________________
શરણાગતિનો ઇન્કાર રાજા આલ્ફાન્સો સુલતાનના સ્પેન પરના આક્રમણનો હિંમતભર્યો સામનો કરી રહ્યા હતા. રાજા આલ્ફાન્સો સ્વયં સાહસિક સૈનિક અને અનુભવી કમાન્ડર હતા. એમણે દમનોના હાથે માડિડ શહેરનો ધ્વંસ થતો અટકાવ્યો હતો. નગરરક્ષણ માટે જાનની બાજી લગાવી હતી. આ સમયે આક્રમણખોર મોહમેડન્સના સુલતાનના હાથમાં એકાએક સુવર્ણ તક આવી ગઈ.
રાજા આલ્ફાન્સોનું દુર્ભાગ્ય એટલું કે એમનો પુત્ર દુશમનોના હાથમાં ઝડપાઈ ગયો. સુલતાન આ તકનો પૂરો લાભ ઉઠાવવા માગતો હતો. રાજા આલ્ફાન્સો પ્રબળ પ્રતિકાર અને મજબૂત સામનો કરી રહ્યા હતા.
એમનું સામર્થ્ય ક્ષીણ કરવાનો સુલતાને પેંતરો રચ્યો. રાજા આલ્ફાન્સોના રાજકુમારને ફાંસીએ ચડાવવાનો ઢંઢેરો પીટ્યો. પ્રજાજનોને આ ફાંસીનું દશ્ય જોવા આવવા માટે નિમંત્રણ આપ્યું.
સુલતાને નગરની વચ્ચોવચ, ઊંચા સ્થાન પર વધસ્થંભની રચના કરી. એવી રીતે ફાંસીના માંચડો ગોઠવ્યો કે જેથી આખું નગર એ જોઈ શકે.
આ પછી સુલતાને સ્પેનના રાજા આલ્ફાન્સોના પુત્રને છેક વધસ્થંભ સુધી ચડાવ્યો, જેથી માડ્રિડના લોકો એને બરાબર જોઈ શકે. માડિ શહેરને બચાવવા માટે કેસરિયાં કરનાર રાજા આલ્ફાન્સોને સુલતાને કહેવડાવ્યું,
સ્પેનના રાજવી આલ્ફાન્સો ! કાં તો તમે મારે શરણે આવીને મને નગર સોંપી દો, નહીં તો અમે તમારા પુત્રને આ ઊંચા, ફાંસીના માંચડે લટકાવી દઈશું.”
સુલતાનનો સંદેશાવાહક આ સંદેશ લઈને આવ્યો. આખો દરબાર રાજા આલ્ફાન્સોના ( નિર્ણયની રાહ જોઈ રહ્યો. રાજાએ કહ્યું, “હું નગરને બચાવવા ઇચ્છું છું. ભલે મારા પુત્રને
મંત્ર માનવતાનો ફાંસીએ ચડાવાય.”
69