________________
વેદનાનો વિનોદ
ડૉક્ટરે નિદાન કરતાં જ્હૉન વેન શેલ્ટરને કહ્યું કે તમને કૅન્સર થયું છે. ઘણું વધી ગયું છે. હવે તમારું આયુષ્ય છ માસથી વધુમાં વધુ એક વર્ષ સુધીનું રહેશે. જ્હૉને ડૉક્ટરને કહ્યું, ‘માફ કરો ડૉક્ટરસાદુંબ, આપની વાત હું સ્વીકારતો નથી. ભલેને કેન્સર હોય પણ હું તો જીવીશ જ અને એક વર્ષથી વધુ જીવીશ.’
એંશી વર્ષના જ્હૉન આરામથી જીવન વિતાવવા લાગ્યા. સમય વીતતો ચાલ્યો. એમની સ્મૃતિ એટલી જ રહી. ચહેરાનો આનંદ સહેજે લેપાયો નહીં. મહિનાઓ પર મહિના વીતવા લાગ્યા. નિદાન થયાનું વર્ષ વીતી ગયું, લોકો જ્હૉનને ‘જીવંત ચમત્કાર' તરીકે ઓળખવા લાગ્યા. ડૉક્ટરો પણ વિચારતા હતા કે કેન્સરને કારણે એમનું શરીર આટલું બધું ક્ષીણ થઈ ગયું છે, તેમ છતાં આટલી બધી મોજથી કેવી રીતે જીવતા હશે ?
કોઈએ જ્હૉનને આનું રહસ્ય પૂછ્યું તો જ્હૉને કહ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેઓ તબીબ તરીકે ઘાયલ સૈનિકોની છાવણીમાં કામ કરતા હતા. એમણે ઘવાયેલા સૈનિકોને હસતા જોયા. કોઈનો હાથ કપાઈ ગયો હતો, કોઈનો પગ કપાઈ ગયો હતો, પણ એ સૈનિકો મોજથી જીવતા હતા. જ્હૉને આનું રહસ્ય એ શોધ્યું કે સૈનિકો એમની શારીરિક સ્થિતિ વિશે વિચારતા જ નહોતા, તેથી એમના મનને શારીરિક યાતના સ્પર્શતી નહોતી. જ્હૉને પોતાના જીવનમાં આ વાત અપનાવી અને નક્કી કર્યું કે શરીરનો હું ગુલામ નથી, કિંતુ શરીર મારું ગુલામ છે. શરીરે કેમ વર્તવું એ પોતાના શરીરને શીખવવા લાગ્યા.
એક વાર એ ઊભા થયા અને એકાએક માથામાં તીવ્ર શૂળ જેવી વેદના જાગી. વેદનાને જ્હૉને કહ્યું, ‘ચૂપ રહે. મિત્રોની મહેફિલમાં બેઠો છું. એનો ખ્યાલ રાખીને ચૂપચાપ ભેંસ.
ક્યારેક છાતીમાં દર્દ થતું તો બોલી ઊઠતા, ‘ખામોશ થઈ જા. જરા સમજ તો, હું સવારનો સુંદર નાસ્તો કરી રહ્યો છું.' આ રીતે જ્હૉને પોતાના શરીરની વેદનાને હુકમ આપીને અંકુશમાં રાખ્યું અને એક વર્ષથી ઘણું વધુ જીવ્યા.
મંત્ર માનવતાનો 119