________________
ખાલી હાથનો આભાર રસ્તા પરથી પસાર થતી વ્યક્તિ સમક્ષ એક ભિખારીએ એનો હાથ લાંબો કર્યો. એણે જોયું કે ભિખારી અત્યંત વૃદ્ધ, નિર્બળ અને અંધ છે. આવા ગરીબ અને લાચારને મદદ કરવી જોઈએ આથી ભિખારીને પૈસા આપવાનું એને આપોઆપ મન થયું, પણ એણે ખિસ્સામાં હાથ નાખ્યો, તો ખ્યાલ આવ્યો કે પાકીટ તો ઘેર ભૂલી ગયો છું. હવે કરવું શું?
એણે પોતાનાં બધાં ખિસ્સાં ફંફોસ્યાં. ક્યાંયથી એકે નોટ કે સિક્કો નીકળે છે ખરો ? પણ ખબર પડી કે એના ખિસ્સામાં ફૂટી કોડીય નથી !
આખરે નિરુપાયે એણે એ વૃદ્ધ ભિખારીનો હાથ હથેળીમાં લઈને ખૂબ પ્રેમથી દબાવ્યો અને કહ્યું,
બાબા, મને માફ કરજો. તમને મદદ કરવાની મારી તીવ્ર ઇચ્છા હોવા છતાં પાકીટ ઘેર ભૂલી ગયો છું, તેથી કશી રકમ આપી શકતો નથી.”
વૃદ્ધ ભિખારીએ કહ્યું, “અરે ! પૈસાની વાત છોડો. તમે જે આપ્યું છે તેવું તો મને કોઈએ નથી આપ્યું.”
પેલી વ્યક્તિને પારાવાર આશ્ચર્ય થયું. એણે તો એક પાઈ પણ આપી નથી, છતાં આ કેમ આટલી બધી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ? એણે પૂછ્યું,
“બાબા, મેં તમારા ફેલાયેલા ખાલી હાથમાં કશું જ આપ્યું નથી. એને ખાલી રાખ્યો છે છતાં તમે કેમ આભાર વ્યક્ત કરો છો ?”
વૃદ્ધ ભિખારીએ કહ્યું, “આ ખાલી હાથમાં પાઈ-પૈસો મૂકનારાં ઘણાં મળે, પણ એ હાથને હાથમાં લઈને પ્રેમથી ભીંસનારા તમે એક જ મળ્યા. ખેર ! હવે જ્યારે પણ આ તરફથી નીકળો ત્યારે થોડી વાર માટે પણ મારો હાથ તમારા હાથમાં લઈને મંત્ર માનવતાનો ભાવથી દબાવજો. મારે માટે એ કોઈ પણ રકમથી વિશેષ છે.
53
S