________________
સામાન્ય કે અસામાન્ય
૧૯૩૪માં હેરી રૂમેને અમેરિકન સેનેટને માટે ઉમેદવારી નોંધાવી ત્યારે સહુને એ વાત વિચિત્ર લાગી. રાજકારણમાં જઈને એ કશું ઉકાળશે નહીં તેમ સહુ કોઈનું માનવું હતું. આનું કારણ એ કે હેરી ટુમેન સાવ ઠીંગણા હતા, દૃષ્ટિની ખામી ધરાવતા હતા. એમનો દેખાવ તદ્દન અનાકર્ષક હતો.
અધૂરામાં પૂરું એમના પિતાની આર્થિક સ્થિતિ એવી હતી કે એમને ભણાવી શકે નહીં, આથી કૉલેજનું વ્યવસ્થિત શિક્ષણ પણ મેળવી શક્યા નહોતા. એ પછી એમણે કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી, પણ નોકરી કોણ આપે ? સ્થિતિ એવી કે તરત નોકરી શોધવી પડે. આથી હેરી ટમેને સૌથી પહેલું કામ રેલવે કંપનીમાં કર્યું. એ પછી બેંકમાં કામે લાગ્યા. બે બેંકોમાં કામગીરી કરી, પણ એમાંય ફાવ્યા નહીં. છેવટે એમના પિતાનો કૃષિનો વ્યવસાય અપનાવ્યો.
એક પછી એક કામગીરી બદલતા રહ્યા. ખેતીમાંથી સીધા તોપખાનાના અધિકારી બન્યા. નિયમિત શિક્ષણ મળ્યું નહોતું, પરંતુ કાયદાશાસ્ત્રની પદવી હોવાથી સમય જતાં જેક્સન કન્ટ્રી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા.
આવા હેરી ટુમેનને રાજકારણમાં રસ હતો અને તેથી અમેરિકન સેનેટમાં પ્રવેશ્યા. ૧૯૪૫ની ૧૨મી એપ્રિલે પ્રમુખ રૂઝવેલ્ટના મૃત્યુ બાદ ટુમેન પર પ્રમુખપદ સંભાળવાની જવાબદારી આવી પડી. આંતરિક અને બાહ્ય કપરા પ્રશ્નોનો સામનો કરવાનો આવ્યો. ૧૯૪૮માં પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહ્યા. બધાએ કહ્યું, તે પ્રમુખ તરીકે ચૂંટાશે નહીં.
આ બધા વચ્ચે તે ચૂંટણી લડ્યા, એટલું જ નહીં પણ રંગભેદ દૂર કરવા માટે, એ જ ખેડૂતો અને કામદારોના ઉત્કર્ષ માટે અને ગરીબ વર્ગોને રહેઠાણ ઉપલબ્ધ કરાવવા મંગ માનવતાનો માટે એમણે પ્રગતિશીલ કાર્યક્રમો આપ્યા. આમ, એક સામાન્ય દેખાવ ધરાવનાર
88 માનવી અસામાન્ય શક્તિ ધરાવનાર રાજપુરુષ બન્યા.