________________
બીજાનો સામાન ઊંચકનાર પ્રસિદ્ધ વિજ્ઞાની વૉટ્સન એમના વિદેશપ્રવાસેથી પાછા આવતા હતા. એમણે એમની પત્નીને આ સમાચાર મોકલ્યા અને કહ્યું, “અમુક દિવસે આ ટ્રેનમાં તેઓ પાછા આવી રહ્યા છે. લેવા આવજો.’ એમનાં પત્ની મોટર લઈને નોકર સાથે સ્ટેશન પર ગયાં. તેઓ ગાડીમાં બેઠાં અને નોકરને કહ્યું, “સ્ટેશનના પ્લેટફોર્મના દરવાજેથી વૉટ્સન નીકળે એટલે એમને અહીં લઈ આવ.”
નોકર આશ્ચર્ય પામ્યો, કારણ કે એ હમણાં જ વૉટ્સનને ઘેર નોકરીએ રહ્યો હતો અને એણે પોતાના માલિકને જોયા પણ નહોતા. આટલા બધા મુસાફરોમાંથી વૉટ્સનની પહેચાન કઈ રીતે કરી શકાશે? આથી નોકરે શેઠાણીને પૂછવું, ‘હમણાં જ તમારે ત્યાં નોકરીએ રહ્યો છું અને સાહેબને મેં જોયા નથી, તો હું એમને કઈ રીતે ઓળખી શકીશ?”
વૉટ્સનની પત્નીએ કહ્યું, “જુઓ, શૂટ-બૂટમાં સજ્જ એવી કોઈ આધેડ વ્યક્તિ એક હાથમાં બ્રીફકેસ લઈને અને બીજા હાથમાં બીજા કોઈનો સામાન ઊંચકીને ચાલતી દેખાય, એટલે માની લેવું કે એ તમારા સાહેબ છે.’ નોકર લૅટફૉર્મના દરવાજે જઈને બહાર નીકળતા મુસાફરોને જોવા લાગ્યો તો એણે જોયું કે એક શૂટટાઈ પહેરેલી અને માથે હેટ ધરાવતી આધેડ વ્યક્તિ એક હાથમાં બ્રીફકેસ અને બીજા હાથમાં કોઈ વૃદ્ધાનો મોટો ટૂંક ઉઠાવીને ચાલતી હતી. એમના ચહેરાના હાવભાવ પરથી નોકર સમજી ગયો કે આ જ શ્રીમાન વૉટ્સન હોવા જોઈએ. એ વૉટ્સન પાસે ગયો અને કહ્યું, “આ ટૂંક મને ઊંચકવા આપો. હું તમારો નવો નોકર છું.’
વૉટ્સને ના પાડતાં કહ્યું, “આ વૃદ્ધાનો ટૂંક ઊંચકવાની જવાબદારી મેં લીધી છે એટલે મારે જ ઉપાડવી જોઈએ.’ વિજ્ઞાની વૉટ્સન હંમેશાં બીજાને મદદ કરવા માટે તત્પર રહેતા.
મંત્ર માનવતાનો
43