતાજનો પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સીએટલની વાતથી અત્યંત પ્રભાવિત થઈ ગયા.
મંત્ર માનવતાનો.
24
Page #26
--------------------------------------------------------------------------
________________
ખોટા સિક્કાનો ખપ નથી અમેરિકાની વિખ્યાત ઑઇલ કંપનીના એક સમયના ડાયરેક્ટર પૉલ બ્રોન્ટોનની એ વિશેષતા હતી કે કોઈએ એમના જેટલા જુદીજુદી વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા નહોતા. એમણે જુદા જુદા વ્યવસાયને માટે સાઠ હજાર જેટલી વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા હતા.
આ અનુભવોને આધારે એમણે “નોકરી મેળવવાના છ રસ્તાઓ' નામનું માર્ગદર્શક પુસ્તક પણ લખ્યું. એમની પાસે ઉમેદવારની પાત્રતા કે અપાત્રતા શોધી કાઢવાની આગવી ક્ષમતા હતી અને આની પાછળ એમનો એક નિશ્ચિત અભિગમ રહ્યો હતો. તેઓ માનતા કે નોકરી માટે અરજી કરતી વખતે વ્યક્તિ એમાં ઘણી મોટી મોટી વાતો લખતી હોય છે. એમાં એ પોતાની નબળાઈનો ઢાંકપિછોડો કરતી હોય છે અને એનામાં ક્ષમતામાં ન હોય એવી ઘણી બાબતોનો ઢોલ પીટતી હોય છે.
પૉલ બ્રોન્ટોનની વિચક્ષણ દૃષ્ટિ આ વાતને પારખી જતી અને તેથી એમનો આગ્રહ રહેતો કે વ્યક્તિએ ઇન્ટરવ્યુ આપતી વખતે નિખાલસ રહેવું જોઈએ. એનામાં જે શક્તિ નથી, તેનો એણે નિખાલસપણે સ્વીકાર કરવો જોઈએ.
વળી મોટા ભાગના ઉમેદવારો ઇન્ટરવ્યુ લેનારને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એ ક્યારેક ઇન્ટરવ્યુ લેનારની પ્રશંસા કરે છે તો ક્યારેક ખોટી ખુશામત પણ કરે છે. આમ કરીને તેઓ પોતાની મર્યાદા ઢાંકવાનો પ્રયત્ન કરે છે. પૉલ બ્રોન્ટોને એક સોનેરી સલાહ આપતાં કહે છે કે તમે જે જાણતા હો તે જ કહો. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને કઈ બાબતો ગમતી હોય છે તે જોઈને કે જાણીને એવા જવાબો આપશો નહીં. પોતાની આ વાતનું મૂળ કારણ આપતાં પૉલ બ્રોન્ટોન જણાવે છે કે કોઈ પણ ૭
મંત્ર માનવતાનો કંપનીને આવા ખોટા સિક્કાનો ખપ હોતો નથી.
25
Page #27
--------------------------------------------------------------------------
________________
ધન-વૈભવ છતાં ધન્યતા નથી ! કોઈ વ્યક્તિ જીવનમાં જે કંઈ ઇચ્છે, તે સઘળું અમેરિકાના ઉદ્યોગપતિ હેન્રી ફો (૧૮૯૩થી ૧૯૪૭) પ્રાપ્ત કર્યું હતું. કીર્તિ, કમાણી અને સેવાભાવનાની દૃષ્ટિએ હેન્રી ફોર્ડ લોકચાહનાના શિખર પર બિરાજતા હતા, ત્યારે એક પત્રકારે એમને પૂછવું, ‘તમારી પાસે અઢળક સંપત્તિ છે અને સખાવતની સુવાસ જોવા મળે છે. આખું વિશ્વ તમારી સિદ્ધિ, સંપત્તિ અને સફળતાથી પરિચિત છે. આવી પરિસ્થિતિમાં તમને ક્યારેય કોઈ અભાવનો અનુભવ થાય છે ખરો ?”
માણસની દુઃખતી રગ દબાવી હોય તેમ હેન્રી ફોર્ડ તત્કાળ કહ્યું, “મારી જિંદગીમાં અઢળક ધનસંપત્તિ મેળવી, સઘળાં સુખો પામ્યો, સેવાકાર્યો પણ મારાથી શક્ય બન્યાં. આમ છતાં મને હંમેશાં સારા મિત્રની ખોટ રહી છે. જો મને ફરી જીવનનો પ્રારંભ કરવા મળે તો હું પહેલાં સાચા મિત્રોની શોધ કરું. ભલેને એને માટે મારે ઘણી સંપત્તિ વાપરવી પડે !'
“જો તમે આવું જ કરશો તો તમને પાર વિનાના મિત્રો મળશે, પરંતુ ક્યારેય પણ એકેય સાચો મિત્ર નહીં મળે.” આ સાંભળીને ફોર્ડ પૂછ્યું, શા માટે ?”
આનું કારણ એટલું જ કે તમે સંપત્તિથી આ જગતમાં ઘણું પ્રાપ્ત કરી શકો, પણ સાચો, હિતેચ્છુ અને કલ્યાણમિત્ર મેળવી શકતા નથી.”
હેન્રી ફોડે એની વાતનો સ્વીકાર કરતાં કહ્યું, ‘તમે સાચું કહો છો. બાળપણમાં જે મિત્રો પાસેથી હું સ્નેહ અને મૈત્રી પામ્યો હતો, પણ મારા ધનવૈભવે મારી અને મારા બાળગોઠિયાઓ વચ્ચે એક દીવાલ ઊભી કરી દીધી છે. આનું પરિણામ એ આવ્યું કે આજે
વૃદ્ધાવસ્થાએ કોઈ એવી વ્યક્તિ નથી કે જેને મારી મુશ્કેલીઓ કે મૂંઝવણો કહી શકું અને ઉજી) છે એની સાથે નિર્ચાજ મૈત્રીથી રહી શકું. આજે તો હું મારી જાતને અત્યંત દુર્ભાગી માનું છું,
કારણ કે અપાર ધન છે, પરંતુ જીવનની ધન્યતા નથી.”
SET
26
Page #28
--------------------------------------------------------------------------
________________
કામનો ત્વરિત ઉકેલા અમેરિકાના વિખ્યાત મનોચિકિત્સક ડૉ. વિલિયમ એલ. ઍડગરની પાસે ‘નર્વસબ્રેકડાઉનથી પીડાતા શિકાગો શહેરમાં વ્યાપારી પેઢી ધરાવતા એક ધનવાન સારવાર માટે આવ્યા. તેઓ ગભરાયેલા, મૂંઝાયેલા, ચિંતાથી ઘેરાયેલા અને પુષ્કળ ટૅન્શન અનુભવતા હતા. એમણે આ મનોચિકિત્સકને પોતાની રામકહાણી કહેવાની શરૂ કરી, ત્યાં તો ઍડગર પર એક ફોન આવ્યો અને અંડગરે એનો ત્વરિત ઉત્તર આપી દીધો. ફોન પર એ પ્રશ્નને કઈ રીતે ઉકેલવો એનું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. એવામાં એક બીજો ફોન આવ્યો અને એણે ઍડગર સાથે ચર્ચા કરવાની વાત કરી, તો ઍડગરે પોતાનો નિરાંતનો સમય ફાળવી આપ્યો. પછી ઍડગર નિરાંતે ધનિક દર્દીની વ્યથાની કથા સાંભળવા લાગ્યા.
શિકાગોમાં વ્યાપારી પેઢી ધરાવતા ધનાઢ્ય સજ્જન અત્યાર સુધી ઍડગરની કાર્યપદ્ધતિને નજીકથી નિહાળતા હતા અને ત્યાં જ એમના મનમાં ચમકારો થયો. એમણે ડૉ. અંડગરને કહ્યું, “મારે તમારા ટેબલનાં બધાં ખાનાં જોવાં છે? અને જોતાં ખ્યાલ આવ્યો કે એક માત્ર “સપ્લાયકરવાના ખાના સિવાય બીજાં બધાં ખાનાં ખાલી હતાં. ‘તમારા વ્યવસાયના બીજા કાગળો ક્યાં મૂક્યા છે ?”
સઘળું કામ પૂરું થઈ ગયું છે. જરૂરી કાગળો ફાઈલ થઈ ગયા છે.” પણ જવાબ આપવાના પત્રો તો બાકી હશે ને ?'
અંડગરે કહ્યું, “ના, હું કોઈ પણ પત્રનો જવાબ તરત મારી સેક્રેટરીને લખાવી નાખું છું. કોઈ કાગળ બાકી રહેવા દેતો નથી.'
શિકાગોમાં વેપારી પેઢી ધરાવનાર ધનપતિ સમજી ગયા કે એમની સૌથી મોટી ભૂલ એ હતી કે એ કોઈ પણ કામનો ત્વરિત ઉત્તર કે ઉકેલ આપવાને બદલે એ કામને અધ્ધર લટકાવી દેતા હતા. આને પરિણામે બધાં કામ ભેગાં થતાં અને એ જ એમના ટૅન્શનનું કારણ બનતાં હતાં.
27
Page #29
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
28
નાનું ઇનામ લેતી નથી !
શિયાળાની કડકડતી ઠંડીમાં રશિયાના સાઇકિરિયા પ્રાંતમાં જોરદાર હિમવર્ષા થઈ
રહી હતી. આ સમયે નાનાં મોટાં કાર્યો કરીને માંડ પેટપૂરતું ભોજન પામતી નિર્ધન વૃદ્ધા એની ઝૂંપડીમાં આરામ કરતી હતી. એવામાં એકાએક એણે કોઈ મોટો અવાજ સાંભળ્યો. એ વૃદ્ધા ઊભી થઈ અને બરફના વરસતા વરસાદમાં અવાજની દિશા તરફ દોડી. એણે જોયું કે ભયંકર હિમપાતને કારણે નદી પરનો પુલ તૂટી ગયો હતો. વૃદ્ધાના મનમાં એકાએક વિચાર આવ્યો કે હવે થોડા સમયમાં જ રોજની માફક ટ્રેન આવશે અને જો એ ટ્રેન આ તૂટેલા પુલ પરથી પસાર થશે, તો મોટી ખુવારી થશે.
ટ્રેનને દૂરથી રોકવાનો ઉપાય વિચારવા લાગી. એ જે ઇલાકામાં રહેતી હતી. ત્યાં દૂર દૂર સુધી બધું ઉજ્જડ હતું અને વસ્તી પણ કેટલાય માઇલ દૂર રહેતી હતી. વૃદ્ધાએ ડ્રાઇવરને પ્રકાશ દ્વારા સૂચના આપીને રોકવાનું નક્કી કર્યું. એ માટે એ પોતાની ઝૂંપડીમાં ગઈ અને દીકરીને કહ્યું કે ગમે તે થાય, પણ કોઈ પ્રકાશની વ્યવસ્થા કરો, જેથી ટ્રેન થોભાવી શકાય. ઘરમાં એવો કોઈ સામાન નહોતો કે એને સળગાવીને રોશની કરે. અચાનક વૃદ્ધાની નજર પોતાના તૂટેલા ખાટલા પર ગઈ. એણે પુત્રીની મદદથી એ ખાટલાને તોડી નાખ્યો અને રેલવે લાઇન પર એ લાકડાં રાખ્યાં. એ લાકડાં સળગાવ્યાં અને બરાબર એ જ સમયે સામેથી ટ્રેનની સિસોટી સંભળાઈ.
ટ્રેનનો ડ્રાઇવર દૂરથી પ્રકાશ જોઈને વિસ્મય પામ્યો. એણે ટ્રેન ધીમી કરી અને થંભાવી દીધી. ટ્રેનમાંથી ઊતરેલા ડ્રાઇવરે જોયું તો સામે તૂટેલો પુલ દેખાતો હતો. થોડી વારમાં મુસાફરો પણ ડબ્બામાંથી નીચે ઊતર્યા અને એમને ખ્યાલ આવ્યો કે એક વૃદ્ધાએ પોતાના ઘરનો એકમાત્ર ખાટલો તોડીને સેંકડો માણસોના પ્રાણ બચાવ્યા છે.
ઘણા મુસાફરોએ આ વૃદ્ધાને ઇનામ આપવાની ઇચ્છા પ્રગટ કરી ત્યારે વૃદ્ધાએ કહ્યું, ‘હું આટલું નાનું ઇનામ લેતી નથી. તમે લોકો કોઈ જરૂરિયાતમંદને મદદ કરજો. એ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર બની રહેશે.'
Page #30
--------------------------------------------------------------------------
________________
લાખો નિરાશામાં ચાર યુવતીઓએ ભેગાં મળીને વિચાર્યું કે આપણી એક સંગીત-મંડળી રચીએ અને ઠેર ઠેર ઘૂમીને સંગીતની ધૂન મચાવીએ.
સંગીત-મંડળીનું નામ રાખ્યું “ડાયના રોસ ઍન્ડ ધ સુપ્રીમ્સ'. શરૂઆત કરી નાના નાના વ્યવસાયી કાર્યક્રમોથી. કોઈ વાર ચર્ચમાં ગાવા જાય તો કોઈ વાર કોઈ નાની હોટેલમાં ગાવાની તક મળે.
૧૯૯૨માં ગાયક-મંડળીએ પોતાની પહેલી રેકર્ડ બજારમાં મૂકી. અતિ પરિશ્રમથી તૈયાર થયેલી રેકર્ડ સદંતર નિષ્ફળ ગઈ. ક્યાંય કશી દાદ ન મળી, બલ્ક ટીકાઓની સખત ઝડી વરસી. હિંમત હાર્યા વિના ચારે યુવતીઓએ પોતાનું કામ આગળ ધપાવ્યું. બીજી રેકર્ડ તૈયાર કરી, પણ એમાં તો સાવ ફિયાસ્કો થયો. વેચાણમાં પહેલી રેકર્ડ કરતાંય બૂરા હાલ થયા. મંડળીને નિષ્ફળતા મળી, પણ નાસીપાસ ન થઈ.
ત્રીજી, ચોથી, પાંચમી એમ નવમી રેકર્ડ બહાર પાડી. આ બધામાં ઉપરાઉપરી નિષ્ફળતા મળી. સતત બે વર્ષ સુધી નિષ્ફળતાએ પીછો છોડ્યો નહીં અને મંડળીએ પોતાનું કામ અટકાવ્યું નહીં.
૧૯૬૪ના આરંભમાં “ધ ડીક ક્લાર્ક શો' માટે નિમંત્રણ મળ્યું. કોઈ ભાવ પૂછતું ન હોય ત્યાં આવું નિમંત્રણ મળે એ કેટલી મોટી વાત ? પણ આમાં શોના યોજકે પુરસ્કાર આપવાની ચોખ્ખીચટ ના પાડી. માંડ માંડ પ્રવાસ-ખર્ચ નીકળે એટલી રકમ આપવાની તૈયારી દર્શાવી.
એ પછીના ઉનાળામાં આ ગાયકમંડળીએ “વહેર ડીડ અવર લવ ગો’ નામનું ગીત રેકર્ડ કર્યું. આ ગીત ખૂબ ચાહના પામ્યું. દેશભરમાં ગુંજવા લાગ્યું. “ડાયના રોસ ઍન્ડ સુપ્રીમ્સના નામે મંડળી જાણીતી થઈ અને પછી તો સંગીતની દુનિયામાં એમને રોમાંચક ગાયક તરીકે સર્વત્ર વધાવી લેવાયાં. નિમંત્રણો અને કાર્યક્રમોનો મુશળધાર વરસાદ વરસ્યો.
મંત્ર માનવતાનો
29
Page #31
--------------------------------------------------------------------------
________________
ધ્યેયો સાથે સુમેળ સંગીતની દુનિયામાં યુવાન ગેરશ્ચિન હજી માંડ માંડ પોતાનો પગ સ્થિર કરી રહ્યો હતો. આખું અઠવાડિયું મહેનત કરવા છતાં મ્યુઝિક કમ્પોઝર ગેરશ્ચિન માંડ પાંત્રીસ ડૉલર રળતા હતા. આજીવિકા ચલાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડતો અને અથાગ પ્રયત્ન કરવા છતાં કોઈ વિશેષ ખ્યાતિ મળતી નહોતી. પરિણામે એમણે વિખ્યાત મ્યુઝિક-કમ્પોઝર ઇરવિગ બર્લિનને અરજી કરીને નોકરી માટે વિનંતી કરી. ઇરવિન બર્લિને એમને મળવા બોલાવ્યા. યુવાન ગેરશ્ચિનની શક્તિ, ધગશ અને આવડત જોઈને એને ત્રણ ગણા પગારે નોકરી આપવાની વાત કરી, અને એથીય વિશેષ પોતાના મ્યુઝિકલ સેક્રેટરી તરીકેનો હોદ્દો આપવાનું પણ કહ્યું.
યુવાન ગેરશ્ચિન આનંદમાં આવી ગયા. એમણે તો આવી નોકરીની કલ્પના પણ કરી નહોતી, ઇરવિગ બર્લિને નોકરી સ્વીકારતા પૂર્વે આ અંગે વિશેષ વિચારવા સલાહ આપતાં કહ્યું કે તારા જીવનનાં સ્વપ્નો સાથે અને મનમાં રાખેલાં ધ્યેયો સાથે આ કામગીરીનો મેળ બેસે છે ખરો ? જો મેળ બેસતો ન હોય, તો તું તારા હિતને ખાતર મારા મ્યુઝિકલ સેક્રેટરીની નોકરી સ્વીકારીશ નહીં.
ગેરશ્ચિનને આ વાત અત્યંત વિચિત્ર લાગી. એમણે વિખ્યાત કમ્પોઝર બર્લિનને પૂછવું, ‘તમે શા માટે આવી ત્રણગણા પગારની નોકરીને ફગાવી દેવાનું કહો છો ?”
બર્લિને કહ્યું, “જો તું આ કામગીરી સ્વીકારીશ, તો મારા હાથ નીચેના મદદનીશ તરીકે તું બીજી કક્ષાનો ઇરવિગ બર્લિન બની રહીશ, પરંતુ જો તું ગેરશ્ચિન તરીકે તારી પ્રતિભા જાળવીને પુરુષાર્થ કરતો રહીશ, તો એક દિવસ જરૂર પ્રથમ દરજ્જાનો
ગેરશ્મિન બનીશ, કારણ કે તારામાં અપાર શક્યતાઓ છે અને એ શક્યતાઓને હું જિ09 ) બાંધી દેવા માગતો નથી.’ ગેરશ્ચિને આ વિખ્યાત કમ્પોઝરની સલાહ સ્વીકારી અને
સમય જતાં અથાગ મહેનત કરીને એ પોતાના જમાનાનો અગ્રણી અમેરિકન મ્યુઝિક મંત્ર માનવતાનો. 30
કમ્પોઝર બન્યા.
Page #32
--------------------------------------------------------------------------
________________
વિજય મેળવવાનો માર્ગ ફ્રાંસના વિખ્યાત તત્ત્વચિંતક અને પોતાના સ્વતંત્ર ચિંતનથી ફ્રાંસની ધર્મસત્તા અને રાજ્યસત્તાને ધ્રુજાવનારા વૉલ્તરે (૧૯૯૪-૧૭૭૮) કહ્યું, ‘એક વાર કોઈ રાષ્ટ્ર વિચારવાનું શરૂ કરે, પછી એને કોઈ અટકાવી શકે જ નહીં' અને વૉલ્તરે ફ્રાંસની પરિસ્થિતિ વિશે વિચારવાનું અને લખવાનું શરૂ કર્યું. પ્રભાવશાળી કૅથલિક ચર્ચ અને રાજાશાહીયુક્ત ફ્રેન્ચ શાસન બંને વૉલ્તરનાં લખાણોથી ભયભીત બન્યાં.
એમણે લખેલા ચૌદ હજાર જેટલા પત્રો અને બે હજાર પત્રિકાઓ, નિબંધો, લેખો અને પુસ્તિકાઓને પરિણામે ફ્રાન્સમાં ક્રાંતિનું વાતાવરણ સર્જાયું. વૉલ્તરે ધર્મઝનૂન અને નિરીશ્વરવાદ બંનેનો વિરોધ કર્યો. તેને માટે અથડામણો થઈ અને વૉલ્તરની ઘણી વાર ધરપકડ કરવામાં આવી અને બેસ્ટિલમાં કેદ કરવામાં આવ્યા. ફ્રેન્ચ શાસને એમને દેશનિકાલની સજા ફરમાવી.
ઈ. સ. ૧૭૨૩માં થયેલી દેશનિકાલની સજાને કારણે વૉજોર થોડાં વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યા. આ સમયે લંડનમાં ફ્રાંસવિરોધી ભાવના ચરમસીમા પર હતી અને એક વાર રસ્તા પરથી પસાર થતા વૉલ્તરને ઉશ્કેરાયેલા લોકોએ ઘેરી લીધા. લોકો જોરશોરથી બૂમો પાડવા લાગ્યા. આ ફ્રેન્ચવાસીને ફાંસીએ લટકાવો, એના તરફ કશી રહેમ દાખવશો નહીં.' વૉલ્તર પૈર્ય ધારણ કરીને ઊભા રહ્યા અને વિનમ્રતાથી જનમેદનીને કહ્યું, ‘ઇંગ્લેન્ડવાસીઓ, તમે મારી હત્યા એ માટે કરવા માગો છો કે હું ફ્રિાંસનો વતની છું, પરંતુ મારે માટે એ સજા કંઈ ઓછી ગણાય કે હું આ ઇંગ્લેન્ડને બદલે ફ્રાંસમાં જન્મ્યો.'
વૉલ્તરના આ શબ્દોએ જનમેદની પર જાદુભરી અસર કરી. લોકોએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા અને સુરક્ષિત રીતે ઘેર પહોંચાડ્યા. એ પછી વૉલેરે.( એક સ્થળે નોંધ્યું. “જ્યારે તમારી હાર નિશ્ચિત હોય, ત્યારે સમર્પણ એ વિજયDS
મંત્ર માનવતાનો મેળવવાનો વધુ સારો રસ્તો છે.”
31
Page #33
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
32
સૌથી કીમતી ભેટ
ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત પાસે એક વેપારી અત્યંત કીમતી ભેટ લઈને આવ્યો. એણે નમ્રભાવે વિનંતી કરી, ‘આપ, મારી આ તુચ્છ ભેટનો સ્વીકાર કરો.' ઈસુ ખ્રિસ્તે એ વેપારી તરફ જોયું અને પછી અત્યંત કીમતી ભેટ પર દૃષ્ટિ કરીને પોતાની નજર નીચી ઢાળી લીધી. એ મૂલ્યવાન ભેટને એમણે હાથમાં પણ ન લીધી. આ જોઈને ઉત્સાહી વેપારી અત્યંત આઘાત પામ્યો. એણે પુનઃ વિનંતી કરી, ‘આ અત્યંત કીમતી ભેટનો આપ સ્વીકાર કરો. જો આપ એનો સ્વીકાર કરો, તો મારું જીવન ધન્ય બની જશે, માટે આટલી કૃપા કરી મને ઉપકૃત કરો.'
નીચી નજરે બેઠેલા ઈસુ ખ્રિસ્તે આંખ ઊંચી કરીને કહ્યું, કઈ રીતે હું તમારી ભેટનો સ્વીકાર કરી શકું ? તમે તો એ ચોરીના પૈસાથી ખરીદેલી છે.' ઈસુની વાત સાંભળીને વેપારી ડધાઈ ગયો અને કહ્યું, ‘આપ શું બોલો છો ? મારી કમાણીમાંથી મેં આ ભેટ ખરીદી છે. ચોરીને લાવ્યો નથી.’
ઈસુ ખ્રિસ્તે કહ્યું, ‘તમારા પડોશી વસ્ત્રહીન અને ભૂખ્યા હોય અને તમારી તિજોરી ભરેલી હોય, તો એ ધન ચોરીનું નથી, તો બીજા શેનું ક્લેવાય ? તમે તમારી આ ભેટ વેચી આવો અને એના જે કંઈ પૈસા મળે, તેમાંથી ભૂખ્યાને ભોજન અને વસ્ત્રહીનોને વસ્ત્ર આપ્યું.’
વેપારીએ કહ્યું, ‘તમે ભૂખ્યાને ભોજન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપવાનું કહ્યું, તો તમારા આદેશનું હું જરૂર પાલન કરીશ. મારી પાસે આનાથી પણ વધુ અધિક ધન છે, તેથી કોઈ ફિકર કરશો નહીં, પરંતુ મારી આ ભેટનો તો તમે સ્વીકાર કરો જ.'
ત્યારે ઈસુ ખ્રિસ્તે એ ભેટ પાછી વાળતાં કહ્યું, 'જરૂરિયાતવાળાને મદદ કરવી એ જ મારે માટે સૌથી કીમતી ભેટ છે.” અને એ દિવસથી એ વેપારી ગરીબો અને દુઃખીઓની સેવા કરવા લાગ્યો.
Page #34
--------------------------------------------------------------------------
________________
કરોડ સિક્કાનો મુગટ ઇંગ્લેન્ડના મુખ્ય ન્યાયાધીશની સામે સમ્રાટ એડવર્ડ (સાતમા) અપરાધી તરીકે ઊભા હતા. સમ્રાટે સ્વયં પોતાના અપરાધનું વિવરણ કરીને ન્યાયાધીશ પાસે ન્યાય માગ્યો. ન્યાયાધીશની મૂંઝવણ એ હતી કે પોતાના દેશના સર્વસત્તાધીશ સમ્રાટને એ કઈ રીતે સજા ફરમાવી શકે? પરંતુ અદાલતી કાર્યવાહી થઈ હોવાથી ચુકાદો તો આપવો પડે જ. લાંબા વિચાર પછી પોતાનો નિર્ણય જાહેર કરતાં ન્યાયાધીશે કહ્યું, ‘આ કેસમાં સમ્રાટ જેવી વિશિષ્ટ માન-સન્માન ધરાવતી વ્યક્તિ સંકળાયેલી છે, માટે એની ન્યાયપ્રક્રિયા પણ વિશેષ હોવી જોઈએ. એટલે હું ઇચ્છું છું કે બ્રિટનના સમ્રાટના શાસનની સીમમાં આવેલાં બધાં ન્યાયાલયોને આ કેસ મોકલવામાં આવે અને પછી બધા ન્યાયાધીશો બહુમતીથી જેને યોગ્ય ઠેરવે, તે નિર્ણયને મંજૂર રાખવો.”
એ સમયે એડવર્ડ સાતમાનું બ્રિટિશ રાજ જે જે દેશોમાં ફેલાયેલું હતું, તે દરેક ન્યાયાલયોમાં આ કેસ મોકલવામાં આવ્યો અને નિશ્ચિત સમયમાં નિર્ણય માગવામાં આવ્યો. દરેક વ્યાયાલયે પોતપોતાની રીતે તર્ક કે યુક્તિ લડાવીને સમ્રાટને ક્ષમા કરવાનો અનુરોધ કર્યો, પરંતુ મદ્રાસ હાઈકૉર્ટના ન્યાયાધીશ સર ટી. મુથુસ્વામીએ પોતાનો નિર્ણય આપતાં કહ્યું,
“આપણે એ વાત ભૂલી જવી જોઈએ કે આપણે સમ્રાટના કેસ અંગે નિર્ણય કરીએ છીએ. કાયદાની નજરમાં કોઈ સમ્રાટ નથી અને નથી કોઈ ભિખારી. વળી ન્યાયાલયનું એ કર્તવ્ય છે કે એણે એવા ચુકાદાઓ આપવા જોઈએ કે જે ભવિષ્યને માટે દીવાદાંડીરૂપ બની રહે. આથી મારો નિર્ણય એવો છે કે એક કરોડ સિક્કાઓનો સમ્રાટનો મુગટ ઉતારીને એમને ખુલ્લા માથાવાળા બતાવવા અને એ સિક્કાઓ બ્રિટનના આધિપત્ય હેઠળના દરેક દેશોમાં મોકલવા. સમ્રાટની શોભા જ એમાં છે કે આવા નિર્ણયથી પોતાને અપમાનિત માનવાને બદલે એને એ સહજ માનીને શિરોધાર્ય કરે.’ સમ્રાટ એડવર્ડ (સાતમા)એ સર મુથુસ્વામીના ચુકાદાનો સ્વીકાર કર્યો.
કરે છે છે મંત્ર માનવતાનો
(33
Page #35
--------------------------------------------------------------------------
________________
લાગણીનું અનોખું દાના રશિયાના વિખ્યાત નવલકથાકાર, ચિંતક, નાટકકાર અને માનવતાવાદી વિચારક લિયો નિકોલાયવિચ ટૉલ્સ્ટૉય દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા. ચોપાસની પરિસ્થિતિ જોઈને એમનું કરુણાસભર હૃદય દ્રવી જતું હતું. એમને જોઈને ગરીબ લોકો એમની પાસે દોડી આવતા હતા અને મદદની માગણી કરતા હતા.
લિયો ટૉલ્સ્ટૉય પોતાની પાસે જે રકમ હતી, તે દાનમાં આપવા લાગ્યા. આવી રીતે મદદ આપતા તેઓ ઘણે દૂર નીકળી ગયા અને એવામાં એક દિવ્યાંગ વ્યક્તિએ એમને બૂમ પાડીને બોલાવ્યા.
આ દિવ્યાંગે પોતાની દુર્દશાની વાત કરી. દુષ્કાળના સમયમાં સશક્ત લોકો મુશ્કેલી અનુભવતા હોય, ત્યારે દિવ્યાંગો તો કેવી રીતે જીવન ગુજારતા હશે ? આ દિવ્યાંગની વાત સાંભળીને ટૉલ્સ્ટૉયના હૃદયમાં સહાનુભૂતિ જાગી અને એમણે એમનો હાથ ખિસ્સામાં નાખ્યો, પણ ખિસ્યું તો સાવ ખાલી થઈ ગયું હતું.
દુષ્કાળગ્રસ્તોને એમણે એમની ઇંટ અને પેન પણ દાનમાં આપી દીધી હતી. હવે એમની પાસે દાનમાં આપી શકાય એવું કશું રહ્યું નહોતું.
લિયો ટૉલ્સ્ટૉય એ દિવ્યાંગ પાસે ગયા. એના હાથ પર વહાલભર્યું ચુંબન કર્યું અને પછી પ્રેમથી એના ગળા પર હાથ મૂકીને કહ્યું, “અરે ભાઈ, હવે મારી પાસે એવું કશું રહ્યું નથી કે જે હું તને આપી શકું. માટે મને ક્ષમા કરજે.”
ટૉલ્સ્ટૉયના એ શબ્દો સાંભળીને એ દિવ્યાંગે લાગણીભર્યા અવાજે કહ્યું, ‘તમે જે 6 (6% વહાલસોયું ચુંબન અને પ્રેમાળ આલિંગન આપ્યું છે, એ આપવાની શક્તિ બહુ ઓછા કારગ છ લોકોમાં હોય છે. આને માટે હું જીવનભર તમારો આભારી રહીશ.” મંત્ર માનવતાનો
આવા લાગણીસભર શબ્દો સાંભળીને ટૉલ્સ્ટોયની આંખમાં આંસુ આવી ગયાં. 34
Page #36
--------------------------------------------------------------------------
________________
આમ આદમીની ઇજ્જત
બગદાદની સરે જઈ રહેલા હાસિમ નામના યુવકે રસ્તામાં એક સુંદર ઝરણું જોયું. એને ખ્યાલ આવ્યો કે આ ઝરણું એ કોઈ સામાન્ય ઝરણું નથી, બલ્કે ચમત્કારિક જળસમૃદ્ધિ ધરાવતું ઝરણું છે. ઝરણાની આસપાસ વસતા લોકોએ પણ આ ઝરણાનું જળ ચમત્કારિક હોવાની વાત કરી. હાસિમે એની મશકમાં ઝરણાનું પાણી ભરી લીધું અને વિચાર્યું કે બગદાદ જઈને ખતિજ્ઞને આ પાણી આપીશ, જેથી ખલિફા ખુશ થઈને એને દરબારમાં નોકરી આપશે અથવા તો અઢળક ધનદોલત આપશે.
હાસિમ બગદાદ પહોંચ્યો અને ખલિફા સાથે મુલાકાત થતાં એણે ઝરણાના ચમત્કારિક જળની વાત કરી. ઉપસ્થિત દરબારીઓના મનમાં પાણી અંગે એક પ્રકારની દિલચસ્પી જાગી. હાસિમ ખલિફા પાસે મશક લઈ ગયો અને ખલિફાએ બે બુંદ પાણી પીધું.
દરબારીઓ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ખલિફા શકમાંથી એમને ચમત્કારિક જળ આપે. પણ વાત સાવ વિપરીત બની અને ખલિફાએ એ મશક પોતાના ઘેર મોકલાવી દીધી. યુવાન હાસિમને ઇનામ-અકરામ આપ્યા; અને કહ્યું પણ ખરું કે આ સંપત્તિમાંથી એ કોઈ વ્યવસાય શરૂ કરે.
દરબારીઓને ખલિફાનો વ્યવહાર પસંદ નહીં પડતાં વજીરે નાખુશી દર્શાવી, ત્યારે ખલિફા બોલ્યા, ‘ઘણા દિવસો થયા હોવાથી મશકના પાણીમાં બદબૂ આવતી હતી. એ પીવાને યોગ્ય નહોતું, પણ હાસિમની સામે આમ કર્યું હોત તો એનું હૈયું ભાંગી જાત, આથી એની ભાવનાનો ખ્યાલ રાખીને પાણી ઘેર મોકલાવી દીધું.'
આમ આદમીને ઇજ્જત આપવાની ખલિફાની ભાવના પર સહુ ખુશ થયા.
મંત્ર માનવતાનો 35
Page #37
--------------------------------------------------------------------------
________________
આત્મીયતાનું મૂલ્ય
પોલૅન્ડના પ્રસિદ્ધ દાર્શનિક ાયિંસ્કી મુશળધાર વરસાદની વચ્ચે જરૂરી કામસર બહાર નીકળ્યા હતા. એવામાં એકાએક ક્યાંકથી કૂતરો ધસી આવ્યો અને એના ભીના શરીરને ભારે પ્રેમથી ાયિંસ્કી સાથે ઘસવા લાગ્યો. ાયિંસ્કીએ પણ એના માથા પર વહાલથી હાથ મૂક્યો અને એને પ્રેમથી પંપાળ્યો.
બરાબર આ જ સમયે ાયિસ્ટીનો મિત્ર આવી પહોંચ્યો અને એ આ દશ્ય જોઈને ચકિત થઈ ગયો. ાયિંસ્કી કૂતરા સાથે ગેલ કરતા હતા અને કૂતરો એમની સાથે ઊછળકૂદ કરતો હતો, પરંતુ એમ કરવા જતાં વાયિસ્ટીનાં કપડાં મેલાં થતાં હતાં.
મિત્રાયિંસ્કીને જરા ખિન્ન અવાજે કહ્યું, 'અત્યારે આપણે જરૂરી કામથી બહાર જવાનું છે અને તમે આ કૃતરા સાથે રમત માંડીને બેઠા છો? એ તમારાં સુંદર વસ્ત્રોને કેટલાં મેલાં અને કાદવ-કીચડવાળાં કરી રહ્યો છે ! એને દૂર હટાવવાને બદલે તમે તો પ્રેમથી પાસે બોલાવો છો.'
તત્ત્વજ્ઞાની ાર્જિસ્કીએ કહ્યું, “દોસ્ત, જિંદગીમાં પહેલી વાર આ કૂતરો મને મળ્યો છે. અને મારા તરફ આટલી બધી આત્મીયતા દર્શાવે છે. જો મારાં કીમતી વસ્ત્રોના મોહમાં એને દૂર હટાવી દઉં, તો એની આત્મીયતાને કેટલો બધો આઘાત લાગે ! એના આવા પ્રેમ સામે આ કપડાંની કોઈ કિંમત નથી.' મિત્રે પ્રશ્ન કર્યો, ‘તમે જરૂરી કામસર નીકળ્યા છો. તમારાં આ કીમતી વસ્ત્રો મેલાં થઈ ગયાં. તમારા કામ અંગે કોઈની પાસે જશો, તો તેમને કેવું લાગશે ?'
ાયિસ્ટીએ હસીને કહ્યું, ‘અરે મિત્ર ! એ કામ તો ફરી થઈ શકશે, પરંતુ આવી આત્મીયતા ક્યાં ફરી મળવાની છે ? પ્રત્યેક પ્રાણી ભગવાનની કૃતિ છે. મંત્ર માનવતાનો એનામાં ઈશ્વરનો નિવાસ છે એમ માનીને એના તરફ સ્નેહ પ્રગટ કરવો જોઈએ,
36
સમજ્યો.'
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રગતિનું રહસ્ય રશિયાના પ્રસિદ્ધ વિજ્ઞાની નીલ્સ બોરની ખ્યાતિ સર્વત્ર પ્રસરેલી હતી. એમની વિજ્ઞાન એકૅડેમીના ભૌતિક વિભાગની ચોતરફ બોલબાલા હતી. ફિઝિક્સમાં સંશોધન કરવા માટે નીલ્સ બોરની ઇન્સ્ટિટ્યૂટ સૌથી મોખરે ગણાતી હતી.
આ સંસ્થાના યુવાન અને તેજસ્વી વિજ્ઞાનીઓ સતત નવાં નવાં સંશોધનો કરતા હતા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં આવનાર સહુ કોઈ નીલ્સ બોરની ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવાની તક મળે, તે માટે આતુર રહેતા હતા.
વિજ્ઞાની નીલ્સ બોર એક અન્ય ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે ગયા અને એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નીલ્સ બોરે મનનીય પ્રવચન આપ્યું અને પછી પ્રશ્નોત્તરી દરમિયાન અનેક વિષયો પર સવાલ-જવાબ થયા. આ સમયે એક વ્યક્તિએ પૂછ્યું,
‘આપને માઠું ન લાગે તો મારે એક અંગત બાબત પૂછવી છે ?” નીલ્સ બોરે હસતાં હસતાં કહ્યું, ‘જરૂર પૂછો. જવાબ આપવા માટે હું હાજર છું.’
સાહેબ, આપની સાથે કામ કરનારી પ્રત્યેક વ્યક્તિ સદા પ્રસન્ન હોય છે. આપની સંસ્થા પણ પ્રગતિના પથ પર અગ્રેસર રહે છે. આનું રહસ્ય શું છે ?”
નીલ્સ બોરે હસતાં હસતાં કહ્યું, ‘એનું રહસ્ય સાવ સામાન્ય છે અને તે એ કે હું મારી સંસ્થામાં કામ કરતી નાનામાં નાની વ્યક્તિના કામને પૂરેપૂરું પ્રોત્સાહન આપું છું, એમની પ્રશંસા પણ કરું છું અને એથીય વિશેષ જો મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો એનો સ્વીકાર કરવામાં સહેજે સંકોચ અનુભવતો નથી. આને કારણે જ સંસ્થામાં તમામ વ્યક્તિઓ જીવ રેડીને કામ કરે છે અને પોતાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શક્તિ દાખવવા પ્રયત્ન કરે છે. એમની વચ્ચે પરસ્પર સકારાત્મક સ્પર્ધા ચાલતી હોય છે અને એનો ફાયદો સંસ્થાને થતો હોય છે.”
પ્રશ્નકર્તાને નીલ્સ બોરની ઇન્સ્ટિટ્યૂટની સફળતાનું રહસ્ય મળી ગયું.
મંત્ર માનવતાનો
37
Page #39
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
38
લોકનેતાની ચિંતા રશિયાના મહાન ક્રાંતિકારી નેતા વ્લાદિમિર ઇલિ ઇલિયાનાંવ લેનિન પર એમના વિરોધીઓએ હુમલો કર્યો અને ગંભીર ઈજા પહોંચાડી. લેનિનને ડૉક્ટરોએ સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી. એવામાં એક દિવસ લેનિનને સમાચાર મળ્યા કે દેશની સૌથી મુખ્ય રેલવે લાઇનને નુકસાન થયું છે અને એને તેનું તાત્કાલિક સમારકામ અતિ જરૂરી છે. જો સમયસર સમારકામ નહીં થાય, તો દેશને ગંભીર નુકસાન સહન કરવું પડે અને પ્રજાને પારાવાર હાલાકી અનુભવવી પડશે.
આ સાંભળી લેનિનના સાથીઓ લેનિન પાસે દોડી આવ્યા અને એમનું માર્ગદર્શન માગ્યું. એક સાથીએ કહ્યું, ‘એમ લાગે છે કે માત્ર રોજગારી મેળવતા મજૂરો પર આધાર રાખી શકાય એવું નથી, કારણ કે તેઓ ટૂંકા સમયમાં આ કામ પૂરું કરી શકશે નહીં. આથી આપણે જાતે જઈને સમારકામ શરૂ કરી દઈએ.'
લેનિને સંમતિ આપી અને બધા લોકો રેલવેલાઇન પાસે પહોંચી ગયા. ઝડપથી કાર્ય સિદ્ધ થાય તે માટે મજૂરોને સાથ આપતા. આ દેશભક્તોને જોવા માટે મોટી ભીડ જામી ગઈ.
અચાનક લોકોની નજર એક પાકેલા અને બીમાર માણસ પણ પડી. એ મોટા પથ્થરો ઊંચકીને કામમાં લાગી ગયો હતો. લોકોએ જોયું તો એ ખુદ લેનિન હતા ! બધાએ કહ્યું, ‘અરે, તમારી આવી તબિયત છે, ડૉક્ટરે સંપૂર્ણ આરામ લેવાનું કહ્યું છે અને તમે શા માટે પથ્થર ઊંચકવાનું કામ કરો છો ?'
લેનિને સહજતાથી કહ્યું, અરે, હું તો મારા સાથીઓ સાથે કામ કરવા આવ્યો છું. જે જનતાની વચ્ચે રહે નહીં, જનતાની મુશ્કેલીઓને સમજે નહીં અને પોતાના આરામનો પહેલો વિચાર કરે, એને ભલા કોણ જનનેતા કહેશે મ
Page #40
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ પ્રાચીન ગ્રીસમાં એક યુવક જ્ઞાનપ્રાપ્તિનો સાચો માર્ગ પામવા માટે દેશના પ્રખર વિદ્વાનની પાસે પહોંચ્યો. એ વિદ્વાનને પ્રણામ કરીને કહ્યું, “મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એ માટેનો રસ્તો કયો ?” વિદ્વાને કહ્યું, ‘ભાઈ, હું કંઈ એવો જ્ઞાની નથી.”
પારાવાર આશ્ચર્ય સાથે યુવકે કહ્યું, “આપ પ્રખર જ્ઞાની છો એવું ઘણી વ્યક્તિઓ પાસેથી મેં સાંભળ્યું છે. કોઈએ આપને જ્ઞાનના સાગર કહ્યા છે, તો કોઈએ આપને પરમ જ્ઞાની કહ્યા અને આપ જ મને જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ બતાવવાનો ઇન્કાર કરો છો ?”
વિદ્વાને કહ્યું, ‘ભાઈ, જો તારે જ્ઞાન જ મેળવવું હોય તો દેશના શ્રેષ્ઠ તત્ત્વચિંતક અને વિચારક સૉક્રેટિસ પાસે જા. આપણા દેશનો એ મહાન ચિંતક છે અને એના જેવો બીજો કોઈ જ્ઞાની તને ક્યાંય જડશે નહીં.”
યુવાન સૉક્રેટિસની પાસે ગયો અને બોલ્યો, “મેં સાંભળ્યું છે કે આ ગ્રીસ દેશમાં આપના જેવો બીજો કોઈ જ્ઞાની નથી. આપ અનેક વિદ્યાઓના જાણકાર છો. મને કંઈક જ્ઞાન આપો, જેથી મારા જીવનમાં વિદ્યાનો પ્રકાશ પથરાય. દેશના પ્રખર વિદ્વાને પણ આ માટે આપને મળવાનું સૂચન કર્યું હતું.'
આ સાંભળી સૉક્રેટિસ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, “અરે ભાઈ, તું પાછો એ વિદ્વાન પાસે જ પહોંચી જા. ખરા જ્ઞાની તો એ છે. હું તો સાવ અજ્ઞાની છું.'
યુવક પાછો વિદ્વાન પાસે ગયો અને એણે સૉક્રેટિસ સાથે થયેલો વાર્તાલાપ વર્ણવ્યો. આ સાંભળી વિદ્વાને કહ્યું,
“અરે ભાઈ, સૉક્રેટિસ જેવી વ્યક્તિ કહે કે હું અજ્ઞાની છું, એ જ એના જ્ઞાનનું સૌથી મોટું પ્રમાણ છે. જેને પોતાના જ્ઞાનનું અભિમાન હોતું નથી, એ જ સાચો જ્ઞાની @િ છે. તે જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ પૂછળ્યો હતો ને, તો હવે નમ્ર બનીને જ્ઞાન મેળવવું એ
મંત્ર માનવતાનો જ પહેલો પાઠ છે.”
39
Page #41
--------------------------------------------------------------------------
________________
પોતાની ક્ષતિઓનો શોધક સાબુ બનાવનારી વિખ્યાત કંપનીમાં ઇ. એચ. લિટલ નામનો મહેનતુ યુવાન સેલ્સમેન તરીકે જોડાયો. એની કંપની અમેરિકામાં ઘણી પ્રસિદ્ધ હતી. બીજા સાબુઓ કરતાં એના સાબુની કિંમત ઓછી અને ગુણવત્તા ઊંચી હતી, આમ છતાં એને ઑર્ડર મળતા નહીં. એને વિચાર આવ્યો કે જરૂર, એની ગ્રાહક સાથે વાતચીત કરવાની રીતમાં કોઈ ખામી હશે અથવા તો કંપનીના ઉત્પાદનની યોગ્યતા પુરવાર કરવામાં ઊણો ઊતરતો હશે. આ સાબુ વાપરવાથી ગ્રાહકોને કેટલા લાભ છે એ સમજાવી શકતો નહીં હોય. પોતાને મળતા ખૂબ ઓછા ઑર્ડરોની પાછળ શું કારણ હશે એ અંગે એણે ઊંડો વિચાર કર્યો, પરંતુ એનું કોઈ કારણ જડ્યું નહીં.
આથી યુવાન સેલ્સમૅન ઇ. એ. લિટલે નવો તરીકો અજમાવ્યો અને એ દુકાનદાર પાસે જઈને પૂછવા લાગ્યો, “જુઓ, હું તમારી પાસે વિખ્યાત કંપનીના સેલ્સમેન તરીકે આવ્યો નથી, કિંતુ તમને માર્ગદર્શક માનીને આવ્યો છું. મારે સાબુ વેચવા નથી, પણ સલાહ જોઈએ છે. મારે એ પૂછવું છે કે મારા સાબુમાં તમને કઈ ખામી લાગે છે, તે તમે મને મિત્રભાવે કહો. મને સહેજે માઠું નહીં લાગે.
એની નિખાલસ વાત સાંભળીને દુકાનદાર એને એની ક્ષતિઓ બતાવવા લાગ્યા, કોઈ બીજે સ્થળે જઈને એ વેપારીને પૂછતો કે “તમારો આટલો બહોળો વેપાર છે. તમારી પાસે તો કેટલાય સેલ્સમૅન આવે છે. તો તમારા અનુભવને આધારે મને કહો કે હું એમનાથી કઈ બાબતમાં પાછો પડું છું.”
આને પરિણામે બન્યું એવું કે દુકાનદારો ઇ. એચ. લિટલને સેલ્સમૅનને બદલે મિત્ર માનવા લાગ્યા. આ દુકાનદારો પાસેથી એની અત્યંત કીમતી સલાહ મળી અને © ધીરે ધીરે ઉત્પાદનની ક્ષતિઓ દૂર કરવા લાગ્યો, જેને પરિણામે ઇ. એચ. લિટલ
એટલો કુશળ પુરવાર થયો કે વિશ્વની સૌથી મોટી સાબુ બનાવનારી કંપનીનો એ મંત્ર માનવતાનો
અત્યંત ઊંચો પગાર ધરાવતો પ્રેસિડેન્ટ બની ગયો.
40
Page #42
--------------------------------------------------------------------------
________________
દારૂગોળાને બદલે ધૂળ ! વિરલ, બાહોશ અને હિંમતબાજ જર્મન સેનાપતિ અર્વિન રૉમેલ હિટલરના સૈન્યનો સેનાપતિ હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલરનો ભલે પરાજય થયો, પરંતુ સેનાપતિ અર્વિન રૉમેલને એમની લશ્કરી કુનેહ માટે યાદ કરવામાં આવે છે. આ સેનાપતિ પાસે ઘણું ઓછું સૈન્યબળ હોવા છતાં એમણે અપ્રતિમ વિજયો હાંસલ કર્યા હતા.
એક વાર અત્યંત ધૂળિયા પ્રદેશમાં જર્મનસેના અંગ્રેજો સાથે યુદ્ધ કરતી હતી, ત્યારે રોમેલની તોપોમાં વપરાતો દારૂગોળો ખૂટી ગયો. જો દારૂગોળો ન હોય તો અંગ્રેજ સેનાને આગળ વધતી અટકાવવી અશક્ય હતી. આવે સમયે રૉમેલના સાથી સેનાધિકારીઓ ગભરાઈને દોડતા દોડતા એની પાસે આવ્યા. એમણે કહ્યું, “સર, અંગ્રેજોએ ભારે હુમલો કર્યો છે અને આપણી પાસે એનો સામનો કરવા માટે તોપો છે ખરી, પણ સહેજે દારૂગોળો નથી. આ સમયે આપણે તાત્કાલિક કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, નહીં તો આપણો પરાજય થશે.'
અર્વિન રૉમેલે સાથીઓને ધીરજ આપી અને કહ્યું, “જુઓ, આમ પરેશાન થવાથી કશું નહીં થાય. બળથી નહીં તો કળથી યુદ્ધ તો જીતવું પડશે. આપણી પાસે ભલે તોપને માટે દારૂગોળો ન હોય, પણ ધૂળ તો છે ને ! તોપમાં ધૂળ ભરો અને ધનાધન અંગ્રેજ સેના પર છોડવા લાગો.'
અર્વિન રૉમેલના આદેશ પ્રમાણે ધૂળ ભરીને દારૂગોળાની જગાએ દુશ્મનો પર તોપો છોડવામાં આવી. કેટલાક જર્મન લશ્કરી વિમાનોને આકાશમાં અંગ્રેજ સેના પર ઘૂમતા રહેવાનો આદેશ આપ્યો. બન્યું એવું કે તોપમાંથી નીકળેલી ધૂળથી આખું આકાશ છવાઈ ગયું અને માથા પર ઘૂમતાં વિમાનોથી અંગ્રેજ સેના ભયભીત બની ગઈ. આને પરિણામે એમણે યુદ્ધમાં આગળ વધવાને બદલે જીવ બચાવીને નાસવાનું નક્કી કર્યું. રોમેલની બુદ્ધિ છે અને ચાતુર્યને કારણે જર્મનોને અંગ્રેજો સામેના આ યુદ્ધમાં વિજય મળ્યો.
મંત્ર માનવતાનો
41
Page #43
--------------------------------------------------------------------------
________________
ખીલેલાં પુષ્પની સુવાસ જાણીતાં થિયૉસૉફિસ્ટ હેલેના પેત્રોવના લૅવેસ્કીએ થિયોસૉફિકલ સોસાયટીની સ્થાપના કરી અને ભારતમાં ફરીને એમણે એમનું જીવનકાર્ય આગળ ધપાવ્યું. મૅડમ બ્લવેચ્છીએ અનેક દેશોનો પ્રવાસ કર્યો. તેઓ મુસાફરી સમયે પોતાની સાથે એક થેલો રાખતાં હતાં અને તેમાં જુદા જુદા પ્રકારનાં પુષ્પોના છોડનાં બીજ રાખતાં હતાં અને જ્યાં જાય ત્યાં ખાડો ખોદીને એ બીજ વાવતાં હતાં અને સ્થાનિક વ્યક્તિને એની સંભાળ લેવાનું સોંપતાં હતાં.
લૅવેસ્કીની આ આદત કેટલાક લોકોને અત્યંત વિચિત્ર લાગતી હતી. તેઓ વિચારતા હતા કે આમ ફૂલોનાં બી વાવવાનો અર્થ શો ? એક દિવસ એક વ્યક્તિએ એમને પૂછવું, ‘મૅડમ, આપને ખોટું ન લાગે તો મને એ કહો કે તમે પ્રવાસમાં જ્યાં જાવ છો, ત્યાં આવી રીતે પુષ્પોનાં બીજ જમીનમાં કેમ નાખો છો ?”
મૅડમ બ્લેવસ્કીએ કહ્યું, “બસ, આ બીજ અંકુરિત થાય અને ઠેરઠેર રંગબેરંગી પુષ્પો ખીલે, એ જ મારી ભાવના છે.'
‘આપની વાત તો સાચી, પણ શું તમે ફરી વાર અહીં આવવાનાં છો ખરાં? તમારી નજરે એ બીજમાંથી ખીલેલાં પુષ્પો તમે જોઈ શકવાનાં છો ખરાં? તમે બીજી વાર તો અહીં આવવાનાં નથી, પછી આવું કરો છો શા માટે?”
મૅડમ બ્લેવેચ્છી જવાબ આપતાં : “આ રસ્તા પરથી હું પુનઃ પસાર થઈશ કે નહીં,
એની ચિંતા કરતી નથી, કારણ કે મેં મારે માટે જ પુષ્પો ખીલે એવી ઇચ્છા રાખી નથી. AO.G, હું તો બી રોપું છું કે જેથી ચોતરફ પુષ્પો ઊગે અને આપણી આ ધરતી પુષ્પોનો કમનીય
શૃંગાર સજે. વળી જે આ ફૂલોને જોશે, એમની આંખે આ બધું હું પણ જોઈશ જ ને ! સુંદર
પુષ્પ હોય કે ઉમદા વિચાર હોય, એને ફેલાવવાના કામમાં દરેક વ્યક્તિએ યોગદાન આપવું મંત્ર માનવતાનો
જોઈએ અને તે પણ પોતાને મળનારા લાભની લેશમાત્ર ચિંતા કર્યા વગર.”
42
Page #44
--------------------------------------------------------------------------
________________
બીજાનો સામાન ઊંચકનાર પ્રસિદ્ધ વિજ્ઞાની વૉટ્સન એમના વિદેશપ્રવાસેથી પાછા આવતા હતા. એમણે એમની પત્નીને આ સમાચાર મોકલ્યા અને કહ્યું, “અમુક દિવસે આ ટ્રેનમાં તેઓ પાછા આવી રહ્યા છે. લેવા આવજો.’ એમનાં પત્ની મોટર લઈને નોકર સાથે સ્ટેશન પર ગયાં. તેઓ ગાડીમાં બેઠાં અને નોકરને કહ્યું, “સ્ટેશનના પ્લેટફોર્મના દરવાજેથી વૉટ્સન નીકળે એટલે એમને અહીં લઈ આવ.”
નોકર આશ્ચર્ય પામ્યો, કારણ કે એ હમણાં જ વૉટ્સનને ઘેર નોકરીએ રહ્યો હતો અને એણે પોતાના માલિકને જોયા પણ નહોતા. આટલા બધા મુસાફરોમાંથી વૉટ્સનની પહેચાન કઈ રીતે કરી શકાશે? આથી નોકરે શેઠાણીને પૂછવું, ‘હમણાં જ તમારે ત્યાં નોકરીએ રહ્યો છું અને સાહેબને મેં જોયા નથી, તો હું એમને કઈ રીતે ઓળખી શકીશ?”
વૉટ્સનની પત્નીએ કહ્યું, “જુઓ, શૂટ-બૂટમાં સજ્જ એવી કોઈ આધેડ વ્યક્તિ એક હાથમાં બ્રીફકેસ લઈને અને બીજા હાથમાં બીજા કોઈનો સામાન ઊંચકીને ચાલતી દેખાય, એટલે માની લેવું કે એ તમારા સાહેબ છે.’ નોકર લૅટફૉર્મના દરવાજે જઈને બહાર નીકળતા મુસાફરોને જોવા લાગ્યો તો એણે જોયું કે એક શૂટટાઈ પહેરેલી અને માથે હેટ ધરાવતી આધેડ વ્યક્તિ એક હાથમાં બ્રીફકેસ અને બીજા હાથમાં કોઈ વૃદ્ધાનો મોટો ટૂંક ઉઠાવીને ચાલતી હતી. એમના ચહેરાના હાવભાવ પરથી નોકર સમજી ગયો કે આ જ શ્રીમાન વૉટ્સન હોવા જોઈએ. એ વૉટ્સન પાસે ગયો અને કહ્યું, “આ ટૂંક મને ઊંચકવા આપો. હું તમારો નવો નોકર છું.’
વૉટ્સને ના પાડતાં કહ્યું, “આ વૃદ્ધાનો ટૂંક ઊંચકવાની જવાબદારી મેં લીધી છે એટલે મારે જ ઉપાડવી જોઈએ.’ વિજ્ઞાની વૉટ્સન હંમેશાં બીજાને મદદ કરવા માટે તત્પર રહેતા.
મંત્ર માનવતાનો
43
Page #45
--------------------------------------------------------------------------
________________
મારો શ્રેષ્ઠ પુરસ્કાર એ જમાનામાં જગત પર બ્રિટનનો સૂર્ય ચોવીસે કલાક તપતો હતો. બ્રિટનના કોઈ ને કોઈ સામ્રાજ્યમાં પ્રકાશિત સૂર્ય હોય જ. એક વાર બ્રિટનની મહારાણી વિક્ટોરિયાએ વિયેનાના પ્રસિદ્ધ વૃદ્ધ સંગીતજ્ઞને પિયાનોપાદન માટે પોતાના મહેલમાં નિમંત્રણ આપ્યું.
બ્રિટન જેવી મહાસત્તાની મહારાણીનું નિમંત્રણ મળે, તે ગૌરવ અને સન્માનની વાત ગણાતી હતી. એ શાહી મહેલમાં આવ્યો અને મહેફિલ શરૂ થઈ. આ પ્રસિદ્ધ સંગીતકારની આંગળીઓ પિયાનો પર નૃત્ય કરવા લાગી. સંગીત સાંભળીને મહારાણી વિક્ટોરિયા અત્યંત ભાવવિભોર બની ગયાં. જાણે કોઈ જુદી જ આનંદદાયક સૃષ્ટિમાં ડૂબી ગયાં હોય, તેવો એમને અનુભવ થયો. આથી એમણે પિયાનોવાદકને હીરાનું આભૂષણ ભેટ રૂપે આપ્યું અને વૃદ્ધ સંગીતકારને કહ્યું,
‘તમારી કોઈ ઇચ્છા હોય તો કહો. એને સંતોષતાં મને આનંદ થશે.”
સંગીતકારે કહ્યું, “મહારાણી, આપ પૂછો છો તો મારા મનની ઇચ્છા કહું. મારી ઇચ્છા બ્રિટનના આ શાહી મહેલમાં ઑસ્ટ્રિયા દેશનું રાષ્ટ્રગીત ગાવાની છે.”
મહારાણીએ એ માટે અનુમતિ આપી. રાષ્ટ્રગીતનો પ્રારંભ થયો કે તરત જ તેઓ પોતાના સિંહાસન પરથી ઊભાં થયાં. એમને ઊભેલાં જોઈને દરબારીઓ પણ ઊભા થઈ ગયા અને રાષ્ટ્રગીત ચાલ્યું ત્યાં સુધી બધા એના માનમાં ઊભા રહ્યા.
આ દૃશ્ય જોઈને વૃદ્ધ સંગીતકારની આંખોમાં આંસુ છલકાઈ ઊઠ્યાં. એણે રૂમાલથી આંખ લૂછી અને મહારાણીને કહ્યું,
“મહારાણી, મારા દેશના રાષ્ટ્રગીતના સન્માનમાં આપ ઊભાં રહ્યાં, એ મને
આજ સુધીમાં મળેલા તમામ પુરસ્કારોમાં શ્રેષ્ઠ પુરસ્કાર છે. આ પુરસ્કાર હંમેશાં મંત્ર માનવતાનો
મારી સાથે રહેશે.” 44
Page #46
--------------------------------------------------------------------------
________________
મૂલ્યવાન વર્તમાન
અંગ્રેજ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર જૉન રસ્કિન (૧૮૧૯થી ૧૯૦૦) ગોથિક રિવાઇવલ ચળવળના પુરસ્કર્તા હતા. એમના પુસ્તક “અન ટૂ ધીસ લાસ્ટ'ના વિચારોનો મહાત્મા ગાંધીજી પર ઘણો પ્રભાવ પડ્યો હતો. જોન રસ્કિન પોતાના ટેબલ પર એક સુંદર પથ્થરનો ટુકડો રાખતા હતા અને એના પર મરોડદાર અક્ષરોએ લખ્યું હતું. 'Thlay',
એમનો એક મિત્ર આ પથ્થર જોઈને વિચારમાં પડ્યો. એને થયું કે શા માટે આવા મહાન સર્જક પોતાના ટેબલ પર આવો પથ્થર રાખતા હશે ? વળી એ પથ્થર પર લખેલો શબ્દ પણ તદ્દન સામાન્ય છે !
મિત્રે જોન રસ્કિનને પ્રશ્ન કર્યો, 'તમે તમારા લેખન-ટેબલ પર આ પથ્થર રાખો છો એ માત્ર એની સુંદરતા માટે રાખો છો કે પછી એની પાછળ કોઈ બીજું રહસ્ય છે ખરું ?'
મિત્રનો પ્રશ્ન સાંભળીને રસ્કિને કહ્યું, ‘આ શબ્દ એ મારો પ્રિય શબ્દ છે. આ ‘Today' શબ્દથી હું સૌથી વધુ પ્રભાવિત થયેલો છું.'
‘પણ એમાં આ પથ્થર પર લખીને રાખવાની શી જરૂર?" મિત્રે પૂછ્યું.
રસ્કિન બોલ્યા, ‘એનો અર્થ એટલો જ કે આ પથ્થર મને વર્તમાનનું સ્મરણ કરાવે છે, મને આજનો દિવસ કીમતી હોવાનો અહેસાસ કરાવે છે અને આ ક્ષણની મહત્તાનું સ્મરણ કરાવે છે. મને સમજાવે છે કે જીવનની પ્રત્યેક ક્ષણ કીમતી છે, એક પણ ક્ષણ વ્યર્થ જવી જોઈએ નહીં.’
સ્કિન પાસેથી એમનો મિત્ર માની કિંમત સમજ્યો. આમ જિંદગીની પ્રત્યેક ક્ષણને કીમતી માનનારા રસ્કિને એક જિંદગીમાં ત્રણ જિંદગી જેટલું કામ કર્યું અને અનેક ક્ષેત્રોમાં આગવી સિદ્ધિ મેળવી.
મંત્ર માનવતાનો 45
Page #47
--------------------------------------------------------------------------
________________
અનાથને આત્મનિર્ભર
શિક્ષણકાર્યમાંથી નિવૃત્ત થયા બાદ બ્રિટનના પ્રસિદ્ધ શિક્ષણવિદ્ મિસ્ટર બૂથે ધર્મકાર્ય કરવાનો મનસૂબો રાખ્યો હતો. એમણે પાદરી થવાનું પસંદ કર્યું અને ઠેર ઠેર જઈને ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા. એક વાર તેઓ ચર્ચમાં જતા હતા, ત્યારે કેટલાક લોકોને બૂમો પાડતા, દોડતા જોયા. એ બધા એક ચૌદ-પંદર વર્ષના છોકરાની પાછળ દોડી રહ્યા હતા. છોકરાને ઠોકર વાગતાં એ રસ્તા પર ગબડી પડ્યો અને લોકો બરાડા પાડતા એને મારપીટ કરવા લાગ્યા.
દયાળુ મિસ્ટર બૂથ આ ટોળાની વચ્ચે દોડી ગયા અને એ માર મારતા ટોળા વચ્ચેથી છોકરાને માંડ માંડ છોડાવ્યો. પછી એમણે પૂછયું, “દીકરા, તેં ખરેખર ચોરી કરી છે ? સાચું બોલ !”
આ સાંભળી એ છોકરાએ ધ્રુસકે ને ધ્રુસકે રડતાં કહ્યું, “ફાધર, હું અનાથ છું. મારી પાસે રહેવા માટે કોઈ ઘર નથી કે ખાવા માટે કશું ભોજન નથી. હું ઘણા દિવસથી ભૂખ્યો હતો, એ ભૂખ જ્યારે અસહ્ય બની, ત્યારે મેં હિંમત કરીને એક હોટલમાંથી બે બ્રેડ ચોરી લીધી. પણ હું ખરેખર કહું છું કે હું ચોર નથી અને તમને વચન આપું છું કે ગમે તે થાય, પણ હવે ક્યારેય ચોરી નહીં કરું.’
છોકરાની આપવીતી સાંભળીને અત્યંત વ્યથિત બનેલા મિ. બૂથ એને પોતાની સાથે લઈ ગયા અને એક હોટલમાં લઈ જઈને ભરપેટ ભોજન કરાવ્યું. છોકરો જે પ્રસન્નતાથી ભોજન કરતો હતો, તે જોઈને મિ. બૂથનું મન વિચારમાં ચડ્યું કે ઈશ્વરના ઉપદેશોનો પ્રચાર કરવા કરતાં અનાથ બાળકોને આત્મનિર્ભર બનાવવાનું વધુ જરૂરી છે. એ પણ ઈશ્વરસેવા જ છે. આમ વિચારીને તેમણે અનાથ બાળકો માટે રોજગારીની વ્યવસ્થા કરી.
આ બેકારોને પણ કામ મળે તે માટે રોજગાર કેન્દ્રો માત્ર પોતાના વતન ઇંગ્લેન્ડમાં જ નહીં, મંત્ર માનવતાનો 46
બક્કે દુનિયાભરમાં ખોલ્યાં.
Page #48
--------------------------------------------------------------------------
________________
નિસાસો નાખ્યો છે ખરો ? અમેરિકાના ન્યૂજર્સીના પેટરસન શહેરમાં રહેતા હોન પામર લશ્કરમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. લશ્કરની કામગીરીમાંથી નિવૃત્ત થયા બાદ એમણે ઉદ્યોગમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં તો વેપાર બરાબર ચાલ્યો, કિંતુ સમય જતાં સ્પેર-પાર્ટ્સની તકલીફ પડવા માંડી. પછી માથા પર ચિંતા સવાર થઈ કે આ આખોય ધંધો પડી ભાંગશે, તો શું થશે ? આ ચિંતાને કારણે લશ્કરી દિમાગ ધરાવતા હોન પામરનો સ્વભાવ ગુસ્સાવાળો અને ઝઘડાખોર બની ગયો. વ્યવસાયની મુશ્કેલીથી મૂંઝાઈને ઉશ્કેરાટવાળા થયેલા સ્વભાવને કારણે એમના ઘરસંસાર પર પણ અસર થઈ અને એક દિવસ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એમનું આખું કુટુંબ છિન્નભિન્ન થઈ જાય !
આ સમયે જ્હોન પામરને મળવા માટે એમનો લશ્કરી જીવનનો દિવ્યાંગ સાથી આવ્યો. એણે જોયું તો એનો આ ખડતલ મિત્ર ચિંતાને પરિણામે દૂબળો-પાતળો થઈ ગયો હતો અને વારંવાર નિસાસા નાખતો હતો. એણે કહ્યું, ‘પ્રિય હોન, બન્યું છે એવું કે તું એમ માની બેઠો છે કે દુનિયાનાં સઘળાં દુઃખોનો પહાડ તારા પર એકસાથે તૂટી પડ્યો છે.
આમ અકળાઈ જવાને બદલે બજાર સુધરે અને સ્પેર-પાર્ટ્સ મળતા થાય, એટલો સમય રાહ જો ને ! એમાં શું ખાટું-મોળું થઈ જવાનું છે. યુદ્ધમાં મારો એક હાથ કપાઈ ગયો અને ચહેરો સાવ કદરૂપો બની ગયો, છતાં મેં ક્યારેય એ અંગે નિસાસો નાખ્યો છે ખરો ! તને ફરિયાદ કરી છે ખરી ? આથી તારા સ્વભાવમાં પરિવર્તન લાવ, નહીં તો એવું થશે કે તું સ્વાથ્યથી, ઘરસંસારની શાંતિથી, મિત્રોના સ્નેહભાવ અને સમાજના સભાવથી હાથ ધોઈ બેસીશ.”
| દિવ્યાંગ મિત્રની વાત સાંભળીને જ્હોન પામર આત્મનિરીક્ષણમાં ડૂબી ગયા અને મનોમન નક્કી કર્યું કે એ જિંદાદિલ લશ્કરી માનવી તરીકે યુદ્ધમાં ઝઝૂમ્યા, એ જ રીતે હિંમતભેર અને હસતાં હસતાં આવનારા સંઘર્ષોનો સામનો કરીશ. બન્યું એવું કે બજાર )
મંત્ર માનવતાનો. સુધર્યું, જ્હોન પામરનો સ્વભાવ પણ સુધર્યો અને એમનું જીવન બરબાદ થતાં રહી ગયું. "
147
Page #49
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
48
ગળું કાપવાનો વિચાર
ફ્રાંસનો જનરલ કાર્સોલેન એની સખ્તાઈ અને કડક સ્વભાવને માટે જાણીતો હતો. ફ્રાંસમાં પ્રચંડ વિદ્રોહ જાગ્યો અને ફ્રાંસની સરકારે એ વિદ્રોહને દાબી દેવા માટે ઘણા પ્રયાસો કર્યા. ફ્રાંસની સેનાએ ઘણા વિસ્તારોમાંથી બળવાખોરોને હાંકી કાઢ્યા, પરંતુ કેટલાંક શહેરો એવાં હતાં કે જ્યાં બળવાખોરોનું વર્ચસ્વ હતું.
સરકારે જનરલ કાર્સોલેનને બળવો દબાવી દેવા માટે એ શહેરોમાં મોકલ્યા અને ક્રૂર અને કડક કાસ્ડેલેનથી વિરોધીઓ ભયભીત થતા હતા અને પ્રજા એના પર ગુસ્સે થતી હતી.
આ વિદ્રોહીઓમાં એક વાળંદ પણ સામેલ હતો. ફ્રાંસનું શાસન અને કાસ્ડેલેનના જુલમો સામે એ અવાજ ઉઠાવતો હતો અને શહેરમાં સહુને એમ કહેતો કે જો કાસ્નેલેન મારી સામે આવે, તો મારા આ અસ્ત્રાથી હું એને ખતમ કરી નાખું.
કાસ્ડેલેનના ગુપ્તચરોએ જનરલ કાસ્ડેલેનને એની બાતમી આપી. કાસ્ડેલેન એક દિવસ એકલા જ એની દુકાને ગયા અને હજામત કરાવવા માટે બેઠા. જનરલને આવેલા જોઈને વાળંદ પહેલાં તો ખૂબ ગભરાઈ ગયો. કાંપતા હાથોએ એણે માંડ માંડ એમની દાઢી કરી. કામ પૂરું થતાં જનરલ કાસ્ટેલેને એને પૈસા આપ્યા અને કહ્યું, ‘અરે, મેં તો મારું ગળું કાપવાનો પૂરેપૂરો અવસર આપ્યો હતો. તારા હાથમાં અસ્ત્રો હતો અને સામે મારું ગળું હતું, છતાં તું એનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. કેવો બેવકૂફ માણસ છે તું !'
વાળંદે કહ્યું, ‘જનરલ, આવું કરીને હું મારા ધંધાને દગો કરવા ચાહતો નહોતો. મારો અસ્ત્રો કોઈની હજામત કરવા માટે છે, કોઈનો જાન લેવા માટે નહીં. તમે જ્યારે હથિયા૨થી સજ્જ જનરલના લિબાસમાં હો ત્યારે તમારી સાથે લડી લઈશ, પરંતુ અત્યારે તો ગ્રાહકના રૂપમાં આવ્યા છો, તેથી તમારું ગળું કાપવાનો વિચાર પણ કરી શકું નહીં.’ જનરલ કાર્નેલેન વાળંદની વ્યવસાય-નિષ્ઠા પર વારી ગયા.
Page #50
--------------------------------------------------------------------------
________________
ગામડિયાની ઓળખ રસ્તાની બાજુમાં ઊભા રહીને રશિયન સેનાના મેજર આગવી છટાથી દારૂ પી રહ્યા હતા. એવામાં સાવ સામાન્ય પોશાક પહેરેલી ગામડિયા જેવી વ્યક્તિ એની પાસે આવી અને એણે મેજરને એક જગાનું સરનામું પૂછવું. મેજરે ગામડિયા જેવી લાગતી વ્યક્તિને ખસી જવાનું કહ્યું છતાં એ ઊભી રહેતાં એને ધમકાવતાં કહ્યું, “તું મને ઓળખતો નથી લાગતો !” ગામડિયાએ કહ્યું, “સાહેબ, આપ કૅપ્ટન જેવા લાગો છો. લશ્કરમાં કૅપ્ટનનું પદ ભોગવો છો ને !'
‘કૅપ્ટન, બેવકૂફ, જરા અધિકારીની ઓળખ કરતાં તો શીખ ?” તો પછી તમે લેફ્ટનન્ટ હશો, ખરું ને !” હે ભગવાન, માં તારા જેવા બુદ્ધ સાથે મારો પનારો પડ્યો.” સાહેબ, લશ્કરના રુઆબદાર મેજર લાગો છો.” મેજરે ગર્વથી કહ્યું, “હા, હવે તેં મને બરાબર ઓળખ્યો.”
પેલા ગામડિયા જેવા લાગતા માણસે મેજરને સલામ કરી એટલે મેજરે એને પૂછ્યું, ‘તું પણ કોઈ ગામનો ચોકીદાર લાગે છે. ગામડિયાએ કહ્યું, ‘હું નથી સિપાહી, નથી કૅપ્ટન, નથી મેજર કે નથી જનરલ, પણ હું તો છું અહીંનો રાજા.”
આ ઉત્તર સાંભળીને મેજરનો દારૂનો નશો એકાએક ઊતરી ગયો. એમણે સમ્રાટને ઓળખી લીધા અને સલામી આપી, ત્યારે સમ્રાટે કહ્યું,
‘તમે મેજરનું પદ મેળવીને એ ભૂલી ગયા કે પહેલાં તમે એક મનુષ્ય છો. હું પણ એક મનુષ્ય છું. માનવીના પદ અને હોદ્દાઓ કરતાં એનો માનવીય સંબંધ ઘણો હાથ મહત્ત્વનો છે.”
મંત્ર માનવતાનો મેજરે રાજાની ક્ષમા માગી.
49
Page #51
--------------------------------------------------------------------------
________________
મોજભરી છે આ જિંદગી અમેરિકાના એચ. જે. એન્ગલર્ટના જીવનમાં ધીરે ધીરે બીમારીઓ દેખા દેવા લાગી. એમનું બ્લડપ્રેશર વધી ગયું. ચિંતાઓથી ચિત્ત ઘેરાઈ ગયું. સતત કથળતા જતા સ્વાથ્ય અંગે ચિંતાતુર એચ. જે. એન્ગલર્ટ ડૉક્ટરની પાસે ગયા, ત્યારે ડૉક્ટરોએ પણ એમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી, તો થોડા સમયમાં તમારા જીવનનો અંત પણ આવી શકે.
એચ. જે. એન્ગલર્ટ ઘેર આવ્યા. એમણે એમની વીમાની પૉલિસી જોઈ તો ખ્યાલ આવ્યો કે બધા હપતા ભરાઈ ગયા છે એટલે મનમાં થોડી નિરાંત થઈ.
એ પછી ચર્ચમાં ગયા. એકલા બેઠા અને ઈશ્વર પાસે પોતાની ભૂલોની ક્ષમા માગવા લાગ્યા. ક્ષમાયાચના કરતાં અને ભૂલો શોધવા જતાં પોતાની પાછલી જિંદગીનો આખો ચિતાર ખડો થયો. એમાંથી એ ખ્યાલ આવ્યો કે એમણે ભૂતકાળમાં કેટલા લોકોને દુઃખી કર્યા છે ! પોતાની પત્ની અને કુટુંબની કેવી અવગણના કરી છે. આ વિચારોથી એચ. જે. એન્ગલર્ટમાં હતાશા આવી. આમ ને આમ એકાદ અઠવાડિયું પસાર થઈ ગયું.
વળી વિચાર આવ્યો કે હજી એકાદ વર્ષ તો જીવવાનું છે તો પછી મારે શા માટે ખુશ રહેવાનો પ્રયત્ન ન કરવો. એમણે નક્કી કર્યું કે હવે આનંદભેર જીવવું છે અને સહુને આનંદ આપવો છે. બસ, પછી તો છાતી ટટ્ટાર કરી, ચહેરા પર હાસ્ય છલકાવીને એન્ગલર્ટ જીવવા લાગ્યા. ધીરે ધીરે એમનો માનસિક અભિગમ બદલાઈ ગયો. ‘થોડા જ સમયમાં મૃત્યુ પામવાનો છું' એમ વિચારી ભયભીત જીવન જીવનારા એન્ગલર્ટ હવે એમ વિચારવા લાગ્યા કે “હું મારી જિંદગી કેટલી મોજથી પસાર કરું
મંત્ર માનવતાનો.
' એ પછી બે વર્ષ બાદ એન્ગલર્ટ વિચારતા હતા કે જો મેં મારા વિચારો અને વલણો ન બદલ્યાં હોત, તો આજે હું કબરમાં સૂતો હોત.
50
Page #52
--------------------------------------------------------------------------
________________
સાચો શિક્ષક, સદા વિદ્યાર્થી ગ્રીક દાર્શનિક પ્લેટોના શિષ્ય અને મહાન ઍલેકઝાન્ડરના ગુરુ ઍરિસ્ટોટલ પશ્ચિમમાં વિસ્તરેલી અનેક વિદ્યાશાખાઓના આદ્યપિતા ગણાય. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો, તો તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો એમણે પાયો નાખ્યો તેમજ રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે અનેક ક્ષેત્રોમાં યોગદાન કર્યું. આને પરિણામે ઍરિસ્ટોટલ પ્રાચીન વિશ્વના સર્વશ્રેષ્ઠ સર્વવિદ્યાવિશારદ (એન્સાઇક્લોપીડિસ્ટ) તરીકે નામના પામ્યા.
ઍરિસ્ટોટલ પાસે વિદ્વાનો સતત આવતા રહેતા અને બધા એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતા હતા, આમ છતાં સ્વયં ઍરિસ્ટોટલ પોતાને ક્યારેય જ્ઞાની માનતા નહોતા એટલું જ નહીં, બબ્બે હંમેશાં નવું નવું જ્ઞાન મેળવવા માટે આતુર રહેતા. નાના બાળક પાસેથી કે યુવાન પાસેથી પણ શીખવામાં એમને કોઈ નાનમ નહોતી.
એક દિવસ એમના પરમ મિત્રએ આશ્ચર્યસહિત કહ્યું, ‘દેશમાં પ્રખર વિદ્વાનો તમારી પાસે જ્ઞાનપ્રાપ્તિ અર્થે આવે છે અને એ મેળવીને પોતાને ભાગ્યશાળી માને છે. આમ છતાં મને આશ્ચર્ય એ થાય છે કે તમે હંમેશાં સાવ સામાન્ય વ્યક્તિ પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આતુરતા ધરાવો છો. તમારે વળી એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની શી જરૂર છે ? કે પછી એમને ખુશ રાખવા માટે આવો દેખાડો કરો છો ?' - મિત્રની વાત સાંભળીને ઍરિસ્ટોટલ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘સહુ કોઈની પાસે કંઈક ને કંઈક જ્ઞાન કે જાણકારી હોય છે કે જે બીજાની પાસે હોતી નથી. એથી દરેક વ્યક્તિએ હંમેશાં શીખવાની તૈયારી રાખવી જોઈએ. સાચા શિક્ષકનું આ લક્ષણ છે. જ્ઞાન તો અનંત છે. એની કોઈ સીમા હોતી નથી, આથી હું સદેવ એની , પ્રાપ્તિ માટે આતુર રહીશ.'
ઍરિસ્ટોટલની જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા જોઈને એમનો મિત્ર પ્રસન્ન થઈ ગયો.
મંત્ર માનવતાનો
Page #53
--------------------------------------------------------------------------
________________
હૃદયમાં ઉછેર
રેખા એની સખીને પોતાના કુટુંબની તસવીર બતાવતી હતી. પરિવારની પ્રત્યેક વ્યક્તિની એ ઓળખ આપતી હતી અને એની સખી શ્વેતા ખૂબ ધ્યાનથી દરેક વ્યક્તિની તસવીરને જોતી હતી.
એક તસવીર જોયા પછી શ્વેતાએ રેખાને એક સવાલ પૂછળ્યો,
“તારા કુટુંબમાં આ એક વ્યક્તિનો ચહેરો અને એના વાળ સાવ જુદા તરી આવે છે. પરિવારના બીજા લોકો વચ્ચે એકબીજા સાથે મળતાપણું છે, પરંતુ આ એક વ્યક્તિ તદ્દન જુદી પડી જાય છે. આવું કેમ ?”
રેખાએ કહ્યું, “એ મારા કાકાનો દીકરો છે. મારાં કાકા-કાકી નિઃસંતાન હોવાથી એમણે બાળક દત્તક લીધું હતું, આથી એ બધાંમાં જુદું પડે છે.”
શ્વેતા બોલી, “દત્તક બાળક વિશે હું સારી રીતે જાણું છું.” રેખાએ વળતો પ્રશ્ન કર્યો, “તને વળી દત્તક બાળકને વિશે કઈ રીતે ખબર ?”
શ્વેતાએ કહ્યું, “હું પોતે દત્તક છું. જેમની સાથે રહું છું એમણે મને દત્તક લીધી છે. હું એમની પુત્રી નથી.”
રેખાએ કહ્યું, “ઓહ ! કેવી કમનસીબ બાબત ! દત્તક હોવું તે તને દુર્ભાગ્યપૂર્ણ નથી લાગતું ?”
શ્વેતા બોલી, “ના. એ તો મોટું સદ્ભાગ્ય કહેવાય. ઘણાં બાળકોને ન પ્રાપ્ત થાય, તેવું તેવું સદ્ભાગ્ય.” અપાર આશ્ચર્યમાં ડૂબેલી રેખાએ કહ્યું, “શ્વેતા, એમાં લોહીની સગાઈ ન હોય, ખરું ને !”
શ્વેતાએ કહ્યું, “એમાં લોહીની સગાઈ નહીં, કિંતુ હૃદયની સગાઈ હોય છે. તમારો ઉછેર તમારી માતાના ઉદરમાં થયો, જ્યારે મારી માતાના હૃદયમાં થયો.”
હ
તી
મંત્ર માનવતાનો.
52
Page #54
--------------------------------------------------------------------------
________________
ખાલી હાથનો આભાર રસ્તા પરથી પસાર થતી વ્યક્તિ સમક્ષ એક ભિખારીએ એનો હાથ લાંબો કર્યો. એણે જોયું કે ભિખારી અત્યંત વૃદ્ધ, નિર્બળ અને અંધ છે. આવા ગરીબ અને લાચારને મદદ કરવી જોઈએ આથી ભિખારીને પૈસા આપવાનું એને આપોઆપ મન થયું, પણ એણે ખિસ્સામાં હાથ નાખ્યો, તો ખ્યાલ આવ્યો કે પાકીટ તો ઘેર ભૂલી ગયો છું. હવે કરવું શું?
એણે પોતાનાં બધાં ખિસ્સાં ફંફોસ્યાં. ક્યાંયથી એકે નોટ કે સિક્કો નીકળે છે ખરો ? પણ ખબર પડી કે એના ખિસ્સામાં ફૂટી કોડીય નથી !
આખરે નિરુપાયે એણે એ વૃદ્ધ ભિખારીનો હાથ હથેળીમાં લઈને ખૂબ પ્રેમથી દબાવ્યો અને કહ્યું,
બાબા, મને માફ કરજો. તમને મદદ કરવાની મારી તીવ્ર ઇચ્છા હોવા છતાં પાકીટ ઘેર ભૂલી ગયો છું, તેથી કશી રકમ આપી શકતો નથી.”
વૃદ્ધ ભિખારીએ કહ્યું, “અરે ! પૈસાની વાત છોડો. તમે જે આપ્યું છે તેવું તો મને કોઈએ નથી આપ્યું.”
પેલી વ્યક્તિને પારાવાર આશ્ચર્ય થયું. એણે તો એક પાઈ પણ આપી નથી, છતાં આ કેમ આટલી બધી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ? એણે પૂછ્યું,
“બાબા, મેં તમારા ફેલાયેલા ખાલી હાથમાં કશું જ આપ્યું નથી. એને ખાલી રાખ્યો છે છતાં તમે કેમ આભાર વ્યક્ત કરો છો ?”
વૃદ્ધ ભિખારીએ કહ્યું, “આ ખાલી હાથમાં પાઈ-પૈસો મૂકનારાં ઘણાં મળે, પણ એ હાથને હાથમાં લઈને પ્રેમથી ભીંસનારા તમે એક જ મળ્યા. ખેર ! હવે જ્યારે પણ આ તરફથી નીકળો ત્યારે થોડી વાર માટે પણ મારો હાથ તમારા હાથમાં લઈને મંત્ર માનવતાનો ભાવથી દબાવજો. મારે માટે એ કોઈ પણ રકમથી વિશેષ છે.
53
S
Page #55
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો 54
મહાનતાનો મંત્ર
વિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇનને જન્મના બીજા જ વર્ષે વતન છોડવું પડ્યું હતું. આલ્બર્ટ આઇન્સ્ટાઇન ઘણું મોડું બોલતાં શીખ્યા હતા. કૅથલિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ દસ વર્ષની ઉંમરે તેઓ જિમ્નેશિયમ” નામે ઓળખાતી જૂની ઘરેડની માધ્યમિક શાળામાં દાખલ થયા. આ શાળામાં જર્મન શિસ્ત હોવાથી આલ્બર્ટ આઇન્સ્ટાઇનને નિશાળના શિક્ષકો લશ્કરના ૉફ્ટનન્ટ જેવા કડક લાગ્યા. અહીં ભૂમિતિનું પાઠ્યપુસ્તક વાંચતા તેમાં નિરૂપિત તર્ક અને આકૃતિ વચ્ચેની સંવાદિતા આઇન્સ્ટાઇનને ગમી ગઈ. એમના કાકા જેકોબની પ્રેરણાથી એમને ગણિતમાં રસ જાગ્યો હતો.
એ પછી એમણે વિચાર્યું કે વિજ્ઞાનમાં પણ એટલી પ્રગતિ કર્યું. જેટલી લગનીથી ગણિત પર અધિકાર મેળવ્યો હતો, એટલી લગની સાથે એમણે વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરવા માંડ્યું. એમના કાકા કેઝર કૉકે એમનામાં વિજ્ઞાન વિશેની ઊંડી જિજ્ઞાસા જગાડતા રહ્યા. માત્ર બાર વર્ષની વયના આલ્બર્ટ આઇન્સ્ટાઇનને વિશાળ વિશ્વના રસનો ય શોધવાની ઇચ્છા જાગી અને જગતને આ વિજ્ઞાનીએ સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો, જેનાથી જગતની વિચારધારામાં આમૂલ પરિવર્તન આવ્યું. જગતભરમાં આઇન્સ્ટાઇન જાણીતા થઈ ગયા અને એમને ઠેર ઠેરથી વક્તવ્યો માટે નિમંત્રણો મળવા લાગ્યાં અને એમના વક્તવ્ય બાદ લોકો એમને ઘેરી વળીને જાતજાતના પ્રશ્નો પૂછતા હતા. એક વાર એક છોકરાએ પૂછ્યું,
*સર ! આજે આપ વિશ્વભરમાં વિખ્યાત છો, બધા આપની પ્રશંસા કરે છે અને આપને મહાન કહે છે, તો મારે આવી મહાનતા પ્રાપ્ત કરવાનો મંત્ર જાણવો છે. શું સૌ કોઈ મહાન બની શકે છે કે પછી તમારા જેવા નસીબદાર જ મહાન બની શકે ? આને માટેની ગુરુચાવી કઈ ?'
આઇન્સ્ટાઇને ઉત્તર આપ્યો, ‘જે વિષયમાં અભ્યાસ કરવો તેમાં પૂરી નિષ્ઠા, લગન અને એકાગ્રતાથી ખૂંપી જવું, તે જ છે મહાનતાનો મંત્ર.’
Page #56
--------------------------------------------------------------------------
________________
આવતીકાલની તૈયારી અતિ વૃદ્ધ સસરા ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરી રહ્યા હતા. બુઢાપાને કારણે એમના હાથ સતત ધ્રૂજતા હતા. માંડ માંડ ખોરાક ચાવી શકતા હતા. એવામાં ચમચીથી દાળ લેવા ગયેલા સસરાનો હાથ ધ્રુજ્યો. થોડી દાળ ટેબલ પર અને બાકીની દાળ એમનાં કપડાં પર પડી.
આ દશ્ય જોતાં જ એમની પુત્રવધૂ તાડૂકી ઊઠી. ઘરડા બુઢા સસરા તરફ એને પારાવાર તિરસ્કાર હતો. આથી એમની એકેએક રીતભાત પ્રત્યે અણગમો પ્રગટ કરીને અપમાન કરવાની એક તક ચૂકતી નહોતી. પુત્રવધૂએ ગુસ્સાભેર કહ્યું,
ખાતાં આવડતું નથી અને ડાઇનિંગ ટેબલ પર બેસવાનો શોખ થાય છે? જુઓ, આ ટેબલ પર કેટલી બધી દાળ ઢોળાઈ ? નવોનકોર ટેબલક્લોથ કેટલો બધો બગાડી નાખ્યો ? હે ભગવાન !”
વૃદ્ધ સસરાએ કહ્યું, “હાથ ધ્રુજે છે, તેથી આવું થયું.”
પુત્રવધૂએ હુકમ કર્યો, “જુઓ, હવે તમારે ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરવાનું નથી.” આમ કહીને વૃદ્ધ સસરાને હાથ પકડી ખૂણામાં બેસાડ્યા અને વાંસની સળીઓથી ભરેલી પતરાળી આપી. એમને કહ્યું, “બસ. હવે ખાવું હોય એમ ખાજો. ઢળશે તોય વાંધો નથી.”
લાચાર વૃદ્ધ ખાવાનું શરૂ કર્યું. પોતાની માતાનો દાદા પરનો ગુસ્સો જોઈ રહેલો પુત્ર ઊભો થયો. એક-બે પતરાળી લાવ્યો. ઘરની બહાર ઉંબરા પર બેસીને સાફ કરવા લાગ્યો. એની સળી પતરાળાનાં પાન વચ્ચે બરાબર ખોસવા લાગ્યો. આ જોઈને બાળકની માતાએ આશ્ચર્યથી પૂછવું, અરે ! આ તું શું કરે છે ?”
પુત્રે કહ્યું, “મા ! એક દિવસ હું ઘરડી થઈશ ત્યારે તને ઘરના ઉંબરાની બહાર બેસાડીને મારે જમાડવી પડશે ને ! એ માટે આ તૈયારી કરું છું.”
આ સાંભળી માતાની આંખ ઊઘડી ગઈ.
મંત્ર માનવતાનો
55
Page #57
--------------------------------------------------------------------------
________________
“એ” તમારી સાથે જાપાનની ખૂંખાર કેદીઓ રાખતી જેલના જેલરને એક નાનકડી માસૂમ છોકરીએ નાનકડા હાથથી અને નિર્દોષ આંખથી એક બંડલ આપતાં કહ્યું, “તમે આજે ફાંસીને માંચડે ચડનારા કેદીને આ મારું નાનકડું પૅકેટ પહોંચાડશો ? એમાં થોડાં ધાર્મિક પુસ્તકો છે અને ફાંસીની સજા પામનાર કેદીને ઉદ્દેશીને લખેલો પત્ર છે.”
જેલરનું પ્રારંભનું આશ્ચર્ય સ્વીકારમાં બદલાયું. ફાંસીની સજા પામેલા કેદીને અજાણી બાલિકાએ મોકલેલું ધર્મગ્રંથો અને પત્રનું પૅકેટ મળ્યું. એ નાનકડી છોકરીએ હત્યારા કેદીને ઉદ્દેશીને લખ્યું હતું, “આ રીતે આપને પત્ર લખી રહી છું તે માટે મને ક્ષમા કરજો. હું પ્રાથમિક શાળામાં ભણતી નાનકડી છોકરી છું. મેં હમણાં વાંચ્યું કે ઈશ્વર જગતની તમામ વ્યક્તિઓને પોતાના સંતાનની માફક ચાહે છે, પછી એ વ્યક્તિ સારી હોય કે ખરાબ. ઈશ્વર આપણને ચાહતા હોવાથી આપણી ભૂલોને માફ કરી દે છે. આથી તમે હિંમત હારશો નહિ, “એ” તમારી સાથે જ છે.”
ફાંસીની સજા પામેલા કેદીએ ‘ડેથ સેલ'માં આ પત્ર વાંચ્યો અને એણે એ પત્રનો જવાબ લખ્યો, “નાની છોકરી, તારો ખૂબ ખૂબ આભાર, મારા જેવી નિષ્ફર વ્યક્તિ પ્રત્યે આટલી મધુર અને માયાળુ લાગણી દાખવવા માટે ! તારો આ પત્ર ફક્ત મારે માટે જ નથી, પરંતુ જગતમાં વસતા મારા જેવા તમામ પાપીજનો માટે છે. મેં ત્રણ માણસોની હત્યા કરી હતી. પણ તારો નાનકડો પત્ર વાંચ્યા પછી મને ખાતરી થઈ છે કે ઈશ્વર અપાર કરુણા ધરાવતો હોવાથી મને માફ કરશે. હિંસા અને હત્યા કરનાર એના સંતાન એવા મારા તરફ દયાભાવ દાખવશે.
“હે પ્રિય એવી નાની છોકરી ! તારો પત્ર મળ્યો એ પહેલાં હું ઈશ્વરથી ગભરાતો ર) છ હતો. હવે મને ખબર પડી કે એ મારા જેવા પ્રત્યે પણ દયાળુ છે, આથી તેઓ મને ક્ષમા
' આપે તે માટે પ્રાર્થના કરું છું. તારા પર સદેવ ઈશ્વરના આશીર્વાદ ઊતરતા રહો.” 56
છે
Page #58
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ કે સંઘર્ષ ?
વિખ્યાત બ્રિટિશ લેખક વિલિયમ હેલ બાઇટની વિશેષતા એ બની કે તેઓ એમના ઉપનામ માર્ક રૂધરફોર્ડથી વધુ જાણીતા બન્યા. આ કુશળ સનદી અધિકારીના જીવન પર બાળપણનું એક સ્મરણ ઘેરો પ્રભાવ પાડી ગયું.
એક વાર તેઓ દરિયાના કિનારે બેઠા હતા અને જોયું તો દૂર એક વહાણ લંગર નાખીને ઊભું હતું. માર્ક રૂધરફોર્ડના બાળમનમાં એકાએક એવો ખ્યાલ જાગ્યો કે તરીને સામે લાંગરેલા જહાજ સુધી પહોંચી જાઉં ! એમને તરતાં આવડતું હતું, તેથી તરીને જહાજ સુધી પહોંચી ગયા. એના પર એક-બે લટાર પણ મારી. ઇચ્છાની પૂર્તિ અને મળેલી સફળતાથી આ બાળકનું મન અપાર ખુશી અનુભવવા લાગ્યું. એ પછી એમણે પાછા ફરવાના વિચારથી દરિયામાં ઝંપલાવ્યું અને સામેના કિનારા તરફ નજર કરી, તો મનમાં એમ લાગ્યું કે કઈ રીતે આટલું લાંબું અંતર કાપી શકાશે ? એમનું મન હતાશાથી ઘેરાઈ ગયું. સામેના દરિયાકિનારા સુધી એ તરીને પહોંચી નહીં શકે તેટલો દૂર લાગવા માંડ્યો.
આ વિચારથી શરીર શિથિલ થઈ ગયું અને થયું કે હવે સામા કિનારે પહોંચવું અશક્ય છે. એમના મન પર ડૂબી જવાની દહેશત સવાર થઈ ગઈ. એકાએક એમણે મન પર કાબૂ મેળવીને વિચારોની દશા બદલી, તો એમના મનની દિશા પલટાવા લાગી. ભીતરમાં એક શક્તિનો સંચાર અનુભવ્યો. એમણે વિચાર્યું કે કિનારા સુધી નહીં પહોંચવાનો અર્થ તે મૃત્યુ અને કિનારા સુધી પહોંચવાનો પ્રયાસ તે સફળતા માટેનો સંઘર્ષ. શું પસંદ કરવું - મૃત્યુ કે સંઘર્ષ ? સંઘર્ષના સંકલ્પે એમનામાં સંજીવની પ્રગટાવી. ભલે ડૂબી જાઉં, પણ સફ્ળતા માટે સંધર્ષ તો કરતો જ રહીશ. અનિશ્ચિતતાનું સ્થાન આત્મવિશ્વાસે લીધું. ભયને બદલે દઢ નિશ્ચય ચિત્ત પર સવાર થયો અને એ દરિયાના સામેના કિનારે પહોંચવામાં સફળ થયા. બાળપણની આ ઘટનાએ આ સર્જકના ચિત્ત પર ગાઢ અસર કરી.
મંત્ર માનવતાનો 57
Page #59
--------------------------------------------------------------------------
________________
અંધાપાનો ઉજાસ
અમેરિકાના વિખ્યાત નવલકથાકાર અને નાટ્યલેખક બૂથ ટારકિંગ્સ્ટન (૧૮૭ થી ૧૯૪૬) ધ મેગ્નિફિસન્ટ એમ્બરસન્સ” અને “એલિસ ડમ્સ' જેવી નવલકથાઓથી વિશ્વવિખ્યાત બન્યા. આ સર્જક જિંદગીમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા કટિબદ્ધ હતા, પરંતુ તેમને હંમેશાં એક ભય રહેતો હતો : હું અંધ થઈ જઈશ, તો મારું શું થશે ?
બન્યું એવું કે ઉંમરની અડધી સદી સુધી પહોંચ્યા, ત્યારે એમની આંખોમાં ઝાંખપ વળવા લાગી અને ડૉક્ટરે નિદાન કર્યું કે એમની એક આંખનું અજવાળું આથમી ગયું છે અને બીજી આંખનું અજવાળું આથમવાની તૈયારી છે. આજ સુધી જિંદગીમાં જેનો ભય હતો, તે અંધાપો જ એની સામે આવીને ઊભો રહ્યો.
૧૯૨૦માં આંખનું તેજ ઓછું થવા લાગ્યું અને પછીનાં વર્ષોમાં તો એ લગભગ ચાલ્યું ગયું. ડરામણો અંધાપો એમને ઘેરી વળ્યો, પરંતુ એ સમયે બૂથ ટારકિંગ્સન નિરાશ થવાને બદલે નવા આશાવાદથી જીવવા લાગ્યા.
એમણે કહ્યું, “હું મારા અંધાપાને જીવી શકીશ. જો મારી પાંચે ઇન્દ્રિયોં બંધ થઈ જાય, તોપણ હું મારા મનના ગોખમાં જીવતો રહીશ, કારણ કે મન છે તો જોવાય છે અને મન હોય તો જિવાય છે. પછી ભલે તમે એને સ્વીકારો કે અસ્વીકાર કરો.'
ખૂધ ટાકિંગ્ટનને એક વર્ષમાં આંખો બહેરી કરીને બારથી પણ વધારે ઑપરેશન કરાવવાં પડ્યાં, તોપણ એ બધી મુશ્કેલીઓમાંથી આનંદભેર પસાર થયા અને આવાં ઑપરેશન પછી સ્પેશિયલ વૉર્ડને બદલે જનરલ વૉર્ડમાં રહ્યા અને બીજા દર્દીઓને ઉત્સાહ અને આનંદ પૂરો પાડ્યો. અંધાપો આવ્યા પછી પણ એ એમના
મંત્ર માનવાનો સેક્રેટરીને લખાવતા રહ્યા અને એ રીતે અવિરતપણે સર્જનકાર્ય કરતા રહ્યા.
58
Page #60
--------------------------------------------------------------------------
________________
અફસોસ નહીં થાય. માનવતાપ્રેમી ડૉ. બ્રેકેટના ઍલવિરા ક્રોમવેલ સાથે વિવાહ થયો અને બંને ભાવિ જીવનનાં સોનેરી સ્વપ્નો નીરખવા લાગ્યાં. ડૉ. બ્રેકેટના દવાખાને લગ્ન પૂર્વેના દિવસે એલવિરા એમને મળવા આવી. બંને વચ્ચે મધુર પ્રેમાલાપ ચાલતો હતો, ત્યાં કોઈએ બારણે ટકોરા માર્યા. ઍલવિરાને આ દખલ પસંદ પડી નહીં, પરંતુ ડૉ. બ્રેકેટ તરત જ ઊભા થઈને દરવાજો ખોલવા ગયા. દરવાજા પર એક હબસી સ્ત્રી ઊભી હતી. એની આંખોમાંથી ચોધાર આંસુ વરસતાં હતાં. એણે ડૉ. બ્રેકેટને કહ્યું, “મારો એકનો એક પુત્ર અત્યંત બીમાર છે. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે. મારે ઘેર વિઝિટે આવો. એને બચાવો, તેવી વિનંતી.'
હબસી સ્ત્રીની વાત સાંભળીને ડૉ. બ્રેકેટ ઊડ્યા. ઍલવિરા ક્રોમવેલને સહેજે પસંદ પડ્યું નહીં. એણે અકળાઈને કહ્યું, “આટલે દૂરથી તમને મળવા આવી. આવતીકાલે આપણાં લગ્ન છે. મારે તમારી સાથે ઘણી વાતો કરવાની છે અને તમે તો મને છોડીને આમ ચાલ્યા?”
ડૉ. બ્રેકેટે વિનમ્રતાથી કહ્યું, ‘તું થોડી વાર મારી રાહ જો. હું તરત જ પાછો આવીશ. પણ એનો બાળક ગંભીર રીતે બીમાર હોય તો મારે એની ચિકિત્સા માટે તત્કાળ પહોંચવું જોઈએ. એ મારી પ્રથમ ફરજ છે.'
‘તો એનો અર્થ એ થયો કે તમને મારા પ્રેમની કશી કિંમત નથી. મારા પ્રેમ કરતાં આ હબસી સ્ત્રીની ઇચ્છાને વધુ મહત્ત્વ આપો છે. જો તમે આવા જ વિચારો ધરાવતા હો, તો અહીં જ આપણે આપણા સંબંધનો વિચ્છેદ કરી દઈએ. હું તમારી સાથે લગ્ન કરવા ચાહતી નથી.'
ડૉ. બ્રેકેટે કહ્યું, “આવું થાય તો મને કોઈ અફસોસ નહીં થાય, કારણ કે મારે માટે, તારા પ્રેમ કરતાં દર્દી પ્રથમ છે.” આમ કહીને ડૉ. બ્રેકેટ એ હબસી સ્ત્રી સાથે એના ઘર હિલ સ્થ તરફ ચાલી નીકળ્યા. એ પછી ડૉ. બ્રેકેટે લગ્ન કર્યા નહીં અને દર્દીઓની સેવામાં પોતાનું એક
મંત્ર માનવતાનો સમગ્ર જીવન અર્પણ કરી દીધું.
59
Page #61
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
60
સંગીતની પોતાની દુનિયા
ફ્રાન્સના પ્રસિદ્ધ સંગીતકાર ગાર્ડ પાસે સંગીતની તાલીમ લેતી વુડલનાલ્ડ નામની છોકરીએ અશ્રુભરી આંખે કહ્યું, “સંગીતના ક્ષેત્રમાં અધાગ મહેનત કરી નામના મેળવવાની મારી ઇચ્છા છે, પણ સૌથી મોટી મુસીબત એ છે કે મારો ચહેરો અત્યંત કદરૂપો છે. મનમાં સતત દહેશત રહે છે કે મારો કદરૂપો ચહેરો જોઈને લોકો જો મને જોવાનું જ નાપસંદ કરશે, તો પછી મારું ગાયન સાંભળવાની વાત તો ક્યાં રહી ?”
વળી વુડલનાલ્ડે કહ્યું. 'હું જોઉં છું કે મંચ પરની અન્ય ગાયિકાઓ ખૂબસૂરત ચહેરો ધરાવે છે. એમની સાથે હું ગાવા જઈશ, ત્યારે શ્રોતાઓ મારો હુરિયો નહીં બોલાવે ને !'
આ વુડલનાલ્ડ પરિવારજનો સમય સહજતાથી ગાતી હતી, પણ હવે મંચ પર ગાવા માટે કરવું શું ? સંગીતકાર ગાલ્ફર્ડે એની વાત સાંભળીને કહ્યું, ‘સંગીતને પોતીકું સૌંદર્ય હોય છે. જે સંગીતશોખીન સંગીત માણવા આવે છે, તે ક્યારેય ગાયક કે ગાયિકાના રૂપની ફિકર કરતો નથી, આથી તારે એ વાત ભૂલી જવી કે તને કદરૂપા લાગતા તારા ચહેરાને કારણે તારું સુંદર સંગીત કોઈ સાંભળશે નહીં.”
વુડલનાલ્ડ પોતાના ગુરુની વાત સાંભળતી રહી. ગાલ્ફર્ડે કહ્યું, ‘આમ છતાં તને હું એક ઉપાય બતાવું. રોજ એક મોટા અરીસાની સામે ઊભા રહીને તેની સામે ગીત ગાજે. આને પરિણામે તારી ગભરામણ દૂર થશે અને તને સમજાશે કે સંગીતની મધુરતા અને ગાયકના રૂપ વચ્ચે કશો અવિનાભાવિ સંબંધ નથી.’
વુડલનાલ્ડે ગુરુની સલાહ પ્રમાણે અરીસા સામે રહીને ગાવાનું શરૂ કર્યું અને એ ગીતમાં એટલી ડૂબી જતી કે એના ચહેરાને જોવાનું પણ ભૂલી જતી. પરિણામે થોડા જ સમયમાં એનામાં હિંમત અને ઉત્સાહ જાગ્યા અને મંચ પર જઈને સહેજે ગભરામણ વિના મુક્ત મને ગાવા લાગી. એ પછી સંગીતના ક્ષેત્રમાં આત્મવિશ્વાસથી પ્રગતિ કરનારી વુડલનાલ્ડ સમય જતાં ફ્રાંસની પ્રખ્યાત ગાયિકા બની.
Page #62
--------------------------------------------------------------------------
________________
સચોટ જવાબ પ્રસિદ્ધ અંગ્રેજ નવલકથાકાર, પત્રકાર, સમાજશાસ્ત્રી અને ઇતિહાસકાર એચ. જી. વેલ્સ બહુમુખી પ્રતિભા ધરાવતા લેખક હતા. વિજ્ઞાનના કથાસાહિત્યના એ પ્રણેતા હતા અને જે સમયે હવાઈ જહાજમાં અને સમુદ્રની સપાટી નીચે તરતી નૌકાઓમાં પ્રવાસ કરવો એ એક કાલ્પનિક બાબત હતી, તે સમયમાં એમણે એવાં પ્રવાસવર્ણનોનો આસ્વાદ કરાવ્યો હતો.
‘ટાઇમ મશીન', “ધ વોર ઑવ્ ધ વર્લ્ડઝ', “ધ શેપ ઑવુ થિંગ્સ ટુ કમ' જેવી કથાઓ લખી. એમાં “ધ શેપ ઑવ્ થિંગ્સ ટુ કમ'માં કાલ્પનિક તરંગ સૃષ્ટિનું નિદર્શન આલેખ્યું. એચ. જી. વેલ્સ હોલિવૂડની એક અભિનેત્રીને આ પુસ્તક ભેટ રૂપે મોકલ્યું. એ વાંચતાં હોલિવૂડની અભિનેત્રી એમના પર પ્રસન્ન થઈ ગઈ. પણ એના મનમાં સવાલ જાગ્યો કે ખરેખર લેખકે આ પુસ્તક લખ્યું છે કે ફિલ્મમાં જેમ ડુપ્લિકેટ અભિનેતા હોય છે, તેમ કોઈ ડુપ્લિકેટ પાસે તો લખાવ્યું નથી ને ?
આથી એણે આભારપત્રમાં લખ્યું, ‘તમારું પુસ્તક હું એકી બેઠકે વાંચી ગઈ. એક અદ્ભુત અને રોમાંચક પુસ્તક છે અને તે વાંચીને મને પ્રશ્ન એટલો જાગ્યો છે કે આ પુસ્તક તમે કોની પાસે લખાવ્યું છે?”
પત્ર મળતાં આ અંગ્રેજ લેખક અકળાઈ ઊઠ્યા. વિચાર કર્યો કે અભિનેત્રી સમજે છે શું ? મારા જેવા સમર્થ કથાલેખક પર આવો હીન આક્ષેપ ? આથી એને કડક ભાષામાં જડબાતોડ પ્રત્યુત્તર આપવા માટે પત્ર લખવાનું નક્કી કર્યું. પણ વળી વિચાર્યું કે અત્યારે એ ગુસ્સાના આવેશમાં કંઈક અઘટિત લખી નાખશે, તો એમના જેવા પ્રતિષ્ઠિત લેખકને માટે એ શોભારૂપ નહીં ગણાય. આથી એમણે થોડા સમય OS) બાદ ઉત્તર લખવાનું નક્કી કર્યું. થોડા સમય બાદ એમણે પત્રમાં લખ્યું, ‘તમારો પત્ર ( મળ્યો. તમને આ પુસ્તક ગમ્યું તે જાણી આનંદ થયો. પરંતુ મારા મનમાં એક એ S
મંત્ર માનવતાનો સવાલ જાગ્યો છે કે આ પુસ્તક તમે કોની પાસે વંચાવ્યું ?'
6]
Page #63
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
62
મહારાણી કે નવવધૂ ?
ચોસઠ વર્ષ સુધી ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ એટલે કે યુનાઇટેડ કિંગ્ડમ પર આધિપત્ય ધરાવનારી રાણી વિક્ટોરિયાએ જેટલા દીર્ઘકાળ સુધી બ્રિટન પર શાસન કર્યું, તેટલું બીજા કોઈ શાસકે કર્યું નથી. એમણે આર્થિક અને રાજકીય દષ્ટિએ બ્રિટનને મજબૂત બનાવ્યું. ૧૮૪૦માં રાણી વિક્ટોરિયાનાં પ્રિન્સ આલ્બર્ટ સાથે લગ્ન થયાં. એક વિશાળ સામ્રાજ્યની રાણી ચર્ચમાં આવી ત્યારે લગ્નવિધિ પ્રમાણે એણે પ્રતિજ્ઞા લેવાની હતી કે એ પતિની આજ્ઞાઓનું પૂરેપૂરું પાલન કરશે.
લનિધિ કરાવનાર પાદરીને થયું કે વિશાળ સામ્રાજ્યની રાણી સાધારણ પ્રિન્સને પરણી રહી છે, ત્યારે આ પ્રતિજ્ઞા કેટલે અંશે યોગ્ય ગણાય ? એમને મૂંઝવણ થઈ. એમણે મહારાણીને ધીમેથી કાનમાં કહ્યું, “આ પ્રતિજ્ઞા મને બરાબર લાગતી નથી. મહારાણી, આપ આદેશ આપો તો આ પ્રતિજ્ઞાને વિધિમાંથી રદ કરીએ.”
મહારાણી વિક્ટોરિયાએ વળતો સવાલ કર્યો, “વિધિની પરંપરાનું પૂરેપૂરું પાલન થવું જોઈએ. શા માટે તમે આટલી વિધિ કાઢી નાંખવાનું કહો છો ?"
પાદરીએ પોતાના મનની વાત સમજાવતાં કહ્યું કે બ્રિટન જેવા મહાન રાષ્ટ્રની મહારાણી આવી પ્રતિજ્ઞા લે, તે ઉચિત લાગતું નથી.
મહારાણી વિક્ટોરિયાએ કહ્યું, “જુઓ, અત્યારે હું મહારાણી નથી, પણ એક કન્યા છું. હું અહીં બ્રિટિશ સામ્રાજ્યની મહારાણી વિક્ટોરિયા તરીકે બેઠી નથી, પણ લગ્ન કરવા આવનાર કન્યા તરીકે બેઠી છું. કન્યાના મોભાને જોવાનો ન હોય. માટે તમે પ્રતિજ્ઞા લેવડાવો અને હું સાચા દિલથી એ પ્રતિજ્ઞા લઈશ."
રાણી વિક્ટોરિયાએ અપાર લોકચાહના મેળવી. માયાળુ અને વિદ્વાન પ્રિન્સ આલ્બર્ટ રાણીને રાજકીય ફરજો બજાવવામાં સહાય કરતા હતા. ૧૯૬૧માં આલ્બર્ટનું અવસાન થયું. એમના અવસાન પછી રાણી વિક્ટોરિયાએ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું બંધ કર્યું અને ઘણાં વર્ષો સુધી કાળો પોશાક પહેર્યો.
Page #64
--------------------------------------------------------------------------
________________
પોતીકી શૈલીનો પ્રભાવ
લંડનના અત્યંત ગરીબ, મજૂર વિસ્તાર લૅમ્બથમાં જન્મેલા ચાર્લી ચૅપ્લિન (૧૮૮૯૧૯૭૭) જન્મજાત અભિનેતા હતા. માત્ર પાંચ વર્ષની ઉંમરે એમણે એમના યહૂદી પિતાના એક કાર્યક્રમમાં રંગભૂમિ પર અભિનય કર્યો. ત્યાર બાદ પિતાનું અવસાન થયું. સાવકા મોટા ભાઈ સિડની સાથે રહ્યા અને સાતમે વર્ષે ફરી રંગભૂમિ પર પ્રવેશ કર્યો.
દસમા વર્ષે પોતાના ભાઈ સિડનીને અનુસરીને એ લંડનની પ્રસિદ્ધ નાટકમંડળીમાં જોડાયા અને સાત વર્ષ સુધી એમાં કામ કર્યું. એમણે અમેરિકા અને યુરોપના દેશોનો પ્રવાસ ખેડ્યો. આ સમયે હોલિવૂડની ફિલ્મકંપનીના માલિક અને ફિલ્મ નિર્માતા મૅક સેનેટ આ છોકરાની અભિનયરાક્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા અને એને પોતાની ફિલ્મોમાં અભિનય કરવા માટે રાખી લીધો. આને માટે ચાર્લી ચૅપ્લિનને અઠવાડિયાના દોઢસો ડૉલર મળતા હતા.
ચાર્લી ચૅપ્લિને ૧૯૧૪માં ‘મેકિંગ એ લિવિંગ’ નામની ટૂંકી કૉમેડી ફિલ્મથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. એ સમયે ફિલ્મના દિગ્દર્શકો આગ્રહ રાખતા કે ચાર્લી ચૅપ્લિન એ સમયના જર્મનીના મશહૂર કૉમેડિયનની નકલ કરે. આમ કરવાથી એ પ્રેક્ષકોમાં વધુ ચાહના પ્રાપ્ત કરી શકશે.
ચાર્લી ચૅપ્લિને જર્મન કૉમેડિયનની અદ્દલ નકલ કરી, પરંતુ એને આવા અનુકરણમાંથી અભિનયનો આનંદ આવતો નહોતો. એક દિવસ ચાર્લી ચૅપ્લિને આ અનુકરણમાંથી બહાર આવીને પોતીકી શૈલી નિપજાવવાનો પ્રયત્ન કર્યો અને એને કારણે સમય જતાં એ ‘ચાર્લી ચૅપ્લિન' બની શક્યો. જ્યાં સુધી અનુકરણ કર્યું ત્યાં સુધી એની કલા પ્રગટ થઈ નહીં, પરંતુ એ પોતીકી રીતે ભૂમિકા ભજવવા લાગ્યો, ત્યારે એની આગવી મોલિક પ્રતિભા પ્રગટ થઈ. ફિલ્માતમાં એણે એનું આગવું પાત્ર અનેક રીતે વિકસાવ્યું, એટલું જ નહીં, પણ એની સર્જકપ્રતિભાએ જગતના અનેક ફિલ્મસર્જકો પર પ્રભાવ પાડ્યો.
મંત્ર માનવતાનો
63
Page #65
--------------------------------------------------------------------------
________________
પારકાના સુખે સુખી ગ્રીસના સ્પાર્ટીમાં વસતા યુવાન પિટાર્ડસને અનેક પ્રયત્નો કરવા છતાં ક્યાંય નોકરી મળતી નહોતી. જેવી એને જાણ થાય કે નોકરી મળવાની અહીં શક્યતા છે, ત્યાં એ દોડી જતો. પણ નસીબની આડેનું પાંદડું ખસે જ નહીં. કોઈ ને કોઈ અવરોધ આવે અને નોકરી મળે નહીં.
આટલી બધી નિષ્ફળતા છતાં એ હતાશ થયો નહીં. સતત પ્રયત્ન કરતો રહ્યો. એવામાં એને જાણ થઈ કે એક સરકારી ખાતામાં ત્રણસો યુવાનોની ભરતી થવાની છે. એને માટે યુવાન પિટાર્ડસે અરજી કરી અને એને પાકો વિશ્વાસ હતો કે એ જરૂર આમાં સફળ થશે. એની બેકારી ટળશે.
પિટાર્ડસ ઇન્ટરવ્યુ આપવા ગયો અને બન્યું એવું કે એ નિષ્ફળ ગયો. એને નોકરી મળી નહીં.
એના મિત્રો દુર્ભાગી પિટાર્ડસને સાંત્વના આપવા આવ્યા, પરંતુ એમણે જોયું તો પિટાર્ડસ જાણે નોકરી મળી હોય એટલો પ્રસન અને ખુશખુશાલ હતો. એણે ઉમળકાભેર મિત્રોનું આતિથ્ય કર્યું.
મિત્રો સારી પેઠે જાણતા કે પિટાસ લાંબા સમયથી નોકરી મેળવવા પ્રયાસ કરે છે. એને આ વખતે નોકરી મળવાની પૂરી આશા હતી, તેમ છતાં એની આશા પર પાણી ફરી વળ્યું, છતાં એના ચહેરા પર સહેજે ગમગીની નહોતી. આથી આશ્ચર્યચકિત થયેલા મિત્રોએ પૂછયું, ‘તું ઘણા વખતથી બેકાર છે. નોકરી મેળવવા ભારે ફાંફાં મારે છે. નોકરી મેળવવાની સુવર્ણ તક પણ તેં ગુમાવી છે, તેમ છતાં આટલો બધો આનંદિત કેમ ?” I પિટાસે કહ્યું, “પંદરસો વ્યક્તિઓએ મારી માફક અરજી કરી હતી. એમાંથી ત્રણસો
વ્યક્તિઓની પસંદગી થઈ. મારા કરતાં ઓછામાં ઓછા ત્રણસો યુવકો તો એવા છે કે મંત્ર માનવતાનો 64
જે મારાથી વધુ હોશિયાર અને કાર્યકુશળ છે, એનો મને આનંદ છે.”
Page #66
--------------------------------------------------------------------------
________________
અનુપમ આત્મિક આનંદ ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની સોક્રેટિસ (ઈ. પૂ. ૪૬૯થી ઈ. પૂ. ૩૯૯)ની પાસે દાર્શનિક અંટીફો કેટલાક સમય માટે વસવા આવ્યો. દાયણ માતા અને શિલ્પી પિતાના પુત્ર સૉક્રેટિસ એમ કહેતા કે જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે, તે રીતે તેઓ લોકોના મનમાંથી અજ્ઞાનને બહાર ખેંચી કાઢે છે અને જેમ શિલ્પી પથ્થરમાં માનવ-આકૃતિ કંડારે છે, તેમ તેઓ માનવ-વ્યક્તિત્વને ઘડે છે.
આવા સૉક્રેટિસ એથેન્સની શેરીઓ અને બજારોમાં પોતાની વાતો અને વિચારોથી યુવાનોમાં જાગૃતિ લાવતા હતા. જ્ઞાનને માટે સર્વત્ર સન્માન પામતા સૉક્રેટિસનું જીવન અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચેથી પસાર થતું હતું.
એમને સારું ભોજન મળતું નહોતું અને પહેરવા માટે સારાં વસ્ત્રો પણ ન હતાં. એમની પત્ની જેન્શીપી અત્યંત કર્કશ સ્વભાવની હતી. આવી પરિસ્થિતિ જોઈને અંટીફો અત્યંત દુઃખી થઈ ગયા.
એમણે સૉક્રેટિસને કહ્યું, ‘તમારા જેવા સમર્થ વિચારકને આવું અભાવગ્રસ્ત અને કષ્ટપૂર્ણ જીવન વિતાવવું પડે, તે અત્યંત દુઃખદાયક ગણાય. તમે અનુમતિ આપો તો હું મારા કોઈ ધનવાન મિત્રને કહીને તમારે માટે થોડી સુખ-સુવિધાનો પ્રબંધ કરાવું.”
સોક્રેટિસે હસીને ઉત્તર વાળ્યો. “હું મારાં પ્રવચનોથી અને મારી વાતોથી લોકોને આત્મિક ઉન્નતિની વાત કરું છું. મનુષ્યને નીતિમય જીવન વિતાવવા માટે સદ્ગણોનો ઉપદેશ આપું છું. પછી મને ભૌતિક સુખ-સુવિધા પ્રાપ્ત ન થાય, તેથી શું થયું ? ભવ્ય નિવાસસ્થાન, સ્વાદિષ્ટ ભોજન અને ભોગવિલાસનાં અન્ય સાધનોના ઉપભોગની મને આદત પડી જાય, તો હું મારા આ અનુપમ આત્મિક આનંદથી વંચિત થઈ જાઉં. સુખ- સંપન્નતાનો સઘળો અભાવ સહન કરવા તૈયાર છું, પરંતુ આ અનુપમ આત્મિક આનંદથી વંચિત રહેવા ચાહતો નથી. એ જ મારા જીવનની સૌથી મોટી મૂડી અને મંત્ર માનવતાનો મારો આત્મોલ્લાસ છે.”
65
Page #67
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
66
કાર્ય એ જ ઓળખ
પ્રસિદ્ધ વિજ્ઞાની મૅડમ ક્યુરીને એમનાં સંશોધનોને માટે સંયુક્ત રૂપે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું અને વિશ્વભરમાં એમની ખ્યાતિ ફેલાઈ ગઈ. અખબારો અને સામયિકોના પ્રતિનિધિઓ એમને મળવા માટે ઉત્સુક રહેતા, પરંતુ મૅડમ ક્યૂરીને તો પોતાના સંશોધનકાર્યમાં જ રસ હતો, તેથી આવી પ્રસિદ્ધિ એમને બોજરૂપ લાગવા માંડી.
આ સમયે એક પ્રસિદ્ધ અખબારનો પત્રકાર મૅડમ ક્યુરીની મુલાકાત લેવા માટે એમના ઘેર પહોંચ્યો. બહાર બેઠેલાં મૅડમ ક્યુરીને એમના સીધા-સાદા પોશાકને જોઈને પત્રકારે માન્યું કે આ નક્કી એમના ઘરની કામવાળી બાઈ હોવી જોઈએ, એથી એણે જરા તોછડાઈથી કહ્યું, 'તમે મૅડમનાં નોકર લાગો છો. મારે વિજ્ઞાની મૅડમ ક્યૂરીને મળવું છે.’
મંડમ ક્યુરીએ કહ્યું, 'શી વાત છે એ તો કર્યો ક
પત્રકારે એમના પ્રત્યે ઉપેક્ષાભાવ દાખવતાં કહ્યું, ‘બીજી બધી વાત મૂકો. મને એ કહો કે નોબેલ પારિતોષિક વિજેતા મૅડમ ક્યુરી ક્યારે આવશે ? મારે એમને મળવું છે. હું એક પ્રસિદ્ધ અખબારનો નામાંકિત પત્રકાર છું.’
મૅડમ ક્યુરીએ હસીને કહ્યું, ‘એ થોડા સમયમાં પાછાં આવે એમ લાગતું નથી, મારે તમને એક વાત કહેવી છે.' પત્રકારને પારાવાર આશ્ચર્ય થયું. એને માટે રાહ જોવાનું મુશ્કેલ હોવાથી એ પાછો ફરવા લાગ્યો, ત્યારે એકાએક ખ્યાલ આવ્યો એટલે એણે ઊભા હીને પૂછ્યું, ‘અરે, તમે મને કંઈ કહેવા માગતાં હતાં ?'
મૅડમ ક્યુરીએ કહ્યું, ‘એટલું જ કહેવા માગું છું કે લોકોને એમના પહેરવેશ કે વેશભૂષાથી નહીં, પણ એમના વિચારો અને કામથી ઓળખવા જોઈએ. હું જ છું મૅડમ ક્યુરી.’
પત્રકારને પોતાની ભૂલ સમજાઈ અને એણે પોતાની આવી ભૂલ માટે મૅડમ ક્યૂરીની
ક્ષમા માગી.
Page #68
--------------------------------------------------------------------------
________________
આનંદની વહેંચણી
ત્રેવીસ વર્ષથી આર્થાઇટિસના દર્દને કારણે ડૉ. ફેન્ક લૂપેને પથારીવશ અપંગ માનવીની માફક જીવવું પડ્યું. પોતાની આવી પરિસ્થિતિ હોવા છતાં એમણે ક્યારેય કોઈની સમક્ષ લાચારી પ્રગટ કરી નહીં. આવી હાલત વર્ણવીને અન્યની સહાનુભૂતિને ઉઘરાવી નહીં. એમની સેવા કરવા માટે તત્પર રહીને બધા આગળ-પાછળ ફર્યા કરે તેવો ભાવ પણ સેવ્યો નહીં. ક્યારેય કોઈની ટીકા કરી નહીં. તેઓ માત્ર બીજાની સેવા કરવાની ભાવના રાખતા અને તે માટે અહર્નિશ પ્રયત્ન કરતા. તેમને મળનાર વ્યક્તિ આશ્ચર્ય અનુભવતો કે આ પથારીવશ દિવ્યાંગ માનવી પોતાની લાચારી પ્રગટ કરવાને બદલે બીજાને મદદરૂપ થવાની જ સદાય વાત કરે છે. પોતાની વિકલાંગ સ્થિતિના દુઃખને દર્શાવવાને બદલે એ બીજાને સહાય કરીને આપેલા સુખની વાત કરતા હતા.
એમણે મિત્રો પાસેથી અને ડિરેક્ટરીઓમાંથી દિવ્યાંગ વ્યક્તિઓનાં નામસરનામાં મેળવ્યાં. એ બધાને એમની મજબૂર પરિસ્થિતિમાં આનંદ આવે અને રાહત થાય એવા પત્રો લખ્યા. દિવ્યાંગ વ્યક્તિઓ એમના પત્રોની રાહ જોતી અને એમાંથી ઉલ્લાસ અને પ્રેરણા પામતી હતી.
એ પછી એમણે દિવ્યાંગો માટે પત્રમિત્ર ક્લબની શરૂઆત કરી. એમાં બધા સભ્યો એકબીજાને પત્રો લખી પોતાના આનંદની વહેંચણી કરતા. એમાંથી એમણે “ધ શટ-ઇન સોસાયટી’ નામની રાષ્ટ્રવ્યાપી સંસ્થાની સ્થાપના કરી.
આવી પથારીવશ પરિસ્થિતિમાં પણ ડૉ. ફેન્ક લૂપે વર્ષે સરેરાશ ૧૪,૦૦૦ પત્રો લખતા હતા અને હજારો દિવ્યાંગોના જીવનમાં નવી રોશની પ્રગટાવતા હતા. આમાંથી કેટલાકને એમણે વાચન માટે સુંદર પુસ્તકોની ભેટ આપી, તો કેટલાકને સાંભળવા , માટે રેડિયો આપ્યો અને આ રીતે એમણે સેવા અને પરોપકાર દ્વારા પોતાના અંતરમાં અનોખા આનંદની પ્રાપ્તિ કરી.
મંત્ર માનવતાનો
67
Page #69
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો 68
યશોદાયી અમર કૃતિ માટે
૧૯૨૫માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા જ્યોર્જ બર્નાર્ડ શૉ કુશળ નાટ્યલેખક, નિર્ભીક વિવેચક અને સમાજવાદી વિચારસરણીના પ્રવક્તા હતા. એમણે લખેલાં નાટકોએ વિશ્વવ્યાપી ચાહના જગાવી હતી. પોતાના જીવનકાળ દરમિયાન જ્યોર્જ બર્નાર્ડ શૉએ પચાસ જેટલાં નાટકો લખ્યાં અને એમની વિનોદવૃત્તિને કારણે આ નાટકો આજે પણ જનસમાજને સ્પર્શી જાય છે.
જ્યોર્જ બર્નાર્ડ શૉ ડ્રાઇવરને બાજુએ બેસાડીને પોતાનો મોટર ચલાવવાનો શોખ ઘણી વાર પુરો કરતા હતા. એક દિવસ તેઓ મોટર ચલાવતા હતા, ત્યારે એમના મનમાં એક નવા નાટકનું વિષયવસ્તુ (પ્લાંટ) સૂઝી આવ્યું. એ વિષયવસ્તુમાં પાત્રગૂંથણી કઈ રીતે કરવી, તેનો વિચાર કરવા લાગ્યા. એની મંચનક્ષમતા વિશે મનોમન મંથન કરવા લાગ્યા અને પછી બાજુમાં બેઠેલા ડ્રાઇવરને પોતાના વિષયવસ્તુની વિસ્તૃત રીતે રૂપરેખા આપીને સમજાવવા લાગ્યા. ડ્રાઇવર ગભરાયો. એણે તરત જ સ્ટિયરિંગ પર રહેલા બર્નાર્ડ શૉના હાથને ઝાપટ મારીને એમને બાજુએ ખસી જવા કહ્યું.
આનંદી બર્નાર્ડ શૉ ડ્રાઇવરના આવા વર્તનને જોઈને ગુસ્સે ભરાયા અને બોલ્યા, ‘અરે, શું કરે છે ? મારા મનમાં એક અદ્ભુત નાટક સર્જાયું તેની વાત હું તને કરતો હતો, ત્યારે તેં કેમ આવું દુર્વર્તન કર્યું ?'
ડ્રાઇવરે કહ્યું, ‘માફ કરજો સાહેબ, આપનું આ અદ્ભુત નાટક આપની યશોદાયી અમર કૃતિ બની રહે, તે ભાવનાથી જ આ કર્યું છે.'
‘એટલે ?’ શૉએ તાડૂકીને પૂછ્યું.
ડ્રાઇવરે કહ્યું, ‘તે પૂરું કર્યા વિના આપને હું મરવા દેવા ચાહતો નહોતો, તેથી આવું વર્તન કર્યું.'
Page #70
--------------------------------------------------------------------------
________________
શરણાગતિનો ઇન્કાર રાજા આલ્ફાન્સો સુલતાનના સ્પેન પરના આક્રમણનો હિંમતભર્યો સામનો કરી રહ્યા હતા. રાજા આલ્ફાન્સો સ્વયં સાહસિક સૈનિક અને અનુભવી કમાન્ડર હતા. એમણે દમનોના હાથે માડિડ શહેરનો ધ્વંસ થતો અટકાવ્યો હતો. નગરરક્ષણ માટે જાનની બાજી લગાવી હતી. આ સમયે આક્રમણખોર મોહમેડન્સના સુલતાનના હાથમાં એકાએક સુવર્ણ તક આવી ગઈ.
રાજા આલ્ફાન્સોનું દુર્ભાગ્ય એટલું કે એમનો પુત્ર દુશમનોના હાથમાં ઝડપાઈ ગયો. સુલતાન આ તકનો પૂરો લાભ ઉઠાવવા માગતો હતો. રાજા આલ્ફાન્સો પ્રબળ પ્રતિકાર અને મજબૂત સામનો કરી રહ્યા હતા.
એમનું સામર્થ્ય ક્ષીણ કરવાનો સુલતાને પેંતરો રચ્યો. રાજા આલ્ફાન્સોના રાજકુમારને ફાંસીએ ચડાવવાનો ઢંઢેરો પીટ્યો. પ્રજાજનોને આ ફાંસીનું દશ્ય જોવા આવવા માટે નિમંત્રણ આપ્યું.
સુલતાને નગરની વચ્ચોવચ, ઊંચા સ્થાન પર વધસ્થંભની રચના કરી. એવી રીતે ફાંસીના માંચડો ગોઠવ્યો કે જેથી આખું નગર એ જોઈ શકે.
આ પછી સુલતાને સ્પેનના રાજા આલ્ફાન્સોના પુત્રને છેક વધસ્થંભ સુધી ચડાવ્યો, જેથી માડ્રિડના લોકો એને બરાબર જોઈ શકે. માડિ શહેરને બચાવવા માટે કેસરિયાં કરનાર રાજા આલ્ફાન્સોને સુલતાને કહેવડાવ્યું,
સ્પેનના રાજવી આલ્ફાન્સો ! કાં તો તમે મારે શરણે આવીને મને નગર સોંપી દો, નહીં તો અમે તમારા પુત્રને આ ઊંચા, ફાંસીના માંચડે લટકાવી દઈશું.”
સુલતાનનો સંદેશાવાહક આ સંદેશ લઈને આવ્યો. આખો દરબાર રાજા આલ્ફાન્સોના ( નિર્ણયની રાહ જોઈ રહ્યો. રાજાએ કહ્યું, “હું નગરને બચાવવા ઇચ્છું છું. ભલે મારા પુત્રને
મંત્ર માનવતાનો ફાંસીએ ચડાવાય.”
69
Page #71
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રહિતની ચિંતા એક સમયે ગ્રીસ દેશ પર તુર્કસ્તાનનું આધિપત્ય હતું. તુર્કસ્તાન એક એવો કાયદો ઘડી રહ્યું હતું કે જેનાથી ગ્રીસના નગરજનોનું અપમાન થાય. આ અંગે ગ્રીસનું એક પ્રતિનિધિમંડળ તુર્કસ્તાનના પ્રધાનમંત્રીને મળવા આવ્યું અને એમને નમ્રતાપૂર્વક વિનંતી કરી કે આ કાયદો ગ્રીસના નાગરિકોને માટે અપમાનજનક બની રહેશે.
તુર્કસ્તાનના પ્રધાનમંત્રીએ ગ્રીસના પ્રતિનિધિમંડળની વિનંતીનો સ્વીકાર કર્યો. આ પ્રતિનિધિમંડળને નગરથી દૂર આવેલા એક બંગલામાં અલગ ઉતારો આપવામાં આવ્યો હતો અને આ સ્વીકારની વાત પણ તુર્કસ્તાનના અધિકારીઓએ બને એટલી ગુપ્ત રાખી હતી અને ગ્રીસના પ્રતિનિધિમંડળને મુક્તપણે હરવા-ફરવાની છૂટ પણ આપી નહીં.
ગ્રીસના પ્રતિનિધિમંડળને આશ્ચર્ય થયું, ત્યારે પ્રધાનમંત્રીએ ખુલાસો કરતાં કહ્યું, ‘અમે તમારો મેળાપ નગરજનો સાથે થાય, એવું અત્યારે ઇચ્છતા નથી. ફરી તમે તુર્કસ્તાન આવશો તો આખાય દેશમાં તમને પ્રેમથી ભ્રમણ કરાવીશું.’ | ‘પણ એમાં અમને તુર્કસ્તાનમાં હરવા-ફરવાની અને નાગરિકોને મળવાની મોકળાશ કેમ નહીં?”
તુર્કસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું, “અત્યાર સુધી અમારા દેશના લોકો એમ માને છે કે અધિકાર અને ન્યાય તમને તમારી શક્તિથી મળે છે. એને હાંસલ કરવા માટે લડત આપવી પડે છે. પ્રજાએ મહેનત કરવી પડે છે. હવે જો અત્યારે તમે અમારા નાગરિકોને મળો, તો એમને એમ ખ્યાલ આવે કે વિનંતી કરવાથી પણ પ્રાપ્તિ થાય છે અને તેથી એ
પુરુષાર્થ કરવાને બદલે પ્રમાદી બની જાય. આથી અમે તમને તુર્કસ્તાનમાં ફરવા દઈને હિસાથે અમારા રાષ્ટ્રનું અહિત કરવા ઇચ્છતા નહોતા. અમારે માટે રાષ્ટ્ર સર્વોપરી છે.” તુર્કસ્તાનના
પ્રધાનમંત્રીનો ખુલાસો સાંભળીને ગ્રીસનું પ્રતિનિધિમંડળ એમના સ્વાવલંબન અને સ્વાભિમાનની મંત્ર માનવતાનો
ભાવના જાણીને ધન્ય બની ગયું.
70
Page #72
--------------------------------------------------------------------------
________________
સંગીતસાધનાનું લક્ષ્યા ૧૯મી સદીના સમર્થ સંગીતકાર લુડવિગ ફાન બીથોવનને બાળપણથી પિયાનોપાદનમાં ખૂબ રુચિ હતી. બીથોવન એમના ઘરમાં પિયાનો વગાડતા, ત્યારે આજુબાજુથી પસાર થતા લોકો પણ ઊભા રહીને સાંભળવામાં લીન બની જતા. પોતાની મહેનત અને લગનને કારણે બીથોવન એક સમર્થ પિયાનોવાદક તરીકે સર્વત્ર ખ્યાતિ પામ્યા.
૧૭૯૬માં એમની શ્રવણશક્તિ ઘણી ઓછી થઈ ગઈ અને ૧૮૦૧ સુધીમાં તો આ વ્યાધિ અત્યંત વધી ગયો. વાતચીત માટે નોટબુક અને લેખિનીનો ઉપયોગ કરવો પડતો હતો. એક સંગીતકારને માટે આનાથી વધુ બીજી કઈ દુઃખદાયક કે આઘાતજનક બાબત હોય ? પરંતુ આથી હતાશ કે નિરાશ થવાને બદલે એમણે સમકાલીન સંગીત-પરંપરાનાં બધાં જ સ્વરૂપોમાં શ્રેષ્ઠ રચનાઓનું સર્જન કર્યું. એમને માટે સંગીત એ બંધિયાર પરિસ્થિતિમાંથી મુક્તિનો માર્ગ હતો અને માનવતાની અભિવ્યક્તિ હતી. કલામાં એમણે પોતે ભોગવેલી યાતનાઓ જ નહીં, પણ જીવનભર સેવેલા આદર્શોને પણ સ્પષ્ટ અભિવ્યક્તિ આપી.
એક વાર બીથોવનને સંગીતવાદનના કાર્યક્રમને માટે નિમંત્રણ મળ્યું. એમણે એનો સહર્ષ સ્વીકાર કર્યો અને પ્રેક્ષકો તરફ પીઠ રાખીને સંગીત-પ્રસ્તુતિ કરી. એ સ્વયં એમનું સંગીત સાંભળી શકતા નહોતા. બીજી બાજુ શ્રોતાજનો એમની સિમ્ફનીઓથી રસતરબોળ બની રહ્યા હતા. વાદન સમાપ્ત થતાં દર્શકો ભણી પીઠ રાખીને બીથોવન પોતાનો સાજ એકઠો કરવા લાગ્યા, ત્યારે એમના એક સાથીએ એમનો ચહેરો શ્રોતાઓ તરફ ઘુમાવ્યો. બીથોવને જોયું કે આ શ્રોતાઓ એમના સન્માનમાં ઊભા થઈને તાલીઓ પાડતા હતા, પણ
જ્યારે શ્રોતાઓને ખ્યાલ આવ્યો કે બીથોવન ન તો પોતાની સિમ્ફની સાંભળી શકે છે કે હિS @ ન તો તાલીઓનો આ હર્ષધ્વનિ, ત્યારે સહુની આંખમાં આંસુ ઊમટી આવ્યાં, પણ એથીય ૭૭=
મંત્ર માનવતાનો વિશેષ તો આ મહાન સંગીતકારની અપ્રતિમ સાધના પ્રત્યે સહુનું મસ્તક ઝૂકી ગયું.
71
Page #73
--------------------------------------------------------------------------
________________
ઝાડી-ઝાંખરાં અને ગુલાબ જર્મનીમાં જન્મેલા બાળક વિલહેમને નિશાળે જવાની વાત આવે એટલે ટાઢ ચડવા માંડે. જાતજાતનાં બહાનાં કાઢીને નિશાળે જવાનું ટાળવાની કોશિશ કરે. આખો દિવસ ધિંગામસ્તી કરતાં રખડુ છોકરાંઓને જોઈને એ કહેતો કે -
મા, એ નિશાળે જતાં નથી, છતાં મોટાં થાય છે અને આનંદથી ખેલે છે.” ત્યારે એની માતાએ ઘરની બહાર આમતેમ ઊગેલાં ઝાડી-ઝાંખરાં બતાવીને પૂછયું, “બોલ બેટા, આવું ઘાસ અને આવાં ઝાડી-ઝાંખરાં કોણે ઉગાડ્યાં હશે ?
વિલહેમે કહ્યું, “મા, એને ઉગાડવાં પડતાં નથી. એ આપોઆપ જ વરસાદના પાણી કે ઝાકળથી ઊગી નીકળે છે.'
એ પછી માતાએ વિલહેમને ઘરમાં ઊગેલા ગુલાબના છોડને બતાવીને પૂછવું, “બેટા, આ ફૂલ તને કેવાં લાગે છે ? ઝાડી-ઝાંખરાં જેવાં જ લાગે છે ?”
વિલહેમે કહ્યું, “અરે મા, જ્યાં એ આડેધડ ઊગેલાં ધૂળિયાં, કશાય ઉપયોગ વિનાનાં અને જોવાંય ન ગમે એવાં ઝાડી-ઝાંખરાં અને ક્યાં મારા પિતા જેની રોજ સંભાળ લે છે, પાણી પાય છે અને ખાતર નાખે છે એવા આ ગુલાબના છોડ !'
માતાએ કહ્યું, “બેટા, ઝાડી-ઝાંખરાં કરતાં ગુલાબનાં ફૂલો સુંદર લાગે છે એનું કારણ એને માટે મહેનત અને પ્રયત્ન કરવામાં આવ્યો છે. જીવન પણ એવું જ છે. સારું જીવન મહેનતને પરિણામે પ્રાપ્ત થતું હોવાથી કેળવણી, તાલીમ, અભ્યાસ અને મહેનત કરવાની જરૂર પડે છે. તારામાં અને પેલા આખો દિવસ ધિંગામસ્તી કરતાં છોકરાંઓમાં શો તફાવત છે, એનો ખ્યાલ તો તને સમય જતાં સમજાઈ જશે.”
માતાની આ શિખામણ વિલહેમના મનમાં ઊતરી ગઈ અને એ મન દઈને અભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં કુશળ સંશોધક બનેલા વિલહેમને એક્સ-રેની શોધ કરવા માટે નોબેલ પારિતોષિક એનાયત થયું.
મંત્ર માનવતાનો
Page #74
--------------------------------------------------------------------------
________________
એક ઉપાય અમેરિકાના પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેન(૧૮૩૫-૧૯૧૦)ની ‘ધ ઇનોસન્ટ્સ અબ્રાંડ' અને અન્ય કૃતિઓમાં માર્મિક હાસ્ય મળે છે. માર્ક ટ્વેને એક સમયે ચાંદીની ખાણો શોધવામાં કેટલોક સમય ગાળ્યો હતો અને એ પછી એ ખબરપત્રી બન્યા હતા. ૧૮૬૭માં ફ્રાંસ, ઇટાલી અને પેલેસ્ટાઇનનો પ્રવાસ ખેડી એકત્રિત કરેલી સામગ્રીને આધારે “ધ ઇનોસન્ટ્સ અબ્રાંડ' પુસ્તક પ્રગટ કર્યું અને એ પુસ્તકે એમને એટલી બધી ખ્યાતિ અપાવી કે તેઓ સફળ હાસ્યલેખક તરીકે નામના પામ્યા અને ત્યાર બાદ સફળ વક્તા પણ બન્યા.
માર્ક ટ્વેન એક સામયિકમાં કાર્ય કરતા હતા, ત્યારે સરતચૂકથી એક ગૃહસ્થ જીવતા હતા, એમના અવસાનના સમાચાર પ્રગટ થયા ! એ વાંચીને એ વ્યક્તિ ધૂંઆપૂંઆ થતી અખબારની કચેરીમાં ધસી આવી અને બરાડો પાડીને બોલી, ‘તમે કેવી રીતે સામયિક ચલાવો છો ? હું જીવતો છું અને તમારા સામયિકે મારા મૃત્યુના સમાચાર પ્રગટ કર્યા.'
માર્ક ટ્રેન શાંતિથી આ સઘળું સાંભળતા હતા. એ વ્યક્તિએ વરાળ ઠાલવી લીધી પછી કહ્યું, “હવે આમાં શું થઈ શકે ? સામયિકમાં જે પ્રસિદ્ધ થયું તે થઈ ગયું.”
પેલી વ્યક્તિએ કહ્યું, ‘ન ચાલે, તમારી આવી ગંભીર ભૂલ તમારે સુધારવી જ જોઈએ. સમજ્યા ?”
માર્ક ટ્વેને કહ્યું, ‘જો તમારો આગ્રહ જ હોય તો મારી પાસે એનો એક ઉપાય છે. તમે કહો તો સૂચવું ?”
“કયો ઉપાય છે તમારી પાસે ?” પેલી વ્યક્તિએ આતુરતાથી માર્ક ટ્રેનને પૂછવું.
માર્ક ટ્વેને કહ્યું, “સાહેબ જુઓ, અમારા છાપામાં જેમ “અવસાનનોંધની કૉલમ આવે છે, એ રીતે “જન્મનોંધની કૉલમ પણ આવે છે. એમાં આપનું નામ મૂકી જીરું દઈએ, જેથી આપને આપનું નવું જીવન શરૂ કરવાની ઉત્તમ તક મળી રહેશે.'
મંત્ર માનવતાનો
73
Page #75
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો 74
ભક્તિ અને કર્મનો યોગ
બ્રિટનના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. જૉન બર્ડન સેંટસન હાઇને ઇ. સ. ૧૯૨૨માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં માનવશરીરમાં થતી રાસાયણિક ક્રિયાઓ વિશે સંશોધન કર્યું. આ સંશોધને એમને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી. એ પછી એમણે વિચાર્યું કે ધર્મ અને આધ્યાત્મિક રહસ્યનું પણ અધ્યયન કરીએ. એમણે હિંદુ ધર્મગ્રંથો વાંચવાનું શરૂ કર્યું. એમાં પણ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા' મળતાં એના અભ્યાસમાં લીન થઈ ગયા, પરંતુ જેમ જેમ અભ્યાસ કરતા ગયા, તેમ તેમ એમનો ભૌતિકતા માટેનો મોહ ઘટવા માંડ્યો.
એમને સમજાયું કે માત્ર ભૌતિક સાધનોથી માનવીને ક્યારેય સાચી શાંતિ કે સુખ પ્રાપ્ત થશે નહીં. સાચું સુખ પામવા માટે તો ‘શ્રીમદ્ ભગવદ્ગીતા' જેવા ગ્રંથોનું અધ્યયન કરવું પડે.
એમને ભારત દેશ જોવાની ઇચ્છા જાગી અને ૧૯૫૧માં એમનાં પત્ની સાથે ભારતભ્રમણ કરવા આવ્યા. અહીં ભુવનેશ્વરમાં જુદા જુદા ધર્મના પ્રચારકો એકત્ર થયા હતા. અચાનક એક બ્રિટિશ ધર્મપ્રચારકે આ વિજ્ઞાનીને જિજ્ઞાસાથી પૂછ્યું, “તમે એક અંગ્રેજ છો, તેમ છતાં ગીતાને કેમ સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનો છો ? આ દુનિયામાં તો અનેક ધર્મગ્રંથો છે. બાઇબલ છે અને છતાં તમને ગીતાથી ચડિયાતો જગતમાં બીજો કોઈ ગ્રંથ કેમ લાગતો નથી.
બ્રિટિશ ધર્મપ્રચારકની વાત સાંભળીને ડૉ. હાલ્ડને કહ્યું, “ગીતા નિરંતર નિષ્કામ કર્મ કરવાની પ્રેરણા આપીને આળસુ વ્યક્તિને પણ કર્મ કરતી કરે છે. એ ભક્તિ અને કર્મને પરસ્પરના પૂરક બતાવે છે અને તેથી એ કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મનો નહીં, પણ માનવ માત્રના કલ્યાણનો સંદેશ આપે છે. ગીતાએ આવી રીતે મને પ્રભાવિત કર્યો હોવાથી હું વિજ્ઞાની હોવા છતાં એને મારા સંશોધક જીવનને માટે ઉપયોગી માનું છું.' ડૉ. હાલ્ડેનનો ઉત્તર સાંભળીને બ્રિટિશ ધર્મપ્રચારક નિરુત્તર બની ગયા.
Page #76
--------------------------------------------------------------------------
________________
કૅન્સર સામે કર્મઠતા
ટેલિવિઝન-શોમાં ખ્યાતિ સર્જિત કરનાર કલાકાર-દંપતી જિલ્લ ઇકેનબેરી અને માઇકલ ટેકરના પ્રસન્ન જીવનમાં એકાએક પલટો આવ્યો. ૧૯૮૬માં ‘એલ. એ. ટાઇમ્સ' નામના ટેલિવિઝન-શોનો પ્રૉજેક્ટ તૈયાર કર્યો અને હજી એમાં આગળ વધે તે પૂર્વે ઇકેનબેરીને બ્રેસ્ટ કૅન્સર થયાનું નિદાન થયું. સામે મૃત્યુ દેખાવા લાગ્યું.
ઇકેનબેરીને એની અનુપસ્થિતિમાં કુટુંબની કેવી દારુણ અને નિરાધાર દશા થશે એની દુ:ખદ યાદ પરેશાન કરવા લાગી. પલંગમાં પડી પડી હીબકાં ભરતી રડતી હતી, પણ એવામાં એને પોતાનું બાકીનું કામ યાદ આવ્યું. 'એલ. એ. ટાઇમ્સ' ધારાવાહિકનો ટેલિવિઝન-શો એન.બી.સી. ચૅનલે સ્વીકાર્યો. તન-મનની પીડા ભૂલીને કામમાં જીવ પરોવ્યો.
ઇકેનબેરી રોજ સવારે સેટ પર હાજર થઈ જતી. બપોરે સાડા ત્રણ વાગ્યે રેડિયેશન માટે જતી, પાછી ફરે ત્યારે થાકીને એવી લોયપોથ થઈ જતી કે ઘેર પાછા ફર્યા પછી સતત આરામ લેવો પડતો. બીજે દિવસે સવાર ઊગે એટલે કર્મશીલા ઇકેનબેરી તૈયાર થઇને સેટ પર જતી. આવી રીતે ધારાવાહિકના પ્રથમ ચાર હપતા પુરા થયા.
આ ટી. વી. ધારાવાહિકમાં કેનબેરી એન કેલ્સી નામની નારીની ભૂમિકા ભજવતી હતી. એન કેલ્સી દૃઢ સંકલ્પવાળી, ધ્યેયને વરેલી, આત્મવિશ્વાસથી પૂર્ણ નારી હતી. આવું પાત્ર ભજવતાં ભજવતાં ઇકેનબેરીમાં પણ એક પ્રકારની હિંમતનો સંચાર થયો. કૅન્સરનો સામનો કરવાનું સાહસ જાગ્યું અને પાંચેક વર્ષમાં તો એ એના સંકલ્પબળ અને એની કર્મઠતાને કારણે કૅન્સરમાંથી મુક્ત થઈ.
જિલ ઇકેનબેરી એક જ વાતને અનુસરી કે કૅન્સરના દર્દીઓ મોટા ભાગે અસ્વીકાર અને ઇન્કારની ભૂમિકાથી જીવન જીવતા હોય છે. જિલ ઇકેનબરીએ સ્વીકાર અને સાહસથી જીવવાનું સ્વીકાર્યું, આથી રોગનો ભય કે મોતનો ડર ક્ષીણ થઈ ગયો.
મંત્ર માનવતાનો 75
Page #77
--------------------------------------------------------------------------
________________
મમ્મા, આઇ એમ સૉરી અમેરિકાના પ્રમુખ જનરલ ગ્રાંટ અત્યંત ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા. કામમાં ગમે તેટલા વ્યસ્ત હોય તોપણ રવિવારની પ્રાતઃ પ્રાર્થના ક્યારેય ચૂકતા નહીં. એક વાર એમના પ્રાર્થનાખંડમાં તેઓ રવિવારની પ્રભુપ્રાર્થના કરી રહ્યા હતા. આ પ્રાર્થનામાં એમના કુટુંબના સભ્યો અને પ્રમુખના રાજકીય સલાહકારો તેમજ કૅબિનેટ-મંત્રીઓ પણ સામેલ થયા હતા. બધા પ્રાર્થનામાં તલ્લીન હતા. ધર્મનિષ્ઠ પ્રમુખ ગ્રાંટ પણ એકચિત્તે પ્રભુપ્રાર્થનામાં ડૂબેલા હતા. એવામાં કંઈક અવાજ થયો. કોઈ ધીમા અવાજે ગુસપુસ કરતું હોય તેમ લાગ્યું. પ્રમુખ ગ્રાંટની પ્રાર્થનામાં આવો અવાજ થઈ કેમ શકે? એકાગ્રતાનો ભંગ કરનારી કોઈ પણ બાબતને પ્રમુખ સાંખી લેતા નહીં.
થોડી વારમાં લાફો મારવાના અવાજથી પ્રાર્થનાખંડ ગાજી ઊઠ્યો. એકાએક પ્રાર્થના થંભી ગઈ. પ્રાર્થનામાં અવાજ કરીને ખલેલ કરનાર પોતાના ત્રણ-ચાર વર્ષના પુત્રને પ્રમુખ ગ્રાંટે થપ્પડ લગાવી દીધી. આ દશ્ય જોનારા સહુ કોઈ સ્તબ્ધ બની ગયા. પ્રાર્થનાખંડમાં સન્નાટો વ્યાપી ગયો. થોડી ક્ષણોમાં આ ઘટનાની બધાને કળ વળી. પ્રાર્થના શરૂ કરવાની તૈયારી હતી, ત્યાં વળી એક થપ્પડ મારવાનો અવાજ સંભળાયો. ઓહ ! ગ્રાંટની માતાએ અમેરિકાના પ્રમુખ ગ્રાંટને ગાલ પર જોરથી થપ્પડ મારી.
અરે ! અમેરિકાના પ્રમુખ અને વિશ્વની સર્વસત્તાધીશ વ્યક્તિને આવી રીતે જાહેરમાં તમાચો મરાય ખરો ? એમના સચિવો અને સલાહકારોની હાજરીમાં આવું કરાય ખરું ? પ્રમુખની કૅબિનેટની એક અગ્રણી વ્યક્તિએ નમ્રતાથી ગ્રાંટની માતાને કહ્યું, “તમે આવું કેમ કર્યું ? માનનીય શ્રી ગ્રાંટ તો અમેરિકાના પ્રમુખ છે અને એમના હાથ નીચે કામ કરનારા અમે બધા ઉપસ્થિત છીએ, ત્યારે તમારે આવું કરવું જોઈતું નહોતું.”
ગ્રાંટની માતાએ સહેજ અટકીને જવાબ વાળ્યો, “જુઓ ! એણે એના દીકરાને માર્યો અને મેં મારા દીકરાને ! ખરેખર અમારે બંનેને પ્રાર્થનાની જરૂર છે, જેનાથી અમારો ગુસ્સો ઓછો થાય.” પ્રમુખ ગ્રાંટે હળવા સ્મિત સાથે કહ્યું, “મમ્મા, આઇ એમ સૉરી.”
6
0
મંત્ર માનવતાનો.
76
Page #78
--------------------------------------------------------------------------
________________
આસ્થા અને વિશ્વાસનું બળ
આકાશમાં વિમાનને હેરત પમાડે એવી રીતે ઘુમાવનાર રશિયાનો પ્રસિદ્ધ કલાબાજ ઓોવ એવા એવા આકાશી ખેલ કરતો કે એને જોનારા એની કલા અને કોવત પર વારી જતા. એની હિંમત અને સાહસિકતા પર સમગ્ર દેશ ગોરવ અનુભવતો હતો. પરંતુ એક વાર એનું વિમાન એક ટેકરી સાથે જોરથી અઘડાયું અને પછી નીચે ફંગોળાતું ફંગોળાતું ભંગારમાં પરિવર્તિત થઈ ગયું. ઓચૈવ ગંભીર રીતે થાયલ વર્ષો અને ડૉક્ટરે ઑપરેશન કરીને એના બે પગ પણ કાપી નાખ્યા.
કપરી સ્થિતિથી ઓચ્ચેવ લેશમાત્ર હિંમત હાર્યો નહીં. એણે કહ્યું, ‘તમે જરૂર મને વિમાન ઉડાડતો જોઈ શકશો. હકીકતમાં તો હું વિમાનમાં ઊડવાને માટે તો જીવતો રહ્યો છું, નહીંતર તો ક્યારનોય મરી ગયો હોત.'
એ પછી ઘણો સમય પસાર થઈ ગયો. એના મિત્રો અને સ્વજનો તો પોતપોતાનાં કામમાં ડૂબી ગયા અને બીજી બાજુ ઓન્ચેવે પોતાના કાપી નાખેલા પગ પર કૃત્રિમ પગ લગાડ્યા અને રાતદિવસ એ કૃત્રિમ પગથી ચાલવાની મહેનત કરવા લાગ્યો. જ્યારે લોકોને ઓક્ષેત્રના ખ્વાબનો ખ્યાલ આવ્યો, ત્યારે બધાએ કહ્યું, “આવી રીતે કૃત્રિમ પગથી તું ચાલીશ અને દોડીશ તો તો તારા પગ ખૂબ છોલાઈ જશે અને તારી ઈજા કરી તને પરેશાન કરવા લાગશે.’
આ સાંભળી ઓચ્ચેવ હસતાં હસતાં કહેતો, ‘મેં તમને પહેલાં જ કહ્યું છે કે હું વિમાન ઉડાડવા માટે જ જીવતો રહ્યો છું. હું મારી આસ્થા અને વિશ્વાસના બળ પર આકારામાં વિમાની ખેલ કરીશ.'
ધોડા દિવસો પછી ઔધૈવ કાકડી વિના ઝડપથી ચાલવાનો પ્રયાસ કરવા લાગ્યો અને એ પછી થોડે સમયે આકાશમાં પહેલાં જેવી કલાબાજી બતાવીને એણે સહુને મંત્રમુગ્ધ કરી દીધા. યુદ્ધમાં પણ એણે એની કલાબાજીથી દુશ્મનનાં વિમાનોના છક્કા છોડાવી નાખ્યા. ઓશેવે દઢ નિશ્ચયથી અસંભવને સંભવ કરી બતાવ્યું.
મંત્ર માનવતાનો 77
Page #79
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
78
વિશિષ્ટ માગણી
વહેલી સવારે મૉર્નિંગ વૉક માટે નીકળેલા બૉબ વેસ્ટર્નબર્ગને કચરાગાડીના ાઇવરે એકાએક અટકાવીને ઊભા રાખ્યા. બૉબને થયું કે આ ગાડીનો ડ્રાઇવર કોઈ સરનામું પુછવા માગતો હશે. એને ગંતવ્યસ્થાનનો માર્ગ બરાબર જાણવો હશે. આથી બાંબ ઊભા
રહ્યા.
પેલા ડ્રાઇવરે ખિસ્સામાંથી પાંચ વર્ષના રૂપકડા બાળકની તસવીર કાઢી, તે બતાવતાં
કહ્યું,
“આ મારા પૌત્ર જેમીની તસવીર છે. અત્યારે એ ફિનિક્સ હૉસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર વી રહ્યો છે. એની હાલત ઘણી ગંભીર છે."
ડ્રાઇવરની વાત સાંભળીને બૉબને લાગ્યું કે હવે આ ડ્રાઇવર એના પૌત્રના હૉસ્પિટલમાં થનારા ખર્ચ અંગે આર્થિક સહાયની માગણી કરશે. બૉબનો હાથ પોતાના પાકીટ સુધી ગયો. પાકીટ ખોલીને પચાસ ડૉલરની નોટ કાઢવા માંડી. કચરાગાીના ડ્રાઇવરે બૉબને અટકાવ્યા અને કહ્યું,
“માફ કરજો ! મારે ધનની સહાયની જરૂર નથી. એ તો મળી રહેશે. હું તો એનાથી કશુંક વિશેષ સહુની પાસે માગું છું.”
બૉબને આશ્ચર્ય થયું. પૈસાથી તે વધુ શું હોય ? એણે કહ્યું, “તમારે ખર્ચની જોગવાઈ માટે ધનની જરૂર હોય, તે સ્વાભાવિક છે, પણ તમે એથી વિશેષ માગો છો, તેનો અર્થ શો *
કચરાગાડીના ડ્રાઇવરે કહ્યું, “સાહેબ, મારે પૈસાની જરૂર નથી. પણ હું સૌની પાસે માગણી કરું છું કે તેઓ મારા આ પૌત્ર માટે એક પ્રાર્થના કરે. શું આપ એને માટે પ્રાર્થના કરીને મને ઉપકૃત કરશો ?”
બૉબે એની વાતનો સ્વીકાર કર્યો અને એના પૌત્ર માટે ઘેર જઈને પ્રાર્થના કરી.
Page #80
--------------------------------------------------------------------------
________________
બીજો સમય ક્યાંથી મળે ? કવિતા, નિબંધ, વિવેચન અને વિરાટ શબ્દકોશનું સર્જન કરનારા અંગ્રેજી સાહિત્યના અઢારમી સદીના પ્રખર વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર ડૉ. સેમ્યુઅલ જોનસન સમક્ષ પોતાની પારાવાર મુશ્કેલીઓનું વર્ણન કરતાં એમના મિત્રએ કહ્યું, જુઓ, દિવસ-રાત મળીને કુલ ચોવીસ કલાક થાય. એમાં આઠ કલાક નિદ્રામાં જાય, તો ઑફિસમાં આઠ કલાક કામ કરવું પડે અને એ પછી બાકીના આઠ કલાકમાં કેટકેટલાં કામ પૂરાં કરવાં પડે. ભોજન કરવું, શેવિંગ કરવું, શૌચ જવું, મુલાકાત લેવી કે આપવી, પત્રો વાંચવા અને તેના ઉત્તરો આપવા. હવે વિચાર કરો કે બીજો સમય ક્યાંથી મળે? તીવ્ર ઇચ્છા હોવા છતાં ગ્રંથવાચન માટે પળવારની નવરાશ મળતી નથી, ત્યારે વળી સાહિત્ય-સભાઓમાં કે વિદ્વાનોની ગોષ્ઠિમાં જવાનો વિચાર જ કઈ રીતે થઈ શકે, સમજ્યા ?”
ડૉ. સેમ્યુઅલ જોનસન હસ્યા અને પ્રત્યુત્તર આપ્યો, ‘તમારી વાતનો સ્વીકાર કરું તો તો મારે ભૂખે મરવું પડે. તમે જાણો છો કે હું સારું એવું ભોજન કરનારો માનવી છું. મારે ઘણું ખાવા જોઈએ. પરંતુ પૃથ્વી પર અન ઉગાડવા માટે માત્ર ચોથા ભાગની જમીન છે. એ જમીન પર પણ કેટલાંય પર્વત, નદી, ઝરણાં અને રણ આવેલાં છે અને વળી દુનિયામાં મારા જેવા ભોજનથી પેટ ભરનારા કરોડો માનવી છે, તો મને ચિંતા થાય છે કે મને ભવિષ્યમાં ભોજન મળશે કે પછી ભૂખે મરવાનું આવશે ?”
મિત્રએ કહ્યું, ‘તમે નકામા પરેશાન થાઓ છો. આ પૃથ્વી પર તો કરોડો લોકો જીવે છે અને એ સહુને ભોજન મળી રહે છે, તો પછી તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો ?” મિત્રનો ઉત્તર સાંભળીને ડૉ. સેમ્યુઅલ જોનસને કહ્યું, ‘તમે સાચું કહો છો. જો મારા જીવન માટે ભોજનનો પ્રબંધ થઈ શકે છે, તો એવું કોઈ કારણ નથી કે તમે વાચન માટે કે સભામાં ભાગ લેવાનો સમય ન ફાળવી શકો.” ડૉ. GET SMSછ સેમ્યુઅલ જાંનસનનો ઉત્તર સાંભળીને એમનો મિત્ર નિરુત્તર થઈ ગયો.
મંત્ર માનવતાનો
79
Page #81
--------------------------------------------------------------------------
________________
ઈશ્વર છે ખરો ? પ્રસિદ્ધ સંત અને વિચારક ઝેવિયર વાળંદ પાસે પોતાના વાળ કપાવતા હતા, ત્યારે એક ચર્ચા જામી ગઈ. બંને વચ્ચે એ મુદ્દા ઉપર વિવાદ જાગ્યો કે ઈશ્વર છે કે નહીં? વાળંદે તો આ સંતને સ્પષ્ટ રૂપે કહી દીધું કે “જો ઈશ્વર હોય, તો આ જગતમાં સર્વત્ર શાંતિ અને ખુશાલી પ્રવર્તવી જોઈએ, એને બદલે ચોતરફ હિંસા અને બીમારીઓ જોવા મળે છે. વળી તમે કહો છો કે ઈશ્વર છે, તો એ શા માટે આપણી નજર સમક્ષ પ્રત્યક્ષ રૂપે દેખાતો નથી?”
ઉત્તરમાં સંતે કહ્યું, “ઈશ્વર તો કણકણમાં વ્યાપેલો છે. એને શોધનારી નજર અને સાચા દિલની ઈમાનદારી જોઈએ.”
ચર્ચા ચાલતી રહી. દલીલો થતી રહી. વાળંદ ઝેવિયરની વાત સાથે સંમત ન થયો. વાળ કપાવીને ઝેવિયર દુકાનની બહાર આવ્યા અને સડક પર જોયું કે એક માણસનો ચહેરો વિખરાયેલા, ગૂંચળાવાળા વાળથી ઢંકાઈ ગયો હતો. એની દાઢી મેલી અને અસ્તવ્યસ્ત હતી. સંત ઝેવિયર એ યુવકને લઈને પેલા વાળંદની દુકાનમાં આવ્યા અને વાળંદને કહ્યું, “મને લાગે છે કે આ શહેરમાં હવે કોઈ સારો વાળંદ રહ્યો નથી.’
આ સાંભળીને વાળંદે કહ્યું, “તમે શી વાત કરો છો, શહેરના તમામ વાળંદમાં હું શ્રેષ્ઠ છું. દૂર દૂરથી ગ્રાહકો મારી પાસે આવે છે.”
આ સાંભળી ઝેવિયરે કહ્યું, “જો એમ જ હોય તો આ યુવકના વાળ આવા અસ્તવ્યસ્ત કેમ ? એના વાળ વધી ગયા છે અને દાઢી ગમે તેમ ઊગેલી છે.”
આ સાંભળી વળંદે તત્કાળ કહ્યું, “એ મારી પાસે આવે તો હું એના વાળ કાપું ને !
મને કઈ રીતે ખબર પડે કે કોના વાળ વધ્યા છે ને કોની દાઢી કરવાની જરૂર છે ?” 4 ) આ સાંભળીને સંત ઝેવિયર બોલ્યા, “તું સાચું જ કહે છે. જે કોઈ ઈશ્વરની શોધ કરે, GUર ) છે એનું સ્મરણ કરે, તેને ઈશ્વર મળે છે. કોઈ કર્મ કર્યા વિના ઈશ્વર મળતો નથી, સમજયો! મંત્ર માનવતાનો.
અને વાળંદ સંતની વાત સાથે સંમત થયો. 80
Page #82
--------------------------------------------------------------------------
________________
સમ્રાટનું સ્મરણ - વિશ્વ ઇતિહાસનો મહાન સેનાની અને શ્રેષ્ઠ વહીવટકાર નેપોલિયન બોનાપાર્ટ (૧૭૭૯થી ૧૮૨૧) દસમા વર્ષે બ્રિટેનની લશ્કરી શાળામાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો. અહીં એણે પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યો. એના અભ્યાસકાળ દરમિયાન નેપોલિયન પોતાની નિશાળની આગળ લારી લઈને ઊભી રહેતી મહિલા પાસેથી ફળ ખરીદતો હતો. ક્યારેક એવું પણ બનતું કે નેપોલિયન પાસે એ દિવસે ફળ ખરીદવાના પૈસા ન હોય, તો ફળની લારી ચલાવતી મહિલા અને વિશ્વાસપૂર્વક ફળ આપતી અને કહેતી કે પૈસા મળે ત્યારે ચૂકવી દેજે.
આ રીતે નેપોલિયન ઘણી વાર ફળ લઈ આવતો અને પછી એ ફળની રકમ ચૂકવી દેતો. એ પછી તો નેપોલિયને લશ્કરી કારકિર્દીની શરૂઆત કરી અને ત્યાર બાદ તો એ ફ્રેન્ચ સેનાનો સેનાપતિ અને સમય જતાં ફ્રાન્સનો સમ્રાટ બન્યો.
- એક વાર ભૂતકાળની યાદ આવતાં નેપોલિયન બોનાપાર્ટને પેલી ફળ વેચનારી મહિલા યાદ આવી. એને શોધતા શોધતા નેપોલિયન એની પાસે પહોંચ્યા અને એણે એ વૃદ્ધાને કહ્યું,
માજી, મને ઓળખો છો ખરાં ?” અને ઝાંખી નજર ધરાવતાં માજીએ પોતાની આંખો ઠેરવીને કહ્યું કે, “હા, અરે ! તું તો પેલો છોકરો જે મારી પાસેથી ફળ લઈ જતો હતો. કોઈક વાર પૈસા ન હોય તો હું તને ઉધાર આપતી હતી, પણ તું એ રકમ પ્રામાણિકતાથી ચૂકવી દેતો હતો.”
સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટે કહ્યું, “માજી, તમારી એ ઉધારી ચૂકવવા માટે આજે હું આવ્યો છું. એ ઉધાર લેનારો પ્રામાણિક છોકરો આજે દેશનો સમ્રાટ બન્યો છે.” આટલું કહી સમ્રાટ નેપોલિયને માજીનો હાથ પોતાના હાથમાં લીધો, એને વહાલથી દાવ્યો અને જીરું
મંત્ર માનવતાનો એ વૃદ્ધાને માટે નવું મકાન તથા જીવનભરની ભોજન-વ્યવસ્થા કરાવી.
81
Page #83
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મની વર્ષગાંઠ
પચ્ચીસ વર્ષના જુવાનજોધ કિસને સૌથી વધુ ઝડપથી ફેલાઈ જતું ‘લિમ્ફોમા' કૅન્સર હોવાનું નિદાન થયું, ત્યારે એની માતા પર આભ તૂટી પડ્યું. અમેરિકાના વિખ્યાત ક્લિવલૅન્ડ ક્લિનિકના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં કૃત્રિમ શ્વાસોચ્છવાસ ચાલુ રાખવાનાં સાધનો (રેસ્પિરેટર) સાથે ક્રિસની તાત્કાલિક સારવાર શરૂ થઈ. એની શારીરિક સ્થિતિ એવી હતી કે ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં પથારીમાં સૂતેલા ક્રિસને ખુદ એની માતા ઓળખી શકી નહીં.
ક્રિસની માતાએ નક્કી કર્યું કે એ એના પુત્રની બારી પાસે જઈને એને મનગમતી વાતો કરશે અને કોઈ પણ પ્રકારે પુત્રને બચાવશે. ઇન્ટેન્સિવ કાર્ડિયાક યુનિટમાં ડૉક્ટરો અને નર્સોની દોડધામ, ક્રિસના શરીર પર લગાડાતાં જુદાં જુદાં સાધનો અને ઇન્જેક્શનોની વચ્ચે ક્રિસની માતાએ એનો હાય હાથમાં લઈને એને ખૂબ ગમતી એવી ઉનાળાની ઋતુની વાત કરી. સૂર્યનાં હૂંફાળાં સોનેરી કિરણો અને હસતાં ફૂલોનું વર્ણન કર્યું. એ આ વાતો કરતી ત્યારે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ લેવાના યંત્રમાં લાઇટ થતી અને અવાજ આવતો. નર્સ કહેતી કે આ રેસ્પિરેટર એવો સંકેત આપે છે કે ‘આ સમયે ક્રિસ જાતે શ્વાસ લે છે.'
ક્રિસની તબિયતમાં ક્રમશઃ સુધારો થતો ગયો. કેમોથેરાપીની સારવાર રોગને અટકાવનારી બની. એની માતાએ એને ગમતી વાતો ઉત્સાહભેર કહેવાનું ચાલુ રાખ્યું, પસંદગીની ટેપ સંભળાવવા લાગી અને ભવિષ્યમાં ક્રિસે શું કરવાનું છે એની યોજના કહેવા લાગી. બીજી બાજુ ક્રિસના પિતાએ તો પુત્રને બચવાની આશા ઓછી કરી દીધી હતી. એની મોટર પણ વેચવા કાઢી હતી.
કિસની માતાએ એના પ્રયત્નો અવિરતપણે ચાલુ રાખ્યા. કિસ ઘોડા મહિનામાં સાજો થઈને પાછો આવ્યો. એને બોનમેરો સર્જરી કરવામાં આવી. આજે ક્રિસ એ દિવસને ભૂલ્યો નથી, જે દિવસે એની માતાએ પહેલી વાર એનો હાથ હાથમાં લઈને હૂંાળા મંત્ર માનવતાનો સૂર્યપ્રકાશની વાત કરી હતી. ક્રિસ એ દિવસને આજે પોતાના પુનર્જન્મની વર્ષગાંઠ તરીકે
82
દર વર્ષે ઊજવે છે !
Page #84
--------------------------------------------------------------------------
________________
સર્જનની ખૂબી
ઇંગ્લૅન્ડના મહાન સાહિત્યકાર ચાર્લ્સ ડિકન્સ ૧૮૧૨ ધી ૧૮૭૦)ની નવલકથાઓએ ઇંગ્લૅન્ડને ઘેલું લગાડ્યું. એમનાં પ્રસિદ્ધ પાત્રો લોકમાનસમાં રમવા લાગ્યાં અને સ્થળો અને દશ્યો વર્ણવવાની એમની કલા પર સહુ કોઈ વારી ગયાં. હાસ્યપ્રધાન પાત્રોના નિરૂપણમાં એમની મૌલિકતા અને સંવેદનશીલના પ્રગટ થતી હતી. ‘ડેવિડ કોપરફિલ્ડ’, ‘ટેલ ઑફ ટૂ સિટીઝ” અને ‘લિવર ટ્વિસ્ટ” જેવી કેટલીય નવલકથાના આ સર્જકે એટલી બધી લોકચાહના હાંસલ કરી કે ઇંગ્લૅન્ડની મહારાણી વિક્ટોરિયાને એમની પાસેથી એમની કોઈ કૃતિનો પાઠ સાંભળવાની ઇચ્છા થઈ.
મહારાણીએ નવલકથાકારને રાજમહેલમાં નિમંત્રણ આપ્યું અને રાણી પ્રત્યે માન અને આદર ધરાવતા ચાર્લ્સ ડિકન્સ એમની સમક્ષ ઉપસ્થિત થયા. મહારાણીએ આ સર્જકને કહ્યું કે તેઓ એમની કોઈ રચના સાંભળવા માગે છે, ત્યારે ચાર્લ્સ ડિકન્સે કહ્યું,
‘આને માટે તો તમારે મહેલ છોડીને એવી સભામાં આવવું પડશે કે જે સભામાં હું વિશાળ જનસમૂહને મારી રચનાઓનો પાઠ કરતો હોઉં.'
રાણીને આશ્ચર્ય થયું. સહેજ માઠું પણ લાગ્યું એટલે કહ્યું, ‘અહીં તો અનેક કવિઓ અને સર્જકો આવે છે અને એ સહુ એમની સાહિત્યકૃતિ પ્રસ્તુત પણ કરે છે, તો પછી તમને વાંધો શો ?’
ચાર્લ્સ ડિકન્સે કહ્યું, ‘મહારાણી, હું જે લેખન કરું છું તે રાજમહેલ માટે કરતો નથી, પરંતુ આસપાસના વિશાળ જનસમુદાયને માટે કરું છું. હું જેમને માટે સર્જન કરું છું એમની સાથે બેસો, તો જ મારા સર્જનની ખૂબીને પામી શકો. માટે મને અત્યારે તો માફ કરજો..
ચાર્લ્સ ડિકન્સે વિનમ્રતાપૂર્વક મહારાણીની વિદાય લીધી, પરંતુ રાણીનો આ સર્જક માટેનો આદર આ ઘટનાને પરિણામે અનેકગણો વધી ગયો.
મંત્ર માનવતાનો 83
Page #85
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
84
વ્યાધિ બની વિશેષતા
કેટલીક વ્યક્તિઓની બીમારી એમનાં તન-મન પર સવાર થઈ જાય છે, તો કેટલીક વ્યક્તિઓ સ્વયં બીમારી પર સવાર થઈ જાય છે. અમેરિકાના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સેમ ઉન્ટરમેયરને કૉલેજકાળથી જ દમ અને અનિદ્રાનો રોગ લાગુ પડ્યો હોવાથી આખી રાત જાગવું પડતું હતું, પરંતુ એમણે પોતાની આ વ્યાધિને વિશેષતામાં પલટાવી નાખવા માટે પથારીમાં પડખાં ફેરવવાને બદલે અભ્યાસ કરવાનું શરૂ કર્યું.
પરિણામે સિટી ઑફ ન્યૂયૉર્ક કૉલેજના તેજસ્વી વિદ્યાર્થી તરીકે પંકાવા લાગ્યા. એ પછી વકીલાત શરૂ કરી અને દમ અને અનિદ્રાથી થતી અકળામણને ભૂલીને વિચાર્યું કે કુદરત તો એની રીતે મારી કાળજી લેશે, પછી ઓછી ઊંઘની ફિકર શી ? વળી વ્યાધિની ચિંતા કરવાથી શું વળે ? એ એનું કામ કરે અને હું મારું કામ કરું. મારું કામ છે કાયદાઓનો ઊંડો અભ્યાસ કરીને કેસ લડવાનું. બસ, રોગની ચિંતા છોડીને કાર્યમાં ડૂબી જાઉં,
આથી એમણે સખત કામ કરવા માંડ્યું અને બીજા યુવાન વકીલો ઊંઘતા હોય, ત્યારે સેમ કાયદાશાસ્ત્રનાં પુસ્તકો વાંચતા હોય ! ૨૧ વર્ષની ઉંમરે એ જમાનામાં પંચોતેર હજાર ડૉલરની રકમ કમાતા હતા અને ઈ. સ. ૧૯૩૧માં તો એમને અમેરિકાના કાનૂની ઇતિહાસમાં કેસ લડવા માટે દસ લાખ ડૉલરની રકમ અને તેથ રોકડમાં મળી, જે એક વિક્રમરૂપ હતી.
સૈમ અનિદ્રાના વ્યાધિને કારણે અડધી રાત સુધી વાંચતા અને પાછા વહેલી સવારે પાંચ વાગે ઊઠીને લખવાનું શરૂ કરી દેતા. બીજા લોકો હજી પથારીમાંથી ઊઠીને દિનચર્યાનો પ્રારંભ કરે, ત્યારે સેમનું આખા દિવસનું કામ પૂર્ણ થઈ જતું ! જિંદગીમાં એમને ક્યારેય ગાઢ નિદ્રા આવી નહીં, તેમ છતાં ૮૧ વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવ્યું. જો અનિદ્રાની અકળામણથી અશાંત થઈને સતત ચિંતાતુર રહ્યા હોત, તો આટલું લાંબું, સ્વસ્થ અને સફળ જીવન જીવી શક્યા ન હોત.
Page #86
--------------------------------------------------------------------------
________________
આખું બ્રહ્માંડ મારી સાથે એન્ટાર્કટિકના દક્ષિણ ધ્રુવના હિમાચ્છાદિત પ્રદેશમાં રોઝ બેરિયર નામની હિમાચ્છાદિત ટેકરી પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર હવાઈ માર્ગે પહોંચનાર સાહસવીર, અમેરિકાના નૌકાદળના એડમિરલ રિચર્ડ ઍવલિન બાયર્ડને મોતના ઓથાર હેઠળ પાંચ મહિના વિતાવવા પડ્યા. આસપાસના વિસ્તારમાં તેઓ એકમાત્ર જીવંત પ્રાણી હતા અને બરફનાં તોફાનોને કારણે કારમી ઠંડી તો એટલી કે ઘણી વાર શુન્યથી નીચે ૮૨ ડિગ્રી સુધી ઉષ્ણતામાન ઊતરી જતું. સ્ટવ સળગાવે તો એમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ એમના ટેન્ટમાં ઝેરી વાયુ બની જતો હતો. ક્યારેક નાછૂટકે સ્ટવ ચાલુ કરવો પડતો, ત્યારે એમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ ગૅસને કારણે બેભાન બની જતા. ક્યાંયથી કોઈ મદદની આશા નહોતી. ક્યારેક મૃતદેહની માફક હલનચલન કર્યા વિના પડી રહેતા. અશક્તિ એટલી આવી ગઈ હતી કે ટેન્ટમાંથી ઊઠીને ફરી શકતા નહીં અને આવતીકાલ નહીં, પણ આવતી ક્ષણ જોઈ શકીશ કે નહીં, તેની એમના મનમાં શંકા હતી.
આ સમયે ઈ. સ. ૧૯૩૪માં દક્ષિણ ધ્રુવમાં રહેલા એડમિરલ બાય વિચાર્યું કે એ અહીં ક્યાં એકલો છે ! એની સાથે તો આકાશમાં દેખાતા તારાઓ અને બીજાં નક્ષત્રો છે અને અવિનાશી તેજોમય સૂર્ય પણ ક્યાંક છે અને એનો સમય થતાં ફરી એ દેદીપ્યમાન આકાશમાં પ્રકાશશે અને દક્ષિણ ધ્રુવનાં ઘોર અંધારાં દૂર કરશે.
એમને આવા વિચારમાંથી એક પ્રકારની જીવનશક્તિ મળી. એડમિરલ બાયર્ડને થોડીય સહાય કરે, તેવી જગા એકસો ને ત્રેવીસ માઈલ દૂર હતી. છતાં તેઓ અહીં એકલા નથી, આખું બ્રહ્માંડ મારી સાથે છે, એવા મક્કમ મનોબળને સહારે જીવતા રહ્યા. પોતાની સાથે કોઈ અવિનાશી શક્તિ છે તેવો અહેસાસ એમનામાં નવું બળ પૂરતો રહ્યો અને બરફના થરના થર નીચે દબાઈ જઈને મૃત્યુ પામવાની એમની ભીતિ ચાલી ગઈ. ચિરંતન શક્તિ સાથે તાદાભ્ય સાધવાની ક્ષમતાને કારણે તેઓ પાંચ મહિના સુધી શિયાળાની હ .) કડકડતી ઠંડીમાં લગભગ નિશ્ચિત મૃત્યુની પરિસ્થિતિમાંથી બચાવ ટુકડીના ત્રીજા પ્રયાસ ૭૭
મંત્ર માનવતાનો બાદ ઊગરી ગયા.
85
Page #87
--------------------------------------------------------------------------
________________
ફરજ અને મિત્રતા અમેરિકામાં પ્રવચન આપવા ગયેલા મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન ન્યૂયૉર્ક મહાનગર ભણી જતી ટ્રેનમાં વિચારતા હતા કે એમને માટે જર્મનીમાં પાછા ફરવું કેટલું સલામત છે. આ સંદર્ભમાં જર્મન કોન્સલ ડૉ. સ્વાર્ઝ જર્મન સરકારના પ્રતિનિધિ તરીકે વાતચીત કરવા માટે નેવાર્ક સ્ટેશનેથી આઇન્સ્ટાઇન સાથે ગાડીમાં બેઠા.
વૈજ્ઞાનિકે પોતાના મિત્ર એવા ડૉ. સ્વાર્ઝ પાસે સલાહ માગી કે તેઓ એમને સાચી સલાહ આપે કે “શું એમણે જર્મની પાછા ફરવું જોઈએ ?” કારણ કે સ્વતંત્ર મિજાજના આઇન્સ્ટાઇનને યહુદી હોવાથી જર્મનીમાં પાછા ફરવામાં જોખમ લાગતું હતું.
આ પ્રશ્નના ઉત્તરમાં જર્મન કોન્સલ ડૉ. સ્વાર્ઝે કડકાઈથી કહ્યું, “મારા વહાલા પ્રાધ્યાપક, તમને હું જર્મની પાછા ફરવા સમજાવવા આવ્યો છું. જર્મનીમાં યોગ્ય વર્તન કરનારી વ્યક્તિને વાંધો નહીં આવે. તમને જર્મની પાછા ફરવા માટે આગ્રહ કરું છું.’
આઇન્સ્ટાઇને અકળાઈને કહ્યું, “અત્યારે ચાલતી હિટલરની સરમુખત્યારશાહીથી હું ખૂબ દુઃખી છું. જર્મન સરકારની પ્રવૃત્તિઓ જોઈને વ્યથિત બની ગયો છું. મારે તમને કહેવું જોઈએ કે જ્યાં સુધી આવી માનવસંહારની પાશવી લીલા ચાલતી રહેશે, ત્યાં સુધી હું મારી માતૃભૂમિ પર પગ મૂકીશ નહીં.”
ડૉ. સ્વાર્ઝે પૂછયું કે “આ તમારો અંતિમ નિર્ણય છે ?” ત્યારે આઇન્સ્ટાઇને દઢતાથી કહ્યું, ‘હા, જર્મની છોડવું એ મારો અફર નિર્ણય છે.”
ડૉ. સ્વાર્ગે ઉત્તર આપ્યો, ‘જર્મન કોન્સલ તરીકેની મારી ફરજ મેં બજાવી અને હું નહિ તમને પાછા ફરવા સમજાવી શક્યો નથી, પરંતુ એક વ્યક્તિ તરીકે અને તમારા મિત્ર ૭ ઈ. તરીકે મારે તમને કહેવું જોઈએ કે ‘તમારો નિર્ણય ડહાપણભર્યો છે, જર્મની પાછા ફરવું મંત્ર માનવતાનો
તમારે માટે હિતાવહ નથી.” 86
Page #88
--------------------------------------------------------------------------
________________
ફી આપવાની ઉતાવળા અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને રાજકારણમાં ઝુકાવ્યું, તે પૂર્વે અમેરિકાના સ્પ્રિંગફિલ્ડમાં વકીલાત કરતા હતા. નમ્ર, નિખાલસ અને માનવતાભર્યા વકીલ અબ્રાહમ લિંકને હર્નડન સાથે ભાગીદારીમાં વકીલાત માટે ઑફિસ શરૂ કરી. બંને વચ્ચે એવો કરાર હતો કે કેસ લડવા માટે અસીલ પાસેથી આવેલી ફીના પચાસ પચાસ ટકા વહેંચી લેવા..
કોઈ અસીલ લિંકનને એની વકીલાતની ફી આપે તે તરત જ લિંકન પોતાના સાથી અને ભાગીદાર હર્નડનને અડધી ફી આપી દેતા. અબ્રાહમ લિંકનની આવી ઉતાવળ એમના ભાગીદારને પસંદ પડી નહીં.
એ મનમાં વિચારતા કે નિરાંતે હિસાબ કરીએ તો શું ખાટુંમોળું થઈ જવાનું છે? લિંકન બિનજરૂરી ઉતાવળ કરે છે. એમણે એક વાર લિંકનને કહ્યું,
‘દોસ્ત, માફ કરજે, પણ મને તારી એક બાબત સહેજે પસંદ નથી. વકીલાતની ફી આવે કે તરત તું અડધો ભાગ આપવા દોડી જાય છે. આવી ઉતાવળ કરવાની જરૂર નથી. નિરાંતે આપે તો શો વાંધો આવે ?”
અબ્રાહમ લિંકને કહ્યું, ‘દોસ્ત, આમ કરવાની પાછળ ત્રણ કારણ છે. એક કારણ તો એ કે મેં ફી વસૂલ કરી છે એ પણ કદાચ ભૂલી જાઉં. તત્કાળ તમને આપી દઉં એટલે મારા મનમાં વસૂલાતની વાત પાકી થઈ જાય. બીજું કે વકીલાતની આ ફી કોની છે એ તમને કહું એટલે તેની પાસેથી તમારે કદી ઉઘરાણી કરવાની જરૂર રહે નહીં, તમને ખ્યાલ હોય કે આ અસીલની ફી આવી ગઈ છે. ત્રીજું કારણ એ છે કે જો મારું અવસાન થાય અને અસીલની ફી પેટે આવેલા પૈસા મારી પાસે રહી જાય, તો એનો કશો પુરાવો તમારી પાસે હોય નહીં.”
લિંકનની પ્રામાણિકતા જોઈને એમનો ભાગીદાર હર્નડન પ્રસન્ન થઈ ગયો.
મંત્ર માનવતાનો
87
Page #89
--------------------------------------------------------------------------
________________
સામાન્ય કે અસામાન્ય
૧૯૩૪માં હેરી રૂમેને અમેરિકન સેનેટને માટે ઉમેદવારી નોંધાવી ત્યારે સહુને એ વાત વિચિત્ર લાગી. રાજકારણમાં જઈને એ કશું ઉકાળશે નહીં તેમ સહુ કોઈનું માનવું હતું. આનું કારણ એ કે હેરી ટુમેન સાવ ઠીંગણા હતા, દૃષ્ટિની ખામી ધરાવતા હતા. એમનો દેખાવ તદ્દન અનાકર્ષક હતો.
અધૂરામાં પૂરું એમના પિતાની આર્થિક સ્થિતિ એવી હતી કે એમને ભણાવી શકે નહીં, આથી કૉલેજનું વ્યવસ્થિત શિક્ષણ પણ મેળવી શક્યા નહોતા. એ પછી એમણે કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી, પણ નોકરી કોણ આપે ? સ્થિતિ એવી કે તરત નોકરી શોધવી પડે. આથી હેરી ટમેને સૌથી પહેલું કામ રેલવે કંપનીમાં કર્યું. એ પછી બેંકમાં કામે લાગ્યા. બે બેંકોમાં કામગીરી કરી, પણ એમાંય ફાવ્યા નહીં. છેવટે એમના પિતાનો કૃષિનો વ્યવસાય અપનાવ્યો.
એક પછી એક કામગીરી બદલતા રહ્યા. ખેતીમાંથી સીધા તોપખાનાના અધિકારી બન્યા. નિયમિત શિક્ષણ મળ્યું નહોતું, પરંતુ કાયદાશાસ્ત્રની પદવી હોવાથી સમય જતાં જેક્સન કન્ટ્રી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા.
આવા હેરી ટુમેનને રાજકારણમાં રસ હતો અને તેથી અમેરિકન સેનેટમાં પ્રવેશ્યા. ૧૯૪૫ની ૧૨મી એપ્રિલે પ્રમુખ રૂઝવેલ્ટના મૃત્યુ બાદ ટુમેન પર પ્રમુખપદ સંભાળવાની જવાબદારી આવી પડી. આંતરિક અને બાહ્ય કપરા પ્રશ્નોનો સામનો કરવાનો આવ્યો. ૧૯૪૮માં પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહ્યા. બધાએ કહ્યું, તે પ્રમુખ તરીકે ચૂંટાશે નહીં.
આ બધા વચ્ચે તે ચૂંટણી લડ્યા, એટલું જ નહીં પણ રંગભેદ દૂર કરવા માટે, એ જ ખેડૂતો અને કામદારોના ઉત્કર્ષ માટે અને ગરીબ વર્ગોને રહેઠાણ ઉપલબ્ધ કરાવવા મંગ માનવતાનો માટે એમણે પ્રગતિશીલ કાર્યક્રમો આપ્યા. આમ, એક સામાન્ય દેખાવ ધરાવનાર
88 માનવી અસામાન્ય શક્તિ ધરાવનાર રાજપુરુષ બન્યા.
Page #90
--------------------------------------------------------------------------
________________
વિચાર અને વૃત્તિ વિશ્વની વિચારધારામાં અને અનેક ક્ષેત્રોમાં પરિવર્તન આણનાર જૈવિક ઉત્ક્રાંતિવાદના પ્રખર પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન પાસે આતુરતા સાથે અવલોકન કરવાની શક્તિ અને વિચાર કરવાની અપ્રતિમ ક્ષમતા હતી. પ્રકૃતિવિદ્દ ડાર્વિનને પોતાની સફર દરમિયાન છોડ, ખડક, જીવજંતુઓ, પ્રાણીઓ અને અશ્મિઓનો સંગ્રહ કરવાની આદત હતી.
એક વાર ડાર્વિન મિત્રની સાથે પ્રાણીસંગ્રહાલય જોઈ રહ્યા હતા, ત્યારે એમણે કહ્યું, “માનવીની અનાદિકાલીન સહજવૃત્તિઓ કરતાં એની વૈચારિકશક્તિ અનેકગણી શક્તિશાળી છે.”
ત્યારે ડાર્વિનના મિત્રએ કહ્યું કે, “માનવીમાં અનાદિકાળથી રહેલી કામ, ક્રોધ, ભય, મોહ, માયા, લોભની વૃત્તિઓ અત્યંત પ્રબળ હોય છે, પછી એ માનવી ગમે તેટલો વિદ્વાન કે વિજ્ઞાની હોય ! અને તેથી જ આ અનાદિકાલીન વૃત્તિઓ પર વ્યક્તિએ સાધના કરીને વિજય મેળવવો જોઈએ.”
ચાર્લ્સ ડાર્વિને હસીને કહ્યું, ‘આવી કોઈ સાધનાની જરૂર નથી. તમારામાં વિચારશક્તિ હોય અને અન્વેષક બુદ્ધિ હોય એટલે કામ પતી ગયું.”
એવામાં પ્રાણીસંગ્રહાલયમાં પારદર્શક જાડા કાચની પેટીમાં પડેલો ભયાનક વિષધારી સર્પ જોયો. ચાર્લ્સ ડાર્વિને એની વિગતો વાંચી અને એનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવા માટે પોતાના ચહેરાને કાચની પેટી પર મૂક્યો. અંદરથી ભયાવહ, વિષધારી સાપે જોરથી ફંફાડો માર્યો અને ડાર્વિન ડરીને સહેજ પાછા હટી ગયા. એમના મિત્રએ
કહ્યું,
ડાર્વિન, વચ્ચે જાડો પારદર્શક કાચ હતો. બૌદ્ધિક રીતે વિચાર કરીએ તો એ તમને હું દંશ મારી શકે તેમ નહોતું, આમ છતાં ભયવૃત્તિને વશ થઈને તમે ગભરાઈને બાજુએ ખસી
મંત્ર માનવતાનો ગયા. કહો, વિચાર કરતાં વૃત્તિ ચડિયાતી છે ને !”
89
Page #91
--------------------------------------------------------------------------
________________
ધન-દોલતની કિંમત ઈરાનના બાદશાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્યનો અને અઢળક ધન-સંપત્તિનો અતિ અહંકાર હતો. આ અહંકારે એને ગર્વિષ્ઠ અને તોછડો બનાવી દીધો હતો. નોકર-ચાકર તો ઠીક, પરંતુ રાજના દીવાનો સાથે પણ એનો વ્યવહાર સૌજન્યહીન હતો. આવા ઘમંડી બાદશાહને મળવા માટે અબુ શીક નામના મહાન મુસ્લિમ સંત આવ્યા. આ અબુ શીકે બાદશાહને પૂછ્યું, “બાદશાહ, તમારી ધનદોલતનું કુલ મૂલ્ય કેટલું છે ?”
સૂફી સંતના પ્રશ્ન બાદશાહને વિચારમાં ડુબાડી દીધો. બાદશાહનો ગર્વ બોલી ઊઠ્યો, અરે ! એટલી બેશુમાર દોલત મારી પાસે છે કે જેની મને ખુદને ખબર નથી. એનો અંદાજ હું કઈ રીતે આપું ! તમારી કલ્પના બહારની આ વાત છે.” - સૂફી સંતે કહ્યું, “બાદશાહ, ધારો કે તમે સહરાના રણમાં ભૂલા પડ્યા છો, તમને ખૂબ તરસ લાગી છે. પણ તમારી પાસે પીવાના પાણીનું એક ટીપું નથી. તમને એવો અનુભવ થાય છે કે હમણાં તમે વિના પાણીએ તરફડીને મૃત્યુ પામશો. ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઈ તમને પાણીનો ગ્લાસ ધરે તો તમે એને શું આપશો ?”
બાદશાહ હારૂન અલ રશીદે કહ્યું, “અરે આવે વખતે તો હું એને અર્થે રાજય આપી દઉં.” સૂફી સંતે બીજો પ્રશ્ન કર્યો, “બાદશાહ, ધારો કે તમે ખૂબ બીમાર પડ્યા હો, બચવાની કોઈ આશા ન હોય, દુનિયાના કાબેલ હકીમોએ કરેલા ઉપચાર નિષ્ફળ નીવડ્યા હોય અને એ જ સમયે તમને કોઈ દવાની પડીકી આપે અને સાજા થઈ જાવ, તો તમે એને શું આપો ?”
બાદશાહ બોલી ઊઠ્યા, “અરે ! આવા જાન બચાવનારને તો અર્ધ રાજ્ય આપી દઉં.” સૂફી સંત અબુ શીકે કહ્યું, “બાદશાહ, તમારા સામ્રાજ્યની તમામ દોલતની કિંમત પાણીના એક ગ્લાસ અને દવાની એક પડીકી જેટલી જ છે. જો તમારાં ધન-દોલતની આટલી જ કિંમત હોય, તો એનું આટલું બધું અભિમાન શાને?”
મંત્ર માનવતાનો
90
Page #92
--------------------------------------------------------------------------
________________
મન દઈને ભણો. ભૂમિતિ વિશેના વિશ્વપ્રસિદ્ધ ‘એલિમેન્ટ્સ (મૂળતત્ત્વો) ગ્રંથના સર્જક યૂક્લિડે પ્લેટોએ ગ્રીસના ઍથેન્સનગરમાં સ્થાપેલી એકેડેમીમાં ગણિતનું શિક્ષણ મેળવ્યું. ઈ. સ. પૂર્વે ૨૯૪માં રાજા ટૉલમી પ્રથમે ગ્રીસના અનેક વિદ્વાનોને એલેક્ઝાંડ્રિયા નગરમાં વસાવ્યા. આ રાજા ટૉલમીને ભૂમિતિ શીખવાની ઇચ્છા થઈ, તેથી એણે યૂક્લિડને ગુરુપદે સ્થાપ્યા.
રોજ રાજા ટૉલમીને યૂક્લિડ ભૂમિતિ શીખવતા હતા, પરંતુ એ સૂત્રો શીખવવામાં રાજાને કોઈ આનંદ આવતો નહોતો, આથી રાજાના મનમાં વિચાર જાગ્યો કે આવા મહાન ગણિતજ્ઞ મને કેમ સરળતાથી ભૂમિતિ શીખવી શકતા નથી ?
એક વાર યૂક્લિડ રાજાને ભૂમિતિ સમજાવતા હતા, ત્યારે રાજાએ અકળાઈને કહ્યું, “આપ તો ભૂમિતિના મહાન વિદ્વાન છો. તમે મને એવાં સૂત્ર કેમ શીખવતા નથી કે જે મને સરળતાથી સમજાઈ જાય? આટલો બધો સમય તમારી પાસે ભણ્યો, પરંતુ હજી હું એક પણ સૂત્ર સમજી શક્યો નથી, તો પછી ક્યારે ભૂમિતિના વિદ્વાન બની શકીશ ?' - રાજાની વાત સાંભળીને યૂક્લિડે હસતાં હસતાં કહ્યું, “રાજનું, હું તો તમને સરળ અને સહજ સૂત્ર જ શીખવું છું. મારા અધ્યાપનમાં કચાશ નથી, પણ તમારા અધ્યયનમાં મુશ્કેલી છે. તમે ભૂમિતિ શીખવાનો વિચાર તો કર્યો, પણ એ માટે મનને તૈયાર કર્યું નથી. એને માટે લગન કે એકાગ્રતા ધરાવતા નથી. જો એમાં રસ અને રુચિ લેશો, તો આસાનીથી તમે ભૂમિતિ શીખી શકશો. જેટલી સહજતાથી તમે રાજકાજ સંભાળો છો, એટલી જ સહજતાથી તમે ગણિત શીખો, તો જરૂર સફળ થશો.'
- યૂક્લિડની આ વાત રાજા ટૉલમીને સમજાઈ અને એણે એકાગ્ર થઈને રસ-રુચિ © સાથે ભૂમિતિ શીખવાનો પ્રારંભ કર્યો. સમય જતાં રાજા ટૉલમી ભૂમિતિશાસ્ત્રમાં છીએ
મંત્ર માનવતાનો પારંગત બની ગયો.
91
Page #93
--------------------------------------------------------------------------
________________
શત્રુવિજય અને ભયવિજય રોજ પ્રાતઃકાળે જે વિચાર ડરાવતો હતો તે સાક્ષાત્ સામે આવીને ઊભો રહ્યો. એ વિચાર હતો પોતાના અંતકાળનો ! એ ખ્યાલ હતો પોતાના દારુણ-કરુણ મૃત્યુનો! ચાસંલર વિલેની લડાઈ લડી રહેલા જનરલ ગર્ગને આ યુદ્ધકાળે વહેલી સવારે પહેલો વિચાર એ આવતો કે આજે એનો અંતિમ સમય આવી ગયો છે.
મૃત્યુ અને એની વચ્ચે હવે વર્ષો કે મહિના નહીં, પણ માત્ર થોડીક ક્ષણો જ બાકી છે ! મૃત્યુનો દારુણ ભય એના મનમાં એવો વસી અને ઠસી ગયો કે એણે પોતાનાં કુટુંબીજનોને અંતિમ પત્ર પણ લખી નાખ્યો. હવે એ જ મૃત્યુ સમરાંગણમાં એની સામે આવીને ઊભું હતું. બન્યું એવું કે જે મૃત્યુના વિચારથી એ રોજેરોજ ઊઠતાંની સાથે જ ભયભીત થતો હતો, તે મૃત્યુને સામે જોતાં ભયશૂન્ય બની ગયો.
એને સહેજે ડર ન લાગ્યો. મનમાં થયું કે રણમેદાન પર મૃત્યુ આવે તો ભલે આવે, પણ આખર સુધી લડી લેવું છે. મૃત્યુના ભયે કાયર બનવું નથી. હવે પીછેહઠની કોઈ વાત નહીં. જે થવાનું હોય, તે થાય. વળી એના મનમાં એવો વિચાર પણ જાગ્યો કે આવા મૃત્યુને માટે એણે ભયભીત થઈને કેવા કેવા ન કરવા જેવા વિચારો કર્યા હતા. જનરલ ગુડ્ઝ ઘોડા પર સવાર થઈને શત્રુઓ પર ત્રાટક્યો. એને મૃત્યુની લેશમાત્ર પરવા નહોતી. એનો અંગરક્ષક શત્રુની તોપના ગોળાથી ઘવાઈને મૃત્યુ પામ્યો.
જનરલ ગુડ્ઝ બમણી તાકાતથી શત્રુઓનો સામનો કરી રહ્યો. એના પરાક્રમને જોઈને સૈન્યમાં નવો જુસ્સો જાગ્યો. શત્રુઓએ જનરલ ગુડ્ઝમાં સંહારને સામે ચાલીને આવતો જોયો. દુશ્મનો ભાગ્યા. જનરલ ગુડ્ઝ યુદ્ધમાં વિજય પામ્યો.
- સમરાંગણમાંથી એ પાછો ફર્યો ત્યારે એના ચહેરા પર બેવડો આનંદ હતો. એક મંત્ર માનવતાનો.
આનંદ હતો શત્રુવિજયનો અને બીજો આનંદ હતો મૃત્યુના ડર પરના વિજયનો.
92
Page #94
--------------------------------------------------------------------------
________________
ભગવાનનું બોનસ' મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિ અને પ્રેરણાએ આખા વિશ્વ પર પ્રભાવ પાડ્યો. જાપાનમાં કાગાવા નામના સંત થઈ ગયા. સૌ એમને ‘જાપાનના ગાંધી’ તરીકે ઓળખતા હતા. એમણે અનેક નિરાધારોને આશરો આપ્યો. ચોર-ડાકુઓને સન્માર્ગે વાળ્યા. દુ:ખી સ્ત્રીઓનાં દુઃખ ઓછાં કર્યા અને પતિતાઓનો ઉદ્ધાર કર્યો.
જાપાનના સંત કાગાવા રાતદિવસ લોકસેવામાં ડૂબેલા રહેતા. એમની ઉંમર વધવા લાગી. એમાં વળી હરસનું દર્દ લાગુ પડ્યું. આટલું બધું હોવા છતાં આરામનું નામ નહીં. એમનાં સેવા-કાર્યો સતત ચાલુ હોય. ઝૂંપડી જેવા મકાનમાં રહે. સાદડી પર સૂઈ જાય. સાદું ભોજન આરોગે. સમય જતાં કાગાવાનું સ્વાથ્ય કથળવા લાગ્યું. એમના એક મિત્રએ આગ્રહ કર્યો કે, “હવે સેવા કરવાનું છોડીને સંપૂર્ણ આરામ કરો. તમારા શરીરને હવે આરામની ખૂબ જરૂર છે.”
આ સાંભળી કાગાવાએ કહ્યું, “અરે મિત્ર, મારા જીવનમાં ઘણી ઘાત આવી છે. કેટલીય વાર ઈશ્વરે મને મરતાં બચાવ્યો છે. હું મૃત્યુ પામ્યો હોત તો શું થાત ? પણ ઈશ્વરની મહેરબાની કંઈ ઓછી નથી.”
| મિત્રએ કહ્યું, “મૃત્યુમાંથી બચ્યા, તો હવે જીવનની નિરાંત લો, થોડો સમય આ સેવાકાર્યોમાંથી વિરામ લો.”
કાગાવાએ કહ્યું, “અરે, તું જાણે છે કે આ મૃત્યુમાંથી બચ્યો અને જીવન મળ્યું એ શા માટે ? ભગવાને સેવાકાર્ય કરવા માટે મને આ “બોનસ’ આપ્યું છે, આથી જ મને મરણનો સહેજે ભય નથી.”
મિત્રએ કહ્યું, “તમે તમારા આ કથળતા સ્વાથ્યનો તો વિચાર કરો.” સંત કાગાવા બોલ્યા, “હું ઇચ્છું કે ઈશ્વર મને પથારીમાં નહીં, પણ કોઈકની છો
મંત્ર માનવતાનો સેવા કરતાં કરતાં મૃત્યુ આપે.”
93
Page #95
--------------------------------------------------------------------------
________________
મારી એક વિનંતી નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ તથા સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન બ્રિટનની મુલાકાતે ગયા હતા. આ જગપ્રસિદ્ધ વિજ્ઞાનીને બ્રિટનની મહારાણીએ ભોજન માટે નિમંત્રણ પાઠવ્યું હતું. વળી એ નિમંત્રણ સાથે એમને જાણ કરવામાં આવી હતી કે ‘તમને લેવા માટે શાહી મોટરગાડી તમારા ઉતારા પર આવશે. એ અંગે અન્ય કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી.'
આલ્બર્ટ આઇન્સ્ટાઇન શાહી મહેલથી દૂર આવેલી એક હોટલમાં ઊતર્યા હતા. મનમાં તો વિજ્ઞાનના સિદ્ધાંતો વિશે સતત ચિંતન ચાલતું હતું. આમેય જીવનની સામાન્ય બાબતો અંગે ભુલકણો સ્વભાવ પણ ખરો. આથી સમયસર પહોંચવા માટે તેઓ તૈયાર થઈને બ્રિટિશ શાહી મહેલ તરફ ચાલવા લાગ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન નિર્ધારિત સમયે પહોંચી ગયા, પરંતુ બ્રિટનની રાણીને ખ્યાલ આવી ગયો કે તેઓ એમના ઉતારેથી ચાલતા અહીં આવ્યા છે. આથી એમણે કહ્યું, “આપને લેવા માટે મોટર મોકલી હતી અને તમે કેમ ચાલતા આવ્યા?’
આઇન્સ્ટાઇને કહ્યું, “એ વાત તો હું સાવ ભૂલી જ ગયો. તૈયાર થયો એટલે ચાલતો ચાલતો નીકળી ગયો.”
આમેય આઇન્સ્ટાઇનને ચાલવાનો શોખ ઘણો. અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકેની કામગીરી સ્વીકારતી વખતે પણ એમણે એક શરત મૂકી હતી કે એમને યુનિવર્સિટીની નજીકના વિસ્તારમાં ઘર ફાળવવામાં આવે. આઇન્સ્ટાઇન પાસે મોટર હતી, તેમ છતાં મોટા ભાગે એ ચાલીને જ યુનિવર્સિટી જતા. આઇન્સ્ટાઇને બ્રિટનની રાણીને કહ્યું, “માફ કરજો, આપે કરેલી એ વ્યવસ્થા મારા સ્મરણમાં રહી નહીં, પણ હવે મારી એક વિનંતી છે કે આ અંગે ડ્રાઇવરને તમે કોઈ ઠપકો આપતાં નહીં.”
C'
'
મંત્ર માનવતાનો
94
Page #96
--------------------------------------------------------------------------
________________
ભવિષ્યની ચિંતા શાને ? ઉદ્યોગપતિ કે. ટી. કેલરે વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યનું સર્જન કર્યું. ક્રિસલર કોર્પોરેશનના પ્રમુખ તરીકે એમણે ઘણી મોટી નામના હાંસલ કરી. પોતાના ઉદ્યોગોમાં અનેક ઉતાર-ચડાવ આવતા, પરંતુ કેલરની સ્વસ્થતા જોઈને સહુ કોઈ આશ્ચર્ય પામતા. આટલું વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય ચલાવનારને સહુ કોઈએ સદાય હસતા અને ચિંતામુક્ત જોયા હતા.
એક વાર કેલરને એમના એક પરિચિતે પૂછ્યું, “કંપનીની આટલી મોટી આર્થિક જવાબદારીનું વહન કરો છો, તેમ છતાં આટલા બધા હળવાફૂલ કેમ રહો છો?”
કેલરે જવાબ આપ્યો, “ઘણી વાર કપરી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, ક્યારેક નિર્ણય લેવાની દ્વિધા પણ જાગતી હોય છે. આવે સમયે હું મારી તમામ શક્તિ સાથે એ પ્રશ્નના ઉકેલ માટે પુરુષાર્થ કરું છું અને મનમાં એમ પણ વિચારું છું કે આ કાર્ય કરતી વખતે આટલું કર્યું હોત તો વધુ સારું થાત એવો વસવસો ક્યારેય કરવાનો ન રહે તે રીતે મહેનત કર્યું જાઉં છું.”
પરિચિતે પૂછ્યું, “ધારો કે તમે કોઈ બાબતમાં તદ્દન નિઃસહાય હો, તો તમે શું કરો? જેમાં કશું થઈ શકે તેમ ન હોય ત્યારે કેવો વિચાર કરો ?”
જે. ટી. કેલરે કહ્યું, “ત્યારે એને હું ભૂલી જાઉં છું.” પરિચિતે વળી પ્રશ્ન કર્યો, “તમને ભવિષ્યની કોઈ બીક લાગે છે ખરી?”
કેલરે કહ્યું, “આ દુનિયાનો કોઈ પણ માનવી સાચું ભવિષ્ય ભાખી શકતો નથી. ભવિષ્યમાં બનનારી ઘટનાઓ માટે અનેક પરિબળો કાર્ય કરતાં હોય છે. એને વિશે ખુદ ! માણસને જ પૂરી ખબર નથી, તો પછી ભવિષ્યમાં આવું પરિણામ આવશે એમ ધારીને- ૭ છે માનીને ખોટી ચિંતા કરવાનો અર્થ શો ?”
મંત્ર માનવતાનો
95
Page #97
--------------------------------------------------------------------------
________________
પિતાની નિશ્ચયશક્તિ બાળક કાર્ડિનલ વોનને મીઠાઈ એટલી બધી ભાવે કે મીઠાઈ જોતાં જ એના પર અકરાંતિયાની જેમ તૂટી પડે. મીઠાઈ મળે એટલે બીજું બધું ભોજન બાજુએ રહી જાય અને માત્ર મીઠાઈથી જ પેટ ભરી લે. પેટ ભરાય તોય અટકે નહીં. ખવાય એટલી ઠાંસી ઠાંસીને ખાય.
એક દિવસ ભોજનના ટેબલ પર વોનના પિતા ગુસ્સે થયા અને એમણે કહ્યું, આટલી બધી મીઠાઈ ખાવી હાનિકારક છે. તારું શરીર વળશે નહીં અને સમય જતાં એ તને ભારે નુકસાન પહોંચાડશે.”
બાળક વોને કહ્યું, “પિતાજી, મને મીઠાઈ ખૂબ ભાવે છે એટલે હું ખૂબ ખાઉં છું.”
પિતાએ કહ્યું, “જો, તું આદતનો ગુલામ બની ગયો છે. તારા સ્વાદ પર અંકુશ રાખી શકતો નથી, પરિણામે ભવિષ્યમાં તું આરોગ્ય ગુમાવીશ અને જીવન આખું બરબાદ કરી નાખીશ.”
વોને કહ્યું. “પિતાજી, વ્યસનથી જીવન બરબાદ થાય તે સાચું, પરંતુ તમે પણ ભોજન બાદ હંમેશાં છીંકણી સુંઘો છો એનું શું ? એના વિના તમને સહેજે ચાલતું નથી. આ વ્યસન ન કહેવાય ?”
વોનના પિતા ચમકી ગયા. ખિસ્સામાંથી છીંકણીની ડબ્બી કાઢી અને બહાર ફેંકી દીધી અને કહ્યું, “બેટા, તારી વાત સાચી છે. હું આ વ્યસનનો ગુલામ બની ગયો છું. આજથી પ્રતિજ્ઞા લઉં છું કે ક્યારેય છીંકણી સુંઘીશ નહીં, કદી એને સ્પર્શ પણ નહીં કરું.’
પિતાની આવી પ્રતિજ્ઞાએ વોન પર અસર કરી અને એણે અકરાંતિયા બનીને મીઠાઈ ખાવાનું છોડી દીધું. સમય જતાં વોન ખ્રિસ્તી ધર્મના મહાન ધર્મગુરુ બન્યા. પણ તેઓ
કહેતા કે એમના જીવનવિકાસમાં પિતાની દૃઢ પ્રતિજ્ઞાનો ઘણો મોટો ફાળો છે. પિતાની દૃઢ ] નિશ્ચયશક્તિએ એમને જીવનવિકાસનાં કપરાં સોપાનો ચઢવાની શક્તિ આપી છે અને એક
પ્રકારનો આત્મવિશ્વાસ જગાડ્યો. 96
હ
G/
Page #98
--------------------------------------------------------------------------
________________
હસમુખી બાળકીની ભેટ ૧૯૯૫ના માર્ચ મહિનામાં બીમાર પણ હસમુખી ક્રિસ્ટિનાને ડૉક્ટરે તપાસી અને કહ્યું કે એને કૅન્સર છે અને એની સારવાર માટે એને બાળકો માટેની કૅન્સર હૉસ્પિટલમાં દાખલ કરવી પડશે. ક્રિસ્ટિના આ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં સારવાર માટે આવી. એની તબિયત વધુ ને વધુ કથળતી ગઈ. રોજ એના સ્વાથ્યના ગમગીનીભર્યા સમાચાર આવવા લાગ્યા.
ત્રણ વર્ષની આ નાની બાલિકા કૅન્સર સામે જાણે યુદ્ધે ચડી. પહેલાં આકરી કેમોથેરેપી લીધી. પછી કપરું રેડિયેશન અને ૧૯૯૫ના ઑક્ટોબરમાં એના પર અત્યંત પીડાજનક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આશ્ચર્યજનક બાબત એ હતી કે આ અત્યંત પીડાકારી સારવાર દરમિયાન પણ ક્રિસ્ટિના આનંદિત રહી. એની સારવાર કરનારા ડૉક્ટરો અને નર્સે આ હસમુખી છોકરી પર હેત વરસાવવા લાગ્યાં અને ૧૯૯૫ની ૩૧મી ઑક્ટોબરે ક્રિસ્ટિના સાજી થઈને ઘેર પાછી આવી.
સહુને લાગ્યું કે જાણે ચમત્કાર સર્જાયો ! તબીબી સારવારને ક્રિસ્ટિનાએ જે રિસ્પોન્સ' આપ્યો, એનાથી ખુદ ડૉક્ટરો આશ્ચર્ય પામ્યા. એનાથી વધુ આશ્ચર્ય ક્રિસ્ટિના જે ઝડપથી સાજી થઈ એનાથી થયું. આ બધાં કરતાંય વિશેષ તો આવી માંદગીમાં ક્રિસ્ટિનાએ રાખેલા આનંદી વલણથી સહુને આશ્ચર્ય થયું. - ક્રિસ્ટિના હૉસ્પિટલમાં હતી ત્યારે કેટલાય લોકોએ આ હસમુખી બાળકીને સરસ મજાની ભેટો મોકલી હતી. ઘેર આવ્યા બાદ ક્રિસ્ટિના આ બધી ભેટો જોવા લાગી. ભેટ રૂપે આવેલાં રમકડાં ક્રિસ્ટિનાની પાસે પહેલેથી જ હતાં, આથી એ રમકડાં એણે જુદાં તારવ્યાં. ક્રિસ્ટિનાની માતાએ કહ્યું કે એ સ્ટોરમાં જઈને આ રમકડાંના બદલામાં બીજાં રમકડાં લઈ આવશે. ક્રિસ્ટિનાએ તેમ કરવાની ના પાડી. એણે પોતાનાં રમકડાં પ્રત્યેનું બાળસહજ મમત્વ ત્યજીને કહ્યું કે આ વધારાનાં રમકડાં ક્રિસમસ પહેલાં પેલી છે
મંત્ર માનવતાનો હૉસ્પિટલમાં મૂકી આવીએ, જેથી એ હૉસ્પિટલમાં આવનારાં બાળકોને રમવા મળે.
97
Page #99
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો 98
કડવું સત્ય
અમેરિકાના વિખ્યાત વિજ્ઞાની, સંશોધક અને લેખક બેન્જામિન ફ્રેન્કલિન સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાના સત્તર સંતાનોમાંનું દસમું સંતાન હતા. લેખક, મુદ્રક અને પ્રકાશક બેન્જામિન ફ્રેન્કલિન એ દિવસોમાં ભેજાબાજ પણ માથાફરેલ ગણાતા હતા. સામી વ્યક્તિને દલીલો કરીને પરાજિત કરવાની એમને આદત હતી અને કોઈ એમની વિરુદ્ધ બોલે. તે સહેજે સાંખી શકતા નહીં.
એક વાર ‘સોસાયટી ઑફ ફ્રેન્ડ્ઝ' નામના એક ધાર્મિક સંપ્રદાયના વડીલે સર્વત્ર છવાઈ જવાની આદત ધરાવનારા બેન્જામિન ફ્રેંકલિનને બોલાવીને ખખડાવી નાખ્યા. એમણે કહ્યું, 'તું તારા મનમાં સમજે છે શું ? તારાથી જે વિરુદ્ધ હોય, તેના પર તારો મત લાદવાનો પ્રયાસ કરે છે ? તારા મિત્રો તારાથી એટલા બધા ખફા થઈ ગયા છે કે તું જે કંઈ બોલે છે, તેની તેઓ સહેજે પરવા જ નથી કરતા. તારી હાજરી કરતાં ગેરહાજરીથી વધુ ખુશ રહે છે. તારું વર્તન બધા સાથે એ જાતનું છે કે ‘જાણે તું સર્વજ્ઞ છે’ અને એટલે કોઈ તને કશી બાબતમાં વાત કરતા નથી કે એમનો વિચાર જણાવતા નથી. જો તને કંઈ કહેવાનો પ્રયત્ન કરે તો એમનું આવી બન્યું જ સમજો ! હકીકતમાં સમુદ્રના પાણીના એક બુંદ જેટલી તારી જાણકારી છે અને મારે કહેવું જોઈએ કે જો આવું જ વર્તન ચાલુ રાખીશ, તો તું કશું વધારે જાણી શકવાનો નથી.'
બેન્જામિન ફ્રેંન્કલિન નો સ્તબ્ધ થઈ ગયા. એમના જેવી સફળ વ્યક્તિને કોઈ આવો ઠપકો આપે, તેવું સ્વપ્ને પણ વિચારી શકતા ન હતા. પરંતુ એ વૃદ્ધે કહેલું કડવું સત્ય બેન્જામિન ફ્રેંન્કલિને હસતે મુખે સ્વીકારી લીધું અને એમનો એ ઠપકો એમને માટે આત્મચિંતનનો માર્ગ બન્યો. એમણે વિચાર્યું કે એમનો ઉઠત અને દુરાગ્રહી સ્વભાવ એમણે બદલવો જ પડશે, નહીં તો એમનો આ માર્ગ એમને નિષ્ફળતા જ અપાવશે અને સમાજમાંથી એ ફેંકાઈ જશે. એ દિવસે બેન્જામિન ફ્રેન્કલિને પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવા માટે કમર કસી.
Page #100
--------------------------------------------------------------------------
________________
માર્ગદર્શક મૌલિકતા બ્રાઝિલમાં ઝૂંપડપટ્ટીને “ફવેલાસ' કહે છે અને એનાં મહાનગરોમાં ગરીબી અને વસ્તી-વધારાને કારણે આ ફવેલાસ સતત વધતા રહેતા હતા. બ્રાઝિલની પાંચ લાખની વસ્તી ધરાવતા કુરિટિબા શહેરના મેયર તરીકે આર્કિટેક્ટ જેમ લર્નરની નિમણૂક થઈ. કુરિટિબા શહેરમાં સતત ગામડાંમાંથી વસ્તી ઠલવાતી જતી હતી. એનો સૌથી મોટો સવાલ ધૈલાસ એટલે કે ઝૂંપડપટ્ટીનો હતો. ગંદી, ગીચ એવી ઝૂંપડપટ્ટીઓમાં જવાના રસ્તા સાવ સાંકડા હતા. કઈ રીતે એની નાની નાની સાંકડી ગલીમાંથી કચરો બહાર લાવી શકાય ? જેમ લર્નર મૌલિક વિચારથી માર્ગ કાઢવામાં માનતો હતો. એણે જોયું કે ઝૂંપડપટ્ટીમાં ખડકાતા કચરાને કારણે ગંદકીના ઢગ પર ઢગ જામી ગયા હતા. રોગચાળો રોજની હકીકત બની ગયો હતો. બીમારીઓ પોતાનું થાણું નાખીને બેઠી હતી.
મેયર જેમ લર્નરે ઝૂંપડપટ્ટીની બહાર ડબ્બાઓ મૂક્યા. આ ડબ્બામાં જે કચરો નાખે એને થોડી રકમ આપવા માંડી. આ ડબ્બાઓમાંથી કેટલાક ડબ્બાઓમાં રિસાયક્લિંગ થાય એવો કચરો નાખવામાં આવતો અને કેટલાકમાં એ સિવાયનો નકામો કચરો ઠાલવવામાં આવતો. કચરાને આ રીતે જુદો તારવીને આપે એને શહેરની બસમાં મુસાફરી કરવા માટે ટોકન આપવામાં આવતાં. રિસાયક્લિગ થાય એવો કચરો કારખાનાંઓમાં મોકલવામાં આવતો અને બાકીનો કચરો ખેડૂતો લઈ જતા, જેમાંથી ખાતર બનાવવામાં આવતું.
ધીરે ધીરે એવું બન્યું કે આ ઝૂંપડપટ્ટીનાં છોકરાંઓ કચરાને જુદો તારવવા લાગ્યાં એટલું જ નહીં, પણ આ ગરીબ છોકરાંઓ પોલિથિન, ટેરેનલ-લેટ અને વધુ ઘનતાવાળું પોલિથિન ધરાવતી શીશીઓની બનાવટને ઓળખવા લાગ્યાં. છોકરાંઓને રકમ મળી. મોટાઓને બસમાં મુસાફરી કરવાનું ટોકન મળ્યું. પરિણામે આ ઝૂંપડપટ્ટીમાં રહેનારા કિશોરો નોકરીની શોધમાં ઝૂંપડપટ્ટીની બહાર નીકળવા લાગ્યા. ઝૂંપડપટ્ટીઓ અત્યંત હિ સ્વચ્છ થઈ ગઈ અને એના કચરામાંથી રિસાયક્લિંગ શરૂ થયું. આર્કિટેક્ટ જેમ લર્નરના ૭૭=
મંત્ર માનવતાનો એક મૌલિક વિચારે મહાનગરની મહાકાય મૂંઝવણ દૂર કરી.
99
Page #101
--------------------------------------------------------------------------
________________
મહેનતનું ફળ. ફિલિપાઇન્સના પ્રમુખ રેમન મેગ્સસેને ખબર મળી કે બંધ બાંધવા માટે વિદેશથી આવનારી સામગ્રી મળવામાં વિલંબ થાય તેમ હોવા છતાં એનો મુખ્ય ઇજનેર કોઈ પણ સંજોગોમાં આ બંધ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અથાગ પ્રયત્ન કરી રહ્યો છે. બંધના બાંધકામનું જાતનિરીક્ષણ કરવા માટે સ્વયં પ્રમુખ રેમન મેસેસે એના નિર્માણ-સ્થળ પર પહોંચ્યા. એમણે જોયું કે બંધનું નિર્માણકાર્ય સાચે જ ઝડપભેર ચાલી રહ્યું હતું અને મુખ્ય ઇજનેર સામાન્ય મજૂરની માફક કામ કરી રહ્યો હતો.
વાત એવી હતી કે વિદેશથી આને માટે પંપ આવવાના હતા, પરંતુ એ પંપ સમયસર ન આવતાં ઇજનેરે જૂની અમેરિકન ડીઝલ ટ્રકોનો ઉપયોગ કર્યો, પણ કામ સહેજે અટકાવ્યું નહીં. આ જોઈને પ્રમુખ રેમન મેગ્સસે પ્રસન્ન થયા. એ એન્જિનિયર પાસે જઈને બોલ્યા, ‘તમે પંપની જગાએ ડીઝલ ટ્રકનો ઉપયોગ કરો છો, પરંતુ આને કારણે જો કોઈ નુકસાન થશે, તો મુખ્ય અધિકારી તરીકે તમે જવાબદાર છો એનો તમને ખ્યાલ છે ખરો ને ?”
એન્જિનિયરે સહેજે સંકોચ વગર કહ્યું, ‘હા, મને એનો પૂરો ખ્યાલ છે. કોઈ મારો જવાબ માગે તો હું જવાબ આપવા તૈયાર છું, પરંતુ મારું કામ અટકાવવા તૈયાર નથી.'
આ જોઈને ગદ બની ગયેલા રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘તમારો જમણો હાથ ઊંચો કરો.” અને પછી આનંદભેર શાબાશી આપતાં કહ્યું, “કામ પ્રત્યેની તમારી લગની, સૂઝ અને કર્તવ્યનિષ્ઠાથી પ્રભાવિત થઈને હું તમને મુખ્ય ઇજનેરમાંથી નિર્માણ
વિભાગના ઉપસચિવ પદના શપથ અત્યારે અને અહીં જ આપું છું.' આ જ પ્રમુખ રેમન મેગ્સસેની વાત સાંભળીને સહુ કર્મચારીઓએ તાળીઓ પાડીને મંત્ર માનવતાનો પોતાનો આનંદ પ્રગટ કર્યો. બધાએ સ્વીકાર્યું કે મુખ્ય ઇજનેરની રાતદિવસની મહેનતનું
100 આ સુયોગ્ય ફળ છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
સિગારેટનો અર્થ
અંગ્રેજી ડિક્સનરીના રચયિતા ડૉ. સેમ્યુઅલ જોન્સન રાતદિવસ શબ્દો અને તેના અર્થોની દુનિયામાં વસતા હતા. કઈ રીતે આ શબ્દકોશ સમાજને વધુ ને વધુ ઉપયોગી બને એની સતત શોધ કરતા હતા. એક દિવસ એમને વિચાર આવ્યો કે શબ્દનો માત્ર અર્થ લખવાને બદલે એનું થોડું વિવરણ પણ લખવું જોઈએ. આવું વિવરણ લખવાથી લોકોને એ ભાવ કે વસ્તુનો વિશેષ ખ્યાલ આવે. વળી આવા વિવરણથી વાચકના મનમાં શબ્દ વિશેની સમજ સ્થાયીરૂપ પામી શકે. દરેક શબ્દનું આવું વિવરણ લખવું એ ઘણું કપરું કામ હતું.
આ અંગે આ વિષયમાં વિદ્વાનો સાથે ડૉ. સેમ્યુઅલ જોન્સન સતત પરામર્શન કરતા હતા. કોઈક વાર તો ચર્ચા કરતાં કરતાં મોટો વિવાદ પણ જાગતો હતો, પરંતુ આવા વિવાદથી અકળાવાને બદલે એમને એનાથી આનંદ આવતો હતો. આવી રીતે શબ્દનું વિવરણ લખતા હતા, ત્યારે એમની સામે ‘સિગારેટ’ શબ્દ આવ્યો. વિચાર કર્યો કે આની પરિભાષા શી લખવી ? માત્ર એના આકારની વાત કરવાથી કામ નહીં સરે.
એમણે ખૂબ વિચાર કર્યો. “સિગારેટનું વિવરણ લખે અને વળી પાછા એ નોંધ બરાબર ન લાગતાં ફાડી નાખે. ઘણી ઝીણવટથી સિગારેટને જોઈ અને એનાથી થતી સ્વાશ્મહાનિ વિશે ઘણું વાંચ્યું, આથી એમણે સિગારેટની ઓળખ આ રીતે આપી, ‘સિગારેટ કાગળમાં લપેટાયેલી તમાકુ છે, જેની એક બાજુ ધુમાડો હોય છે અને બીજી બાજુ બેવકૂફ.”
સિગારેટના આવા વિવરણને એમણે શબ્દકોશમાં સ્થાન આપ્યું. એનો એટલો બધો પ્રભાવ પડ્યો કે આ શબ્દકોશ વાંચતી વખતે કોઈ સિગારેટનો અર્થ વાંચે અથવા તો એ શબ્દ પાસે એની ફરતી આંખ અટકી જાય, તો એ તરત જ સિગારેટ કાઢીને ફેંકી દેતો અને આસપાસ જોતો કે કોઈ એને સિગારેટ પીતાં જોઈ રહ્યું તો નથી ને !
, . Dછ વિખ્યાત શબ્દકોશકારનું આ વિવરણ અનેક વ્યક્તિને સિગારેટ છોડવા માટે મંત્ર માનવતાનો કારણરૂપ બન્યું.
101
Page #103
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનની લગની ૧૮મી સદીમાં પ્રસિદ્ધ અંગ્રેજ પ્રાચ્યવિદ્યાવિદ્ સર વિલિયમ હોન્સ કૉલકાતાની હાઈબ્રેર્ટના ન્યાયાધીશ તરીકે ભારતમાં આવ્યા. બાળપણથી જ જુદી જુદી ભાષાઓ શીખવાનો એમને શોખ હતો અને એથી વિદ્યાર્થી અવસ્થામાં ગ્રીક, ફ્રેન્ચ, લૅટિન ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું હતું. ફારસી અને ઇટાલિયન ભાષા પણ શીખ્યા હતા. પોર્ટુગીઝ, જર્મન, હિબ્રુ અને તુર્કી ભાષાનું પણ વ્યવહારોપયોગી જ્ઞાન મેળવી લીધું
હતું.
ભારતમાં આવ્યા પછી સંસ્કૃત શીખવાની એમને લગની લાગી, પરંતુ કોઈ આ ‘પ્લેચ્છને સંસ્કૃત શીખવવા તૈયાર ન હતું. ઘણી મહેનત પછી એક પંડિતજી કઠોર શરતો સાથે સંસ્કૃત શીખવવા તૈયાર થયા.
એમણે શરત કરી કે જે ખંડમાં બેસીને તેઓ સંસ્કૃત ભણાવશે, ત્યાં માત્ર એક ટેબલ અને બે ખુરશી જ હોવી જોઈએ. રોજ એ ઓરડો પાણીથી ધોઈને શુદ્ધ કરવાનો રહેશે. આ માટે સર વિલિયમ જહોન્સે માંસ-મદિરાનો ત્યાગ કરવાનો રહેશે. પંડિતજીને લાવવા-લઈ જવા માટે પાલખીની વ્યવસ્થા કરવી પડશે.
કૉલકાતા હાઈકોર્ટના આ વિદ્વાન ન્યાયાધીશ અને ભાષાપ્રેમીએ સઘળી શરતોનો સ્વીકાર કર્યો. સર વિલિયમ હોન્સ થોડીઘણી હિંદી ભાષા જાણતા હતા અને પંડિતજી અંગ્રેજીનો એકેય અક્ષર સમજી શકતા નહીં. થોડો સમય તો શીખવાની ભારે મુશ્કેલી પડી, પરંતુ એ પછી વિલિયમ જ્હોન્સનો ભાષાપ્રેમ જોઈને પંડિતજી પ્રસન્ન થયા અને એમણે દિલ દઈને સંસ્કૃતિનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું.
સમય જતાં વિલિયમ હોન્સ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન બન્યા. કાલિદાસના થી પ્રખ્યાત નાટક ‘અભિજ્ઞાન શાકુંતલ'નો અનુવાદ કર્યો અને એ પછી “ઋતુસંહાર' અને મંત્ર માનવતાનો ‘ગીતગોવિંદ' ગ્રંથનો પણ અનુવાદ કર્યો. આમ જ્ઞાનની લગનીએ એક અંગ્રેજને સંસ્કૃત
102 ભાષાના સમર્થ વિદ્વાન બનાવી દીધા.
Page #104
--------------------------------------------------------------------------
________________
ફાંસીને બદલે શાબાશી
ઇંગ્લૅન્ડના રાજસિંહાસન પર વિલિયમ ત્રીજો પદારૂઢ થયો. આ સમયે ઇંગ્લૅન્ડના રાજકીય વાતાવરણમાં ઘણો ખળભળાટ મચ્યો હતો. સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ પણ ગાદી મેળવવા માટે આતુર હતા અને તેથી ઇંગ્લૅન્ડમાં કેટલાક વિલિયમ ત્રીજાની તરદારી કરતા હતા, તો કેટલાક રાજા જેમ્સને સમર્થન આપતા હતા.
આ સમયે વિલિયમ ત્રીજાના સૈનિકોના હાથમાં વિરોધીઓના ષડયંત્રના કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા. આ દસ્તાવેજોનો રાજા વિલિયમ ત્રીજાએ અભ્યાસ કર્યો, તો જાણવા મળ્યું કે રાજા જેમ્સના ટેકેદારોમાં એક સજ્જન પ્રકૃતિ ધરાવતો અમીર પા સામેલ હતો. રાજ્ય સામે પર્યંત્ર કરવાના આરોપસર સૈનિકોએ એની ધરપકડ કરી. હવે એ અમીરની સામે કાં તો ફાંસીનો દો હતો કે હતી ઓછામાં ઓછી આવન દની સજા.
સહુ કોઈ માનતા હતા કે રાજા વિલિયમ આ પર્યંત્રકારી ધનવાનને ફાંસી આપશે. રાજા એની સજ્જનતાને જાણતા હતા, તેથી એમણે કહ્યું,
જે વ્યક્તિ પોતાના અગાઉના માલિક તરફ નિઃસ્વાર્થ વફાદારી દાખવે અને જાનનું જોખમ હોવા છતાં એમાં નિશ્ચળ રહે, તેને હું સજ્જન માનવી માનું છું. પોતાના માલિક પ્રત્યેની આવી વફાદારીની હું કદર કરું છું. આવા કર્તવ્યનિષ્ઠ સ્વામીભક્તનું સન્માન થવું જોઈએ. એને ફાંસી કે આજીવન કેદ હોય નહીં. આથી હું હાથ લંબાવીને મૈત્રી બાંધવા એમને કોલ આપું છું.’
ઉદારદિલ રાજાનો આ આદેશ સાંભળીને દરબારીઓને પારાવાર આશ્ચર્ય થયું અને સવિશેષ આશ્ચર્ય તો ત્યારે થયું કે એ અમીરને મુક્ત કરતાંની સાથે જ એના સઘળા દસ્તાવેજોને દીવાસળી ચાંપીને બાળી નાખવામાં આવ્યા ! રાજા વિલિયમ ત્રીજાએ વિરોધીની વફાદારીને સન્માન આપ્યું, એટલું જ નહીં પણ એની વિરુદ્ધના પુરાવાઓનો જાતે જ નાશ કર્યો, જેથી ભવિષ્યમાં કોઈ એનો ઉપયોગ કરીને આ અમીરને ફસાવે કે દબાવે નહી !
મંત્ર માનવતાનો 103
Page #105
--------------------------------------------------------------------------
________________
બગીચો બનાવજો !
સમર્થ રાજપુરુષ, સાહિત્યકાર, ચિત્રકાર અને કુશળ વક્તા એવા વિન્સ્ટન ચર્ચિલના નેતૃત્વ હેઠળ બ્રિટને સાથી રાજ્યો સાથે મળીને નાઝીવાદી હિટલરના આક્રમણનો સામનો કર્યો. રૂઢિચુસ્ત પક્ષના નેતા વિન્સ્ટન ચર્ચિલે હિટલરના ભયની સામે બ્રિટિશરોનું દેશાભિમાન જગાડ્યું અને પોતાના વક્તવ્યથી કપરા કાળમાં એમનું ખમીર ટકાવી રાખ્યું.
૧૯૪૦થી ૧૯૪૫ સુધી બ્રિટનના વડાપ્રધાન રહેલા ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ સમયે ઇંગ્લેન્ડ અને મિત્ર રાજ્યને વિજય અપાવવામાં સિંહફાળો આપ્યો. એમણે આપેલો 'V'(‘વી” ફોર વિક્ટરી)નો સંકેત પ્રજાના સ્વાભિમાનનું પ્રતીક બની રહ્યો. નાઝી દળોના બૉમ્બમારા સામે એમણે દેશમાં લડાયક ખમીર જગાવ્યું અને ભવ્ય વિજય અપાવ્યો.
આ સમયે મજૂર પક્ષના અગ્રણી નેતા, અધ્યાપક, શિક્ષણવિદ્ એવા બ્રિટિશ રાજ્યશાસ્ત્રી હેરોલ્ડ લાસ્કીએ એવું નિવેદન કર્યું કે “બ્રિટનની પ્રજાએ એને વિશ્વયુદ્ધમાં વિજય અપાવનારા વિન્સ્ટન ચર્ચિલ પ્રત્યે કૃતજ્ઞતા દાખવવા માટે મોટું ભંડોળ એકઠું કરવું જોઈએ અને એ ભંડોળ દ્વારા એમનું ચિરસ્થાયી બને તેવું અભિવાદન કરવું જોઈએ.”
ચર્ચિલ રૂઢિચુસ્ત પક્ષના નેતા હતા છતાં તેઓ એમના વિરોધી પક્ષ એવા મજૂર પક્ષના પ્રમુખ હેરોલ્ડ લાસ્કી પાસે યુદ્ધકાળમાં સલાહ અને માર્ગદર્શન પણ લેતા હતા. ચર્ચિલે પ્રો. હેરોલ્ડ લાસ્કીનો આવા નિવેદન બદલ આભાર માન્યો, પણ સાથોસાથ કહ્યું, ‘વ્યક્તિ અવસાન પામે પછી જ એના પ્રત્યે કતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાનો વિચાર કરવો જોઈએ. હજી તો હું જીવંત છું, તેથી આવી આભારની લાગણી પ્રગટ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ મારા અવસાન બાદ જો બ્રિટિશ પ્રજા મારી સેવાઓને અંજલિ આપવા ઇચ્છતી હોય તો એ એટલું કરે કે લંડનની થેમ્સ નદીના દક્ષિણ કાંઠે વસતાં ગરીબ બાળકોએ નાઝી બૉમ્બમારા સમયે પારાવાર યાતના સહન કરી છે. હું ઇચ્છું કે મારી
યાદમાં એ બાળકો માટે રમવા-કૂદવા અને આનંદ માણવા માટે બગીચો બનાવવામાં મંત્ર માનવતાનો.
104
આવે !”
Page #106
--------------------------------------------------------------------------
________________
મોજથી માણો જિંદગીને જ્હૉન મફ અને એમની પત્નીને હાર્ટએટેક આવ્યો. એમણે નર્સિંગ હોમમાં સારવાર લીધી. સ્વસ્થ થયા બાદ એમણે હાર્ટએટેક આવ્યા પહેલાંની વ્યક્તિની સ્થિતિ અને હાર્ટએટેક આવ્યા પછીની વ્યક્તિની સ્થિતિમાં આવતાં - થતાં પરિવર્તનનો વિચાર કર્યો. પહેલાં એમના જીવનમાં છલોછલ હાસ્ય ભરેલું હતું. જીવનની નાની નાની બાબતોમાંથી પણ તેઓ ખૂબ હાસ્ય નિષ્પન કરતાં અને ખડખડાટ હસતાં હતાં. પરંતુ હાર્ટએટેક બાદ એમનું એ હાસ્ય, એમની એ ટીખળ, એમની એ મોજ જીવનમાંથી વિદાય પામી ગયાં.
આ તારણમાંથી જહોન મર્સીના ચિત્તમાં એક વિચાર ચમક્યો. હૉન મફએ હાસ્ય જગાડે તેવી વિવિધ સામગ્રી જ્યાંથી મળે ત્યાંથી એકઠી કરવા માંડી. સામગ્રી એવી કે સાંભળનાર વ્યક્તિને હસવું આવે જ. એમણે પોસ્ટર્સ બનાવ્યાં અને તેમાં લખ્યું, “જીવન અત્યંત મૂલ્યવાન છે, એને ગંભીરતામાં ડુબાડીને વેડફી નાખશો નહિ.” બીજા પોસ્ટરમાં લખ્યું, “જિંદગીને મોજથી માણો. જિંદગી એ કોઈ રિહર્સલ નથી.”
એ પછી તો જ્હૉન મફ હસાવે તેવાં કાર્ટુનો, વીડિયો અને ઑડિયો કૅસેટો શોધી શોધીને એકઠી કરવા લાગ્યો અને એની આસપાસના લોકોને એની જાણ થતાં જુદી જુદી વ્યક્તિઓ હાસ્ય જન્માવતાં મોટાં સ્ટિકર્સ, ચિત્રો, પુસ્તકો, કૉમિક્સ, પટ્ટીઓ અને મૅગેઝિન હૉન મર્ચીને આપવા લાગ્યા. આ બધું એકઠું કરીને જ્હૉન મફએ હાસ્યની બાસ્કેટ બનાવી અને એ ‘હાસ્ય બાસ્કેટ' હૉસ્પિટલમાં ફેરવવા માંડી. કોઈ દર્દી એમાંથી વીડિયો લઈને જુએ તો કોઈ રમૂજી ઑડિયો કૅસેટ સાંભળે. પછી તો જુદી જુદી હૉસ્પિટલોમાં આવી ‘હાસ્ય-બાસ્કેટની માંગ થવા માંડી.
જ્હૉન મફએ પછીથી ‘હાસ્ય-કાર્ટ’ (ગાડું) પણ ચાલુ કર્યું, જેમાં હસતા ચહેરાવાળા સ્વયંસેવકો એ ગાડું લઈને હૉસ્પિટલોની લોબીમાં ઘૂમતા હોય અને દર્દીઓ પાસે જઈને એક તેમને હસાવતા હોય. કેટલીક હૉસ્પિટલે આ જોઈને હાસ્યખંડ બનાવવાની માગણી કરી,
ORG કે જેમાં દર્દીઓને હાસ્ય જન્માવતી વીડિયો બતાવવામાં આવે. હૉન મર્કીના એક વિચારે મંત્ર માનવતાનો કેટલાય દર્દીઓને એમણે ગુમાવેલું હાસ્ય પાછું અપાવ્યું.
105
Page #107
--------------------------------------------------------------------------
________________
ના, હરગિજ નહીં પાત્રની સાથે એકાત્મ બનીને અભિનય કરનાર ટોમશેવસ્કી વિખ્યાત “યીદીશ આર્ટ થિયેટર’નાં નાટકોમાં અદાકાર તરીકે કામ કરતા હતા. એમની સાથે બીજા વિશ્વવિખ્યાત અદાકાર પૉલ મુનિ હતા. ટોમશેવસ્કી અને પૉલ મુનિ બંને એમની અભિનેતા તરીકેની કારકિર્દીની પરાકાષ્ઠાએ હતા. આ બંનેનાં નાટકોને દર્શકોમાં અપાર ચાહના સાંપડી હતી.
એક દિવસ નાટક ભજવાતું હતું ત્યારે ટોમશેવસ્કી એમની ઉત્કૃષ્ટ અભિનયકળા દાખવી રહ્યા હતા. એ સત્યનિષ્ઠ ન્યાયાધીશના આસન પર બેસીને ન્યાયાધીશનું પાત્ર ભજવતા હતા. પ્રત્યેક પળે એ પાત્ર સાથે એકરૂપ બનીને અભિનય કરતા હતા. પાત્ર સાથેનું અસાધારણ તાદામ્ય એ ટોમશેવસ્કીની વિશેષતા હતી, એની સાથોસાથ એની નિર્બળતા પણ હતી. એ પાત્રમાં ઘણી વાર એટલા બધા એકરૂપ બની જતા કે મૂળ નાટકના શબ્દો કે સંવાદો સાવ ભૂલી જતા અને પોતાની રીતે જ મનમાં ઊગે તે સંવાદ બોલવા લાગતા હતા. આ નાટકમાં ન્યાયાધીશ ટોમશેવસ્કીની સામે બચાવપક્ષના વકીલ તરીકે પૉલ મુનિ જોરદાર દલીલો કરતા હતા. એક કામદાર પર હડતાળ પાડવાના ગુનાનો આરોપ મુકાયો હતો. પૉલ મુનિ કામદારના બચાવમાં જોશભેર દલીલો કરીને ન્યાયાધીશને હૃદયસ્પર્શી રીતે અપીલ કરતાં પૉલ મુનિએ કહ્યું,
તમે આ માણસને એની ગરિમામાંથી નીચો પાડવા માંગો છો ? એને હીન દર્શાવવા ઇચ્છો છો ? ન્યાયાધીશસાહેબ ! શું તમારા જેવી વ્યક્તિ આવું કરશે ? આમ થશે તો એને સમાજમાં યોગ્ય સ્થાન નહીં મળે ! શું એક બેકસૂરને ન્યાયની અદાલતમાં જ અન્યાય થયો હોય તેવું નહીં બને? શું આપણે આ માણસને એના હડતાલ પાડવાના કાયદેસરના હકથી વંચિત રાખીશું ?”
ન્યાયાધીશ તરીકેની ભૂમિકા કરતાં ટોમશેવસ્કી બોલી ઊઠ્યા, “ના; હરગિજ
જ નહીં.ટોમશેવસ્કીના આ શબ્દોએ નાટકના છેલ્લા અંકમાં રસભંગ સર્યો, કારણ કે મંત્ર માનવતાનો નાટકની કથા પ્રમાણે ન્યાયાધીશ તરીકે એમણે “હા” કહેવાની હતી. નાટકની પરાકાષ્ઠા
106 રોળાઈ ગઈ, પણ ટોમશેવસ્કીની માનવતા પ્રભાવશાળી બની રહી.
Page #108
--------------------------------------------------------------------------
________________
હૂંફાળા સ્વજનનો મેળાપ જાપાનના હિરોશિમા શહેર પર અમેરિકાએ વિનાશક અણુબૉમ્બ નાખ્યો. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની શરણાગતિ માટે અમેરિકાએ અંતિમ કક્ષાનો ઉપાય અજમાવ્યો. હિરોશિમા પર બૉમ્બ પડતાં જ કેટલાય માણસો મૃત્યુ પામ્યા. કેટલાય ઈજાગ્રસ્ત બન્યા અને સેંકડો મકાનો ખાખ થઈ ગયાં. આ મહાવિનાશમાંથી જે જીવતા બચ્યા, તે અણુબૉમ્બે સર્જેલી અસહ્ય ગરમીની બળતરાથી બળી રહ્યા હતા.
આવે સમયે કુગુઓ નામનો જાપાની બાળક વિનાશ પામેલા હિરોશિમા શહેરમાં પોતાના ઘરને શોધી રહ્યો હતો. સઘળું નષ્ટ થઈ ચૂક્યું હતું. આમતેમ અથડાતોઅથવતો એ ચોતરફ ભમી રહ્યો હતો. પોતાનું ઘર મળી જાય અને કોઈ બચેલો સ્વજન મળી જાય, એ આશામાં ભૂખ્યો-તરસ્યો, થાકેલો આ બાળક ઘૂમતો હતો.
કુઝઓ નવેક દિવસ સુધી આમતેમ રખડ્યો. આખરે એ જ્યાં રહેતો હતો, તે ઘરની જગ્યા એને મળી. મનમાં અપાર આનંદની લહેર ઊઠી અને શમી ગઈ. એનું ઘર તો નષ્ટ થઈ ગયું હતું. માત્ર કાટમાળ પડ્યો હતો. ઘરની યાદો શોધતો હોય તેમ ધ્વસ્ત મકાનમાંથી કશુંક મળે તેવો પ્રયાસ કરતો હતો. એવામાં એને અડધા બળેલા કંતાનમાંથી એનું ત્રીજા ધોરણનું પુસ્તક હાથ લાગ્યું.
ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તકને એણે છાતીસરસું ચાંપી દીધું અને તરત જ એમાંથી મુખપાઠ કરેલી કવિતાઓ ગાવા લાગ્યો. વિષાદનો બોજ દૂર થઈ ગયો ને ચહેરા પર અપાર આનંદ છલકાઈ રહ્યો. જ્યાં બધું જ વિનાશ પામ્યું હતું, ત્યાં વેદનાની પરિસ્થિતિમાં એને જીવવાનો ઉત્સાહ સાંપડ્યો. એની નિશાળ, ગોઠિયાઓ, ધીંગામસ્તી એ બધું સ્મરણમાં ઊભરાવા લાગ્યું. સર્વ સ્વજનો અને ઘરને ગુમાવી હિ બેઠેલા કુઝુઓને ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તકથી કોઈ હૂંફાળા, ઉત્સાહભર્યા સ્વજનના ૭/U ઈ છે મેળાપનો અનુભવ થયો.
મંત્ર માનવતાનો
107
Page #109
--------------------------------------------------------------------------
________________
માનવધર્મની અગ્નિપરીક્ષા ગુલામોના મુક્તિદાતા અને પ્રખર માનવતાવાદી અબ્રાહમ લિંકન (૧૮૦૯થી ૧૮૯૫) અમેરિકાના સોળમા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા હતા. એ સમયે અમેરિકન સૈન્યમાં એક યુવક પહેરેગીર તરીકે કામગીરી બજાવતો હતો. એ અત્યંત મહેનતુ અને પ્રામાણિક હતો અને સૈન્યમાં એની સાથે કામ કરતો બીજો એક સૈનિક એનો ગાઢ મિત્ર હતો.
બન્યું એવું કે પરિશ્રમી યુવકનો ગાઢ મિત્ર એકાએક બીમાર પડ્યો. ઘરમાં એની સંભાળ લેનાર કોઈ નહોતું, તેથી આ યુવકને માથે બેવડી જવાબદારી આવી. આખો દિવસ એ બીમાર મિત્રની સેવાશુશ્રુષા કરતો અને રાત્રે પહેરો ભરતો. એક વાર ખૂબ થાકી જવાને કારણે એ પહેરો ભરતો હતો, ત્યારે ઊંઘી ગયો. એ સૂતો હોવાથી એની ધરપકડ થઈ અને એની સામે સૈન્ય-અદાલતમાં કામગીરી શરૂ થઈ.
પરિશ્રમી યુવકે કોઈ રસ્તો કાઢીને પ્રમુખ અબ્રાહમ લિંકનને એક વિનંતીપત્ર મોકલ્યો અને નિવેદન કર્યું કે એને ક્ષમા પ્રદાન કરવામાં આવે. એણે લખ્યું કે પોતાના પરમ મિત્રની સેવા કરવાને કારણે પહેરો ભરતી વખતે એનાથી આવી ભૂલ થઈ ગઈ છે.
પ્રમુખ અબ્રાહમ લિંકને યુવકની આખી કારકિર્દી જોઈ. એમણે યુવકને મળવાની ઇચ્છા પ્રગટ કરી. એમણે યુવકને પૂછવું, ‘તમને ખબર હતી કે દિવસભર તમારા મિત્રની સેવા કરશો, તો રાત્રે પહેરો બજાવતાં જરૂર સુઈ જશો, તો પછી તમે શા માટે મિત્રની સેવા કરવાની જવાબદારી લીધી ?'
યુવકે ઉત્તર આપ્યો, ‘એ મારો મિત્ર છે, બીજું કોઈ એની સંભાળ લે તેવું નથી. આથી મારો એ માનવધર્મ હતો કે મારે એની સાર-સંભાળ લેવી.”
આ પ્રત્યુત્તર સાંભળીને લિંકન અત્યંત પ્રસન્ન થયા અને એમણે યુવકને ક્ષમા આપતાં કહ્યું, “જુઓ, જ્યાં સુધી તમે સેનામાં કામ કરો છો, ત્યાં સુધી તમારી માનવતાને કદી
'ભૂલશો નહીં. માણસે ક્યારેય એની માનવતા છોડવી જોઈએ નહીં.” લિંકનની મંત્ર માનવતાનો A5% અથા. માણસ ક્યાય 108
ક્ષમાશીલતાએ પરિશ્રમી યુવકના અંતરનો જુસ્સો વધારી દીધો.
Page #110
--------------------------------------------------------------------------
________________
વાત સાવ સાચી વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન પાસે આવીને એની પત્નીએ બળાપો કાઢતાં કહ્યું, “આખી દુનિયા તમને મહાન વિજ્ઞાની કહે છે, તમારી શોધો માટે તમે દુનિયાભરમાં જાણીતા છે, પરંતુ એક સારો નોકર તમે શોધી શકતા નથી.'
આઇન્સ્ટાઇને કહ્યું, “શું બન્યું છે, એ તો કહે ? ઘરમાં નોકર તો છે જ, પછી શોધવાની વાત ક્યાં રહી ?”
આઇન્સ્ટાઇનના જવાબથી પત્નીના ઉકળાટમાં ગુસ્સાનું ઘી રેડાયું અને બોલ્યાં, અરે ! આ નોકર તો સાવ બબૂચક છે. સહેજે ચાલે તેવો નથી. એને હમણાં ને હમણાં વિદાય આપી દેવી જોઈએ.”
આઇન્સ્ટાઇને પત્નીની વાતનો સ્વીકાર કરતાં કહ્યું, ‘સાવ સાચું છે. આ નોકરમાં અક્કલનો છાંટોય નથી.”
આઇન્સ્ટાઇનની પત્ની નોકરની વાતમાં પતિનો ટેકો પ્રાપ્ત થતાં ખુશખુશાલ થઈને પાછી ફરી. એવામાં નોકરે આવીને ફરિયાદ કરી, “સાહેબ, આ મેમસાહેબ તો ઘણાં ગુસ્સાવાળાં છે. એકેએક વાતમાં ચીકાશ અને માથાકૂટ કરે છે. વિના કારણે મારા પર વહેમ રાખે છે.”
આઇન્સ્ટાઇને કહ્યું, “સાવ સાચી વાત. સો એ સો ટકા સાચું.’ આઇન્સ્ટાઇનનો આ ઉત્તર સાંભળી બાજુના રૂમમાં રહેલાં એમનાં પત્ની ધસમસતાં આવીને બોલ્યાં, ‘તમેય કેવા છો ? આ બે બદામના નોકરની વાત તમને સાચી લાગે છે? તમેય એના જેવા જ લાગો છો.'
આઇન્સ્ટાઇને શાંતિથી ઉત્તર આપ્યો, ‘જુઓ, તમારા બંનેની વાત સાચી છે અને એમાં માત્ર મારા તરફથી એટલું ઉમેરણ કરું છું કે મારી વાત પણ સાચી છે.' - વિજ્ઞાનીનો જવાબ સાંભળીને એમનાં પત્ની અને નોકર બંને ખડખડાટ હસી છS
મંત્ર માનવતાનો પડ્યાં.
109
Page #111
--------------------------------------------------------------------------
________________
હું છું અદનો સિપાઈ ભીષણ રણસંગ્રામમાં સેનાપતિ સિડનીએ અપ્રતિમ વીરતા દાખવી. આ મૂર યુદ્ધમાં શત્રુઓ સામે ખેલવા જતાં સિડની ઘાયલ થયો અને દુશ્મન સૈનિકો એને ઘેરી વળ્યા.
સેનાપતિ સિડનીની સેનાના એક સિપાઈએ આ દૃશ્ય જોયું. એણે વિચાર્યું કે કોઈ પણ ભોગે સેનાપતિને દુશ્મનોના ઘેરામાંથી ઉગારવા જોઈએ, આથી સિપાઈ વીરતાપૂર્વક દુશ્મનોનો ઘેરો પાર કરીને સેનાપતિ પાસે પહોંચી ગયો.
ઘાયલ સેનાપતિને ઘોડા પર લઈને યુદ્ધના મેદાનની બહાર નીકળી ગયો. દુશ્મનોએ ઘણા પ્રહાર કર્યા, પરંતુ સિપાઈની વીરતા આગળ તેઓ ફાવ્યા નહીં.
સિપાઈ સેનાપતિને છાવણીમાં લઈ ગયો, ત્યારે સેનાપતિએ સિપાઈને પૂછયું, તારું નામ શું છે ?”
સિપાઈએ નામ કહેવાની આનાકાની કરી. આથી સેનાપતિએ ફરી નામ પૂછવું, ત્યારે સાહસિક સૈનિકે કહ્યું,
“આપ મારું નામ જાણીને શું કરશો? હું તો સેનાનો એક અદનો સિપાઈ છું.”
સેનાપતિ સિડનીએ કહ્યું, “મારે તને શાબાશી આપવી છે. બધા સૈનિકોની હાજરીમાં તારી વીરતાની પ્રશંસા કરવી છે. તારા પર મોટા ઇનામની નવાજે શ કરવી છે.”
આ સાંભળીને સિપાઈએ કહ્યું, “મને માફ કરજો, મેં કાંઈ કીર્તિ કે કલદારની ઇચ્છાથી આ કામ કર્યું નથી. મેં તો માત્ર મારું કર્તવ્ય બજાવ્યું છે.”
આટલું કહીને સિપાઈ નમ્રતાથી છાવણીની બહાર નીકળી ગયો. એના ચહેરા પર
કર્તવ્યનો આનંદ છલકાતો હતો. એની પ્રાપ્તિ જ એનું અંતિમ ધ્યેય હતું. ફરજ એટલે Sછ ફરજ. એમાં વળી બીજું શું હોય ? સેનાપતિએ ઘણી શોધ કરી, પરંતુ એ સિપાઈનાં નામકાર) હામ મળ્યાં નહીં. મંત્ર માનવતાનો. 110
સેનાપતિ સિડની સિપાઈની આવી કર્તવ્યનિષ્ઠા પર વારી ગયા.
: C
હ
Page #112
--------------------------------------------------------------------------
________________
એકે ઓછો ન થયો ! ૧૯૨૧માં રીઢા અને ખતરનાક હત્યારાઓ અને નિર્દય ગુનેગારો ધરાવતી સિંગ સિંગ નામની જેલમાં લેવિસની વૉર્ડન તરીકે નિમણૂક થઈ ત્યારે એની પત્ની કેથરિન અને એનાં ત્રણ નાનાં બાળકો આ અત્યંત ભયાવહ જેલની નજીક વસવા આવ્યાં. એમને ચેતવ્યાં કે ભૂલથી પણ સિંગ સિંગ જેલમાં પગ ન મૂકવો.
કેથરિને વિચાર્યું કે મારા પતિને જેલની અને જેલવાસીઓની સંભાળ લેવાનું સોંપાયું છે તો મારે પણ એ સહુની સંભાળ લેવી જોઈએ. આથી કેથરિન પોતાનાં ત્રણે બાળકોને લઈને કેદીઓ બાસ્કેટબૉલ રમતા હોય ત્યાં આવીને બેસતી હતી. એણે જાણ્યું કે એક સજા પામેલો ગુનેગાર અંધ છે તો એણે વહાલથી એ અંધ કેદીનો હાથ પોતાના હાથમાં લઈને પૂછવું, તમે બ્રેઇલ લિપિ વાંચી શકો છો ?”
કેદીએ વળતો સવાલ કર્યો, “આ બ્રેઇલ લિપિ એ વળી શી ચીજ છે ?”
કેથરિને એને બ્રેઇલ લિપિ શીખવી. બીજો એક કેદી મૂક-બધિર જોયો. એને ‘સાઇન લેંગ્વજ'ની ખબર નહોતી. કેથરિન પોતે ‘સાઇન લેંગ્વજ' શીખવા માટે સ્કૂલમાં ગઈ અને સાઇન લેંગ્વજ શીખીને પેલા કેદીને શિખવાડી. મૂક-બધિર કેદીને ભાષા મળી. દુર્ભાગ્યે કેથરિનનું મોટર-અકસ્માતમાં અવસાન થયું. એ દિવસે સવારે કેદખાનાના લોખંડી દરવાજાની પાછળ જાણે કોઈ પ્રાણીઓનું ટોળું માથું નીચું રાખીને ઊભું હોય તેમ લેવિસે તમામ કેદીઓને ઊભેલા જોયા. લેવિસ દરવાજો ખોલીને અંદર દાખલ થયા ત્યારે દરેક કેદીના ચહેરા પર દુઃખ અને શોકની ઘેરી છાયા જોઈ, કેટલાકની આંખોમાં આંસુ હતાં, તો કોઈક ડૂસકાં ભરતા હતા. કેથરિનને અંતિમ વિદાય આપવાની તેમની ઇચ્છા હતી. લેવિસે જેલનો દરવાજો ખોલ્યો. એક પછી એક ખૂંખાર કેદીઓ બહાર નીકળ્યા. એમના પર કોઈ ચોકીપહેરો ન હતો. એ બધા જેલના દરવાજેથી પોણો માઈલ ચાલીને લેવિસના ઘરના દરવાજા પાસે આવ્યા. કેથરિનને અંતિમ વિદાય વખતે આદર આપવા કતારમાં નતમસ્તકે ઊભા રહ્યા. એ પછી દરેકેદરેક કેદી પાછા જેલમાં ગયા. હા, એકે કેદી ઓછો થયો ન હતો.
મંત્ર માનવતાનો
111
Page #113
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
112
સામાન્યમાંથી અસામાન્ય
‘સિંગાપોરના રાષ્ટ્રપિતા' તરીકે ઓળખાતા લિ ક્વાન યૂએ ત્રણ દાયકા સુધી સિંગાપોરના વડાપ્રધાન તરીકે યાસ્વી કામગીરી બજાવી અને પોતાના રાષ્ટ્રને જગતનું અત્યંત વિકાસશીલ રાષ્ટ્ર બનાવ્યું. ૧૯૬૪ની ૨૧મી જુલાઈએ સિંગાપોરમાં ચીની અને મય લોકો વચ્ચે થયેલાં કોમી રમખાણોને પરિણામે મલેશિયાએ સિંગાપોરને એના ફેડરેશનમાંથી દૂર કર્યું. એ સમયે કોમી રમખાણોની વચ્ચે મળેલી આ સ્વતંત્રતાને આંસુભરી આંખે સિંગાપોરના રાજનેતા લિક્વાન યુએ સ્વીકારી, કારણ કે તેઓ ચાર દેશોના જોડાણના સમર્થક હતા. સિંગાપોર કોમી હુલ્લડોથી ગ્રસિત હતું અને ભ્રષ્ટાચારથી ભરેલું હતું, એને મલેશિયામાંથી પાણી પણ આયાત કરવું પડતું હતું,
આવી પરિસ્થિતિમાં સિંગાપોરના વડાપ્રધાન લિક્વાન યુએ પોતાના દેશની પ્રગતિ માટે બુદ્ધિજીવીઓને હાકલ કરી. એમણે ડૉક્ટરો અને એન્જિનિયરોને રાજકારણમાં આવવા માટે નિમંત્રણ આપ્યું અને કહ્યું, “દેશના સૌથી બુદ્ધિશાળી માણસો શા માટે રાજનીતિથી આભડછેટ રાખે છે
શરૂઆતમાં વડાપ્રધાનને આને માટે ઘણી મહેનત કરવી પડી, કારણ કે આ બુદ્ધિશાળી પ્રોફેશનલોમાં લોકોની વચ્ચે જઈને એમની સમસ્યાઓ સાંભળવાનું ધૈર્ય ન હતું. પણ ધીરે ધીરે એમણે દેશ અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરનારી પ્રતિભાઓને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કર્યો અને એને પરિણામે સિંગાપોરનું શાસન અને રાજનીતિ બંનેમાં મોટું પરિવર્તન આવ્યું. નિષ્ણાતોએ રાજનીતિની પરવા કર્યા વિના દેશના વિકાસ માટે આવશ્યક પરિવર્તનો કર્યાં.
સિંગાપોરના આ સફળ વડાપ્રધાને પોતાની જીવનકથા ‘થર્ડ વર્લ્ડ ટુ ફર્સ્ટ'માં આ જાદુની વાત કરી છે, જે દ્વારા એમણે સિંગાપોરને દુનિયાનો અગ્રણી દેશ બનાવ્યો. દેશના ઉચ્ચ પદ પર નિષ્ણાતોને મૂક્યા અને એ રીતે સામાન્ય દેશને અસામાન્ય પ્રગતિશીલ દેશ બનાવ્યો.
Page #114
--------------------------------------------------------------------------
________________
સંપત્તિથી સુખ ? વિશ્વના ધનાઢ્ય ઉદ્યોગપતિ, રોકાણકાર અને દાનવીર વૉરન એડવર્ડ બ્ફેટ (જ. ૩૦-૮-૧૯૩૦)ને વીસમી સદીના સૌથી સફળ ઇન્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના ધનાઢ્ય લોકોમાં સ્થાન પામનાર વૉરન બુફેટ હજી આજે પણ અમેરિકાના ઓમાહા નામના પરગણામાં નાનકડા ત્રણ બેડરૂમવાળા ઘરમાં રહે છે. આ ઘર એમણે આજથી પચાસેક વર્ષ પહેલાં ખરીદ્યું હતું. એ કહે છે કે એને જોઈએ તે બધું જ આ ઘરમાં છે પછી બીજા મોટા ઘરમાં જવાની જરૂર શી ? વૉરન બુફેટ જાતે ગાડી ચલાવે છે અને કોઈ સલામતીરક્ષક રાખતા નથી. વળી વિશ્વની સૌથી મોટી ખાનગી જેટ વિમાની કંપની ધરાવતા હોવા છતાં ક્યારેય ખાનગી જેટ દ્વારા પ્રવાસ કરતા નથી.
નિશાળમાં અભ્યાસ કરતી વખતે આપકમાઈ કરવા માટે અખબારના ફેરિયાનું કામ કરતા હતા અને પિતા ધનવાન હોવા છતાં ખિસ્સાખર્ચી કાઢવા માટે અખબાર વહેંચતા હતા. વૉરન બુફેટ માને છે કે પૈસાથી ખુશીઓ ખરીદી શકાતી નથી. એમના શોખ પણ ઘણા સાધારણ છે. અસ્તાચળના સમયે સમુદ્રના કિનારે ખુલ્લા પગે ચાલવું એ એમને ખૂબ પસંદ છે. કૉફી શોપમાં બેસીને આવન-જાવન કરતા લોકોને જોવામાં એમને ખૂબ મજા આવે છે અને કહે છે કે જીવનની સામાન્ય પળોમાં પણ અખૂટ આનંદ છુપાયેલો છે. આ અબજોપતિ એમ માને છે કે બીજાની સાથે પોતાની તુલના કરીને વધુ કમાણી કરવાની ધૂન વ્યક્તિને ક્યારેય સંતુષ્ટ કરી શકતી નથી. આથી ૨૦૦૬માં એમણે પોતાની સંપત્તિનું દાન કરવાનો નિર્ણય કર્યો. એમણે થોડીઘણી સંપત્તિ નહીં, પણ ૮૩ ટકા સંપત્તિ બિલ ઍન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને દાનમાં આપી દીધી.
૨૦૦૨ની એપ્રિલમાં મેડિકલ ટેસ્ટ કરતાં ખબર પડી કે એમને કૅન્સર થયું છે. તે પાંચેક મહિના સારવાર લઈને ફરી કામે લાગી ગયા અને આજે ૮૭ વર્ષના વૉરન બુફેટ ઉકાળો ઑફિસ અને સામાજિક કાર્યોમાં ડૂબેલા રહે છે.
મંત્ર માનવતાનો
113
Page #115
--------------------------------------------------------------------------
________________
અમૂલ્ય પ્રમાણપત્ર રશિયાના નવલકથાકાર, ચિંતક અને નાટકકાર લિયો ટૉલ્સ્ટૉય (ઈ. સ. ૧૮૨૮થી ઈ. સ. ૧૯૧૦) પોતાની સંસ્થા માટે યોગ્ય વ્યક્તિની શોધમાં હતા. એમના ઘનિષ્ઠ મિત્રએ પોતાની પરિચિત એવી એક વ્યક્તિને ભલામણ સાથે ટૉલ્સ્ટોય પાસે મોકલી. એમને પૂર્ણ શ્રદ્ધા હતી કે લિયો ટૉલ્સ્ટૉય એમની ભલામણને સહર્ષ મંજૂર રાખશે, પરંતુ વાત સર્વથા વિપરીત બની. ટૉલ્સ્ટોયે એ કાર્ય માટે પોતાના પરમ મિત્રએ સૂચવેલી વ્યક્તિને બદલે અન્ય વ્યક્તિની પસંદગી કરી. એમના મિત્રને જાણ થતાં એ અત્યંત ગુસ્સે થયા અને ટૉલ્સ્ટોયને મળવા ધસી ગયા.
એમણે કહ્યું, ‘તમારી સંસ્થામાં નોકરી માટે મેં એક કાબેલ અને શિક્ષિત વ્યક્તિને ભલામણપત્ર સાથે મોકલી હતી. એમની પાસે યોગ્યતાનાં ઘણાં પ્રમાણપત્રો હતાં, તેમ છતાં તમે એની પસંદગી કરવાને બદલે એક એવી વ્યક્તિની પસંદગી કરી કે જેની પાસે આવાં કોઈ જ પ્રમાણપત્રો નહોતાં, એનું કારણ શું ?”
ટૉલ્સ્ટોયે કહ્યું, ‘તમારી વાત સાચી છે. જેની મેં પસંદગી કરી છે, એની પાસે કોઈ મોટી મોટી સંસ્થાનાં પ્રમાણપત્રો નહોતાં, પરંતુ એની પાસે એક અમૂલ્ય પ્રમાણપત્ર હતું અને તેને આધારે મેં એની પસંદગી કરી છે.'
મિત્રને પારાવાર આશ્ચર્ય થયું અને પૂછયું, “અમૂલ્ય પ્રમાણપત્ર? એવું તે કયું પ્રમાણપત્ર હોઈ શકે ?”
ટૉલ્સ્ટૉયે કહ્યું, “જેની મેં પસંદગી કરી, એણે મુલાકાત માટે પ્રવેશતાં પૂર્વે ખંડમાં દાખલ થવાની અનુમતિ માગી. પ્રવેશ્યા પછી ધીરેથી બારણું બંધ કર્યું અને ખુરશી પર બેસવા માટે મારી અનુમતિ માગી. મારા દરેક પ્રશ્નનો એણે આત્મવિશ્વાસપૂર્વક
વ્યવસ્થિત જવાબ આપ્યો અને મુલાકાત પૂરી થતાં રજા લઈને ચૂપચાપ બહાર નીકળી છે ગયો. જોયું કે એણે જે કંઈ કર્યું, તે એના સ્વભાવ મુજબ કર્યું, પ્રદર્શન માટે નહીં. યોગ્ય અને ગુણવાન વ્યક્તિની પાસે મોટા પ્રમાણપત્ર ન હોય, તેથી શો ફેર પડે ?'
જીઈ
114
Page #116
--------------------------------------------------------------------------
________________
કર્તવ્યની હિફાજતા
ઈરાનના શહેનશાહ અબ્બાસ પોતાના રાજ્યના ઉચ્ચ અધિકારીને ત્યાં ભોજન અર્થે પધાર્યા હતા. ભોજન પછી અતિશય મદ્યપાન કરવાથી તેઓ નશામાં ચકચૂર બની ગયા અને ઉન્મત્ત બનેલા શહેનશાહ ઉચ્ચ અધિકારીના જનાનખાના તરફ ધસમસતા જવા લાગ્યા. ઉચ્ચ અધિકારી ઈરાનના શહેનશાહની આ હરકત જોતો હતો, પણ કરે શું ? એ ખામોશ બનીને ઊભો રહ્યો, પણ જનાનખાનાનો પહેરેદાર દરવાજા પાસે આવીને ઊભો રહ્યો અને બે હાથ આડા કરીને કહ્યું, “આપને જનાનખાનામાં પ્રવેશવાનો અધિકાર નથી.”
આ સાંભળીને શહેનશાહનો મિજાજ ગયો અને બોલ્યા, ‘ઈરાનના બાદશાહને તું એમના અધિકારની વાત કરે છે ? દૂર હટી જા મારા રસ્તામાંથી. મારા આદેશનું પાલન કર, નહીં તો તારું મસ્તક વાઢી નાખીશ.”
પહેરેદારે કહ્યું, “બાદશાહ સલામત ! આપને હું ઓળખું છું, પરંતુ આ જનાનખાનાની હિફાજત કરવી એ મારી ફરજ છે, તેથી હું અહીંથી ખસી શકીશ નહીં. આપ મુલ્કના બાદશાહ હોવાથી હું આપના પર હુમલો નહીં કરું, પરંતુ આપને જનાનખાનામાં પ્રવેશવું હોય તો મારી હત્યા કરી, મારા શબ પર પગ મૂકીને પ્રવેશવું પડશે, કારણ કે મારા માલિકના આદેશનો અને એમની સ્ત્રીઓની અસ્મત(આબરૂ)નો સવાલ છે.” ઈરાનના બાદશાહ અબ્બાસ થોડી વાર થોભી ગયા અને પોતાના મહેલમાં પાછા ફર્યા. બીજે દિવસે બાદશાહના દરબારમાં મિજલસ ગોઠવનારા ઉચ્ચાધિકારી આવ્યા અને બાદશાહની માફી માગતાં કહ્યું, ‘ખુદાવિંદ, રહેમ કરજો, મારા પહેરેદારે ભૂલ કરી. એને મેં આજે હાંકી કાઢયો છે.'
ઈરાનના બાદશાહે કહ્યું, “સારું કર્યું. નહીં તો મારે તારી પાસે એની ભીખ ( માગવી પડત. એને બોલાવો. હું એને મારા રક્ષકોનો સરદાર બનાવવા માગું છું. આવો
મંત્ર માનવતાનો સેવક તો સદ્નસીબ હોય, તો જ સાંપડે.”
115
Page #117
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
116
મારી શરત
ગ્રીસનો વિદ્વાન સાઇકગસ શબ્દોની ગહનતા અને અર્થસભરતાની સાોસાય માનવ હૃદયની વેદના વિશે પણ જાણતો હતો. બીજાની આંખનાં આંસુ એ માત્ર લૂછતો જ નહોતો, પરંતુ પોતાની આંખોમાં લઈ લેતો હતો. એક વાર લાઇગરસનો વિરોધી એની પાસે દોડી આવ્યો અને લાઇકગરસને અપમાનજનક શબ્દો કહેવા લાગ્યો.
લાઈકગરસ પર આની કોઈ અસર ન થતાં વિરોધી વધુ કોધે ભરાશે. મુક્કા ઉછાળીને અપશબ્દો બોલવા લાગ્યો.
લાઇગરસ શાંતિથી ચાલતો ચાલતો પોતાના ઘર તરફ આગળ વધતો ગયો. પેલા નિંદકના મનની અકળામણ સહેજે શમી નહીં. એ તો અપશબ્દો બોલતો બોલનો છેક એના ઘર સુધી પહોંચી ગયો.
લાઇકગરસે આ નિંદાખોરને પોતાના ઘેર આવવાનો અને રહેવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે આને કારણે એને આખો દિવસ અપશબ્દો કહેવાની અનુકૂળતા રહેશે. ટીકાખોર એમને ત્યાં રહ્યો. દિવસ વીતવા લાગ્યા. લાઇકગરસની સેવાભાવના જોઈને તો એ કડક ટીકાકારમાંથી મોટો પ્રશંસક બની ગયો અને ધીરે ધીરે લાઇકગરસનાં સેવાકાર્યોમાં મદદ પણ કરવા લાગ્યો.
આમ બે-ત્રણ દિવસ વીતી ગયા. ટીકાકારે આખરે રજા માગી. લાઇકગરસે કહ્યું, “જો ભાઈ ! હું તને ભારે હૃદયે રજા આપું છું, પરંતુ તારે મારી એક શરત પાળવી પડશે.” ટીકા કરનારાએ કહ્યું, “કહો, કઈ શરત પાળવાની છે મારે ?”
લાઇકગરસે કહ્યું, “તારે અવારનવાર આવતા રહેવું, અનુકૂળતા હોય તો થોડા દિવસ સાથે રહેવું, મારી સખત ટીકા કરવી, જેથી હું એ ભૂલ સુધારવા માટે સદા પ્રયત્નશીલ રહી શકું."
Page #118
--------------------------------------------------------------------------
________________
સીધી-સાદી પદવી ઇંગ્લેન્ડના સમ્રાટ જેસે પોતાનો રાજભંડાર સમૃદ્ધ કરવા માટે એક નવી યુક્તિ અજમાવી. પ્રજા પાસેથી કર ઉઘરાવીને નાણાં એકત્ર કરવામાં લોકસમૂહના અસંતોષનો ભય સતાવે છે, પરંતુ સમ્રાટે ધનિકો હોંશે હોંશે ધન આપે એવો નુસખો
કર્યો.
એ કોઈને “ચૂક'ની પદવી આપવા લાગ્યા, તો કોઈને “લૉર્ડ બનાવવા લાગ્યા. આ પદવી માટેની રકમ પણ નક્કી કરી. અમુક રકમ આપે એટલે અમુક કક્ષાની પદવીની નવાજેશ કરવામાં આવશે.
પદવી વાંછુઓની લાઇન લાગવા માંડી. દરેકને પદવીથી પોતાની પ્રતિભા ઉપસાવવી હતી. વગર પુરુષાર્થે સન્માન પામવું હતું.
સમ્રાટ જેમ્સ જાણતા હતા કે પદવીથી કોઈ મહાન બનતું નથી. મહાન બનવા માટે તો ઉમદા સગુણો હોવા જોઈએ, પરંતુ એમને તો પદવીપિપાસુઓની તુચ્છ અહંકારવૃત્તિ પોષીને ધન એકત્ર કરવું હતું.
એક વાર એમની રાજસભામાં એક ધનવાન વ્યક્તિ આવી. સમ્રાટે પૂછ્યું, “કહો, તમને કઈ પદવી આપું ? કયો ઇલ્કાબ તમારે જોઈએ છે ?”
પેલી વ્યક્તિએ કહ્યું, “સમ્રાટ, તમે લૉર્ડ અને ડ્યૂક જેવી પદવી આપો છો, પણ મારે એવી પદવી જોઈતી નથી.”
સમ્રાટે કહ્યું, “અરે ! તમે કહો ને ! જો યોગ્ય રકમ આપશો તો ‘લૉર્ડથી પણ કોઈ ચઢિયાતી કે ‘ચૂકથી પણ અતિ ગૌરવ ધરાવતી નવી પદવી આપીશ.”
પેલી વ્યક્તિએ કહ્યું, “સમ્રાટ, માફ કરજો. મારે કોઈ મહાન ગૌરવવાળી પદવી જોઈતી નથી. સીધી-સાદી પદવીની જરૂર છે. મને ‘સર્જન’ બનાવી દો.”
સમ્રાટે કહ્યું, “ભાઈ, હું તને “લૉર્ડ' કે “ચૂક બનાવી શકું, પણ તને સજજન બનાવવાનું કામ મારી શક્તિ બહારનું છે.”
D
મંત્ર માનવતાનો
117
Page #119
--------------------------------------------------------------------------
________________
અનામીનો આનંદ
જર્મનીના મહાન સમાજસેવક ઑબરલીન એક વાર એમની મુસાફરી દરમિયાન ભયાવહ તોફાનમાં સપડાઈ ગયા. તીવ્ર આંધી અને તોફાની બરફવર્ષાને કારણે હેરાન-પરેશાન થઈ ગયા. સહાય માટે જોરજોરથી બૂમો પાડતા હતા, પણ જ્યાં સહુને પોતાનો પ્રાણ બચાવવાની ફિકર હોય, ત્યાં એમની બૂમો કોણ સાંભળે ?
બરલીન બેભાન થઈ ગયા અને થોડા સમય બાદ સ્ટેજ ભાનમાં આવ્યા ત્યારે જોયું તો એક ગરીબ ખેડૂત એમની સેવાશુશ્રુષા કરતો હતો. બલીનને એ જીવનદાતા તારણહાર લાગ્યો.
એમણે પ્રસન્ન થઈને એ ખેડૂતને કહ્યું, ‘તારી સેવાના બદલામાં તને ઇનામ આપીશ. કહે, તારું નામ શું છે અને ક્યાં રહે છે ?”
ઑબરલીનનો સવાલ સાંભળીને ખેડૂત ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું, ‘બાઇબલમાં ક્યાંય કોઈ પરોપકારીનું નામ લખ્યું છે ખરું ? નથી લખ્યું. તો તમે મને પણ અનામી રહેવા દો. તમે પણ નિઃસ્વાર્થ સેવામાં માનો છો, તો પછી મને ઇનામનું પ્રલોભન શા માટે આપો છો ? સેવાની ભાવના તો પોતાના અંતરમાંથી જાગે છે, પુરસ્કારની આશાથી નહીં. માટે મને ક્ષમા કરશો. હું આપને મારી ઓળખ નહીં આપું.'
બરલીન ખેડૂતની વાત સાંભળીને આશ્ચર્યમુગ્ધ બની ગયો અને મનોમન વિચારવા લાગ્યો કે આ ખેડૂતે એમને કેવો સચોટ બોધ આપ્યો.
એમને સમજાયું કે સાચી સેવા નિઃસ્વાર્થ હોવી જરૂરી છે. પોતે ખેડૂતને ઇનામ તી આપવાની વાત કરી, તેનો ભારોભાર અફસોસ વ્યક્ત કરતાં કહ્યું,
| ‘જો તમારા જેવી વ્યક્તિ સર્વત્ર હોય, તો આ દુનિયામાં ચોતરફ ખુશાલી અને મંત્ર માનવતાનો.
પ્રસન્નતા છવાયેલી રહે.’ 118
હ
Page #120
--------------------------------------------------------------------------
________________
વેદનાનો વિનોદ
ડૉક્ટરે નિદાન કરતાં જ્હૉન વેન શેલ્ટરને કહ્યું કે તમને કૅન્સર થયું છે. ઘણું વધી ગયું છે. હવે તમારું આયુષ્ય છ માસથી વધુમાં વધુ એક વર્ષ સુધીનું રહેશે. જ્હૉને ડૉક્ટરને કહ્યું, ‘માફ કરો ડૉક્ટરસાદુંબ, આપની વાત હું સ્વીકારતો નથી. ભલેને કેન્સર હોય પણ હું તો જીવીશ જ અને એક વર્ષથી વધુ જીવીશ.’
એંશી વર્ષના જ્હૉન આરામથી જીવન વિતાવવા લાગ્યા. સમય વીતતો ચાલ્યો. એમની સ્મૃતિ એટલી જ રહી. ચહેરાનો આનંદ સહેજે લેપાયો નહીં. મહિનાઓ પર મહિના વીતવા લાગ્યા. નિદાન થયાનું વર્ષ વીતી ગયું, લોકો જ્હૉનને ‘જીવંત ચમત્કાર' તરીકે ઓળખવા લાગ્યા. ડૉક્ટરો પણ વિચારતા હતા કે કેન્સરને કારણે એમનું શરીર આટલું બધું ક્ષીણ થઈ ગયું છે, તેમ છતાં આટલી બધી મોજથી કેવી રીતે જીવતા હશે ?
કોઈએ જ્હૉનને આનું રહસ્ય પૂછ્યું તો જ્હૉને કહ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેઓ તબીબ તરીકે ઘાયલ સૈનિકોની છાવણીમાં કામ કરતા હતા. એમણે ઘવાયેલા સૈનિકોને હસતા જોયા. કોઈનો હાથ કપાઈ ગયો હતો, કોઈનો પગ કપાઈ ગયો હતો, પણ એ સૈનિકો મોજથી જીવતા હતા. જ્હૉને આનું રહસ્ય એ શોધ્યું કે સૈનિકો એમની શારીરિક સ્થિતિ વિશે વિચારતા જ નહોતા, તેથી એમના મનને શારીરિક યાતના સ્પર્શતી નહોતી. જ્હૉને પોતાના જીવનમાં આ વાત અપનાવી અને નક્કી કર્યું કે શરીરનો હું ગુલામ નથી, કિંતુ શરીર મારું ગુલામ છે. શરીરે કેમ વર્તવું એ પોતાના શરીરને શીખવવા લાગ્યા.
એક વાર એ ઊભા થયા અને એકાએક માથામાં તીવ્ર શૂળ જેવી વેદના જાગી. વેદનાને જ્હૉને કહ્યું, ‘ચૂપ રહે. મિત્રોની મહેફિલમાં બેઠો છું. એનો ખ્યાલ રાખીને ચૂપચાપ ભેંસ.
ક્યારેક છાતીમાં દર્દ થતું તો બોલી ઊઠતા, ‘ખામોશ થઈ જા. જરા સમજ તો, હું સવારનો સુંદર નાસ્તો કરી રહ્યો છું.' આ રીતે જ્હૉને પોતાના શરીરની વેદનાને હુકમ આપીને અંકુશમાં રાખ્યું અને એક વર્ષથી ઘણું વધુ જીવ્યા.
મંત્ર માનવતાનો 119
Page #121
--------------------------------------------------------------------------
________________
શૂન્યમાંથી સર્જન શિકાગોની હોટલમાં વેઇટર તરીકે કામ કરતા નિકલ્સનના પિતાનું એકાએક અવસાન થયું. એકાદ વર્ષ બાદ એની માતાનું મૃત્યુ થયું. અનાથ નિકલ્સન પર દયા આણીને હોટલના માલિકે એને બેલ-બૉયની નોકરી આપી. પગાર સાવ મામૂલી, પણ આ નોકરી સ્વીકાર્યા સિવાય નિકલ્સનને માટે બીજો કોઈ ઉપાય નહોતો. બેલ-બૉય તરીકે નિકલ્સનને ઘણી વાર મુસાફરોની તોછડાઈ કે અપશબ્દો સહન કરવા પડતા હતા.
એક વાર એવું બન્યું કે એક પ્રવાસીનું પાકીટ ખોવાઈ જતાં નિકલ્સન પર આરોપ આવ્યો. મૅનેજરની પોલીસ બોલાવવાની ધમકીથી નિકલ્સન કાંપવા લાગ્યો. એવામાં પ્રવાસીને પાકીટ મળી જતાં નિકલ્સનને નિરાંત વળી, છતાં હોટલના મેનેજરે ઠપકો આપ્યો કે ભવિષ્યમાં તારી આવી કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં.
આખી રાત નિકલ્સન ચોધાર આંસુએ રડ્યો. બીજે દિવસે નક્કી કર્યું કે પોતાની માતા જેમ કપડાં ખરીદીને વેચવા નીકળતી હતી, એમ ટાઈ, અન્ડરવેર, ટુવાલ, રૂમાલ ને ડસ્ટર લઈને વેચવા નીકળવું. નિકલ્સન રાતદિવસ મહેનત કરવા લાગ્યો. આમાંથી પહેલે મહિને જ હોટલના પગાર કરતાં વધુ કમાણી થઈ. થોડા સમય બાદ મોટરસાઇકલ ખરીદીને દૂર દૂર સુધી કપડાં વેચવા જવા લાગ્યો.
સમય જતાં તૈયાર વસ્ત્રો બનાવતી કંપનીનો કમિશન એજન્ટ બન્યો અને સિલાઈનાં ચાર મશીન વસાવીને એક કટિંગ માસ્ટરને નોકરીએ રાખી જુદી જુદી સ્ટાઇલનાં વસ્ત્રો બનાવવા લાગ્યો. વિખ્યાત ડ્રેસ-ડિઝાઇનરની ડિઝાઇનનો અભ્યાસ કરે અને પછી પોતાનું ભેજું લડાવી નવી ડિઝાઇન તૈયાર કરે. પહેલાં શિકાગોમાં અને પછી અમેરિકાનાં અન્ય મહાનગરોમાં પોતે બનાવેલા પોશાક વેચવા લાગ્યો.
- થોડા સમયે વિશાળ જગ્યા લઈ મોટી કંપની ઊભી કરી દેશ-વિદેશ કપડાં મોકલવા નેવતાની લાગ્યો અને સમય જતાં નિકલ્સન અમેરિકાનો સૌથી મોટો ફૅશન-ડિઝાઇનર બન્યો. 120
Page #122
--------------------------------------------------------------------------
________________
જીવંત કાચબા જેવું જીવન
ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક લાઓત્સેનું સાચું નામ તો લી હતું, પરંતુ ‘પ્રાચીન ગુરુ’ એવો અર્થ ધરાવતા લાઓત્સે તરીકે પ્રસિદ્ધ થયા. એક વાર ચીનના સમ્રાટે પોતાના દેશના શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાની, જ્ઞાન અને સદાચારના ઉપદેશક અને ચીની પ્રજામાં બહોળી ચાહના ધરાવનાર લાઓત્સેને નિમંત્રણ મોકલ્યું કે ‘તમારા જેવા પ્રખર ચિંતકને મારે મારા મુખ્યમંત્રી બનાવવા છે.'
સમ્રાટના મુખ્ય પ્રતિનિધિ નિમંત્રણ લઈને લાઓત્સેને મળવા આવ્યા. એ સમયે લાઓત્સે નદીના કિનારે મુક્તપણે તરતા કાચબાને જોતા હતા. સમ્રાટના નિમંત્રણનો સંદેશો સાંભળીને લાઓત્સેએ પેલા પ્રતિનિધિને પુછ્યું, મેં સાંભળ્યું છે કે તમારા સમ્રાટના સિંહાસન પર એક મૃત કાચબાની હીરા અને રત્નથી જડિત કલાકૃતિ છે, ખરું ને !”
‘હા જી. એ તો સેંકડો વર્ષોથી છે અને એ રત્નજડિત કાચબાની કલાકૃતિને સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કરીને એની પૂજા કરવામાં આવે છે.’
લાઓત્સેએ નદીના કિનારે પાણીમાં તરતા કાચબાને બતાવીને કહ્યું, ધારો કે આ કાચબાને કોઈ એમ કહે કે ચાલ, મારી સાથે રાજમહેલમાં તને સિંહાસન પર આરૂઢ કરાવીશું. તારા પર સોનાનો ઢોળ ચડાવીશું. એમાં હીરા અને રત્નો જડીશું, તારી પૂજા કરીશું, તો એ શું કરે ? એ જવાનું પસંદ કરે ખરો ?'
‘ના જી. કોઈ મૂર્ખ જ આવો વિચાર કરે, કારણ કે જીવનો કાચબો એના પર બેસી શકે નહીં અને એની પીઠ પર સોનાનો ઢોળ ચડાવી શકાય નહીં. હીરા-રત્નો જડી શકાય નવી..
લાઓત્સેએ કહ્યું, ‘આ જીવતા કાચબા જેવું જીવન છે મારું. તમે જઈને સમ્રાટને કહેજો કે હજી મારે મરવાની વાર છે. મારા શરીર પર સુવર્ણનો ઢોળ ચડાવવાની કે એને હીરા-રત્નથી અલંકૃત થવાની મારી કોઈ ઇચ્છા નથી. હું જ્યાં છું ત્યાં બરાબર છું અને મારું કાર્ય શું છે એની મને જાણ છે.'
મંત્ર માનવતાનો 121
Page #123
--------------------------------------------------------------------------
________________
શરમ આવી નહીં પોતાની અંતિમ વેળાએ બૅબિલોનની મહારાણી અને શાસિકા માટીક્રિસે વિચિત્ર આદેશ આપ્યો. એની પથારીની આસપાસ બેઠેલા પરિવારજનો અને રાજપુરુષોને કહ્યું કે તમે મારી કબર પર એવો મૃત્યુલેખ લખજો કે “અહીં નીચે જમીનમાં સોના અને હીરાથી ભરેલી પેટી રાખવામાં આવી છે.’ આમ કહીને માટીક્રિસે એક કાગળમાં કશુંક લખ્યું અને એ કાગળ પેટીમાં મૂકીને કહ્યું કે મારા દેહની નીચે આને પણ દફનાવજો.
પરિવારજનોએ રાણીની ઇચ્છા પરિપૂર્ણ કરી, પરંતુ સહુના મનમાં અપાર આશ્ચર્ય હતું કે મહારાણીએ પોતાની કબર પર આવો મૃત્યુલેખ કોતરાવ્યો કેમ ? અને પેટીમાં એવો તે કયો સંદેશો મૂક્યો ?
થોડા સમય બાદ ઈરાનના બાદશાહ ડેરિયસે બૅબિલોનને આક્રમણ કરીને જીતી લીધું. એમની દૃષ્ટિ કબર પરના મૃત્યુલેખ પર પડી. આ શબ્દો વાંચીને મનોમન અપાર ઉત્સાહ અનુભવવા લાગ્યા અને વિચાર્યું કે હવે પેલો સંદેશો મળતાં સોના અને હીરાથી એનો ભંડાર છલકાઈ ઊઠશે.
ધનની લાલસામાં એણે એ પણ વિચાર્યું નહીં કે કબરની નીચે ધન દાટવાનો અર્થ શો ? અને કદાચ રાખ્યું હોય તો એ વિશે મૃત્યુલેખ લખવાનું કારણ શું ? ડેરિયસે કબર ખોદાવી અને એમાંથી મોટી પેટી મળી. એના આનંદનો પાર ન રહ્યો. એણે અધીરાઈથી એ પેટી ખોલી તો એમાંથી એક કાગળ મળ્યો. એમાં લખ્યું હતું,
અરે, મુખના બાદશાહ, હરામનું ધન મેળવવાની લાલચમાં તને મૃત માનવીની કબર ખોદતાં પણ શરમ આવી નહીં! પરિશ્રમ વિનાની સંપત્તિ માનવીને પ્રમાદી તો બનાવે છે, પણ એથીય વિશેષ એની જિંદગીનાં સઘળાં સત્કર્મો પર પાણી ફેરવીને એને માટે નરકનો રસ્તો ખોલી આપે છે.”
આ ચિઠ્ઠી વાંચી રાજા ડેરિયસ પોતાના દુષ્કૃત્ય પર શરમાવા લાગ્યો. કબર પર મસ્તક નમાવીને એ આંસુ લૂછતો પાછો વળ્યો.
છે
મંત્ર માનવતાનો
122
Page #124
--------------------------------------------------------------------------
________________
અનુભવની કિતાબો ઇંગ્લેન્ડમાં વસતી મરણાસન માતાએ પોતાના પુત્ર શ્રુ મિલરને અફસોસ સાથે કહ્યું, દીકરા, દુઃખની વાત છે કે હું તને ભણાવી શકી નહીં. મારી પાસે એટલાં શક્તિ, સંપત્તિ અને સમય નહોતાં કે તારે માટે કશું કરી શકું, પરંતુ એક વાત ગાંઠે બાંધી લેજે કે આ દુનિયા મોટી પાઠશાળા છે અને એની કિતાબમાંથી તને ઘણું શીખવા મળશે. એના અનુભવોમાંથી તને પ્રગતિનો માર્ગ મળ્યા કરશે.'
થોડી પળોમાં માતાની આંખો મીંચાઈ ગઈ અને બાળક ટૂ મિલર ચોધાર આંસુએ રડવા લાગ્યો. માતાએ અનુભવની પાઠશાળામાંથી પદાર્થપાઠ લેવાનું કહ્યું હતું, પણ એને તો અત્યાર સુધી એક જ અનુભવ હતો અને તે એ કે એણે એના દાદાને પથ્થર તોડવાનું કામ કરતાં જોયા હતા.
એણે વિચાર્યું કે મારે જાતે આ કામ કરવું જોઈએ. કદાચ પૂર્વ અનુભવમાંથી કશુંક નવું જ્ઞાન ઉપલબ્ધ થાય. ધીરે ધીરે એણે પથ્થરો તોડવાનું કામ શરૂ કર્યું. એને વિશે અભ્યાસ કર્યો. વિચાર કર્યો કે સમુદ્રના તળિયે પણ પથ્થરો હોય છે, તેથી સમુદ્રમાં ડૂબકી મારીને એણે સમુદ્રી પથ્થરો વિશે જ્ઞાન મેળવવા માંડ્યું. ત્યાર બાદ મિલર પથ્થર તરાશનારની પાસે નોકરી કરવા લાગ્યો અને એ પથ્થરો તોડવાની સાથોસાથ પથ્થરની વિશેષતાઓનો અભ્યાસ કરવા લાગ્યો.
સમય જતાં ટૂ મિલર લાલ પથ્થર વિશે તજ્જ્ઞ બની ગયો. ધીરે ધીરે એણે એના ગહન પથ્થરજ્ઞાન વિશે લખવા માંડ્યું. એની ઊંડી જાણકારી જોઈને સહુ કોઈ આશ્ચર્ય પામ્યા. પહેલાં દેશમાં અને પછી વિદેશમાં અને એ પછી સમગ્ર વિશ્વમાં લાલ પથ્થરના નિષ્ણાત તરીકે સહુ કોઈ એની સલાહ લેવા લાગ્યા. આ રીતે ધુ મિલર વિશ્વનો પ્રસિદ્ધ ભૂગર્ભશાસ્ત્રી બન્યો. એણે સાબિત કર્યું કે અનુભવની કિતાબમાંથી વ્યક્તિ ઘણું શીખી શકે છે, પામી શકે છે ને પ્રગતિ સાધી શકે છે.
કે શું છે મંત્ર માનવતાનો
123
Page #125
--------------------------------------------------------------------------
________________
લાગણીમય અવાજનું અવસાન ટૉમના માથે એકાએક આભ તૂટી પડ્યું. હજી હમણાં લગ્ન કરીને માંડ એણે ઘરગૃહસ્થીનો પ્રારંભ કર્યો હતો અને ત્યાં જ ગંભીર અકસ્માત થયો. એને કારણે એના બંને પગ છુંદાઈ ગયા અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર કરી, પરંતુ ઈજાની ગંભીરતાને કારણે ટૉમને શેષજીવન પથારીમાં પડ્યા પડ્યા ગાળવાનું આવ્યું.
આ આઘાતજનક આફત ભવિષ્યને અંધકારમય બનાવનારી નીવડે નહીં તે માટે ટૉમે હતાશા ખંખેરીને આગળ વધવાનો નિર્ણય કર્યો. પોતાના અને તાજેતરમાં પોતાની સાથે પ્રભુતામાં પગલાં માંડનાર યુવતીના જીવનમાં સુખની ક્ષણો લાવવાનો નિર્ધાર કર્યો. એણે હસતે મુખે રડતી પત્નીનાં આંસુ લૂછળ્યાં અને નવી પરિસ્થિતિમાં પોતાની નવી દુનિયાનું સર્જન કરવા માટે પુરુષાર્થ આરંભ્યો.
એણે ટેલિફોન પર સામયિકો માટેનાં લવાજમ ઉઘરાવવાનો વ્યવસાય શરૂ કર્યો. ટેલિફોન પર આવી રીતે લવાજમ ઉઘરાવવાની વાત એ ટૉમનો મૌલિક વિચાર હતો. એના અવાજમાં અસરકારકતા અને પ્રભાવકતા હતી. લોકો એની વાત સાંભળતા અને લવાજમ માટે ઑર્ડર આપતા. ધીરે ધીરે શહેરનાં ઘણાં કુટુંબ સાથે એને ગાઢ પરિચય થયો. થાકેલી ગૃહિણીઓને ટૉમની રમૂજી વાતો ખૂબ ગમતી. રોજ આઠેક કલાક પોતાની પથારીમાંથી ટૉમ કારોબાર ચલાવતો. ધીરે ધીરે એણે અંગત સચિવ રાખી, એની પત્નીની સુખ-સગવડની ઇચ્છા પૂરી કરી.
ટૉમ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે મોટા ભાગના એના ટેલિફોન પરના આત્મીય,
આનંદી, ઉત્સાહી અવાજથી ઓળખતા હતા. એના મૃતદેહને વિદાય આપવા માટે આખું @ @ ગામ ઊમટ્યું હતું અને સહુના ચહેરા પર “મધુર અને લાગણીશીલ અવાજ” ના મૃત્યુનો
શોક હતો. મોટા ભાગના લોકોએ ટૉમને જોયો નહોતો, પરંતુ એની ચાહનાને કારણે મંત્ર માનવતાનો.
નગરવાસીઓમાં એ નગરના મેયર તરીકે ઓળખાતો હતો. 124
Page #126
--------------------------------------------------------------------------
________________
હવે એને કોણ રાખશે ? જાપાનની આગવી ધ્યાનપદ્ધતિ શીખવતા પ્રસિદ્ધ ફિલસૂફ બાન્ટેઈની ધ્યાનશિબિરમાં સહુ કોઈ બેધ્યાન બની જાય એવી ઘટના બની. ધ્યાનનું શિક્ષણ મેળવવા આવેલા એક શિબિરાર્થીએ ચોરી કરી અને એના સાથીઓએ એને ચોરી કરતાં ઝડપી લીધો. એને પકડીને બાન્કંઈ પાસે લાવ્યા અને કહ્યું,
આ તે કેવું કહેવાય ? ધ્યાનના વર્ગમાં સાધના કરીને ચિત્તશાંતિ માટે આવેલો આ છોકરો ચોરીછૂપીથી ચીજ-વસ્તુઓ ચોરી જાય છે. એને અત્યારે જ હાંકી કાઢો. આવા ચોરની હાજરીથી આપણું ધ્યાનમય શાંત વાતાવરણ પણ દૂષિત બની જશે.'
બાસ્કેઈએ શિબિરાર્થીઓની વાત સાંભળી અને કહ્યું, ‘એણે ચોરી કરી છે એ સાચું. શિબિરમાં આવું કરાય નહીં તે પણ સાચું, પણ એ સુધરી જશે એવી આશાએ આપણે એને તક આપવી જોઈએ, આથી એને હું માફી આપું છું.'
શિબિરાર્થીઓને ગુરુની વાત પસંદ પડી નહીં, પરંતુ મને-કમને સ્વીકારી લીધી, પણ ફરી પેલા વિદ્યાર્થીએ ચોરી કરી, એટલે વળી ધ્યાનની શિબિરમાં ખળભળાટ મચી ગયો. વિદ્યાર્થીઓએ ચોરી કરનારને પકડીને હાજર કરીને બાન્ટેઈને કહ્યું, “આને તો ચોરીની આદત પડી ગઈ છે. તમે માફી આપશો તોપણ એ ચોરી કરશે, એટલે હવે એને સજા કરો. શિબિરમાંથી તત્કાળ હાંકી કાઢો.”
બાન્કંઈએ કહ્યું, ‘હવે તો મારે માટે એની હકાલપટ્ટી કરવી અતિ મુશ્કેલ બની ગઈ. જો હું એને કાઢી મૂકું, તો એને કોણ શીખવશે ? તમે જો અહીંથી બીજે જાવ તો તમને બીજા ધ્યાનગુરુ પોતાની શિબિરમાં પ્રવેશ આપશે, પણ આને નહીં આપે. આથી હું એને ક્ષમા આપું છું અને તમે બધા અહીંથી ચાલ્યા જાવ તોપણ આને તો હું રાખવાનો જ.'
આ સાંભળીને ચોરી કરનાર વિદ્યાર્થીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એણે ચોરી નહીં કરવાની બાન્કંઈ સમક્ષ પ્રતિજ્ઞા લીધી.
મંત્ર માનવતાનો
125
Page #127
--------------------------------------------------------------------------
________________
આદર્શને આખા નિશાળની શિક્ષિકા લિન્ડા બિરટિશ વિદ્યાર્થીઓમાં પુષ્કળ ચાહના ધરાવતી હતી. અઠ્ઠાવીસ વર્ષની લિન્ડા બિરટિશને એકાએક માથામાં સખત દુઃખાવો ઊપડ્યો. લાંબા પરીક્ષણને અંતે ડૉક્ટરોએ એના મગજમાં ઘણી ટ્યુમર (ગાંઠ) હોવાનું નિદાન કર્યું. સાથોસાથ એમ પણ કહ્યું કે એનું ઓપરેશન કરવું મુશ્કેલ છે. ઓપરેશનમાં બચવાની આશા માત્ર બે ટકા જ છે, આથી છ મહિના સુધી રાહ જોવાનું નક્કી કર્યું.
આ છ મહિના દરમિયાન લિન્ડા અતિ ઉત્સાહથી આનંદભેર કાવ્યરચના કરતી હતી અને મનગમતા વિષય પર ચિત્રો દોરતી હતી. એના વિપુલ સર્જનમાંથી માત્ર એક જ કવિતા સામયિકમાં પ્રગટ થઈ અને એનું માત્ર એક જ ચિત્ર આર્ટ ગૅલરીમાં વેચાયું, પણ તેથી શું ?
લિન્ડાની સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી ગઈ. કૅન્સર ફેલાવા લાગ્યું. આખરે ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ઓપરેશન પૂર્વે લિન્ડાએ પોતાના વસિયતનામામાં દેહદાન કર્યું. કમનસીબે લિન્ડાનું ઓપરેશન નિષ્ફળ ગયું અને એ મૃત્યુ પામી. લિન્ડાની આંખો એક અઠ્ઠાવીસ વર્ષના અંધ યુવાનને મળી. એ યુવાનના જીવનમાં અજવાળું ફેલાયું. પોતાને રોશની આપનાર વ્યક્તિનાં કુટુંબીજનોનો આભાર માનવા માટે આઈ બેંકમાંથી સરનામું મેળવીને એ યુવાન લિન્ડાના ઘેર પહોંચ્યો.
એણે “સગી’ આંખે જોયું તો મૃત લિન્ડા ગ્રીસના વિચારક પ્લેટોનાં પુસ્તકો વાંચતી હતી. એણે પણ બ્રેઇલમાં પ્લેટોનાં પુસ્તકો વાંચ્યાં હતાં. લિન્ડા જર્મન તત્ત્વજ્ઞાની હેગલનાં પુસ્તકો વાંચતી હતી. એણે પણ બ્રેઇલ લિપિમાં હેગલ વાંચ્યો હતો.
લિન્ડાની માતાએ આ યુવકને જોઈને કહ્યું કે તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે.
ક્યાં જોયા હશે, તે અંગે ખૂબ વિચાર કર્યો. એકાએક યાદ આવ્યું. લિન્ડાનાં માતા એકાએક કોઈ છે
દાદર ચડીને લિન્ડાના ખંડમાં ગયાં અને લિન્ડાએ દોરેલું આદર્શ માનવીનું પોર્ટેટ લઈ મંત્ર માનવતાનો.
આવ્યાં. આ પોર્ટેટ બરાબર લિન્ડાની આંખ જેને મળી હતી તે યુવાનના જેવું હતું. 126
Page #128
--------------------------------------------------------------------------
________________
મહાનતાની પરીક્ષા
અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખકે વૉક્ટર તેને ઇંગ્લૅન્ડની રાણીએ અમેરિકામાં વસાહત સ્થાપવાનો અધિકાર આપ્યો હતો. ‘સર’નો પ્રતિષ્ઠિત ઇલકાબ પામેલા વૉલ્ટર રેલેએ અમેરિકાના ઘણા અજાણ્યા પ્રદેશો શોધ્યા. સર વૉક્ટર રેલ તલવારબાજીમાં અતિ નિપુણ હતા અને એ સમયે યુરોપમાં વિશાળ મેદાન પર પ્રેક્ષકોના મનોરંજન માટે તલવારબાજી ખેલાતી હતી અને લાખો લોકો એને નિહાળવા માટે આવતા હતા.
એક યુવકે સર વૉલ્ટર રેલેને પડકાર ફેંકતાં કહ્યું, 'તમારી તલવારબાજી અતિ પ્રસિદ્ધ છે, પરંતુ મારો સામનો કરો તો ખરા !' યુવકની જોશીલી જબાન સાંભળીને સર ૉક્ટર રેલેએ કહ્યું,
‘માત્ર મનોરંજન માટે યુદ્ધ કરવું એ સમજદારી નથી. યુદ્ધને બદલે શાંતિ વધુ સારી છે, તેથી વ્યક્તિએ શાંતિપૂર્વક જીવન જીવવામાં વિશેષ વિશ્વાસ રાખવો જોઈએ.’
સર વૉલ્ટર રેલેના પ્રત્યુત્તરને યુવાન એમની નિર્બળતા સમજ્યો અને એથી એણે અહંકાર પ્રગટ કરતાં કહ્યું કે, ‘તમારામાં મારી સામે તલવારબાજી ખેલવાની તાકાત જ ક્યાં છે ?' આમ કહીને એ સર વૉલ્ટર રેલેના મુખ પર થૂંકીને ભાગ્યો. લોકો એ યુવકનો પીછો કરીને પકડી લાવ્યા.
મહાન પોહા અને સર્વત્ર આદરપાત્ર એવા સર વૉલ્ટર રેલેએ સહજતાથી રૂમાલ કાઢીને થૂંક લૂછતાં કહ્યું, જેટલી સરળતાથી આ થૂંક લૂછી રહ્યો છું. એટલી જ સરળતાથી જો હું મનોરંજન માટે માનવહત્યાનું પાપ કરી શકતો હોત, તો તારી સાથે તલવારબાજી ખેલવામાં એક પળનો પણ વિલંબ કરત નહી."
વૉલ્ટર રેલેનાં માર્મિક વચનો સાંભળીને યુવકના પગ તળેથી જમીન ખસવા લાગી. એણે વૉલ્ટર રેલેની ક્ષમા માગતાં કહ્યું, “સર, આપ સાચે જ મહાન છો. તમારી સહનશીલતા, કરુણા અને દયા દૃષ્ટાંતરૂપ છે.'
મંત્ર માનવતાનો 127
Page #129
--------------------------------------------------------------------------
________________
દુઃખનો અંત બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના હિટલરે યુરોપ પર કાળો કેર વર્તાવ્યો. યહૂદીઓની અને પોતાના વિરોધીઓની ક્રૂરતાથી કતલ કરી અને અનેકને મૃત્યુની રાહ જોતા યુદ્ધકેદીઓ તરીકે કારાવાસમાં ગોંધી રાખ્યા. આ યુદ્ધ કેદીઓ માટે ખાસ છાવણીઓ ઊભી કરવામાં આવી. એમના ઉપર પારાવાર ત્રાસ ગુજારવામાં આવ્યો.
એક દિવસ એક કેદી આ યાતનામાંથી બહાર નીકળવા માટે આ છાવણીમાંથી ભાગી છૂટ્યો. એની જાણ થતાં મુખ્ય લશ્કરી અધિકારીએ ફતવો બહાર પાડ્યો કે દસ દિવસમાં યુદ્ધકેદીએ હાજર થવું, નહીં તો છાવણીમાં રહેલા દસ યુદ્ધ કેદીઓને મારી નાખવામાં આવશે.
નાસી ગયેલો યુદ્ધ કેદી ન પકડાયો કે ન પાછો આવ્યો એટલે પછી અધિકારીએ કૅમ્પના દસ કેદીઓને જુદા તારવીને ઠાર મારવાનું નક્કી કર્યું. આ દસ કેદીમાંથી એક કેદીએ અધિકારીના પગમાં પડીને કાલાવાલા કર્યા,
“મને જીવતો રહેવા દો. મારે ઘેર નાનાં નાનાં બાળકો છે. એની કોઈ સંભાળ લે એવું નથી. મારા પર દયા કરો.”
લશ્કરી અધિકારીએ કહ્યું, ‘એક શરતે તને જીવતો રહેવા દઉં. અને તે એ કે આ યુદ્ધકેદીઓમાંથી કોઈ એક કેદી તારે બદલે મરવા માટે તૈયાર થાય તો.”
આ સમયે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા પાદરી કોલવે આગળ આવ્યા અને કહ્યું, “એને
જીવતો રાખો. એને બદલે મારી કતલ કરો. એને મારી નાખશો તો એનાં અનાથ બાળકોનાં કોઈ છ દુઃખનો ક્યારેય અંત નહીં આવે.” મંત્ર માનવતાનો
પાદરી કોલવેએ હસતે મુખે નાઝી અફસરની ગોળીથી વીંધાવાનું પસંદ કર્યું.
રા
128
Page #130
--------------------------------------------------------------------------
________________
સુંદર દિવસો સમું કૅનેડાના ઓન્ટારિયોની બાળકોની હૉસ્પિટલમાં દુઃખી પેટી મેરિટ પોતાની છ વર્ષની પુત્રી કેલીની હાર્ટસર્જરી માટે પુનઃ આવી હતી. એની નાનકડી પુત્રી પર અગાઉ એક વાર તો ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. તાજેતરમાં બીજી વાર આવી ઓપન હાર્ટ સર્જરી કરી હતી. છ વર્ષની કેલીને ઇન્ટેન્સિવ કેર યુનિટમાંથી બહાર લાવવામાં આવી અને બાજુના ભાગની મરામત ચાલતી હોવાથી એને કૅન્સરના દર્દીઓ માટે આરક્ષિત એવા વિભાગમાં રાખવામાં આવી. છ વર્ષની કેલીની બાજુની જ રૂમમાં છ વર્ષનો એડમ હતો. આ એડમ લ્યુકેમિયા સામે જંગ ખેલતો હતો. એડમ કેમોથેરેપીની સારવાર લેતો હતો. આ સારવાર અત્યંત પીડાકારી હોવા છતાં એડમનો આનંદ સહેજે ઓછો થતો નહીં.
કૅન્સરનો દર્દી એડમ રોજ કેલીના રૂમમાં આવતો. એની સાથે એની કેમોથેરેપી લેવા માટેની બૅગ પણ હોય. પારાવાર વેદના થતી હોવા છતાં એડમ હંમેશાં હસતો અને આનંદ કરતો જોવા મળતો. કેલીના રૂમમાં આવીને એડમ કલાકો સુધી જાતજાતની વાતો કરતો, મસ્તી-મજાક કરતો. પેટી મેરિટ અને એમની પુત્રી કેલી એમાં સામેલ થતાં. લાંબા વખતથી પુત્રીની સારવાર માટે રહેતી હોવાથી પેટી મેરિટને એક દિવસ ખૂબ કંટાળો આવ્યો હતો. બહારનું કાળું વાદળછાયું વરસાદી આકાશ એની ગમગીનીમાં ઉમેરો કરતું હતું. બારીએ ઊભી રહી દુઃખી અને ઉદાસ મેરિટ આકાશમાં વાદળોને જોતી હતી, એવામાં રોજના નિયમ મુજબ એડમ આવ્યો. પેટી મેરિટે કહ્યું, “એડમ ! કેવો ગમગીન દિવસ છે ! આજે હું ખૂબ દુઃખી મૂડમાં છું. વળી આવું વાતાવરણ મારા દુઃખમાં વધારો કરે છે.”
એડમે પેટી મેરિટને કહ્યું, “મારે માટે તો બધા જ દિવસ સુંદર હોય છે.” છ વર્ષના એડમના હિંમતવાન શબ્દોએ પેટી મેરિટની નિરાશા દૂર કરી. એ પછી અત્યંત ગમગીનીભર્યો દિવસ હોય, ત્યારે પણ લ્યુકેમિયાના દર્દી એડમના એ શબ્દો પેટી ઉપર મેરિટને દુઃખનો ભાર ખંખેરીને ઉત્સાહભેર જીવવાનું બળ પૂરું પાડતા રહ્યા.
મંત્ર માનવતાનો
129
Page #131
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો 130
આત્મસમૃદ્ધિનો માર્ગ
ગ્રીક-રોમન કાળના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી યુક્લિડે (ઈ. સ. પૂર્વે ૩૨૩ થી ઈ. સ. પૂર્વે ૨૮૩) ભૂમિતિ અંગેના ‘એલિમેન્ટ્સ' ગ્રંથની રચના કરી. ‘એલિમેન્ટ્સ’નું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું અને એની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ. બાઇબલ પછી સૌથી વધારે વંચાતા ગ્રંથ તરીકે ‘એલિમેન્ટ્સ' સ્થાન પામે છે.
આવા પ્રખર ગણિતજ્ઞ યૂક્લિડને પોતાના અગાધ જ્ઞાનનો લેશમાત્ર ગર્વ નહોતો. કોઈ પણ જિજ્ઞાસુ એમની પાસે આવીને અભ્યાસ કરી શકતો અને એને પરિણામે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમની પાસે ભૂમિતિ શીખવા આવતા. ઘણી વાર પોતાનું અંગત કામ છોડીને પણ વિદ્યાર્થીઓને શીખવવામાં મશગૂલ રહેતા.
એક દિવસ એક યુવકે આવીને યુક્લિડ પાસે ભૂમિતિનો અભ્યાસ કરવાની જિજ્ઞાસા પ્રગટ કરી અને યૂક્લિડે એની વાતનો સહજ સ્વીકાર કર્યો. આ પ્રતિભાશાળી યુવક ખૂબ ઝડપથી અભ્યાસમાં આગળ વધવા લાગ્યો અને યુક્લિડ પણ એના પર પ્રસન્ન થયા હતા. એક વાર યુક્લિડ એને પ્રમેય ભણાવી રહ્યા હતા અને એ યુવકે એકાએક પ્રશ્ન કર્યો,
‘આ પ્રમેય ભણવાથી મને શું લાભ થશે ?’
આ પ્રશ્નથી નારાજ થયેલા યુક્લિડે એના નોકરને કહ્યું, ‘આને એક ઑબેલ (ગ્રીસનો સિક્કો) આપી દો. એને વિદ્યા પ્રાપ્ત કરવા કરતાંય ધન કમાવામાં વધુ રુચિ છે, આથી એને માટે સઘળો અભ્યાસ નિરર્થક છે.
ગણિતજ્ઞની આ વાત સાંભળીને બીજા વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા. એ યુવાને યૂક્લિડની ક્ષમા માગી.
યુક્લિડે કહ્યું, ‘શિક્ષા આત્મસમૃદ્ધિનો માર્ગ છે. એને ક્યારેય ભૌતિક લાભના ત્રાજવે તોળવાનો ન હોય. એ તો જ્યાંથી મળે અને જેટલી મળે, તેને આત્મીયતાથી ગ્રહણ કરવાની હોય..
ન
Page #132
--------------------------------------------------------------------------
________________
સૌથી મહત્ત્વની સંપત્તિ ઈ.સ. ૧૯૩૬માં અમેરિકાના ઉદ્યોગપતિ ચાર્લ્સ સ્કૂબે એક વ્યક્તિની સલાહકાર તરીકે નિમણૂક કરી. એને મહિનાના પચીસ હજાર ડૉલરનો પગાર આપવાનું નક્કી કર્યું.
માત્ર સલાહ આપવા માટે કંઈ આટલો મોટો પગાર હોય ખરો ? પરંતુ આ કરોડાધિપતિ માનતો હતો કે જીવનમાં એક સલાહ અનેક સમસ્યાઓને ઉકેલી આપે છે. કોઈ અનુભવી આ મૂંઝવણનું મૂળ કારણ શોધીને સતત પજવતી સમસ્યાઓ રાતોરાત દૂર કરી દે છે.
અમેરિકન કરોડાધિપતિ ચાર્લ્સ સ્કૂબે ઊંચા પગારે નીમેલા સલાહકારને પૂછયું, “જીવનમાં સહુથી અમૂલ્ય સંપત્તિ કઈ છે ? જે સંપત્તિ એક વાર ગુમાવીએ તો ફરી મળતી નથી. ગયેલું ધન પાછું મેળવી શકાય છે, કથળેલું સ્વાસ્થ પુનઃ સંપાદિત થાય છે, પરંતુ જીવનમાં ફરી પ્રાપ્ત ન થતી એવી અમૂલ્ય સંપત્તિ કઈ ? એ જાણવામાં આવે તો એના ઉપયોગ અંગે પૂરી સાવધાની રાખી શકાય.”
સલાહકારે કરોડપતિને કહ્યું, “જીવનમાં સૌથી મહત્ત્વની સંપત્તિ તે સમયનો યોગ્ય ઉપયોગ છે. આના માટે રોજ પ્રભાતે કામોની યાદી બનાવવી જોઈએ. એમાંથી જે અત્યંત મહત્ત્વનાં કામો હોય તેને તેના મહત્ત્વ પ્રમાણે ક્રમસર ગોઠવવાં જોઈએ અને તે પછી બીજાં સામાન્ય કામોની નોંધ કરવી જોઈએ. એ મહત્ત્વનાં કાર્યો પહેલાં ક્રમસર પૂર્ણ કરવાં જોઈએ. આમ કરનાર વ્યક્તિ જ સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.”
કરોડપતિને સવાલ જાગ્યો કે આવી અગ્રતાક્રમે યાદી બનાવવાનો અર્થ શો ? ત્યારે એને સમજાયું કે સિત્તેર વર્ષ જીવતો માનવી પચીસ વર્ષ નિદ્રામાં, આઠ વર્ષ અભ્યાસમાં, સાત વર્ષ વૅકેશન અને મોજમસ્તીમાં, છ વર્ષ આરામ અને બીમારીમાં, પાંચ વર્ષ રોજના વાહનવ્યવહારમાં, ચાર વર્ષ ભોજનમાં અને ત્રણ વર્ષ સામાન્ય કામકાજમાં પસાર કરી દે છે. આથી મહત્ત્વનું કાર્ય કરવા માટે વ્યક્તિ પાસે માત્ર બાર વર્ષ જ હોય છે, માટે છે ? વ્યક્તિએ પોતાનાં કામોને અગ્રતાક્રમે ગોઠવીને પૂર્ણ કરવાં જોઈએ.
મંત્ર માનવતાનો
131
Page #133
--------------------------------------------------------------------------
________________
પોશાકની શી પરવા ! આલ્બર્ટ આઇન્સ્ટાઇનને સ્વિટ્ઝર્લેન્ડની પેટન્ટ ઑફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે નોકરી મળી. અહીં એમણે વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની કામગીરી હતી. ચકાસણીના આવા કામને કારણે વૈજ્ઞાનિક સંશોધનોનાં પરિણામોના પાયામાં રહેલાં તત્ત્વો તારવવાની એની શક્તિ કેળવાઈ.
એ પેટન્ટ ઑફિસમાં નોકરી કરતા હતા, ત્યારે ૧૯૦૫માં ઝુરિચના પ્રસિદ્ધ સામયિક અનાદે દર ફિઝિક'માં પ્રગટ થયેલા એમના પાંચ લેખોએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું અને સમય જતાં પેટન્ટ ઑફિસ છોડીને યુનિવર્સિટી-શિક્ષણમાં જોડાયા.
પહેલાં પ્રાગ અને ઝુરિચની યુનિવર્સિટીમાં અને ત્યાર બાદ બર્લિનની વિલ્હેમ કેઝર ઇન્સ્ટિટ્યૂટમાં એમણે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. પોતાનો મોભો વધતાં આઇન્સ્ટાઇનને પોશાક બદલવો પડે તેમ હતો.
તે હંમેશાં કરચલીવાળો સૂટ પહેરતા અને એમના વાળ એમના કપાળને ઢાંકી દેતા હતા. પ્રાધ્યાપક થયા પછી આમ કેમ ચાલે ?
સંશોધનમાં ડૂબેલા આઇન્સ્ટાઇનને માટે પોશાક કે સામાજિક મોભો સહેજે મહત્ત્વનાં ન હતાં. કોઈ રૂઢિ કે પરંપરા પ્રમાણે ચાલવાનું એમને સહેજે મંજૂર નહોતું.
આઇન્સ્ટાઇને એની સહાધ્યાયિની મિલેવા મેરિક સાથે લગ્ન કર્યા હતાં અને મિલેવા મેરિકે એને કહ્યું કે હવે તમે પ્રાધ્યાપક બન્યા છો, સમાજમાં અને શિક્ષણજગતમાં માનભર્યો હોદ્દો ધરાવો છો, આથી તમારે જૂના-પુરાણા સૂટને તિલાંજલિ આપીને નવો સૂટ સિવડાવવો જોઈએ. મિલેવા વારંવાર આગ્રહપૂર્વક કહેતી, ત્યારે આઇન્સ્ટાઇન એક જ ઉત્તર
“અરે, કોથળીમાં ભરેલી ચીજ કરતાં કોથળી વધારે મોંઘી હોય તો તે ખોટું કહેવાય મંત્ર માનવતાનો.
132" ને મારો પોશાક મારી કામગીરીને કોઈ રીતે બહેતર બનાવશે નહીં.”
Page #134
--------------------------------------------------------------------------
________________
Iનો સ્વભાવ ગ્રીસના પ્રસિદ્ધ તત્વચિંતક અને વિચારક સૉક્રેટિસ પાસે એક યુવાને આવીને પોતાની પરેશાની વર્ણવતાં કહ્યું, ‘એક પ્રશ્નનો જવાબ શોધવા માટે ઠેર ઠેર ફરી ચૂક્યો છું, પરંતુ કોઈ એનો ઉત્તર આપી શક્યા નથી. મારા મનમાં ઠસી જાય એવો કોઈ ઉકેલ ક્યાંયથી મળ્યો નથી.'
સૉક્રેટિસે કહ્યું, “એવી તો કઈ સમસ્યા તમારા મનમાં ઉદ્દભવી છે કે જેનાથી તમે આટલા બધા હેરાન-પરેશાન છો ?”
યુવકે પોતાના પ્રશ્નનું વર્ણન કરતાં કહ્યું, ‘હું રોજ રાત્રે આકાશમાંથી વરસતી મધુર ચાંદની જોવા માટે ચંદ્રને ધારી ધારીને નિહાળું છું, ત્યારે મનમાં એક પ્રશ્ન જાગે છે કે આ ચંદ્રનું આવું માદક સૌંદર્ય છે, અંતરને ઠારે એવી શીતળતા એ આપે છે. તો પછી તેમાં ડાઘ અને ધબ્બા કેમ ? એ જ રીતે રાત્રે હું જ્યારે દીવો પકડું છું, ત્યારે મનમાં સવાલ જાગે છે કે આ તેજ વેરતા દીવા નીચે અંધારું કેમ?'
સૉક્રેટિસે હસતાં હસતાં કહ્યું, ‘મિત્ર, ઈશ્વરે માણસને સર્યો છે, તો એમાં ખામી હોતી નથી ? અને તું છેક ચંદ્ર અને દીપકની ખામી જોવા નીકળ્યો છે ? એમની ખામીની વાત કરે છે, તો તેં આમ ઠેરઠેર ફરીને તારી પોતાની ખામીની વાત કરી છે ખરી?” સૉક્રેટિસના શબ્દો સાંભળીને યુવાન વિચારમાં પડી ગયો. સૉક્રેટિસે કહ્યું, “જેવી દષ્ટિ, એવી સૃષ્ટિ, જો તમે સારું જોવાનો સ્વભાવ કેળવશો તો તમને ક્યાંય ખામી કે બૂરાઈ દેખાશે નહીં. ચંદ્ર અને દીપકની ખામી જુઓ છો પણ તે સાથે એમના ગુણો વિશે તમારે વિચારવું જોઈએ. એમના ગુણો એ કે એમનામાં ડાઘ અને ધબ્બા હોવા છતાં એ સહુને પ્રકાશ અને શીતળતા પ્રદાન કરે છે અને એ જ રીતે ભલે દીપકની નીચે અંધારું હોય, પરંતુ દીપકનો પ્રકાશ તો બધાને અજવાળે છે.'
આ સાંભળીને પેલા યુવાનનું માથું નમી ગયું અને એણે કહ્યું, “સાચે જ, આજ સુધી મંત્ર માનવતાનો હું અહર્નિશ અન્યની ખામી જ શોધતો રહ્યો. હવે હું બીજાની સારી બાબત જોઈશ.” 133
Page #135
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થની શુભેચ્છા દ્વિતીય વિશ્વયુદ્ધની સંહારલીલાથી નારાજ થયેલા જર્મનીનું વિભાજન થયું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એવા એના બે ભાગ થયા અને પૂર્વ જર્મનીથી ત્રાસેલા લાખો માનવીઓ પશ્ચિમ જર્મનીમાં આશરો લેવા આવ્યા. બીજી બાજુ યુરોપના અન્ય દેશોમાંથી પણ લોકશાહીમાં માનતા જર્મનો પશ્ચિમ જર્મનીમાં વસવા માટે દોડી આવ્યા.
નિર્વાસિતોના પુનર્વસન માટે મિડલમેન નામના સેવાભાવી કાર્યકરે તો દેશભરમાં ઘૂમવા માંડ્યું. એક વાર તેઓ પશ્ચિમ જર્મનીના એક નાનકડા ગામડામાં આવ્યા અને એક વૃદ્ધાએ એમને પોતાની આપવીતી કહી :
ભાઈ, આ યુદ્ધના ખપ્પરમાં મારું સઘળું હોમાઈ ગયું છે. મારા પતિ અને મારા ચાર ચાર પુત્રો યુદ્ધમાં ભરપાઈ ગયા છે. આજે તો મારી ટેકણલાકડી જેવાં છે મારા બે પૌત્રો અને બે પૌત્રીઓ. એક સમયે આ ગામમાં છસો એકરથી પણ વધુ જમીન હતી. ભર્યુંભાદર્યું કુટુંબ હતું. આજે સઘળું વેરાન થઈ ગયું છે.”
વૃદ્ધાની આપવીતી સાંભળીને મિડલમેનનું હૈયું ભરાઈ આવ્યું અને એણે કહ્યું, “માજી, યુદ્ધના મહાકાળના ખપ્પરમાં જેઓ હોમાઈ ગયા, એમની ખોટ તો કઈ રીતે પૂરી શકાય, પણ આવા કપરા અને દુઃખદ કાળમાં આપના જેવા યુદ્ધગ્રસ્તોને સહાય કરવી એ અમારું કર્તવ્ય છે.”
વૃદ્ધાએ હસતાં હસતાં કહ્યું, “ભાઈ, મારે કોઈ સહાયની જરૂર નથી. રહેવાનો કોઈ સવાલ નથી, કારણ કે મારી પાસે આ સરસ મજાનું ઝૂંપડું છે. વસ્ત્રો કે ભોજનની એવી મોટી ફિકર નથી, કારણ કે મારાં નાનાં સંતાનો કામે લાગી ગયાં છે અને હું પણ નાનું-મોટું કામ કરીને આમદની મેળવું છું. આજે ભલે તળેટીમાં હોઈએ, અમે ફરી પ્રગતિનાં ચઢાણ શરૂ કરીશું. જાતમહેનતથી અમે અમારા ધ્યેયને હાંસલ કરીશું. અમારે કશું નથી જોઈતું. જો આપવું હોય તો અમને અમારા પુરુષાર્થ માટે આપની શુભેચ્છા આપો.”
134
Page #136
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મની ખુશાલી ૧૮૯૩ની આ ઘટના છે. એક વ્યક્તિ રેલવેલાઇન ક્રોસ કરીને સામે છેડે આવેલા પ્લૅટફૉર્મ તરફ જતી હતી અને એકાએક ધસમસતી ગાડી આવી. પાછળ ખસી જવાય તેમ નહોતું, પ્લેટફોર્મ ઊંચું હોવાથી તેના પર કૂદીને ચડી શકાય તેમ નહોતું. માત્ર એક પળનો ખેલ હતો. આંખો મીંચીને તેઓ ઈશ્વરસ્મરણ કરવા લાગ્યા, પણ એવામાં પાછળથી એક પૉર્ટરે આવીને એ વ્યક્તિને મજબૂત હાથે પકડીને દુર ફંગોળી દીધી. એ પૉર્ટર પણ કૂદકો મારીને દૂર ખસી ગયો. ટ્રેન ઝડપથી પસાર થઈ ગઈ અને પેલી વ્યક્તિ હેમખેમ ઊગરી ગઈ. એમણે પોતાને બચાવનારા પૉર્ટરનો આભાર માન્યો. પોર્ટરે કહ્યું, “અરે સાહેબ, એમાં આભાર શેનો માનવાનો હોય ? માણસની માણસ તરફ કંઈ ફરજ તો હોય ને !”
પણ ભાઈ, તમે તો જાન જોખમમાં નાખીને મને જીવતદાન આપ્યું છે. એનું મૂલ્ય તો હું કઈ રીતે ચૂકવી શકું ?” એમણે ખિસ્સાં ફંફોળ્યાં. માત્ર પાંચ પાઉન્ડ હતા. એ વ્યક્તિએ વિનંતીપૂર્વક કહ્યું, “ભાઈ ! મારી આ પાંચ પાઉન્ડની રકમ સ્વીકારીને મને ઉપકૃત કરો.”
પોર્ટરે લેવાની ઘણી આનાકાની કરી, પરંતુ પેલી વ્યક્તિએ એનો હાથ પકડી રાખ્યો હતો અને એના હાથમાં પાંચ પાઉન્ડ મૂકી દીધા. ઘેર પાછા ફર્યા બાદ એ વ્યક્તિને સતત એ ભયાનક દૃશ્યો દેખાતાં હતાં. એણે એની પત્નીને વાત કરી, ત્યારે પત્નીએ કહ્યું, “તમે તમારા જીવનદાતાને માત્ર પાંચ જ પાઉન્ડ આપ્યા ?”
પણ મારી પાસે ખિસ્સામાં એટલી જ રકમ હતી. વધારે હોત તો જરૂર વધારે આપત.” વાત આટલેથી અટકી, પણ પેલી વ્યક્તિના મનમાં મનોમંથન જાગ્યું. જીવનદાનના બદલામાં માત્ર પાંચ પાઉન્ડ ! એ દિવસે એણે નિર્ધાર કર્યો કે દર વર્ષે મારા જન્મદિવસે મારા જીવનદાતાને પાંચ પાઉન્ડ મારા પુનર્જન્મની ખુશાલીમાં ભેટ રૂપે મોકલીશ. બીજે દિવસે રેલવે સ્ટેશને જઈને એણે પેલા પૉર્ટરનું સરનામું મેળવી લીધું. પોતાના પ્રત્યેક જન્મદિવસે પોતાના પુનર્જન્મની ખુશાલી રૂપે એ પૉર્ટરને પાંચ પાઉન્ડ મોકલતા રહ્યા.
મંત્ર માનવતાનો
135
Page #137
--------------------------------------------------------------------------
________________
“માણસ” તો એક જ ! ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયેલા ઇસપનો જન્મ થ્રેસમાં થયો હતો અને તે ગુલામ તરીકે સીમોસ ટાપુમાં કામ કરતો હતો. એક વાર ગુલામ ઇસપને એના માલિક ઇઆદમોએ કહ્યું, “ઇસપ, મારે સ્નાનાગારમાં સ્નાન કરવા જવું છે. જરા તું નજર કરી આવ, ત્યાં લોકોની ભીડ કેવી છે ? જો ઓછા માણસો હોય તો હું સ્નાન કરવા જાઉં.”
ઇસપ માલિક ઇઆદમોની આજ્ઞા માથે ચડાવીને સ્નાનાગાર તરફ ગયો. થોડી વારે માલિક પાસે પાછો આવ્યો અને કહ્યું, “સ્નાનાગારમાં માણસોની ભીડ નથી.” આ સાંભળીને માલિકે વળતો સવાલ કર્યો, “કેટલા માણસો છે એ સ્નાનાગારમાં?”
ગુલામે કહ્યું, “સાહેબ, અત્યારે માત્ર એક જ માણસ દેખાય છે.” હળવેથી ઇઆદમો સ્નાનાગાર તરફ ગયો અને જોયું તો ખ્યાલ આવ્યો કે ત્યાં તો માણસોની ભીડ જામેલી હતી, આથી એનો પિત્તો ગયો. એ સ્નાન કર્યા વગર જ ગુલામને સજા કરવા ઘેર પાછો ફર્યો. એણે કહ્યું, “ઇસપ, તારા જેવો જુઠ્ઠો માણસ આ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. સ્નાનાગારમાં તો ભીડ જામેલી છે કે તું કહે છે કે એક જ માણસ છે. બોલ, તને શી સજા કરું ?” ઇસપે કહ્યું, “માલિક, હું સાચું જ બોલું છું. જે મેં જોયું તે જ કહું છું.”
ઇઆદમોએ કહ્યું, “તેં શું જોયું ? હું મારી સગી આંખે જોઈ આવ્યો છું કે ત્યાં માણસોની ભીડ જામેલી છે.”
ઇસપ બોલ્યો, “જુઓ, સ્નાનાગારની નજીકમાં એક પથ્થર પડ્યો હતો. એ એવી રીતે પડ્યો હતો કે જે કોઈ સ્નાન કરવા જાય કે સ્નાન કરીને પાછા આવે તો એના પગે ઠોકર વાગે. બધા લોકોને જતાં-આવતાં પગમાં ઠોકર વાગતી હતી, પણ કોઈ એને ઊંચકવાનો વિચાર કરતા નહીં. પણ એવામાં એક માણસ આવ્યો અને મેં જોયું કે એણે પથ્થરને ઊંચકીને બીજી જગ્યાએ મૂકી દીધો કે જેથી બીજાને ઠેસ વાગે નહીં. મને આ
માણસમાં જ સાચી માણસાઈ દેખાઈ, તેથી જ મેં કહ્યું કે સ્નાનાગારમાં “માણસ” તો એક મંત્ર માનવતાનો ,
જ છે.” માલિક ઇઆદમો ઇસપની વાત સમજ્યો. 136
ડો
Page #138
--------------------------------------------------------------------------
________________
હર હાલતમાં ખુશહાલા અમેરિકાના ઍરિઝોના રાજ્યમાંથી પસાર થતા એક પ્રવાસીએ જોયું કે આકાશમાં એકાએક ભયાનક આંધી ઊમટી આવી છે અને પવનના તીવ્ર સુસવાટા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એની મોટરમાં પેટ્રોલ ખૂટવા આવ્યું હતું, તેથી એ પેટ્રોલ-સ્ટેશન પર પેટ્રોલ ભરાવવા માટે ઊભો રહ્યો. મુશળધાર વરસાદ વરસતો હોવાથી પ્રવાસી ગાડીમાં બેસીને પેટ્રોલ નાખનારને સૂચનાઓ આપતો હતો અને જ્યારે પેટ્રોલ ભરાઈ ગયું ત્યારે પ્રવાસીએ એને કહ્યું, ‘મને માફ કરજો. આવી ભયાનક આંધી અને મુશળધાર વરસાદ વચ્ચે મારે તમને તકલીફ આપવી પડી.”
પેટ્રોલ ભરનાર કર્મચારીએ હસતાં હસતાં કહ્યું, “અરે સાહેબ, એમાં તે શું થયું ? મને પેટ્રોલ ભરતાં સહેજે તકલીફ પડી નથી.” આ સાંભળી પ્રવાસીએ ગાડીમાં બેઠાં બેઠાં જ કહ્યું, “અરે, આવી આંધી અને આવા વરસાદ વચ્ચે તમારે પેટ્રોલ ભરવું પડ્યું અને તમે કહો છો કે કોઈ તકલીફ પડી નથી, આ તે કેવું ?”
‘હા સાહેબ, ખરેખર મને કોઈ મુશ્કેલી પડી નથી. હકીકતમાં હું દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતાં શીખી ગયો છું.”
પ્રવાસી પરેશાન થઈ ગયો. એણે પૂછ્યું, “શું તું કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે ? હું માનતો નથી.'
પેટ્રોલ ભરનારે કહ્યું, “સાહેબ, જેણે મોતને નજર સામે જોયું હોય, એ દરેક પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે. વિયેતનામ યુદ્ધ સમયે શત્રુઓએ મને ચારે બાજુથી ઘેરી લીધો હતો, ત્યારે મૃત્યુને ધીમે પગલે મારી સામે આવતું જોયું હતું અને તે જ સમયે નક્કી કરી લીધું કે જો આમાંથી જીવતો બચીશ, તો જિંદગીની પ્રત્યેક ક્ષણ આનંદભેર પસાર કરીશ.'
પ્રવાસીએ મોટરમાંથી ઊતરીને પેલા કર્મચારીને ભેટતાં કહ્યું, ‘આજે તેં મને જીવનને હરહાલમાં ખુશહાલ રાખવાની જડીબુટ્ટી આપી.”
મંત્ર માનવતાનો
137
Page #139
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસ એ જ ઈશ્વર
ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની અને વિચારક સૉક્રેટિસને એથેન્સના યુવાનોને બહેકાવવાના ખોટા આરોપ હેઠળ દેહાંત દંડની સજા ફરમાવવામાં આવી. કારાવાસમાં સોક્રેટિસ એની સજાની રાહ જોતો હતો, ત્યારે વહેલી સવારે એનો જૂનો દોસ્ત ક્રિટો મળવા આવ્યો. એણે જેલમાંથી સૉક્રેટિસને ગુપ્ત રીતે બહાર લઈ જવાની ગોઠવણ કરી હતી, પણ સૉક્રેટિસ આ રીતે જેલમાંથી ભાગી જવા સહેજે તૈયાર નહોતો.
ક્રિટોએ એવી દલીલ કરી કે જો સૉક્રેટિસ દેહાંતદંડ પામશે, તો લોકો એમ માનશે કે એના મિત્રોએ એને બચાવવાની કોઈ કોશિશ કરી નહીં. ક્રિટોએ કહ્યું કે એને બચાવવા માટે એના મિત્રો ગમે તેટલું ધન વાપરવા માટે તૈયાર છે અને સૉક્રેટિસને દેશબહાર વસવામાં કોઈ તકલીફ પડશે નહીં તેવી વ્યવસ્થા પણ કરી છે. વળી ક્રિટોએ કહ્યું કે જો એ જેલમાંથી ભાગી નહીં જાય, તો એના દુશ્મનોને અન્યાય કરવામાં મદદરૂપ બનશે અને એ રીતે સૉક્રેટિસ પોતાની જાતને અન્યાય કરશે. વળી આવી રીતે મૃત્યુ પામીને સૉક્રેટિસ પોતાનાં સંતાનોને પિતાવિહોણાં બનાવશે.
આ સાંભળી સોક્રેટિસે હસીને ક્રિટોને કહ્યું, ‘ક્રિટો, આજ સુધી મેં તને સત્ય અને નિર્ભયતાના પાઠ શીખવ્યા અને તું આજે મને અસત્ય અને ભયના પાઠ ભણાવી રહ્યો છે. આવું કેમ ?'
ક્રિટોએ કહ્યું, “ગુરુજી, આ સમય તર્ક કરવાનો નથી. અત્યારે સત્ય-અસત્યનો પ્રશ્ન નથી. સવાલ છે પ્રાણરક્ષાનો.'
સૉક્રેટિસે દઢતા સાથે કહ્યું, “મારા પ્રાણની રક્ષાના મોહમાં તું એ ભૂલી ગયો કે મને Pી પ્રાણથી પણ સત્ય વધારે પ્રિય છે. મને દેહાંતદંડ આપવામાં આવે છે તેનાથી ભયભીત તિજ થઈને હું કઈ રીતે સત્યથી મોં ફેરવી લઉં? આવી રીતે નાસી જાઉં તો ભગવાન મને ક્ષમા મંત્ર માનવતાનો આપે, પણ ઇતિહાસ મને ક્યારેય ક્ષમા નહીં આપે અને દેશનો ઇતિહાસ એ જ મારા માટે
138 ભગવાન છે, માટે તું અહીંથી ચાલ્યો જા.'
f
Page #140
--------------------------------------------------------------------------
________________
મારી અંદરનો પોલીસ સમયપાલનની ચીવટ ધરાવતા અમેરિકાના ન્યાયાધીશ રેમન્ડ ફંકર્ક વિલંબ થવાના ભયે ડ્રાઇવરને ઝડપથી મોટર ચલાવવાનું કહ્યું. એવામાં ગાડી ટ્રાફિક સિગ્નલ પાસે આવી, લાલ લાઇટ હોવા છતાં એણે આગળ ધપાવી. ન્યાયાધીશના ડ્રાઇવરના મનમાં એક જ ધૂન, સાહેબને સમયસર પહોંચાડવા છે. આમાં થોડો નિયમભંગ થાય તો વાંધો નહીં. ન્યાયાધીશને વળી કોણ પૂછનારું હોય ? વળી ડ્રાઇવરે ચોપાસ નજર કરી તો ખ્યાલ આવ્યો કે ક્યાંય એકે ટ્રાફિક પોલીસ નથી, એટલે કોઈ અટકાવીને ઊભા રાખે એવુંય નહોતું. ન્યાયાધીશ રેમન્ડે આ જોયું અને તરત જ ડ્રાઇવરને ઠપકો આપતાં કહ્યું, “ઉતાવળ ગમે તેટલી હોય તોપણ નિયમભંગ કરવાનો નહીં. હવે રસ્તામાં આવતા પોલીસસ્ટેશને ગાડી થોડી વાર ઊભી રાખજે.”
ન્યાયાધીશ રેમન્ડ પોલીસસ્ટેશનમાં ગયા અને પોલીસસ્ટેશનના અધિકારીને કહ્યું કે “મારાથી ગુનો થઈ ગયો છે. લાલ લાઇટ હોવા છતાં રસ્તો ક્રૉસ કર્યો છે. આ ગુના માટે તમે પાંચ ડૉલરની ટિકિટ આપો છો, તો મારો આ દંડ લઈ લો અને મને એની પહોંચ આપો.” વિખ્યાત ન્યાયાધીશને જોતાં પોલીસ અધિકારીએ પાંચ ડૉલર લેવાની આનાકાની કરતાં કહ્યું, “માનનીય ન્યાયમૂર્તિશ્રી, આપને કોઈ ટિકિટ આપી નથી કે કોઈ પોલીસે રોક્યા નથી, તો પછી આવો દંડ ભરવાની કશી જરૂર નથી.”
ન્યાયાધીશે કહ્યું, “ભાઈ, તમારે દંડ તો લેવો જ પડશે. એમાં નહીં ચાલે.” ત્યારે પોલીસ અધિકારીએ વિનંતી કરીને કહ્યું, “સાહેબ, ટ્રાફિક પોલીસે આપનો ગુનો નોંધ્યો હોય તો બરાબર છે. એવું તો બન્યું નથી.”
ન્યાયાધીશ કહે, “ટ્રાફિક પોલીસે મને પકડ્યો હોય કે ન પકડ્યો હોય તે વાત ગૌણ છે. પણ મારી અંદરના પોલીસે મને પકડ્યો છે, ગુનેગાર ઠરાવ્યો છે, માટે આ દંડ ૯ સ્વીકારી લો.”
મંત્ર માનવતાનો પોલીસ અધિકારીએ કમને ન્યાયાધીશે આપેલો દંડ સ્વીકાર્યો.
139
Page #141
--------------------------------------------------------------------------
________________
મારા પર અજમાવો ને ! પ્રખર બુદ્ધિપ્રતિભા ધરાવતા સંશોધકો અને વૈજ્ઞાનિકોએ એક એકથી ચડિયાતાં શસ્ત્રોની શોધ આરંભી. સંશોધનનો એક જ ઉદ્દેશ હતો : કેટલી બહોળી સંખ્યામાં અને કેટલા વિસ્તારમાં સૌથી વધુ ઝડપી સંહાર થઈ શકે ! વૈજ્ઞાનિકો વચ્ચે આ અંગે તીવ્ર સ્પર્ધા ચાલી. એક ચુંબન કરતાં જેટલો સમય લાગે એટલા સમયમાં અડધી દુનિયાનો નાશ કરવાનું સામર્થ્ય વૈજ્ઞાનિકોએ હાંસલ કર્યું. મહાન વૈજ્ઞાનિકે એની કેટલાંય વર્ષોની શોધ પછી મહાસંહારક શસ્ત્ર તૈયાર કર્યું. એ ઉત્સાહભેર પોતાના નિવાસસ્થાને પાછો ફર્યો, ત્યારે બારણે એનો પુત્ર રમતો હતો.
પિતાને પહેલી જ વાર આટલા આનંદભેર, ઉત્સાહથી આવતા જોઈને પુત્રને નવાઈ લાગી. આજ સુધી આ વૈજ્ઞાનિક ઘેર આવતા, ત્યારે એમના મનમાં સંહારક શસ્ત્રોના સંશોધનની ગડમથલ ચાલતી હોય, પોતાને મળેલી નિષ્ફળતાના બોજથી એમનો ચહેરો ચિંતાતુર હોય. ઉદાસી એ એમના ચહેરાનો સ્થાયી ભાવ હતો. આજે પહેલી વાર બાળકે પિતાના ચહેરા પર આનંદ જોયો. વૈજ્ઞાનિકે બારણે ઊભેલા પુત્રને વિજયી છટાથી કહ્યું, “બસ, આજે મારી મહેનત સફળ થઈ. રાત-દિવસની મહેનત, વર્ષોની મહેનત. આજે હું ખૂબ ખુશ છું. વર્ષોથી જેનું સંશોધન કરતો હતો, તે અદ્ભુત શોધ આજે સિદ્ધ થઈ. જે રહસ્ય શોધતો હતો, તે હાથ લાગ્યું.”
બાળસહજ જિજ્ઞાસાથી પુત્રે પૂછયું, “કયું છે એ રહસ્ય ? કેવી છે એ અદ્ભુત શોધ?”
વૈજ્ઞાનિકે કહ્યું, “બેટા, મેં એવું શસ્ત્ર શોધ્યું છે કે જો હું ઇચ્છું તો થોડીક સેકન્ડોમાં આખી દુનિયાના તમામ માણસોને મારી શકું. એ શસ્ત્રનો ઉપયોગ થશે, ત્યારે બીજી ક્ષણે પૃથ્વી પરથી માનવઅસ્તિત્વનું નામ-નિશાન મટી જશે. કેવું અદ્ભુત !”
પુત્રે બાળસહજ ચેષ્ટાથી કહ્યું, “શું કહો છો પિતાજી! આવી શોધ કરી ! જરા મારા પર અજમાવી જુઓ તો ! મને કેવો મારી શકો છો !” બાળકની વાત સાંભળીને વૈજ્ઞાનિક ઉદાસ બની ગયો !
મંત્ર માનવતાનો
140
Page #142
--------------------------------------------------------------------------
________________
પોતાના પર પ્રયોગ વિખ્યાત દંત-ચિકિત્સક ડૉ. વેલ્સ પાસે અનેક લોકો દંતચિકિત્સા માટે આવતા હતા. એ સમયે દુઃખતા, હલતા કે સડી ગયેલા દાંતને કાઢવાની પદ્ધતિ ઘણી યાતનાજનક હતી. ખુરશી પર બેઠેલા દર્દીને બાંધવો પડતો, આમ છતાં દાંત ખેંચતી વખતે જે પીડા થતી ત્યારે એ વેદનાથી હાથપગ પછાડે નહીં તે માટે ચાર ચાર વ્યક્તિઓ એને પકડી રાખતી. ત્યાર બાદ બૅક્ટર તેનો દાંત પાડતા હતા.
દાંત પાડવાની આ પદ્ધતિનો બીજો કોઈ વિકલ્પ નહોતો. ડૉ. વેલ્સ એક જાદુગરનો પ્રયોગ જોવા ગયા અને એમણે જોયું તો આ જાદુગર નાઇટ્રસ ઑક્સાઇડ સુંઘાડીને માણસને એવો ઉત્તેજિત કરતો કે એ પાગલની માફક ભાન ભૂલીને નાચવા-કૂદવા લાગતો. એને ઘા વાગે તોપણ એના દુઃખદર્દનો ખ્યાલ આવતો નહીં. આ વાયુને લોકો ‘હસવાનો ગેસ” કહેતા હતા. વેલ્સને થયું કે દાંત પાડતી વખતે જો આ વાયુ દર્દીને સુંઘાડીએ તો એને એની વેદનાનો કશો ખ્યાલ ન આવે અને આસાનીથી દાંત પાડી શકાય. મનમાં મૌલિક વિચાર તો આવ્યો, પણ એનો પ્રયોગ કરવો કોના પર ?
આખી રાત વિચાર કરતા બેઠા. એમ પણ થયું કે કોઈ દર્દી પર આવો પ્રયોગ કરે અને તે જીવલેણ સાબિત થાય તો શું ? પછી એમણે નિર્ણય કર્યો કે પોતાની જાત પર જ આ પ્રયોગ કરવો. તેઓ પોતાના સાથી ડૉ. રિઝ પાસે પહોંચ્યા અને પોતાના નિર્ણયની વાત કરી. ડૉ. વેલ્સના બધા જ દાંત સાબૂત હતા, આમ છતાં પ્રયોગ માટે ગૅસ સુંઘાડીને સાજો-સમો દાંત મૂળમાંથી ખેંચી કાઢવાનો હતો. પહેલાં તો ડૉ. રિઝે અસમર્થતા પ્રગટ કરી, પરંતુ આ પ્રયોગ સફળ થાય તો તે અનેક લોકોને ઉપકારક બની રહેશે એવું લાગતાં તેઓ તૈયાર થયા. ડૉ. વેલ્સ દર્દીની ખુરશી પર બેઠા. એમને વાયુ સુંઘાડવામાં આવ્યો. ડૉ. રિઝે મૂળમાંથી દાંત ખેંચી કાઢ્યો. ડૉ. વેલ્સને સહેજેય પીડા થઈ નહીં..
આમ ડૉક્ટર વેલ્સનો પોતાની જાત પર કરેલો પ્રયોગ સફળ થયો અને દંતચિકિત્સા માટે થયેલી આ નવી શોધ સહુને માટે આશીર્વાદરૂપ બની.
મંત્ર માનવતાનો
141
Page #143
--------------------------------------------------------------------------
________________
સર્જનની લગની રશિયાના વિખ્યાત સર્જક મેક્સિમ ગોર્કીનાં માતાપિતા નાની વયે મૃત્યુ પામ્યાં. દાદાની પાસે એનો ઉછેર થયો. નવ વર્ષની ઉંમરથી એણે મજૂરી કરવાનું શરૂ કર્યું. વહાણના તૂતક પર વાસણો માં જ્યાં હતાં અને બેકરીમાં જઈને પાંઉ-રોટી શેકી હતી. એ પછી એને કબાડીને ત્યાં નોકરી મળી અને અહીં રોજ સેંકડો પુસ્તકો આવતાં હતાં.
આ પુસ્તકો જોઈને મેક્સિમ ગોર્કાનું મન એને વાંચવા માટે આતુર બની જતું. એ પોતાનું કામ પૂરું થતાં જે કંઈ સમય મળતો, એમાં એ પુસ્તકો વાંચતો હતો. જે દિવસે પુસ્તક વાંચવાની અનુકૂળતા ન મળે, તે દિવસે એને એમ થતું કે આજનો દિવસ એળે ગયો.
કેટલાંક પુસ્તકો એવાં આવતાં કે જેને નાની વયનો ગોર્કી સમજી શકતો નહીં, પરંતુ એને વારંવાર વાંચીને સમજવાનો પ્રયત્ન કરતો અને એમ કરતાં એણે આ કબાડીની દુકાનમાં રહીને અસંખ્ય પુસ્તકો વાંચ્યાં અને મનમાં વિચાર કર્યો કે હવે થોડું લેખન પણ શરૂ કરું.
એનું મૂળ નામ અલેક્સઈ મક્સિમોવિચ પેશ્કોવ, પરંતુ એણે ગોક (કડવો)ના નામથી લખવાની શરૂઆત કરી. અખબારમાં એની વાર્તા પ્રગટ થઈ અને થોડા દિવસ પછી એક સુપ્રસિદ્ધ લેખકે આવીને સુંદર વાર્તા લખવા માટે એને અભિનંદન આપ્યાં. ગોકનો ઉત્સાહ વધ્યો. હવે એણે એનું સઘળું ધ્યાન લેખન અને અધ્યયનમાં કેન્દ્રિત કર્યું. મનમાં આ એક જ લગની.
એને પરિણામે એની વાર્તાઓ સિફલિસનાં અખબારોમાં અને પીટ્સબર્ગનાં સામયિકોમાં પ્રગટ થવા લાગી. સ્વાનુભવના આધારે લખાયેલી એમની કૃતિઓની ચોતરફ
પ્રશંસા થવા લાગી. ગોર્કીની આત્મકથાઓ, ‘મા’ નામની નવલકથા, ‘ઊંડા અંધારેથી' જેવાં નહિ નાટકોએ એને વિશ્વપ્રસિદ્ધ લેખક બનાવ્યો.
લેનિન જેવા ક્રાંતિકારીઓ એમ માનતા હતા કે રશિયામાં આવેલા સામાજિક અને મંત્ર માનવતાનો.
રાજકીય પરિવર્તનમાં મેક્સિમ ગોર્કીના સર્જનનું ઘણું મોટું યોગદાન છે. 142
Page #144
--------------------------------------------------------------------------
________________
કુટુંબપ્રેમનો મહામંત્ર જાપાનના સમ્રાટ યામાતોએ જ્યારે એમ સાંભળ્યું કે એના એક મંત્રી ઓ-ચોસાનના પરિવારમાં એકસો વ્યક્તિઓ એક સાથે વસે છે અને એ બધી વ્યક્તિઓ પરસ્પર સાથે અગાધ સ્નેહ અને પ્રેમાદરથી રહે છે, ત્યારે એને અપાર આશ્ચર્ય થયું ! વળી સાંભળ્યું કે એ બધાં સાથે મળીને ભોજન પણ લે છે અને એકઠાં થઈને આનંદપ્રમોદ કરે છે.
સમ્રાટ યામાતોને આ વાત પર સહેજે વિશ્વાસ બેઠો નહીં એટલે એની જાતતપાસ કરવા માટે તેઓ સ્વયં વૃદ્ધ મંત્રી ઓ-ચો-સાનને ઘેર પહોંચ્યા.
મંત્રી અને એના પરિવારે સમ્રાટનું વિધિવત્ સ્વાગત કર્યું. પરંપરાગત શિષ્ટાચાર પૂરો થયા પછી સમ્રાટે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતાં પૂછ્યું,
‘તમારા પરિવારની એકતા અને સૌહાર્દના ઘણા પ્રસંગો મેં સાંભળ્યા છે. મને કહેશો કે એકસોથી વધુ વ્યક્તિઓ ધરાવતો આ વિશાળ પરિવાર કઈ રીતે સ્નેહબંધનથી બંધાયેલો રહે છે ?”
મંત્રી ઓ-ચો-સાન અતિ વૃદ્ધ હતો. એ લાંબી વાત કરી શકે તેમ નહોતો, તેથી એણે કલમ અને કાગળ લાવવાનો સંકેત કર્યો. એના ધ્રુજતા હાથે એણે એ કાગળમાં થોડુંક લખ્યું અને ત્યાર બાદ એ કાગળ સમ્રાટને આપ્યો.
સમ્રાટે કાગળ વાંચ્યો, તો આશ્ચર્ય થયું. એમાં એક જ શબ્દ એકસો વખત લખ્યો હતો અને એ શબ્દ હતો, ‘સહનશીલતા, સહનશીલતા, અને સહનશીલતા.”
વૃદ્ધ મંત્રી ઓ-ચો-સાને કાંપતા અવાજે કહ્યું, “સમ્રાટ, મારા વિશાળ પરિવારની દઢ એકતાનું રહસ્ય આ એક જ શબ્દમાં રહેલું છે. આ સહનશીલતાના મહામંત્રે અમને સહુને એકતાના સૂત્રથી સાથે રાખ્યા છે. અમે આ મહામંત્રનું વારંવાર ઉચ્ચારણ કરતા રહીએ છીએ. આને પરિણામે અમારો સંપ જળવાઈ રહે છે અને પરસ્પર પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ થઈ
મંત્ર માનવતાનો થાય છે. આ રીતે આખુંય કુટુંબ એક તાંતણે બંધાઈ રહે છે.'
143
Page #145
--------------------------------------------------------------------------
________________
કરુણાની ધારા ઇટલીના અસીસી પ્રાંતમાં વસતા એક ધનિક વેપારીના પુત્ર સીસોનું મન દુનિયાનાં દુઃખો જોઈને દ્રવી જતું હતું. બીજાં બાળકો જ્યારે ખેલકૂદમાં આનંદ માણતાં હોય, ત્યારે સીસોને બીજા લોકોની પીડા અને દુઃખ જોઈને વેદના થતી હતી. એનામાં દીન-દુખિયાં પ્રત્યે એવી પ્રબળ કરુણા હતી કે એને જોઈને એમને મદદ કર્યા વિના રહી શકતો નહીં.
એક વાર રસ્તા પર રક્તપિત્તગ્રસ્ત ભિખારીને ભીખ માગતો જોયો અને ધનવાન પિતાના પુત્ર સીસોએ એને થોડા પૈસા આપ્યા. પરંતુ એ રક્તપિત્તની બીમારી ધરાવતો માનવી સીસો તરફ વેધક નજરે જોઈ રહ્યો. સીસો એની આંખના ભાવો વાંચીને પારખી ગયો કે એને પૈસા કરતાં વધુ તો પ્રેમ અને સેવાસુશ્રષાની જરૂર છે. સીસો એની સેવામાં ડૂબી ગયો. એના ધનવાન પિતાએ એને કહ્યું કે, “આપણો આટલો બધો બહોળો વેપાર છે, તું વેપારમાં ધ્યાન આપ.'
ત્યારે સીસોએ એના પિતાને કહ્યું કે, “મારે માટે કોઈ વેપાર હોય કે જીવન હોય, તો તે ગરીબ અને બીમારની સેવા કરવાનું છે. અને સીસોએ ગરીબોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું. એ રક્તપિત્ત ધરાવતા લોકોની સેવા કરતો એટલું જ નહીં, પરંતુ એમને અગાધ સ્નેહ આપીને એમનામાં જીવવાની નવી તમન્ના પેદા કરતો હતો.
એક વાર એણે ચર્ચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં માત્ર ગરીબ અને દુઃખી લોકોને જ સામેલ કર્યા. બધાએ ભેગા મળીને પથ્થર એકઠા કર્યા, પણ સીસોના આ સેવાકાર્યની સુવાસ સઘળે પ્રસરી ગઈ અને એના મિત્રોએ સેવા અને નિર્માણ માટે એક સંગઠન “ધ પુઅર બ્રધર્સ ઑફ અસીસી’ શરૂ કર્યું. સમયની સાથે એ સંગઠનમાં વધુ ને વધુ લોકો જોડાતા ગયા અને થોડા સમય બાદ એ સંગઠનનું નામ “ફ્રાંસિસ્કોપ' રાખવામાં આવ્યું. રક્તપિત્તની સેવા કરનાર સીસો માત્ર તેંતાલીસ વર્ષની વયે અવસાન પામ્યો, પરંતુ એનું સેવાભાવી લોકોનું આ સંગઠન આજે દીન-દુખિયાંઓનો સહારો બની રહ્યું છે અને સીસોને સેંટ ફ્રાન્સિસ ઑફ અસીસી'ના રૂપે સહુ યાદ કરે છે.
મંત્ર માનવતાનો
144
Page #146
--------------------------------------------------------------------------
________________
વીજળીનો દુર્બયા ઍમ્બેનિયન કુળના ખેડૂત-કુટુંબમાં જન્મેલી અન્ને ગોન્ડા બોજાશિન સ્થાનિક પ્રશાસન દ્વારા ચાલતી સ્કૂલમાં ભણતી હતી. અત્યંત ચંચળ ગોન્ડાએ ભાઈ-બહેનો સાથે ટોળી જમાવીને નાની નાની વાત માટે વિદ્યાર્થીઓને સતત ધમકાવતી વર્ગ-શિક્ષિકાની મિમિક્રી કરી. એની છટા, ચેષ્ટા અને એની બોલવાની ઢબની આબાદ નકલ જોઈને સહુ હસતાં હસતાં બેવડ વળી ગયાં. પણ એવામાં એકાએક લાઇટ ચાલી ગઈ. બાળમંડળી ગભરાઈ ગઈ. એમણે જોયું તો રસ્તાની સડક પર અને પડોશમાં લાઇટ ચાલુ હતી. માત્ર એમના રૂમની લાઇટ જ બંધ હતી.
આથી આ બાલિકા દોડીને બાજુમાં કમરામાં બેઠેલી એની માતા પાસે ગઈ. જોયું તો ત્યાં પણ લાઇટ ચાલુ હતી એટલે બાળકોએ પૂછ્યું, “તારા રૂમની લાઇટ છે અને અમારા રૂમમાં કેમ નથી ? રસ્તા પર પણ લાઇટ દેખાય છે.'
ત્યારે એની માતાએ કહ્યું, ‘લાઇટ ગઈ નથી, પણ મેં બંધ કરી છે.' આ સાંભળીને બાળકો એકસાથે બોલી ઊઠ્યાં, “આવું કેમ કર્યું ?”
માતાએ કહ્યું, “બીજાની ટીકા કરવા માટે કે એની મિમિક્રી કરવા માટે વીજળીનો ખર્ચો હું ઉઠાવી શકું તેમ નથી. આવી નકામી વાતો માટે વીજળી વાપરવી એ મહાદુર્થય કહેવાય.'
આ સાંભળી બાળકો શરમ અનુભવી રહ્યાં. માતાએ કહ્યું, “કોઈના વ્યક્તિગત જીવન વિશે વાતો કરવી કે એની ટીકા કરવી, એ સભ્ય લોકોનું કામ નથી. આજથી મનમાં ગાંઠ મારી લેજો કે અંતે ટીકા કરનાર જ ટીકાનો ભોગ બનતા હોય છે.' નાનકડી બાલિકા અન્ને ગોન્ડા બોજાશિન પર માતાની વાતનો એવો પ્રભાવ પડ્યો કે એણે એનું સંપૂર્ણ જીવન બીજાઓની મદદ માટે સમર્પી દીધું. એ દીનદુખિયાંઓની મસીહા સેવિકા બની અને ૧૯૭૯ની નોબેલ પારિતોષિક મેળવનારી અગ્ન ગોન્ડા બોજાશિન જગતમાં મધર ટેરેસા તરીકે જાણીતી થઈ.
મંત્ર માનવતાનો
145
Page #147
--------------------------------------------------------------------------
________________
એટલી જ દુઆ અધ્યયન પૂર્ણ કરીને શિષ્ય રબ્બી નહમને પોતાના ગુરુ સંત રબ્બી ઇસાકને પોતાને માટે દુઆ માગવાનું કહ્યું, ત્યારે ગુરુ રબ્બી ઇસાકે પોતાના શિષ્યને એક કથા સંભળાવી. એમણે કહ્યું, ‘એક માનવી રણમાં સફર કરી રહ્યો હતો. એનું ભાથું તદ્દન ખૂટી ગયું હતું. હવે કરવું શું ? એ સમયે રણમાં સફર કરતી વખતે એની નજર એક સુંદર ફળવાળા વૃક્ષ પર પડી. એણે એ વૃક્ષનાં મીઠાં મધુરાં ફળ ખાધાં અને પછી એ વૃક્ષના છાંયડે નિરાંતે ઘસઘસાટ ઊંઘી ગયો. જાગ્યા પછી એણે ઝાડની નજીક આવેલા વહેતા ઝરણામાંથી પાણી પીધું અને પોતાની જાતને કહેવા લાગ્યો, “જિંદગીમાં ક્યારેય આવાં મધુર ફળ આરોગ્યાં નથી. જ્યારે ભૂખથી મારો જીવ નીકળી જતો હતો, ત્યારે આ વૃક્ષે મને ભોજન આપ્યું અને એના છાંયડામાં આશરો આપ્યો. હું એને કઈ રીતે શુક્રિયા કહું? એને હું કઈ દુઆ આપું.”
ગુરુ રબ્બી ઇસાકે આ વાત કહીને શિષ્ય રબ્બી નહમનને પ્રશ્ન પૂછયો, “શું એ માણસે એવી દુઆ કરવી જોઈએ કે આ વૃક્ષનાં ફળ મીઠાં મધુરાં રહે ? જો એ આવું કરે તો એ એની મૂર્ખતા જ ગણાય, કારણ કે એ મીઠાં મધુરાં ફળનો આસ્વાદ લઈ ચૂક્યો હતો. જો એ એવી દુઆ કરે કે હે વૃક્ષ ! તું વધુ ને વધુ ઘટાદાર બન, તો તે પણ બરાબર નહીં, કારણ કે એની ઘટાદાર છાયામાં તો એ ઘસઘસાટ ઊંઘી ગયો હતો. અને જો એ એવી દુઆ કરે કે તારી નજીક સદા ઝરણું વહ્યા કરે, તો એણે નજીક વહેતા ઝરણામાંથી જ પાણી પીધું હતું.’ આ વાત કરીને રબ્બી ઇસાકે પોતાના શિષ્ય રબ્બી નહમનને પૂછવું, ‘ત્યારે તમે જ કહો કે વૃક્ષને માટે એણે કઈ દુઆ કરવી જોઈએ ?”
શિષ્ય રબ્બી નહમન વિચારમાં પડી ગયો એટલે ગુરુએ કહ્યું, ‘એણે તો એ દુઆ કરવી જોઈએ કે બીજાં વૃક્ષો તારા જેવાં કલ્યાણકારી બને. ભૂખ્યાને ભોજન આપનારાં અને થાકેલાને આરામ આપનારાં થાય. તેથી જો હું તને જ્ઞાનપ્રાપ્તિની દુઆ આપું, તો એ તો ) તારી પાસે મોજૂદ છે. ધન પણ તારી પાસે છે. સંતાનની દુઆ આપું, તો એ પણ તારી
2 પાસે છે. એટલે હવે તો હું તને એટલી જ દુઆ આપીશ કે તારાં બાળકો તારી જેવાં જ્ઞાની મંત્ર માનવતાનો
બને અને બીજાનાં કલ્યાણ માટે કાર્ય કરે.” 3. ી
ને પાર 146
Page #148
--------------------------------------------------------------------------
________________
પીંજણ કરવાની જરૂર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યાલ્ટા પરિષદનું આયોજન થયું અને એમાં પરસ્પર મહત્ત્વના કરાર કરવા માટે બ્રિટન, ફ્રાંસ, રશિયા અને અમેરિકાના રાજદ્વારી પુરુષો એકત્ર થયા. આ પરિષદમાં જુદા જુદા દેશોએ એકબીજા સાથે સંધિ અને કરારો કર્યા. આ કપરા કાર્યમાં અમેરિકાના પ્રેસિડેન્ટ હેન્રી ટ્રમને સિંહફાળો આપ્યો. આ સમયે રશિયા તરફથી સંધિ અને કરારો પર સહી કરવાનું કામ એના પ્રમુખ જોસેફ સ્ટાલિન કરતા હતા. સ્ટાલિન ક્યારેક જ કરારની બાબત અંગે કોઈ દલીલ કરતા. બહુ લાંબી વિચારણા કરવાને બદલે તત્કાળ હસ્તાક્ષર કરી દેતા હતા.
સહુ કોઈ જોસેફ સ્ટાલિનના આ મળતાવડા સ્વભાવથી પ્રસન્ન હતા અને એમના આવા ઉમળકાભર્યા સહયોગ અને સદ્ભાવ માટે આભારી હતા. જોસેફ સ્ટાલિનની સવિશેષ પ્રશંસા એ માટે થતી હતી કે બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ એમનાથી સાવ જુદા પ્રકારનો જ વર્તાવ કરતા હતા. એ કોઈ પણ સંધિ કે કરારનો એકેએક શબ્દ ચોક્સાઈથી વાંચતા હતા. વાક્યો તો શું, પણ શબ્દોમાંય ફેરફાર કરાવતા હતા. ક્યારેક ગરમાગરમી પણ થઈ જતી. વાતાવરણ તંગ બની જતું. સહુને લાગતું કે પ્રત્યેક બાબતમાં ચર્ચિલ ઘણું ઝીણું કાંતે છે !
આ જોઈને કેટલાક નેતાઓને ગુસ્સો પણ આવતો. એમને થતું કે સંધિ-કરારને માટે આટલો બધો સમય લેવાતો હશે ખરો ? આટલું બધું પીંજણ કરવાની શી જરૂર ? કોઈ તો કહેતું પણ ખરું કે જોસેફ સ્ટાલિન કેવો ઉમદા સહયોગ આપે છે ! અમેરિકાના પ્રમુખ હેન્રી ટ્રમનને પણ ચર્ચિલને પોતાની વાત ગળે ઉતારવા માટે ઘણો સમય આપવો પડતો હતો. પરંતુ સમય જતાં હેન્રી ટુમેનને સાચી વાત સમજાઈ. વિન્સ્ટન ચર્ચિલે જે કોઈ સંધિ કે કરાર થયા હતા, એનું શબ્દશઃ પાલન કર્યું અને જોસેફ સ્ટાલિને જેના પર ફટાફટ સહીઓ કરી હતી એ બધા સંધિકરાર થયા પછી એને અભરાઈએ ચડાવી દીધા અને એ પોતાની રીતે જ મનફાવે તેમ વર્તવા લાગ્યા.
મંત્ર માનવતાનો
147
Page #149
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધાવસ્થા : આનંદભરી અવસ્થા ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. પૂ. ૪૩થી ઈ. પૂ. ૩૯૯) ઍથેન્સની શેરીઓ અને બજારોમાં પોતાનો સમય વિતાવતા હતા. કોઈ પણ વ્યક્તિ મળે તો એની સાથે પોતાની લાક્ષણિક ઢબે વાત કરતા હતા. એ શેરીઓ અને બજારોમાં ઠેરઠેર ઘૂમતા અને પોતાના વિચારો પ્રગટ કરતા હતા.
આવી રીતે ભ્રમણ કરતાં તત્ત્વજ્ઞાની સૉક્રેટિસની એક વૃદ્ધ સાથે મુલાકાત થઈ. બંને એકબીજા સાથે હળીમળી ગયા અને આત્મીયતાનો અનુભવ કરવા લાગ્યા. સૉક્રેટિસે એ વૃદ્ધને સવાલ કર્યો, ‘તમે તમારી વૃદ્ધાવસ્થા કઈ રીતે પસાર કરી રહ્યા છો?'
વૃદ્ધ હસીને ઉત્તર આપ્યો, “હું પરિવારની સઘળી જવાબદારી પુત્રોને સોંપીને નચિંત બની ગયો છું. પહેલાં હું જે કહેતો હતો, તે તેઓ કરી આપતા હતા અને હું જે જમાડતો હતો તે એ જમતા હતા અને હવે તેઓ જે કહે છે, તે હું કરું છું અને તેઓ જે જમાડે છે તે હું જમું છું. વળી એ ઉપરાંત મારાં પૌત્ર-પૌત્રીઓ સાથે આનંદભેર રહું
‘પણ તેઓ તમારી સલાહ લેવા આવે ત્યારે તમે શું કરો છો ?”
વૃદ્ધે કહ્યું, “મારા જીવનના અનુભવો એમની સમક્ષ મૂકી દઉં છું. એમને સીધેસીધી સલાહ આપતો નથી અને ત્યાર બાદ તેઓ મારી સલાહ પ્રમાણે ચાલ્યા કે નહીં, એ જોવાનું મારું કામ પણ નથી.'
‘તમારી સલાહ પ્રમાણે ચાલે નહીં અને પસ્તાય તો શું કરો ?”
‘તો હું સહેજે ચિંતિત થતો નથી. તેઓ ભૂલ કર્યા બાદ ફરી વાર મારી પાસે આવે, તો ગુસ્સે થતો નથી, પરંતુ સલાહ આપીને એમને વિદાય કરું છું.”
વૃદ્ધની વાત સાંભળીને સૉક્રેટિસ ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, “આ ઉંમરે જીવન મંત્ર માનવતાનો ,
કેમ જીવવું જોઈએ તે તમે યથાર્થપણે પામી ગયા છો.' 148
હ
ED)
Page #150
--------------------------------------------------------------------------
________________
ઠપકાનું શૂળ
૧૯૬૩ની ગ્રીષ્મનુ એરિકના ધ્વનમાં દાવાનળ જગાવનારી બની. સત્તર વર્ષનો આ યુવાન પોતાની મોટરમાં દરિયાકિનારાથી ઘર તરફ જતો હતો, ત્યારે બીજી મોટર સાથે એની મોટર અથઇ અને એટલી ગંભીર ઈજા થઈ કે એના હોધપગ સાવ નિષ્ક્રિય બની ગયા. ડૉક્ટરોએ એને પુનઃ ચેતનવંતા બનાવવા કોશિશ કરી, પરંતુ એકાદ વર્ષ મહેનત કર્યા બાદ હાથ ધોઈ નાખ્યા.
એરિકની સામે નિષ્ક્રિય હાય અને પગ સાથે જિંદગી ધ્વનીત કરવાનો પડકાર આવીને ઊભો રહ્યો. ધીરે ધીરે મળવા આવતા મિત્રો પણ ઓછા થવા લાગ્યા અને એ એકલતામાં સરી ગયો. ક્યારેક આવા પરાવલંબી જીવન પર તિરસ્કાર આવતાં એરિક ગુસ્સે થઈ જતો, તો ક્યારેક ઘોર નિરાશામાં ડૂબી જતો.
એક દિવસ એની માતાએ ચેતવણી આપીને કહ્યું કે આમ નિષ્ક્રિય બનીને ક્યાં સુધી વીશ ? કાં તો કોઈ કામ કર અથવા નર્સિંગ હોમમાં રહેવા જતો રહે. એરિકને માતાનો પ્રેમભર્યો ઠપકો શૂળની જેમ ભોંકાઈ ગયો. એણે નક્કી કર્યું કે હાથ અને પગ નિષ્ક્રિય હોય તેથી શું ? બાકીનું શરીર તો સક્રિય છે ને !
આ મનસૂબા સાથે એણે બે હોઠ વચ્ચે પીંછી પકડીને ચિત્રકામ શરૂ કર્યું. અથાગ મહેનત, ધૈર્ય, આત્મવિશ્વાસ અને કશુંક કરવાની તમન્નાએ એરિકની કલાકૃતિમાં કેટલાય જીવંત રંગો પૂરી દીધા. એની આ કલાકૃતિઓ પ્રશંસા પામી. એના વેચાણમાંથી સારી એવી ૨કમ મળવા લાગી અને એરિક પૂર્ણ સમયનો કલાકાર બની ગયો. એ પછી તો પોતાની સાથે બીજા બારેક કલાકારો રાખીને કેટલીય કૃતિઓ સર્જવા લાગ્યો અને ધીરે ધીરે ચિત્રના મિંગથી માંડીને ચિત્રના વેચાણ સુધીનું કામ એણે વિસ્તારી દીધું.
૧૯૬૩માં એરિકને ગંભીર અકસ્માત થયો હતો, ત્યારે ડૉક્ટરોએ કહ્યું હતું કે એની આવરદા પંદરથી વીસ વર્ષની ગણાય. આજે એરિક વ્હીલચર પર બેસીને મોંમાં પીંછી રાખી રોજના સાડાસાત કલાક કામ કરે છે.
મંત્ર માનવતાનો 149
Page #151
--------------------------------------------------------------------------
________________
મંત્ર માનવતાનો
150
નિરક્ષરતાનું દારિદ્રય
પોતાના ખેડૂત-માલિકનાં ઢોર ચરાવતા જૉન ડંકનને માત્ર એક જ સહારો હતો અને તે રળિયામણી પ્રકૃતિનો, એને ચોપાસથી ધિક્કાર, ફિટકાર અને અપમાન મળતાં હતાં. એની ઉંમરના ગોઠિયાઓ એને જુએ એટલે તરત જ ચીડવવા દોડી જતા. ધૂંધો, અશક્ત અને ટૂંકી દૃષ્ટિવાળો જૉન ડંકન એમની ક્રૂર મજાકનો ભોગ બનતો. વળી જૉન ડંકનનો નિર્દય માલિક આખો દિવસ વરસાદથી ભીંજાઈને ખેતરેથી આવેલા એને બહારના અંધારિયા ઓરડામાં ફાટેલા બિછાના પર સૂવાનું કહેતો.
થોડા સમય બાદ જૉન ડંકને એના પિતાની માફક વણાટકામ શરૂ કર્યું, ત્યારે એને મનમાં થયું કે ગરીબી કરતાંય નિરક્ષરતા એ વધુ મોટી ગરીબાઈ છે, આથી સોળ વર્ષનો જૉન ડંકન બાર વર્ષની બાળા પાસે બેસીને મૂળાક્ષર શીખવા લાગ્યો. જ્ઞાન મળતાં એનું વિશ્વ ઊંઘી ગયું. બાળપણમાં પ્રકૃતિનો ખોળો મળ્યો હતો, એ પ્રકૃતિનો ગહન અભ્યાસ કરવાનું મન થયું. એણે વનસ્પતિશાસ્ત્ર વિશે અભ્યાસ આરંભ્યો. એને વનસ્પતિશાસ્ત્રનું એક પુસ્તક ખરીદવું હતું, પણ પૈસા ક્યાં ? આથી એણે વણાટકામ ઉપરાંત ફાજલ સમયમાં બીજું કામ કરવા માંડ્યું અને એમાંથી મળેલી પાંચ શિલિંગની રકમમાંથી વનસ્પતિશાસ્ત્રનું પુસ્તક ખરીદ્યું.
ગરીબ વણકરનો કદરૂપો, નિરક્ષર છોકરો સમય જતાં વિદ્વાન વનસ્પતિશાસ્ત્રી બન્યો. એંસી વર્ષની ઉંમરે એને એક નવા છોડની જાણ થઈ. વૃદ્ધ જૉન ડંકન બાર માઈલ પગપાળા ચાલીને એ જોવા-જાણવા માટે પહોંચી ગયા. જૉન ડંકને એની જીવનકથા લખી. જીવનમાં અનુભવેલી યાતનાઓ અને પ્રકૃતિના આનંદની વાતો લખી. એની આત્મકથાએ અનેક લોકોને પ્રેરણા આપી. કેટલાકે જૉન ડંકનને આનંદભેટ રૂપે સારી એવી રકમ મોકલી. જૉન ડંકને આ રકમ અલાયદી રાખી અને પોતાના વિલમાં લખતો ગયો કે ‘ગરીબ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું ઉત્તેજન મળે, એ માટે આમાંથી આઠ શિષ્યવૃત્તિ અને પારિતોષિકો આપશો.’
Page #152
--------------------------------------------------------------------------
________________
યોગ્ય મહત્તા આપો.
વિખ્યાત મનોવિજ્ઞાની એડગરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માનવીના મનને સૌથી વધુ પુષ્ટ કરે એવી કઈ બાબત છે ? આગંતુકે એની જિજ્ઞાસા દાખવતાં કહ્યું, કે જેમ માનવીના શરીરને માટે પોષ્ટિક ખોરાક મહત્ત્વનો છે, તેમ મનનો સૌથી વધુ પૌષ્ટિક ખોરાક કયો ?
મનોવિજ્ઞાની ઊંડા વિચારમાં સરી ગયા અને પછી એમણે આગંતુકને કહ્યું, “ભાઈ, દરેક વ્યક્તિનાં ચિત્ત જુદાં જુદાં હોય છે. એમનાં વલણો અને અભિગમો નોખાં નોખાં હોય છે. એમની પ્રકૃતિ અને એમની પસંદગી ભિન્ન ભિન્ન હોય છે. આ સહુના મનને પુષ્ટ અને તુષ્ટ કરે એવી કોઈ એક જ બાબત હોય, તો તે છે મહત્તા.”
આગંતુકને આ સાંભળીને અપાર આશ્ચર્ય થયું. એણે કહ્યું, “તમારી વાત મને સમજાઈ નહીં.”
મનોવિજ્ઞાની એડગરે કહ્યું, “જુઓ, રાષ્ટ્રપ્રમુખથી માંડીને સામાન્ય પટાવાળો પણ એના અંતરમાં કોઈ છાને ખૂણે મહત્તાની ભાવના સેવી રહ્યો છે. પ્રત્યેક માનવીના ચિત્તમાં આ ભાવ સદાય વસતો હોય છે. આ ભાવને જે પારખે છે, તે માનવીની કાર્યશક્તિને પ્રગટ કરી શકે છે, આથી મહત્તા એ મનને પુષ્ટ કરનારની સૌથી મોટી બાબત છે.”
“ધારો કે તમે આવી મહત્તા આપો નહીં તો ? શું એ મૃત્યુ પામશે ? શું એ નિરુત્સાહ ને ઉદાસીન બની જશે ?”
ના. એ તનથી મૃત્યુ પામતો નથી, પરંતુ મનથી મૃત્યુ પામે છે. એના હૈયામાં ન તો પ્રેરણા હોય છે કે ન તો ઉત્સાહ. એને પરિણામે જીવન પ્રત્યેની નિરાશા વધતી જાય , છે અને કાર્ય પ્રત્યેની નિષ્ઠા ઘટતી જાય છે, આથી મહત્તા આપવાથી વ્યક્તિના હૈયામાં ૭૭]
મંત્ર માનવતાનો જાદુઈ કામ કરી જાય એવી ચેતનાનો સંચાર થાય છે.”
151
Page #153
--------------------------------------------------------------------------
________________
માનવકલ્યાણની ખેવના વર્ષોના સંશોધન બાદ વિજ્ઞાની ડૉ. રુને જ્વલંત સફળતા મળી. ફ્રન્સની પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સંસ્થા “પેસ્ટોમાં અનેક પ્રયોગો કરીને ડૉ. રુએ બાળકોના ગળાના રોગ સામે પ્રતિકારક દવા શોધી કાઢી.
આ રોગને પરિણામે ઘણાં બાળકો મૃત્યુ પામતાં હતાં. આથી એની રોગપ્રતિકારક રસી શોધવાનો આ વિજ્ઞાનીએ સંકલ્પ કર્યો હતો અને તે સિદ્ધ કર્યો.
પોતાની આ શોધને પેટન્ટ બનાવીને વેં. ૨ અઢળક કમાણી કરી શકે તેમ હતા. જાણીતી કંપનીઓએ પણ આ શોધની પેટન્ટ પોતાને આપવા માટે ડૉ. રુને મોટી રકમની ઑફર કરી, પરંતુ બાળકલ્યાણની ભાવના ધરાવતા માનવતાવાદી ડૉ. રુ એ વાતથી પૂરા વાકેફ હતા કે આવી ‘પેટન્ટને કારણે દવા મોંઘી કિંમતે બજારમાં મળશે અને ગરીબ લોકોને એ ઉપલબ્ધ થશે નહીં. આથી એમણે મોટી કમાણી છોડીને પોતાની શોધનો લાભ સહુ કોઈને મળે તેવું કર્યું.
ડૉ. રને એમના આ સંશોધનને પરિણામે સમગ્ર ફ્રાન્સમાં અને ધીરે ધીરે વિશ્વમાં બહોળી ખ્યાતિ મળી. આવી શોધ માટે એમને અભિનંદન પાઠવવામાં આવ્યાં અને એથીય વિશેષ એમની ઉન્નત ભાવના અંગે સહુ કોઈએ પ્રસન્નતા વ્યક્ત કરી.
એક વાર એમને મળવા માટે આવેલા મહાનુભાવે ડૉ. રુને કહ્યું, “આપે મહાન સંશોધન કર્યું છે, અનેક બાળકોને જીવન બક્યું છે, આથી ખુશ થઈને હું તમને મોટી રકમ ભેટ રૂપે આપવા લાવ્યો છું. આ રકમ એટલી મોટી છે કે તમારે જિંદગીમાં ક્યારેય નાણાભીડ અનુભવવી નહીં પડે. આપ એનો સ્વીકાર કરો.”
ડૉ. રુએ એનો સ્વીકાર કર્યો, પણ સાથેસાથે કહ્યું, “જુઓ, આ સંશોધન હું કરી હાઈ શક્યો, કારણ કે ‘પેસ્ટો” સંસ્થાએ મને સઘળી સગવડ કરી આપી. બીજા વિજ્ઞાનીઓને ૭/૭ ) પણ આવી અનુકૂળતા સાંપડે, તે માટે આ સઘળી ૨કમ હું ‘પેસ્ટો”ને આપી દઈશ.” મંત્ર માનવતાનો.
નિઃસ્પૃહ ડૉ. રુએ બધી રકમ ‘પેસ્ટને આપી દીધી. 152
Page #154
--------------------------------------------------------------------------
________________
ઈશ્વરે મોકલેલો દેવદૂત
રાણી એલિઝાબેધના પતિ રાજા લૂઈ યુદ્ધ ખેલવા માટે અન્ય પ્રદેશમાં ગયા, ત્યારે રાણી એલિઝાબેથને રાજકારભાર ચલાવવાનું સોંપવામાં આવ્યું. એ સમયે ઈ. સ. ૧૨૨૫માં ભીષણ દુષ્કાળ પડ્યો અને ઘણા લોકો દુષ્કાળના ખપ્પરમાં હોમાવા લાગ્યા. કેટલાંય પ્રાણીઓ ભૂખથી તરીને મૃત્યુ પામવા લાગ્યાં. અન્નનો દાણો મેળવવા માટે લોકો પ્રાણની પણ પરવા કર્યા વિના લૂંટફાટ કરવા લાગ્યા.
આવી પરિસ્થિતિ હોવા છતાં રાજકર્મચારીઓએ કાં નક્કર પગલાં લીધાં નહીં. એથીય વિશેષ દુષ્કાળની વાતોને વધુ પડતી ચગાવવામાં આવી છે એમ કહીને લોકોને ધુત્કાર્યા.
રાણી એલિઝાબેધને આ પરિસ્થિતિની જાણ થતાં જ એણે તત્કાળ હુકમ કર્યો, “રાજનો અન્નભંડાર પ્રજાને માટે ખુલ્લો મૂકી દો. જે ધનભંડાર છે, એમાંથી ધન વાપરીને અનાજ એકઠું કરીને ગરીબોને વહેંચી આપો.”
રાજસેવકોને રાણીનો હુકમ પસંદ પડ્યો નહીં, પરંતુ ક૨ે શું ? આવી રીતે રાજભંડા૨ ઘટતો જોઈને રાજા લૂઈના સંબંધીઓ અકળાયા. એના શ્વશુર પક્ષના લોકોએ નારાજગી વ્યક્ત કરી. એમણે વિચાર્યું કે જો આવી રીતે રાજનો ભંડાર ખર્ચી નાખશે, તો પછી ૨હેશે શું ? આથી રાણીની વિરુદ્ધ પ્રપંચ ઘડાવા લાગ્યાં. ધમકી આપી કે રાજા લૂઈ આવશે ત્યારે તમને આકરી સજા ફટકારશે.
દુષ્કાળપીડિત પ્રજા રાણીને ‘ઈશ્વરે મોકલેલો દેવદૂત' માનવા લાગી. થોડા સમય બાદ રાજા લૂઈ યુદ્ધમાંથી પાછા ફર્યા ત્યારે પ્રજાએ એમનો ઉત્સાહભેર આદર-સત્કાર કર્યો. પણ બીજે દિવસે રાજાના ભાઈએ અને અન્ય કુટુંબીજનોએ રાજા લૂઈને ફરિયાદ કરી અને રાણીને સજા કરવાનું કહ્યું,
રાજા લૂઈએ હસીને કહ્યું, “ભૂખી પ્રજાને ભોજન આપવું એ રાજનો ધર્મ છે, તેથી રાણીએ તો પોતાનો ધર્મ બજાવ્યો છે. એમાં શું ખોટું કર્યું ? એણે ગરીબોને રાજ તો નથી આપી દીધું ને!” રાજાનો ઉત્તર સાંભળીને ફરિયાદ કરનારા શાંત થઈ ગયા.
મંત્ર માનવતાનો 153
Page #155
--------------------------------------------------------------------------
________________
બરફના ટુકડા જેવી સ્થિતિ જર્મન રાજવી “ફ્રેડરિક પહેલો’ સમગ્ર દેશમાં મહાન રાષ્ટ્રીય વીરપુરુષ તરીકે પ્રશંસા પામ્યો હતો. યુદ્ધમાં વિજય મેળવીને એણે જર્મન સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. પવિત્ર રોમન સમ્રાટ ગણાતા રાજા ફ્રેડરિક મહાન દ્વારા શાહી ભોજન-સમારંભ યોજાયો અને એમાં રાષ્ટ્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ઉચ્ચ અધિકારીઓને નિમંત્રણ આપવામાં આવ્યાં.
આ ભોજન-સમારંભમાં સમ્રાટ રાષ્ટ્રના પ્રશ્નોની ચર્ચા કરતા હતા. એમણે સવાલ કર્યો, “આટલો બધો કર નાખવા છતાં રાજ્યની આવક કેમ ઓછી થતી જાય છે ? આપ એનું કોઈ કારણ બતાવશો ?”
ઉપસ્થિત રહેલા મહાનુભાવો એકબીજાનું મોં જોવા લાગ્યા. ત્યારે ડાઇનિંગ ટેબલથી દૂર બેઠેલા એક વયોવૃદ્ધ બધાને ચૂપ જોઈને સમ્રાટને કહ્યું,
“જો સમ્રાટ આજ્ઞા આપે તો હું એનું રહસ્ય કહી શકું તેમ છું.”
ઉદારમના ફ્રેડરિકે સહજ અનુમતિ આપી. એ વૃદ્ધ મહાનુભાવે બરફનો એક ટુકડો લઈને બાજુમાં રહેલા અતિથિને આપ્યો અને કહ્યું,
“ભાઈઓ, તમે દરેક વ્યક્તિ આ ટુકડો તમારા હાથમાં લો અને છેલ્લે સમ્રાટને પહોંચાડી દો.”
આ રીતે એક પછી એક વ્યક્તિએ બરફનો મોટો ટુકડો હાથમાં લીધો. બરફનો એ મોટો ટુકડો એક હાથમાંથી બીજા હાથમાં જતાં ધીરે ધીરે પીગળીને સાવ નાનો ચણા જેટલો થઈ ગયો. ફ્રેડરિક પાસે એ ટુકડો આવ્યો ત્યારે વૃદ્ધ સજ્જને કહ્યું,
સમ્રાટ, આપના રાજ્યમાં ખજાના સુધી પહોંચતાં પહોંચતાં તો કર રૂપે મળેલી રકમની આ બરફના ટુકડા જેવી હાલત થઈ જાય છે.”
મંત્ર માનવતાનો.
154
Page #156
--------------------------------------------------------------------------
________________
મારો પ્રિય સર્જક અત્યંત મૂંઝવણ અનુભવતી એક વૃદ્ધા પુસ્તક-વિક્રેતાને ત્યાં ગઈ. એને એક પુસ્તક જોઈતું હતું, પણ એ પુસ્તકના શીર્ષકની કે એના સર્જકની કોઈ માહિતી નહોતી.
આવી સ્થિતિમાં પુસ્તક-વિક્રેતાએ એ વૃદ્ધા સમક્ષ દિલગીરી પ્રગટ કરતાં કહ્યું, “આપને પુસ્તકના શીર્ષકની ખબર નથી અને એના લેખકની ખબર નથી, તો પછી કઈ રીતે હું તમને પુસ્તક આપવામાં મદદગાર બની શકું ?”
વૃદ્ધાએ પોતાના ખિસ્સામાંથી એક કાગળની ચબરખી કાઢી. એણે કહ્યું કે આ ચબરખીમાં જે હૃદયસ્પર્શી વાક્ય લખ્યું છે, તે એ પુસ્તકમાંથી લીધેલું છે. તમે આ વાક્ય વાંચો અને કદાચ તમને કયું પુસ્તક છે તેનો ખ્યાલ આવે.
વૃદ્ધાએ ચબરખી પુસ્તક-વિક્રેતાને આપી અને એણે એમાં એક વાક્ય વાંચ્યું, “દુઃખ એ બીજું કંઈ નથી, તમારી સાચી સમજણને એક અંધારાનું પડ વીંટળાઈ રહ્યું છે.”
પુસ્તક-વિક્રેતાએ આ વાક્ય વાંચ્યું અને બોલી ઊઠ્યો, “અરે, આ વાક્ય બીજા કોઈનું ન હોય, એનો લેખક તો મારો પ્રિય સર્જક ખલિલ જિબ્રાન છે અને આ રહ્યું એ વાક્ય ધરાવતું પુસ્તક.”
આમ કહીને પુસ્તક-વિક્રેતાએ જિબ્રાનની કૃતિ એ વૃદ્ધાને ઉત્સાહભેર આપી, ત્યારે એના કરચલીવાળા ચહેરા પર આનંદની રેખાઓ ઊપસી આવી.
પૂજાની સામગ્રીની માફક એણે સાચવીને ગ્રંથ પોતાના હાથમાં લીધો અને હર્ષથી નાચવા લાગી. સંતોષનો ઊંડો શ્વાસ લેતાં બોલી,
કોઈ માને ખોવાયેલો દીકરો મળે એટલો આનંદ આ ગ્રંથ મળતાં મારા હૈયામાં થયો. ભાઈ, હું આ પુસ્તક અને એના લેખકનું નામ ભૂલી ગઈ હતી, પરંતુ એણે લખેલું વાક્ય રાતદિવસ મારા ચિત્તમાં ઘૂમ્યા કરતું હતું. મને થતું કે આ પુસ્તક વાંચ્યા વિના મને જીવનમાં શાંતિ નહીં મળે. સુખે મોત નહીં સાંપડે. તમે આ પુસ્તક આપીને મારા મનમાં શાંતિ આણી છે અને ઘણો મોટો ઉપકાર કર્યો છે.”
મંત્ર માનવતાનો
155
Page #157
--------------------------------------------------------------------------
________________ મારી ભૂલો માટે સાપેક્ષતાના (રિલેટિવિટી) સિદ્ધાંતનો સ્થાપક, ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇન (૧૮૭૯થી 1955) પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીમાં નાઝી સત્તાનો ઉદય થતાં નિસર્ગમાં સંવાદિતાની ખોજ કરનાર, મુક્ત ધરતી અને મુક્ત વાતાવરણમાં જીવવા ટેવાયેલા આ સ્વતંત્ર મિજાજવાળા વિજ્ઞાનીને વતન જર્મનીમાં ગૂંગળામણ થવા લાગી. નાઝીઓએ એમનું જર્મનીમાં રહેવું અશક્ય બનાવ્યું હતું. યહૂદીવિરોધી વાતાવરણ સર્જીને યહૂદીઓનો સંહાર કરવા માંડ્યો હતો, આથી આઇન્સ્ટાઇને જર્મની છોડવાનું નક્કી કર્યું. અનેક દેશો આ મહાન વૈજ્ઞાનિકને આવકારવા આતુર હતા. આઇન્સ્ટાઇને ન્યૂયૉર્કના પ્રિન્સ્ટન શહેરમાં આવેલી ‘ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડવાન્સુ સ્ટડીઝ' નામની સંસ્થાનું નિમંત્રણ સ્વીકાર્યું. અહીં વૈજ્ઞાનિકોને કશીય ખલેલ વિના અને તમામ સુવિધા સાથે સંશોધન કરવાની અનુકૂળતા હતી. એમણે ઇન્સ્ટિટ્યૂટની નજીક ઘરની માગણી કરી, જેથી તેઓ મોટરને બદલે ચાલતા જઈ શકે. આજે આઇન્સ્ટાઇનનો એ રસ્તો પ્રિન્ટનમાં “આઇન્સ્ટાઇન ડ્રાઇવ' તરીકે જાણીતો છે. આટલો મોટો વૈજ્ઞાનિક આવતા હોવાથી યુનિવર્સિટીના સંચાલકોએ એમના નિવાસસ્થાને અભ્યાસખંડ માટે કેવું ફર્નિચર જોઈશે, એની ચિંતા સેવતા હતા. સંચાલકોએ પ્રશ્ન કર્યો, ‘તમારે તમારા વૈજ્ઞાનિક સંશોધનો માટેની રૂમનું ફર્નિચર કેવું જોઈશે ?" ત્યારે આઇન્સ્ટાઇને જવાબ આપ્યો, “એક કાળું પાટિયું અને ચાંક, એક ડેસ્ક અને થોડી ખુરશીઓ. કાગળ અને પેન્સિલ. આટલું બસ છે.' સંચાલકો આ વૈજ્ઞાનિકની સાદાઈ જોઈને આશ્ચર્ય પામ્યા. ત્યાં તો આઇન્સ્ટાઇને યાદ આવતાં ઉમેર્યું, ‘હા, એક ખાસ્સી મોટી વેસ્ટ-પેપર બાસ્કેટ જોઈશે.” ખાસ્સી મોટી કેમ ?" મંત્ર માનવતાનો 156 આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘મારી ભૂલો માટે. હું ઘણી બધી ભૂલો કરું છું.”