________________
મારો શ્રેષ્ઠ પુરસ્કાર એ જમાનામાં જગત પર બ્રિટનનો સૂર્ય ચોવીસે કલાક તપતો હતો. બ્રિટનના કોઈ ને કોઈ સામ્રાજ્યમાં પ્રકાશિત સૂર્ય હોય જ. એક વાર બ્રિટનની મહારાણી વિક્ટોરિયાએ વિયેનાના પ્રસિદ્ધ વૃદ્ધ સંગીતજ્ઞને પિયાનોપાદન માટે પોતાના મહેલમાં નિમંત્રણ આપ્યું.
બ્રિટન જેવી મહાસત્તાની મહારાણીનું નિમંત્રણ મળે, તે ગૌરવ અને સન્માનની વાત ગણાતી હતી. એ શાહી મહેલમાં આવ્યો અને મહેફિલ શરૂ થઈ. આ પ્રસિદ્ધ સંગીતકારની આંગળીઓ પિયાનો પર નૃત્ય કરવા લાગી. સંગીત સાંભળીને મહારાણી વિક્ટોરિયા અત્યંત ભાવવિભોર બની ગયાં. જાણે કોઈ જુદી જ આનંદદાયક સૃષ્ટિમાં ડૂબી ગયાં હોય, તેવો એમને અનુભવ થયો. આથી એમણે પિયાનોવાદકને હીરાનું આભૂષણ ભેટ રૂપે આપ્યું અને વૃદ્ધ સંગીતકારને કહ્યું,
‘તમારી કોઈ ઇચ્છા હોય તો કહો. એને સંતોષતાં મને આનંદ થશે.”
સંગીતકારે કહ્યું, “મહારાણી, આપ પૂછો છો તો મારા મનની ઇચ્છા કહું. મારી ઇચ્છા બ્રિટનના આ શાહી મહેલમાં ઑસ્ટ્રિયા દેશનું રાષ્ટ્રગીત ગાવાની છે.”
મહારાણીએ એ માટે અનુમતિ આપી. રાષ્ટ્રગીતનો પ્રારંભ થયો કે તરત જ તેઓ પોતાના સિંહાસન પરથી ઊભાં થયાં. એમને ઊભેલાં જોઈને દરબારીઓ પણ ઊભા થઈ ગયા અને રાષ્ટ્રગીત ચાલ્યું ત્યાં સુધી બધા એના માનમાં ઊભા રહ્યા.
આ દૃશ્ય જોઈને વૃદ્ધ સંગીતકારની આંખોમાં આંસુ છલકાઈ ઊઠ્યાં. એણે રૂમાલથી આંખ લૂછી અને મહારાણીને કહ્યું,
“મહારાણી, મારા દેશના રાષ્ટ્રગીતના સન્માનમાં આપ ઊભાં રહ્યાં, એ મને
આજ સુધીમાં મળેલા તમામ પુરસ્કારોમાં શ્રેષ્ઠ પુરસ્કાર છે. આ પુરસ્કાર હંમેશાં મંત્ર માનવતાનો
મારી સાથે રહેશે.” 44