________________
“માણસ” તો એક જ ! ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયેલા ઇસપનો જન્મ થ્રેસમાં થયો હતો અને તે ગુલામ તરીકે સીમોસ ટાપુમાં કામ કરતો હતો. એક વાર ગુલામ ઇસપને એના માલિક ઇઆદમોએ કહ્યું, “ઇસપ, મારે સ્નાનાગારમાં સ્નાન કરવા જવું છે. જરા તું નજર કરી આવ, ત્યાં લોકોની ભીડ કેવી છે ? જો ઓછા માણસો હોય તો હું સ્નાન કરવા જાઉં.”
ઇસપ માલિક ઇઆદમોની આજ્ઞા માથે ચડાવીને સ્નાનાગાર તરફ ગયો. થોડી વારે માલિક પાસે પાછો આવ્યો અને કહ્યું, “સ્નાનાગારમાં માણસોની ભીડ નથી.” આ સાંભળીને માલિકે વળતો સવાલ કર્યો, “કેટલા માણસો છે એ સ્નાનાગારમાં?”
ગુલામે કહ્યું, “સાહેબ, અત્યારે માત્ર એક જ માણસ દેખાય છે.” હળવેથી ઇઆદમો સ્નાનાગાર તરફ ગયો અને જોયું તો ખ્યાલ આવ્યો કે ત્યાં તો માણસોની ભીડ જામેલી હતી, આથી એનો પિત્તો ગયો. એ સ્નાન કર્યા વગર જ ગુલામને સજા કરવા ઘેર પાછો ફર્યો. એણે કહ્યું, “ઇસપ, તારા જેવો જુઠ્ઠો માણસ આ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. સ્નાનાગારમાં તો ભીડ જામેલી છે કે તું કહે છે કે એક જ માણસ છે. બોલ, તને શી સજા કરું ?” ઇસપે કહ્યું, “માલિક, હું સાચું જ બોલું છું. જે મેં જોયું તે જ કહું છું.”
ઇઆદમોએ કહ્યું, “તેં શું જોયું ? હું મારી સગી આંખે જોઈ આવ્યો છું કે ત્યાં માણસોની ભીડ જામેલી છે.”
ઇસપ બોલ્યો, “જુઓ, સ્નાનાગારની નજીકમાં એક પથ્થર પડ્યો હતો. એ એવી રીતે પડ્યો હતો કે જે કોઈ સ્નાન કરવા જાય કે સ્નાન કરીને પાછા આવે તો એના પગે ઠોકર વાગે. બધા લોકોને જતાં-આવતાં પગમાં ઠોકર વાગતી હતી, પણ કોઈ એને ઊંચકવાનો વિચાર કરતા નહીં. પણ એવામાં એક માણસ આવ્યો અને મેં જોયું કે એણે પથ્થરને ઊંચકીને બીજી જગ્યાએ મૂકી દીધો કે જેથી બીજાને ઠેસ વાગે નહીં. મને આ
માણસમાં જ સાચી માણસાઈ દેખાઈ, તેથી જ મેં કહ્યું કે સ્નાનાગારમાં “માણસ” તો એક મંત્ર માનવતાનો ,
જ છે.” માલિક ઇઆદમો ઇસપની વાત સમજ્યો. 136
ડો