________________
અત્યાચારનો વિરોધ
રોમના પ્રસિદ્ધ સંત બાજિલનું હૃદય રોમન સમ્રાટના અત્યાચારોથી કકળી ઊઠ્યું. એનાથી ત્રાસેલી પ્રજા ડર, ભય અને દમનની બીકથી મૂંગી થઈ ગઈ હતી, ત્યારે એકલા સંત બાજિલ સમ્રાટના અત્યાચારોનો વિરોધ કર્યો. ભાંગીતૂટી ઝૂંપડીમાં સાદાઈથી વસતા આ સંતે પ્રજાને નિર્ભયતાથી સામનો કરવા માટે હાકલ કરી, ત્યારે સહુને એમ હતું કે સમ્રાટ આ સંતને પકડીને કારાવાસમાં ગોંધી રાખશે. સમ્રાટના મનમાં ઊંડે ઊંડે એવો ભય હતો કે સંતની ધરપકડ કરે અને પ્રજામાં ઉશ્કેરાટ વ્યાપી જાય, તો શું ?
આથી સમ્રાટે પોતાના વિશેષ દૂતને સંત બાજિલની પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે એ સમ્રાટનો વિરોધ કરવાનું બંધ કરશે, તો એને સમ્રાટ એટલી અઢળક સંપત્તિ આપશે કે જે સંપત્તિથી એમની આખી જિંદગી આરામથી જ નહીં, પણ મોજમજા અને જાહોજલાલીથી પસાર કરી શકશે. જો વિરોધ કરવાનું છોડી દેશે નહીં, તો એવું પણ બને કે ગુસ્સે ભરાયેલો સમ્રાટ એમને દેશનિકાલ આપે.
સંત બાજિલે વિશેષ દૂતને કહ્યું કે તમારી વાત સાચી છે કે સમ્રાટના અત્યાચારનો વિરોધ કરવાનું છોડીને હું માલામાલ થઈ જાઉં, પરંતુ આમ કરવા જતાં મારો આત્મા મરી જશે તેનું શું ? રાષ્ટ્રના નાગરિક અને સંન્યાસી તરીકે મારું એ પહેલું કર્તવ્ય છે કે
જ્યાં સુધી મારામાં પ્રાણ હોય, ત્યાં સુધી મારે સમ્રાટને યોગ્ય માર્ગે લાવવા પ્રયાસ કરવો જોઈએ અને મને આશા પણ છે કે એક દિવસ આ અત્યાચારી સમ્રાટ સાચો માર્ગ અપનાવશે. સમ્રાટને જઈને એ પણ કહેજે કે બાજિલ એમનો આવો ઉદારતાભર્યો પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર નથી, પરંતુ સાથોસાથ એમ પણ કહેજે કે જે રાજા સંતો અને વિદ્વાનોની ચેતવણી સાંભળવાનો ઇન્કાર કરે છે, એનો સર્વનાશ નિશ્ચિત છે.
વિશેષ દૂતે રોમના સમ્રાટને બાલિ સાથેના પ્રસંગની વાત કરી, ત્યારે સમ્રાટના હ હદય પર એની ગાઢ અસર થઈ અને તેઓ સ્વયં બાજિલને મળવા ગયા અને પોતાના ૭/છ. અત્યાચારો માટે પશ્ચાત્તાપ પ્રગટ કરીને ક્ષમા માગી.
મંત્ર માનવતાનો
23