________________
જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ પ્રાચીન ગ્રીસમાં એક યુવક જ્ઞાનપ્રાપ્તિનો સાચો માર્ગ પામવા માટે દેશના પ્રખર વિદ્વાનની પાસે પહોંચ્યો. એ વિદ્વાનને પ્રણામ કરીને કહ્યું, “મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એ માટેનો રસ્તો કયો ?” વિદ્વાને કહ્યું, ‘ભાઈ, હું કંઈ એવો જ્ઞાની નથી.”
પારાવાર આશ્ચર્ય સાથે યુવકે કહ્યું, “આપ પ્રખર જ્ઞાની છો એવું ઘણી વ્યક્તિઓ પાસેથી મેં સાંભળ્યું છે. કોઈએ આપને જ્ઞાનના સાગર કહ્યા છે, તો કોઈએ આપને પરમ જ્ઞાની કહ્યા અને આપ જ મને જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ બતાવવાનો ઇન્કાર કરો છો ?”
વિદ્વાને કહ્યું, ‘ભાઈ, જો તારે જ્ઞાન જ મેળવવું હોય તો દેશના શ્રેષ્ઠ તત્ત્વચિંતક અને વિચારક સૉક્રેટિસ પાસે જા. આપણા દેશનો એ મહાન ચિંતક છે અને એના જેવો બીજો કોઈ જ્ઞાની તને ક્યાંય જડશે નહીં.”
યુવાન સૉક્રેટિસની પાસે ગયો અને બોલ્યો, “મેં સાંભળ્યું છે કે આ ગ્રીસ દેશમાં આપના જેવો બીજો કોઈ જ્ઞાની નથી. આપ અનેક વિદ્યાઓના જાણકાર છો. મને કંઈક જ્ઞાન આપો, જેથી મારા જીવનમાં વિદ્યાનો પ્રકાશ પથરાય. દેશના પ્રખર વિદ્વાને પણ આ માટે આપને મળવાનું સૂચન કર્યું હતું.'
આ સાંભળી સૉક્રેટિસ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, “અરે ભાઈ, તું પાછો એ વિદ્વાન પાસે જ પહોંચી જા. ખરા જ્ઞાની તો એ છે. હું તો સાવ અજ્ઞાની છું.'
યુવક પાછો વિદ્વાન પાસે ગયો અને એણે સૉક્રેટિસ સાથે થયેલો વાર્તાલાપ વર્ણવ્યો. આ સાંભળી વિદ્વાને કહ્યું,
“અરે ભાઈ, સૉક્રેટિસ જેવી વ્યક્તિ કહે કે હું અજ્ઞાની છું, એ જ એના જ્ઞાનનું સૌથી મોટું પ્રમાણ છે. જેને પોતાના જ્ઞાનનું અભિમાન હોતું નથી, એ જ સાચો જ્ઞાની @િ છે. તે જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ પૂછળ્યો હતો ને, તો હવે નમ્ર બનીને જ્ઞાન મેળવવું એ
મંત્ર માનવતાનો જ પહેલો પાઠ છે.”
39