________________
અનાથને આત્મનિર્ભર
શિક્ષણકાર્યમાંથી નિવૃત્ત થયા બાદ બ્રિટનના પ્રસિદ્ધ શિક્ષણવિદ્ મિસ્ટર બૂથે ધર્મકાર્ય કરવાનો મનસૂબો રાખ્યો હતો. એમણે પાદરી થવાનું પસંદ કર્યું અને ઠેર ઠેર જઈને ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા. એક વાર તેઓ ચર્ચમાં જતા હતા, ત્યારે કેટલાક લોકોને બૂમો પાડતા, દોડતા જોયા. એ બધા એક ચૌદ-પંદર વર્ષના છોકરાની પાછળ દોડી રહ્યા હતા. છોકરાને ઠોકર વાગતાં એ રસ્તા પર ગબડી પડ્યો અને લોકો બરાડા પાડતા એને મારપીટ કરવા લાગ્યા.
દયાળુ મિસ્ટર બૂથ આ ટોળાની વચ્ચે દોડી ગયા અને એ માર મારતા ટોળા વચ્ચેથી છોકરાને માંડ માંડ છોડાવ્યો. પછી એમણે પૂછયું, “દીકરા, તેં ખરેખર ચોરી કરી છે ? સાચું બોલ !”
આ સાંભળી એ છોકરાએ ધ્રુસકે ને ધ્રુસકે રડતાં કહ્યું, “ફાધર, હું અનાથ છું. મારી પાસે રહેવા માટે કોઈ ઘર નથી કે ખાવા માટે કશું ભોજન નથી. હું ઘણા દિવસથી ભૂખ્યો હતો, એ ભૂખ જ્યારે અસહ્ય બની, ત્યારે મેં હિંમત કરીને એક હોટલમાંથી બે બ્રેડ ચોરી લીધી. પણ હું ખરેખર કહું છું કે હું ચોર નથી અને તમને વચન આપું છું કે ગમે તે થાય, પણ હવે ક્યારેય ચોરી નહીં કરું.’
છોકરાની આપવીતી સાંભળીને અત્યંત વ્યથિત બનેલા મિ. બૂથ એને પોતાની સાથે લઈ ગયા અને એક હોટલમાં લઈ જઈને ભરપેટ ભોજન કરાવ્યું. છોકરો જે પ્રસન્નતાથી ભોજન કરતો હતો, તે જોઈને મિ. બૂથનું મન વિચારમાં ચડ્યું કે ઈશ્વરના ઉપદેશોનો પ્રચાર કરવા કરતાં અનાથ બાળકોને આત્મનિર્ભર બનાવવાનું વધુ જરૂરી છે. એ પણ ઈશ્વરસેવા જ છે. આમ વિચારીને તેમણે અનાથ બાળકો માટે રોજગારીની વ્યવસ્થા કરી.
આ બેકારોને પણ કામ મળે તે માટે રોજગાર કેન્દ્રો માત્ર પોતાના વતન ઇંગ્લેન્ડમાં જ નહીં, મંત્ર માનવતાનો 46
બક્કે દુનિયાભરમાં ખોલ્યાં.