________________
વિચાર અને વૃત્તિ વિશ્વની વિચારધારામાં અને અનેક ક્ષેત્રોમાં પરિવર્તન આણનાર જૈવિક ઉત્ક્રાંતિવાદના પ્રખર પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન પાસે આતુરતા સાથે અવલોકન કરવાની શક્તિ અને વિચાર કરવાની અપ્રતિમ ક્ષમતા હતી. પ્રકૃતિવિદ્દ ડાર્વિનને પોતાની સફર દરમિયાન છોડ, ખડક, જીવજંતુઓ, પ્રાણીઓ અને અશ્મિઓનો સંગ્રહ કરવાની આદત હતી.
એક વાર ડાર્વિન મિત્રની સાથે પ્રાણીસંગ્રહાલય જોઈ રહ્યા હતા, ત્યારે એમણે કહ્યું, “માનવીની અનાદિકાલીન સહજવૃત્તિઓ કરતાં એની વૈચારિકશક્તિ અનેકગણી શક્તિશાળી છે.”
ત્યારે ડાર્વિનના મિત્રએ કહ્યું કે, “માનવીમાં અનાદિકાળથી રહેલી કામ, ક્રોધ, ભય, મોહ, માયા, લોભની વૃત્તિઓ અત્યંત પ્રબળ હોય છે, પછી એ માનવી ગમે તેટલો વિદ્વાન કે વિજ્ઞાની હોય ! અને તેથી જ આ અનાદિકાલીન વૃત્તિઓ પર વ્યક્તિએ સાધના કરીને વિજય મેળવવો જોઈએ.”
ચાર્લ્સ ડાર્વિને હસીને કહ્યું, ‘આવી કોઈ સાધનાની જરૂર નથી. તમારામાં વિચારશક્તિ હોય અને અન્વેષક બુદ્ધિ હોય એટલે કામ પતી ગયું.”
એવામાં પ્રાણીસંગ્રહાલયમાં પારદર્શક જાડા કાચની પેટીમાં પડેલો ભયાનક વિષધારી સર્પ જોયો. ચાર્લ્સ ડાર્વિને એની વિગતો વાંચી અને એનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવા માટે પોતાના ચહેરાને કાચની પેટી પર મૂક્યો. અંદરથી ભયાવહ, વિષધારી સાપે જોરથી ફંફાડો માર્યો અને ડાર્વિન ડરીને સહેજ પાછા હટી ગયા. એમના મિત્રએ
કહ્યું,
ડાર્વિન, વચ્ચે જાડો પારદર્શક કાચ હતો. બૌદ્ધિક રીતે વિચાર કરીએ તો એ તમને હું દંશ મારી શકે તેમ નહોતું, આમ છતાં ભયવૃત્તિને વશ થઈને તમે ગભરાઈને બાજુએ ખસી
મંત્ર માનવતાનો ગયા. કહો, વિચાર કરતાં વૃત્તિ ચડિયાતી છે ને !”
89