________________
મૂલ્યવાન વર્તમાન
અંગ્રેજ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર જૉન રસ્કિન (૧૮૧૯થી ૧૯૦૦) ગોથિક રિવાઇવલ ચળવળના પુરસ્કર્તા હતા. એમના પુસ્તક “અન ટૂ ધીસ લાસ્ટ'ના વિચારોનો મહાત્મા ગાંધીજી પર ઘણો પ્રભાવ પડ્યો હતો. જોન રસ્કિન પોતાના ટેબલ પર એક સુંદર પથ્થરનો ટુકડો રાખતા હતા અને એના પર મરોડદાર અક્ષરોએ લખ્યું હતું. 'Thlay',
એમનો એક મિત્ર આ પથ્થર જોઈને વિચારમાં પડ્યો. એને થયું કે શા માટે આવા મહાન સર્જક પોતાના ટેબલ પર આવો પથ્થર રાખતા હશે ? વળી એ પથ્થર પર લખેલો શબ્દ પણ તદ્દન સામાન્ય છે !
મિત્રે જોન રસ્કિનને પ્રશ્ન કર્યો, 'તમે તમારા લેખન-ટેબલ પર આ પથ્થર રાખો છો એ માત્ર એની સુંદરતા માટે રાખો છો કે પછી એની પાછળ કોઈ બીજું રહસ્ય છે ખરું ?'
મિત્રનો પ્રશ્ન સાંભળીને રસ્કિને કહ્યું, ‘આ શબ્દ એ મારો પ્રિય શબ્દ છે. આ ‘Today' શબ્દથી હું સૌથી વધુ પ્રભાવિત થયેલો છું.'
‘પણ એમાં આ પથ્થર પર લખીને રાખવાની શી જરૂર?" મિત્રે પૂછ્યું.
રસ્કિન બોલ્યા, ‘એનો અર્થ એટલો જ કે આ પથ્થર મને વર્તમાનનું સ્મરણ કરાવે છે, મને આજનો દિવસ કીમતી હોવાનો અહેસાસ કરાવે છે અને આ ક્ષણની મહત્તાનું સ્મરણ કરાવે છે. મને સમજાવે છે કે જીવનની પ્રત્યેક ક્ષણ કીમતી છે, એક પણ ક્ષણ વ્યર્થ જવી જોઈએ નહીં.’
સ્કિન પાસેથી એમનો મિત્ર માની કિંમત સમજ્યો. આમ જિંદગીની પ્રત્યેક ક્ષણને કીમતી માનનારા રસ્કિને એક જિંદગીમાં ત્રણ જિંદગી જેટલું કામ કર્યું અને અનેક ક્ષેત્રોમાં આગવી સિદ્ધિ મેળવી.
મંત્ર માનવતાનો 45