________________
હૃદયમાં ઉછેર
રેખા એની સખીને પોતાના કુટુંબની તસવીર બતાવતી હતી. પરિવારની પ્રત્યેક વ્યક્તિની એ ઓળખ આપતી હતી અને એની સખી શ્વેતા ખૂબ ધ્યાનથી દરેક વ્યક્તિની તસવીરને જોતી હતી.
એક તસવીર જોયા પછી શ્વેતાએ રેખાને એક સવાલ પૂછળ્યો,
“તારા કુટુંબમાં આ એક વ્યક્તિનો ચહેરો અને એના વાળ સાવ જુદા તરી આવે છે. પરિવારના બીજા લોકો વચ્ચે એકબીજા સાથે મળતાપણું છે, પરંતુ આ એક વ્યક્તિ તદ્દન જુદી પડી જાય છે. આવું કેમ ?”
રેખાએ કહ્યું, “એ મારા કાકાનો દીકરો છે. મારાં કાકા-કાકી નિઃસંતાન હોવાથી એમણે બાળક દત્તક લીધું હતું, આથી એ બધાંમાં જુદું પડે છે.”
શ્વેતા બોલી, “દત્તક બાળક વિશે હું સારી રીતે જાણું છું.” રેખાએ વળતો પ્રશ્ન કર્યો, “તને વળી દત્તક બાળકને વિશે કઈ રીતે ખબર ?”
શ્વેતાએ કહ્યું, “હું પોતે દત્તક છું. જેમની સાથે રહું છું એમણે મને દત્તક લીધી છે. હું એમની પુત્રી નથી.”
રેખાએ કહ્યું, “ઓહ ! કેવી કમનસીબ બાબત ! દત્તક હોવું તે તને દુર્ભાગ્યપૂર્ણ નથી લાગતું ?”
શ્વેતા બોલી, “ના. એ તો મોટું સદ્ભાગ્ય કહેવાય. ઘણાં બાળકોને ન પ્રાપ્ત થાય, તેવું તેવું સદ્ભાગ્ય.” અપાર આશ્ચર્યમાં ડૂબેલી રેખાએ કહ્યું, “શ્વેતા, એમાં લોહીની સગાઈ ન હોય, ખરું ને !”
શ્વેતાએ કહ્યું, “એમાં લોહીની સગાઈ નહીં, કિંતુ હૃદયની સગાઈ હોય છે. તમારો ઉછેર તમારી માતાના ઉદરમાં થયો, જ્યારે મારી માતાના હૃદયમાં થયો.”
હ
તી
મંત્ર માનવતાનો.
52