________________
મંત્ર માનવતાનો 54
મહાનતાનો મંત્ર
વિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇનને જન્મના બીજા જ વર્ષે વતન છોડવું પડ્યું હતું. આલ્બર્ટ આઇન્સ્ટાઇન ઘણું મોડું બોલતાં શીખ્યા હતા. કૅથલિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ દસ વર્ષની ઉંમરે તેઓ જિમ્નેશિયમ” નામે ઓળખાતી જૂની ઘરેડની માધ્યમિક શાળામાં દાખલ થયા. આ શાળામાં જર્મન શિસ્ત હોવાથી આલ્બર્ટ આઇન્સ્ટાઇનને નિશાળના શિક્ષકો લશ્કરના ૉફ્ટનન્ટ જેવા કડક લાગ્યા. અહીં ભૂમિતિનું પાઠ્યપુસ્તક વાંચતા તેમાં નિરૂપિત તર્ક અને આકૃતિ વચ્ચેની સંવાદિતા આઇન્સ્ટાઇનને ગમી ગઈ. એમના કાકા જેકોબની પ્રેરણાથી એમને ગણિતમાં રસ જાગ્યો હતો.
એ પછી એમણે વિચાર્યું કે વિજ્ઞાનમાં પણ એટલી પ્રગતિ કર્યું. જેટલી લગનીથી ગણિત પર અધિકાર મેળવ્યો હતો, એટલી લગની સાથે એમણે વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરવા માંડ્યું. એમના કાકા કેઝર કૉકે એમનામાં વિજ્ઞાન વિશેની ઊંડી જિજ્ઞાસા જગાડતા રહ્યા. માત્ર બાર વર્ષની વયના આલ્બર્ટ આઇન્સ્ટાઇનને વિશાળ વિશ્વના રસનો ય શોધવાની ઇચ્છા જાગી અને જગતને આ વિજ્ઞાનીએ સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો, જેનાથી જગતની વિચારધારામાં આમૂલ પરિવર્તન આવ્યું. જગતભરમાં આઇન્સ્ટાઇન જાણીતા થઈ ગયા અને એમને ઠેર ઠેરથી વક્તવ્યો માટે નિમંત્રણો મળવા લાગ્યાં અને એમના વક્તવ્ય બાદ લોકો એમને ઘેરી વળીને જાતજાતના પ્રશ્નો પૂછતા હતા. એક વાર એક છોકરાએ પૂછ્યું,
*સર ! આજે આપ વિશ્વભરમાં વિખ્યાત છો, બધા આપની પ્રશંસા કરે છે અને આપને મહાન કહે છે, તો મારે આવી મહાનતા પ્રાપ્ત કરવાનો મંત્ર જાણવો છે. શું સૌ કોઈ મહાન બની શકે છે કે પછી તમારા જેવા નસીબદાર જ મહાન બની શકે ? આને માટેની ગુરુચાવી કઈ ?'
આઇન્સ્ટાઇને ઉત્તર આપ્યો, ‘જે વિષયમાં અભ્યાસ કરવો તેમાં પૂરી નિષ્ઠા, લગન અને એકાગ્રતાથી ખૂંપી જવું, તે જ છે મહાનતાનો મંત્ર.’