________________
કરોડ સિક્કાનો મુગટ ઇંગ્લેન્ડના મુખ્ય ન્યાયાધીશની સામે સમ્રાટ એડવર્ડ (સાતમા) અપરાધી તરીકે ઊભા હતા. સમ્રાટે સ્વયં પોતાના અપરાધનું વિવરણ કરીને ન્યાયાધીશ પાસે ન્યાય માગ્યો. ન્યાયાધીશની મૂંઝવણ એ હતી કે પોતાના દેશના સર્વસત્તાધીશ સમ્રાટને એ કઈ રીતે સજા ફરમાવી શકે? પરંતુ અદાલતી કાર્યવાહી થઈ હોવાથી ચુકાદો તો આપવો પડે જ. લાંબા વિચાર પછી પોતાનો નિર્ણય જાહેર કરતાં ન્યાયાધીશે કહ્યું, ‘આ કેસમાં સમ્રાટ જેવી વિશિષ્ટ માન-સન્માન ધરાવતી વ્યક્તિ સંકળાયેલી છે, માટે એની ન્યાયપ્રક્રિયા પણ વિશેષ હોવી જોઈએ. એટલે હું ઇચ્છું છું કે બ્રિટનના સમ્રાટના શાસનની સીમમાં આવેલાં બધાં ન્યાયાલયોને આ કેસ મોકલવામાં આવે અને પછી બધા ન્યાયાધીશો બહુમતીથી જેને યોગ્ય ઠેરવે, તે નિર્ણયને મંજૂર રાખવો.”
એ સમયે એડવર્ડ સાતમાનું બ્રિટિશ રાજ જે જે દેશોમાં ફેલાયેલું હતું, તે દરેક ન્યાયાલયોમાં આ કેસ મોકલવામાં આવ્યો અને નિશ્ચિત સમયમાં નિર્ણય માગવામાં આવ્યો. દરેક વ્યાયાલયે પોતપોતાની રીતે તર્ક કે યુક્તિ લડાવીને સમ્રાટને ક્ષમા કરવાનો અનુરોધ કર્યો, પરંતુ મદ્રાસ હાઈકૉર્ટના ન્યાયાધીશ સર ટી. મુથુસ્વામીએ પોતાનો નિર્ણય આપતાં કહ્યું,
“આપણે એ વાત ભૂલી જવી જોઈએ કે આપણે સમ્રાટના કેસ અંગે નિર્ણય કરીએ છીએ. કાયદાની નજરમાં કોઈ સમ્રાટ નથી અને નથી કોઈ ભિખારી. વળી ન્યાયાલયનું એ કર્તવ્ય છે કે એણે એવા ચુકાદાઓ આપવા જોઈએ કે જે ભવિષ્યને માટે દીવાદાંડીરૂપ બની રહે. આથી મારો નિર્ણય એવો છે કે એક કરોડ સિક્કાઓનો સમ્રાટનો મુગટ ઉતારીને એમને ખુલ્લા માથાવાળા બતાવવા અને એ સિક્કાઓ બ્રિટનના આધિપત્ય હેઠળના દરેક દેશોમાં મોકલવા. સમ્રાટની શોભા જ એમાં છે કે આવા નિર્ણયથી પોતાને અપમાનિત માનવાને બદલે એને એ સહજ માનીને શિરોધાર્ય કરે.’ સમ્રાટ એડવર્ડ (સાતમા)એ સર મુથુસ્વામીના ચુકાદાનો સ્વીકાર કર્યો.
કરે છે છે મંત્ર માનવતાનો
(33