________________
કલા કુરૂપ બની જશે કારા ડેલીની ઇચ્છા સ્ટેજ પર જઈને દર્શકો વચ્ચે ઝૂમતી ગાયિકા તરીકે નામના મેળવવાની હતી, પરંતુ એની આ તીવ્ર ઇચ્છામાં સહુથી મોટો અવરોધ એનો ચહેરો હતો. એ જાણતી હતી કે ગાયિકાના ગાનની સાથે એના ચહેરાને સ્ટેજ પર દર્શકો એકાગ્ર બનીને જોતા હોય છે, તેથી એ વિચારતી કે એના કદરૂપા ચહેરાને કારણે એ પ્રેક્ષકોને પસંદ નહીં પડે. વળી એથીય વધુ તો એના આગળના દાંત બહાર દેખાતા હતા. આવા બહાર દેખાતા દાંતવાળો ગોળમટોળ ચહેરો જોવો કોને ગમે ?
આમ છતાં ગાવાની પ્રબળ ઇચ્છા હોવાથી કારા ડેલીએ સાહસ કરીને સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું, પણ એના દેખાવ વિશે અત્યંત સભાન હતી, તેથી એ પોતાના ઉપરના હોઠને નીચે સુધી ખેંચી લાવવાનો પ્રયત્ન કરતી હતી, જેથી એના આગળના બહાર દેખાતા દાંત થોડા છુપાઈ શકે.
પરિણામ એ આવ્યું કે કારા ડેલી ગાવાને બદલે કે દર્શકો પર દષ્ટિ રાખવાને બદલે પોતાની કુરૂપતા છુપાવવા પ્રયત્ન કરતી રહી. એક વાર એની ગાયનશૈલીથી પ્રભાવિત થયેલા શ્રોતાએ એને કહ્યું, ‘તું જે છુપાવવા માગે છે, તે હું જાણી ગયો છું. તને તારા હોઠની બહાર આવતા આગળના દાંત દેખાડવા પસંદ નથી, ખરું ને ?'
કારા ડેલીએ એની આ વાતનો સ્વીકાર કર્યો ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું, આનાથી શરમાઈને તું ગાઈશ તો ક્યારેય મુક્ત રીતે ગાઈ શકીશ નહીં અને ક્યારેય શ્રોતાઓને રીઝવી શકીશ નહીં. સહેજેય શરમાયા વગર નિરાંતે મોં ખુલ્લું રાખીને, દાંતને છુપાવ્યા વિના ગાઈશ તો સફળ થઈશ.’ દર્શકની આ સલાહ માનીને કારા ડેલીએ ગાતી વખતે તન્મય બનીને માત્ર
હ s ગાવાનો જ વિચાર કર્યો. બીજું બધું ભૂલી ગઈ. એટલા ઉત્સાહ અને આનંદથી એ ઉછરે છ ગાતી હતી કે સમય જતાં એ રેડિયો અને ટેલિવિઝનની અગ્રણી ગાયિકા બની ગઈ ! મંત્ર માનવતાનો
15