________________
શરમ આવી નહીં પોતાની અંતિમ વેળાએ બૅબિલોનની મહારાણી અને શાસિકા માટીક્રિસે વિચિત્ર આદેશ આપ્યો. એની પથારીની આસપાસ બેઠેલા પરિવારજનો અને રાજપુરુષોને કહ્યું કે તમે મારી કબર પર એવો મૃત્યુલેખ લખજો કે “અહીં નીચે જમીનમાં સોના અને હીરાથી ભરેલી પેટી રાખવામાં આવી છે.’ આમ કહીને માટીક્રિસે એક કાગળમાં કશુંક લખ્યું અને એ કાગળ પેટીમાં મૂકીને કહ્યું કે મારા દેહની નીચે આને પણ દફનાવજો.
પરિવારજનોએ રાણીની ઇચ્છા પરિપૂર્ણ કરી, પરંતુ સહુના મનમાં અપાર આશ્ચર્ય હતું કે મહારાણીએ પોતાની કબર પર આવો મૃત્યુલેખ કોતરાવ્યો કેમ ? અને પેટીમાં એવો તે કયો સંદેશો મૂક્યો ?
થોડા સમય બાદ ઈરાનના બાદશાહ ડેરિયસે બૅબિલોનને આક્રમણ કરીને જીતી લીધું. એમની દૃષ્ટિ કબર પરના મૃત્યુલેખ પર પડી. આ શબ્દો વાંચીને મનોમન અપાર ઉત્સાહ અનુભવવા લાગ્યા અને વિચાર્યું કે હવે પેલો સંદેશો મળતાં સોના અને હીરાથી એનો ભંડાર છલકાઈ ઊઠશે.
ધનની લાલસામાં એણે એ પણ વિચાર્યું નહીં કે કબરની નીચે ધન દાટવાનો અર્થ શો ? અને કદાચ રાખ્યું હોય તો એ વિશે મૃત્યુલેખ લખવાનું કારણ શું ? ડેરિયસે કબર ખોદાવી અને એમાંથી મોટી પેટી મળી. એના આનંદનો પાર ન રહ્યો. એણે અધીરાઈથી એ પેટી ખોલી તો એમાંથી એક કાગળ મળ્યો. એમાં લખ્યું હતું,
અરે, મુખના બાદશાહ, હરામનું ધન મેળવવાની લાલચમાં તને મૃત માનવીની કબર ખોદતાં પણ શરમ આવી નહીં! પરિશ્રમ વિનાની સંપત્તિ માનવીને પ્રમાદી તો બનાવે છે, પણ એથીય વિશેષ એની જિંદગીનાં સઘળાં સત્કર્મો પર પાણી ફેરવીને એને માટે નરકનો રસ્તો ખોલી આપે છે.”
આ ચિઠ્ઠી વાંચી રાજા ડેરિયસ પોતાના દુષ્કૃત્ય પર શરમાવા લાગ્યો. કબર પર મસ્તક નમાવીને એ આંસુ લૂછતો પાછો વળ્યો.
છે
મંત્ર માનવતાનો
122