________________
પોતીકી શૈલીનો પ્રભાવ
લંડનના અત્યંત ગરીબ, મજૂર વિસ્તાર લૅમ્બથમાં જન્મેલા ચાર્લી ચૅપ્લિન (૧૮૮૯૧૯૭૭) જન્મજાત અભિનેતા હતા. માત્ર પાંચ વર્ષની ઉંમરે એમણે એમના યહૂદી પિતાના એક કાર્યક્રમમાં રંગભૂમિ પર અભિનય કર્યો. ત્યાર બાદ પિતાનું અવસાન થયું. સાવકા મોટા ભાઈ સિડની સાથે રહ્યા અને સાતમે વર્ષે ફરી રંગભૂમિ પર પ્રવેશ કર્યો.
દસમા વર્ષે પોતાના ભાઈ સિડનીને અનુસરીને એ લંડનની પ્રસિદ્ધ નાટકમંડળીમાં જોડાયા અને સાત વર્ષ સુધી એમાં કામ કર્યું. એમણે અમેરિકા અને યુરોપના દેશોનો પ્રવાસ ખેડ્યો. આ સમયે હોલિવૂડની ફિલ્મકંપનીના માલિક અને ફિલ્મ નિર્માતા મૅક સેનેટ આ છોકરાની અભિનયરાક્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા અને એને પોતાની ફિલ્મોમાં અભિનય કરવા માટે રાખી લીધો. આને માટે ચાર્લી ચૅપ્લિનને અઠવાડિયાના દોઢસો ડૉલર મળતા હતા.
ચાર્લી ચૅપ્લિને ૧૯૧૪માં ‘મેકિંગ એ લિવિંગ’ નામની ટૂંકી કૉમેડી ફિલ્મથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. એ સમયે ફિલ્મના દિગ્દર્શકો આગ્રહ રાખતા કે ચાર્લી ચૅપ્લિન એ સમયના જર્મનીના મશહૂર કૉમેડિયનની નકલ કરે. આમ કરવાથી એ પ્રેક્ષકોમાં વધુ ચાહના પ્રાપ્ત કરી શકશે.
ચાર્લી ચૅપ્લિને જર્મન કૉમેડિયનની અદ્દલ નકલ કરી, પરંતુ એને આવા અનુકરણમાંથી અભિનયનો આનંદ આવતો નહોતો. એક દિવસ ચાર્લી ચૅપ્લિને આ અનુકરણમાંથી બહાર આવીને પોતીકી શૈલી નિપજાવવાનો પ્રયત્ન કર્યો અને એને કારણે સમય જતાં એ ‘ચાર્લી ચૅપ્લિન' બની શક્યો. જ્યાં સુધી અનુકરણ કર્યું ત્યાં સુધી એની કલા પ્રગટ થઈ નહીં, પરંતુ એ પોતીકી રીતે ભૂમિકા ભજવવા લાગ્યો, ત્યારે એની આગવી મોલિક પ્રતિભા પ્રગટ થઈ. ફિલ્માતમાં એણે એનું આગવું પાત્ર અનેક રીતે વિકસાવ્યું, એટલું જ નહીં, પણ એની સર્જકપ્રતિભાએ જગતના અનેક ફિલ્મસર્જકો પર પ્રભાવ પાડ્યો.
મંત્ર માનવતાનો
63