________________
પારકાના સુખે સુખી ગ્રીસના સ્પાર્ટીમાં વસતા યુવાન પિટાર્ડસને અનેક પ્રયત્નો કરવા છતાં ક્યાંય નોકરી મળતી નહોતી. જેવી એને જાણ થાય કે નોકરી મળવાની અહીં શક્યતા છે, ત્યાં એ દોડી જતો. પણ નસીબની આડેનું પાંદડું ખસે જ નહીં. કોઈ ને કોઈ અવરોધ આવે અને નોકરી મળે નહીં.
આટલી બધી નિષ્ફળતા છતાં એ હતાશ થયો નહીં. સતત પ્રયત્ન કરતો રહ્યો. એવામાં એને જાણ થઈ કે એક સરકારી ખાતામાં ત્રણસો યુવાનોની ભરતી થવાની છે. એને માટે યુવાન પિટાર્ડસે અરજી કરી અને એને પાકો વિશ્વાસ હતો કે એ જરૂર આમાં સફળ થશે. એની બેકારી ટળશે.
પિટાર્ડસ ઇન્ટરવ્યુ આપવા ગયો અને બન્યું એવું કે એ નિષ્ફળ ગયો. એને નોકરી મળી નહીં.
એના મિત્રો દુર્ભાગી પિટાર્ડસને સાંત્વના આપવા આવ્યા, પરંતુ એમણે જોયું તો પિટાર્ડસ જાણે નોકરી મળી હોય એટલો પ્રસન અને ખુશખુશાલ હતો. એણે ઉમળકાભેર મિત્રોનું આતિથ્ય કર્યું.
મિત્રો સારી પેઠે જાણતા કે પિટાસ લાંબા સમયથી નોકરી મેળવવા પ્રયાસ કરે છે. એને આ વખતે નોકરી મળવાની પૂરી આશા હતી, તેમ છતાં એની આશા પર પાણી ફરી વળ્યું, છતાં એના ચહેરા પર સહેજે ગમગીની નહોતી. આથી આશ્ચર્યચકિત થયેલા મિત્રોએ પૂછયું, ‘તું ઘણા વખતથી બેકાર છે. નોકરી મેળવવા ભારે ફાંફાં મારે છે. નોકરી મેળવવાની સુવર્ણ તક પણ તેં ગુમાવી છે, તેમ છતાં આટલો બધો આનંદિત કેમ ?” I પિટાસે કહ્યું, “પંદરસો વ્યક્તિઓએ મારી માફક અરજી કરી હતી. એમાંથી ત્રણસો
વ્યક્તિઓની પસંદગી થઈ. મારા કરતાં ઓછામાં ઓછા ત્રણસો યુવકો તો એવા છે કે મંત્ર માનવતાનો 64
જે મારાથી વધુ હોશિયાર અને કાર્યકુશળ છે, એનો મને આનંદ છે.”