________________
સચોટ જવાબ પ્રસિદ્ધ અંગ્રેજ નવલકથાકાર, પત્રકાર, સમાજશાસ્ત્રી અને ઇતિહાસકાર એચ. જી. વેલ્સ બહુમુખી પ્રતિભા ધરાવતા લેખક હતા. વિજ્ઞાનના કથાસાહિત્યના એ પ્રણેતા હતા અને જે સમયે હવાઈ જહાજમાં અને સમુદ્રની સપાટી નીચે તરતી નૌકાઓમાં પ્રવાસ કરવો એ એક કાલ્પનિક બાબત હતી, તે સમયમાં એમણે એવાં પ્રવાસવર્ણનોનો આસ્વાદ કરાવ્યો હતો.
‘ટાઇમ મશીન', “ધ વોર ઑવ્ ધ વર્લ્ડઝ', “ધ શેપ ઑવુ થિંગ્સ ટુ કમ' જેવી કથાઓ લખી. એમાં “ધ શેપ ઑવ્ થિંગ્સ ટુ કમ'માં કાલ્પનિક તરંગ સૃષ્ટિનું નિદર્શન આલેખ્યું. એચ. જી. વેલ્સ હોલિવૂડની એક અભિનેત્રીને આ પુસ્તક ભેટ રૂપે મોકલ્યું. એ વાંચતાં હોલિવૂડની અભિનેત્રી એમના પર પ્રસન્ન થઈ ગઈ. પણ એના મનમાં સવાલ જાગ્યો કે ખરેખર લેખકે આ પુસ્તક લખ્યું છે કે ફિલ્મમાં જેમ ડુપ્લિકેટ અભિનેતા હોય છે, તેમ કોઈ ડુપ્લિકેટ પાસે તો લખાવ્યું નથી ને ?
આથી એણે આભારપત્રમાં લખ્યું, ‘તમારું પુસ્તક હું એકી બેઠકે વાંચી ગઈ. એક અદ્ભુત અને રોમાંચક પુસ્તક છે અને તે વાંચીને મને પ્રશ્ન એટલો જાગ્યો છે કે આ પુસ્તક તમે કોની પાસે લખાવ્યું છે?”
પત્ર મળતાં આ અંગ્રેજ લેખક અકળાઈ ઊઠ્યા. વિચાર કર્યો કે અભિનેત્રી સમજે છે શું ? મારા જેવા સમર્થ કથાલેખક પર આવો હીન આક્ષેપ ? આથી એને કડક ભાષામાં જડબાતોડ પ્રત્યુત્તર આપવા માટે પત્ર લખવાનું નક્કી કર્યું. પણ વળી વિચાર્યું કે અત્યારે એ ગુસ્સાના આવેશમાં કંઈક અઘટિત લખી નાખશે, તો એમના જેવા પ્રતિષ્ઠિત લેખકને માટે એ શોભારૂપ નહીં ગણાય. આથી એમણે થોડા સમય OS) બાદ ઉત્તર લખવાનું નક્કી કર્યું. થોડા સમય બાદ એમણે પત્રમાં લખ્યું, ‘તમારો પત્ર ( મળ્યો. તમને આ પુસ્તક ગમ્યું તે જાણી આનંદ થયો. પરંતુ મારા મનમાં એક એ S
મંત્ર માનવતાનો સવાલ જાગ્યો છે કે આ પુસ્તક તમે કોની પાસે વંચાવ્યું ?'
6]