________________
પોતાની ક્ષતિઓનો શોધક સાબુ બનાવનારી વિખ્યાત કંપનીમાં ઇ. એચ. લિટલ નામનો મહેનતુ યુવાન સેલ્સમેન તરીકે જોડાયો. એની કંપની અમેરિકામાં ઘણી પ્રસિદ્ધ હતી. બીજા સાબુઓ કરતાં એના સાબુની કિંમત ઓછી અને ગુણવત્તા ઊંચી હતી, આમ છતાં એને ઑર્ડર મળતા નહીં. એને વિચાર આવ્યો કે જરૂર, એની ગ્રાહક સાથે વાતચીત કરવાની રીતમાં કોઈ ખામી હશે અથવા તો કંપનીના ઉત્પાદનની યોગ્યતા પુરવાર કરવામાં ઊણો ઊતરતો હશે. આ સાબુ વાપરવાથી ગ્રાહકોને કેટલા લાભ છે એ સમજાવી શકતો નહીં હોય. પોતાને મળતા ખૂબ ઓછા ઑર્ડરોની પાછળ શું કારણ હશે એ અંગે એણે ઊંડો વિચાર કર્યો, પરંતુ એનું કોઈ કારણ જડ્યું નહીં.
આથી યુવાન સેલ્સમૅન ઇ. એ. લિટલે નવો તરીકો અજમાવ્યો અને એ દુકાનદાર પાસે જઈને પૂછવા લાગ્યો, “જુઓ, હું તમારી પાસે વિખ્યાત કંપનીના સેલ્સમેન તરીકે આવ્યો નથી, કિંતુ તમને માર્ગદર્શક માનીને આવ્યો છું. મારે સાબુ વેચવા નથી, પણ સલાહ જોઈએ છે. મારે એ પૂછવું છે કે મારા સાબુમાં તમને કઈ ખામી લાગે છે, તે તમે મને મિત્રભાવે કહો. મને સહેજે માઠું નહીં લાગે.
એની નિખાલસ વાત સાંભળીને દુકાનદાર એને એની ક્ષતિઓ બતાવવા લાગ્યા, કોઈ બીજે સ્થળે જઈને એ વેપારીને પૂછતો કે “તમારો આટલો બહોળો વેપાર છે. તમારી પાસે તો કેટલાય સેલ્સમૅન આવે છે. તો તમારા અનુભવને આધારે મને કહો કે હું એમનાથી કઈ બાબતમાં પાછો પડું છું.”
આને પરિણામે બન્યું એવું કે દુકાનદારો ઇ. એચ. લિટલને સેલ્સમૅનને બદલે મિત્ર માનવા લાગ્યા. આ દુકાનદારો પાસેથી એની અત્યંત કીમતી સલાહ મળી અને © ધીરે ધીરે ઉત્પાદનની ક્ષતિઓ દૂર કરવા લાગ્યો, જેને પરિણામે ઇ. એચ. લિટલ
એટલો કુશળ પુરવાર થયો કે વિશ્વની સૌથી મોટી સાબુ બનાવનારી કંપનીનો એ મંત્ર માનવતાનો
અત્યંત ઊંચો પગાર ધરાવતો પ્રેસિડેન્ટ બની ગયો.
40