________________
શૂન્યમાંથી સર્જન શિકાગોની હોટલમાં વેઇટર તરીકે કામ કરતા નિકલ્સનના પિતાનું એકાએક અવસાન થયું. એકાદ વર્ષ બાદ એની માતાનું મૃત્યુ થયું. અનાથ નિકલ્સન પર દયા આણીને હોટલના માલિકે એને બેલ-બૉયની નોકરી આપી. પગાર સાવ મામૂલી, પણ આ નોકરી સ્વીકાર્યા સિવાય નિકલ્સનને માટે બીજો કોઈ ઉપાય નહોતો. બેલ-બૉય તરીકે નિકલ્સનને ઘણી વાર મુસાફરોની તોછડાઈ કે અપશબ્દો સહન કરવા પડતા હતા.
એક વાર એવું બન્યું કે એક પ્રવાસીનું પાકીટ ખોવાઈ જતાં નિકલ્સન પર આરોપ આવ્યો. મૅનેજરની પોલીસ બોલાવવાની ધમકીથી નિકલ્સન કાંપવા લાગ્યો. એવામાં પ્રવાસીને પાકીટ મળી જતાં નિકલ્સનને નિરાંત વળી, છતાં હોટલના મેનેજરે ઠપકો આપ્યો કે ભવિષ્યમાં તારી આવી કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં.
આખી રાત નિકલ્સન ચોધાર આંસુએ રડ્યો. બીજે દિવસે નક્કી કર્યું કે પોતાની માતા જેમ કપડાં ખરીદીને વેચવા નીકળતી હતી, એમ ટાઈ, અન્ડરવેર, ટુવાલ, રૂમાલ ને ડસ્ટર લઈને વેચવા નીકળવું. નિકલ્સન રાતદિવસ મહેનત કરવા લાગ્યો. આમાંથી પહેલે મહિને જ હોટલના પગાર કરતાં વધુ કમાણી થઈ. થોડા સમય બાદ મોટરસાઇકલ ખરીદીને દૂર દૂર સુધી કપડાં વેચવા જવા લાગ્યો.
સમય જતાં તૈયાર વસ્ત્રો બનાવતી કંપનીનો કમિશન એજન્ટ બન્યો અને સિલાઈનાં ચાર મશીન વસાવીને એક કટિંગ માસ્ટરને નોકરીએ રાખી જુદી જુદી સ્ટાઇલનાં વસ્ત્રો બનાવવા લાગ્યો. વિખ્યાત ડ્રેસ-ડિઝાઇનરની ડિઝાઇનનો અભ્યાસ કરે અને પછી પોતાનું ભેજું લડાવી નવી ડિઝાઇન તૈયાર કરે. પહેલાં શિકાગોમાં અને પછી અમેરિકાનાં અન્ય મહાનગરોમાં પોતે બનાવેલા પોશાક વેચવા લાગ્યો.
- થોડા સમયે વિશાળ જગ્યા લઈ મોટી કંપની ઊભી કરી દેશ-વિદેશ કપડાં મોકલવા નેવતાની લાગ્યો અને સમય જતાં નિકલ્સન અમેરિકાનો સૌથી મોટો ફૅશન-ડિઝાઇનર બન્યો. 120