________________
“એ” તમારી સાથે જાપાનની ખૂંખાર કેદીઓ રાખતી જેલના જેલરને એક નાનકડી માસૂમ છોકરીએ નાનકડા હાથથી અને નિર્દોષ આંખથી એક બંડલ આપતાં કહ્યું, “તમે આજે ફાંસીને માંચડે ચડનારા કેદીને આ મારું નાનકડું પૅકેટ પહોંચાડશો ? એમાં થોડાં ધાર્મિક પુસ્તકો છે અને ફાંસીની સજા પામનાર કેદીને ઉદ્દેશીને લખેલો પત્ર છે.”
જેલરનું પ્રારંભનું આશ્ચર્ય સ્વીકારમાં બદલાયું. ફાંસીની સજા પામેલા કેદીને અજાણી બાલિકાએ મોકલેલું ધર્મગ્રંથો અને પત્રનું પૅકેટ મળ્યું. એ નાનકડી છોકરીએ હત્યારા કેદીને ઉદ્દેશીને લખ્યું હતું, “આ રીતે આપને પત્ર લખી રહી છું તે માટે મને ક્ષમા કરજો. હું પ્રાથમિક શાળામાં ભણતી નાનકડી છોકરી છું. મેં હમણાં વાંચ્યું કે ઈશ્વર જગતની તમામ વ્યક્તિઓને પોતાના સંતાનની માફક ચાહે છે, પછી એ વ્યક્તિ સારી હોય કે ખરાબ. ઈશ્વર આપણને ચાહતા હોવાથી આપણી ભૂલોને માફ કરી દે છે. આથી તમે હિંમત હારશો નહિ, “એ” તમારી સાથે જ છે.”
ફાંસીની સજા પામેલા કેદીએ ‘ડેથ સેલ'માં આ પત્ર વાંચ્યો અને એણે એ પત્રનો જવાબ લખ્યો, “નાની છોકરી, તારો ખૂબ ખૂબ આભાર, મારા જેવી નિષ્ફર વ્યક્તિ પ્રત્યે આટલી મધુર અને માયાળુ લાગણી દાખવવા માટે ! તારો આ પત્ર ફક્ત મારે માટે જ નથી, પરંતુ જગતમાં વસતા મારા જેવા તમામ પાપીજનો માટે છે. મેં ત્રણ માણસોની હત્યા કરી હતી. પણ તારો નાનકડો પત્ર વાંચ્યા પછી મને ખાતરી થઈ છે કે ઈશ્વર અપાર કરુણા ધરાવતો હોવાથી મને માફ કરશે. હિંસા અને હત્યા કરનાર એના સંતાન એવા મારા તરફ દયાભાવ દાખવશે.
“હે પ્રિય એવી નાની છોકરી ! તારો પત્ર મળ્યો એ પહેલાં હું ઈશ્વરથી ગભરાતો ર) છ હતો. હવે મને ખબર પડી કે એ મારા જેવા પ્રત્યે પણ દયાળુ છે, આથી તેઓ મને ક્ષમા
' આપે તે માટે પ્રાર્થના કરું છું. તારા પર સદેવ ઈશ્વરના આશીર્વાદ ઊતરતા રહો.” 56
છે