________________
ખોટા સિક્કાનો ખપ નથી અમેરિકાની વિખ્યાત ઑઇલ કંપનીના એક સમયના ડાયરેક્ટર પૉલ બ્રોન્ટોનની એ વિશેષતા હતી કે કોઈએ એમના જેટલા જુદીજુદી વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા નહોતા. એમણે જુદા જુદા વ્યવસાયને માટે સાઠ હજાર જેટલી વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા હતા.
આ અનુભવોને આધારે એમણે “નોકરી મેળવવાના છ રસ્તાઓ' નામનું માર્ગદર્શક પુસ્તક પણ લખ્યું. એમની પાસે ઉમેદવારની પાત્રતા કે અપાત્રતા શોધી કાઢવાની આગવી ક્ષમતા હતી અને આની પાછળ એમનો એક નિશ્ચિત અભિગમ રહ્યો હતો. તેઓ માનતા કે નોકરી માટે અરજી કરતી વખતે વ્યક્તિ એમાં ઘણી મોટી મોટી વાતો લખતી હોય છે. એમાં એ પોતાની નબળાઈનો ઢાંકપિછોડો કરતી હોય છે અને એનામાં ક્ષમતામાં ન હોય એવી ઘણી બાબતોનો ઢોલ પીટતી હોય છે.
પૉલ બ્રોન્ટોનની વિચક્ષણ દૃષ્ટિ આ વાતને પારખી જતી અને તેથી એમનો આગ્રહ રહેતો કે વ્યક્તિએ ઇન્ટરવ્યુ આપતી વખતે નિખાલસ રહેવું જોઈએ. એનામાં જે શક્તિ નથી, તેનો એણે નિખાલસપણે સ્વીકાર કરવો જોઈએ.
વળી મોટા ભાગના ઉમેદવારો ઇન્ટરવ્યુ લેનારને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એ ક્યારેક ઇન્ટરવ્યુ લેનારની પ્રશંસા કરે છે તો ક્યારેક ખોટી ખુશામત પણ કરે છે. આમ કરીને તેઓ પોતાની મર્યાદા ઢાંકવાનો પ્રયત્ન કરે છે. પૉલ બ્રોન્ટોને એક સોનેરી સલાહ આપતાં કહે છે કે તમે જે જાણતા હો તે જ કહો. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને કઈ બાબતો ગમતી હોય છે તે જોઈને કે જાણીને એવા જવાબો આપશો નહીં. પોતાની આ વાતનું મૂળ કારણ આપતાં પૉલ બ્રોન્ટોન જણાવે છે કે કોઈ પણ ૭
મંત્ર માનવતાનો કંપનીને આવા ખોટા સિક્કાનો ખપ હોતો નથી.
25