________________
નોટની જેમ હંમેશાં કીમતી પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સીએટલે પોતાની સંઘર્ષગાથા અને સફળતાની વાત કરી, ત્યારે શ્રોતાજનોએ અપૂર્વ રોમાંચ અનુભવ્યો. એ પછી સીએટલે એમના વક્તવ્ય દરમિયાન જ ખિસ્સામાંથી પાંચસો ડૉલરની નોટ કાઢી અને શ્રોતાજનોને પૂછવું,
આ નોટ હું જમીન પર ફેંકી દઉં, તો તે લેવા માટે કેટલા લોકો પોતાની જગ્યાએથી ઊભા થઈને દોડીને આગળ આવશે ?”
બધા શ્રોતાઓએ પોતાનો હાથ ઊંચો કર્યો. એ પછી એમણે નોટને વાળીને ટેબલ પર ચડીને પૂછયું, ‘હવે, આવી વળેલી નોટને લેવા માટે કેટલા લોકો આવશે ?”
બધાએ હાથ ઊંચો કર્યો. એ પછી એમણે સહુના આશ્ચર્ય વચ્ચે એ નોટને હથેળીમાં લઈને થોડી મસળી નાખી અને કહ્યું,
કેટલા લોકો આવી નોટ લેવા તૈયાર થશે ?' અને બધાએ તૈયારી બતાવી.
એ પરથી સીએટલે શ્રોતાઓને કહ્યું, “જેમ નોટ દબાયેલી હોય, વાળેલી હોય કે એને થોડી કચડી નાખી હોય, તોપણ એ એની કિંમત ગુમાવતી નથી, એ જ રીતે તમારે જીવનમાં સફળ થવા માટે તમામ તૈયારી કરવી જોઈએ. સફળતાના માર્ગે એવો પણ સમય આવે કે જ્યારે લોકો તમારી નિંદા કરે. તમને એવી રીતે પણ દબાવવાનો પ્રયત્ન કરે કે જેથી તમે હતોત્સાહી થઈ જાવ. કોઈક તમને કચડી કે મસળી નાખવાનો પ્રયત્ન પણ કરે, પરંતુ ભીતરથી મજબૂત અને ઈમાનદાર વ્યક્તિ આ નોટની જેમ હંમેશાં કીમતી જ બની રહેશે.'
પોતાની વાતનું સમાપન કરતાં આ પ્રસિદ્ધ ઉદ્યોગપતિએ કહ્યું, ‘જેનું મનોબળ મજબૂત છે, એ જીવનમાં જરૂર કંઈક હાંસલ કરી શકશે અને આ જ મારી કામયાબીનું રહસ્ય છે.” શ્રોતાજનો પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સીએટલની વાતથી અત્યંત પ્રભાવિત થઈ ગયા.
મંત્ર માનવતાનો.
24